દેવનાં ગળામાં એની માં અવંતિકા રોયે મોતીની માળાજ પહેરાવી દીધી. દેવ જોઈને ખુશ થતાં બોલ્યો "માં તમે આ માળા પહેરાવી મારો આખો દેખાવ બદલાઈ ગયો તમે હમણાંજ ક્યાંથી લાવ્યા ? " માં એ કહ્યું "મારાં દેવ હું ઘરેથીજ લઈને આવી હતી આવાં રૂડાં અને પવિત્ર પ્રસંગમાં જવાનું હતું અને હું તો તારાં માટે મારો ગમતો સીલ્કના ધોતી કુર્તાનો સેટ પણ લાવી લાવી હતી પણ અહીં રુદ્રજીએ બધી તૈયારી આપણાં માટે કરી હતી તેથી એમનું માન રાખવાં એમનો આપેલો ડ્રેસ તને પહેરવા દીધો."
"દેવ મને થાય છે આ માણસો આપણાં માટે ઝીણી ઝીણી ચીવટ રાખી એનો મને આનંદ છે અને નવાઈ પણ લાગે છે. પછી સમજાયું કે તારાં પાપા સાથે એમને વર્ષોથી સંબંધ છે મને બરોબર યાદ છે એ વરસો પહેલાં કોલકોતા આવેલાં ત્યારે તારાં પાપા DGP પણ નહોતાં એતો એમની સુરક્ષા માટે એમની સાથે ફરતાં એમને એ ડ્યુટી સોંપાઈ હતી એ સમયથી તેઓ ખાસ મિત્ર બની ગયાં હતાં ત્યારે તું માંડ 14-15 વર્ષનો હતો પણ સતત સંપર્ક બની રહેલો એ તારાં પાપાની વાતો અને આપણાં કલચરથી ખુબ ઈમ્પ્રેસ અને ખુશ હતાં જયારે જયારે કોલકોતા આવે ત્યારે સંપર્ક કરતાં અને ઘરે પણ આવતાં...એમનાં પત્નિ સાથે ખાસ સફર નહોતાં કરતાં પણ એક બે વાર ખાસ સજોડે ઘરે આવેલાં છે. "
દેવ કહે "મને કેમ યાદ નથી કશું ?" માં એ કહ્યું બેટા તારાં પાપાની ટ્રાન્સફર થયા કરતી હતી છેલ્લે છેલ્લેજ એમને કોલકોતાનું સળંગ પોસ્ટીંગ મળેલું અને કોલકોતાજ તેઓ DGP બનેલાં. આજે મને બધું યાદ આવી રહ્યું છે."
દેવે કહ્યું "માં જે રીતે તેઓ આપણી કાળજી રાખી રહ્યાં છે અને માન સન્માન આપી રહ્યાં છે એ એક ફોર્માલીટી નથી લાગતી ચોક્કસ પાપા માટે સાચી મિત્રતા અને લાગણી હશેજ. "
માં એ કહ્યું " દેવ તારી વાત સાચી છે તેઓ માત્ર વ્યવહારીક રીતે નથી વર્તી રહ્યાં સાચેજ સંબંધની તીવ્રતા અને અંગતતા બતાવી રહ્યાં છે”.
ત્યાં રાય બહાદુર રોયે કહ્યું " ચલો બેટા હવે આપણે પૂજા સ્થળે જઈએ ત્યાં રાહ જોવાતી હશે સમય થઇ ગયો છે." અવંતિકા રોયે કહ્યું "હાં ચલો ચલો અમે તૈયારજ છીએ” તેઓ કાર તરફ આગળ વધ્યાં...
*****
દેવાધીદેવ મહાદેવનાં ક્ષેત્રમાં કાર આવી ગઈ. મંદિરથી થોડે દૂર બધાં કારમાંથી ઉર્ત્યા. ચારેબાજુ જમીન પર જાજમ બીછાવેલી હતી. પૂજા યજ્ઞ સ્થળેથી શ્લોક અને રુચાઓનો અવાજ સંભળાઈ રહ્યો હતો. યજ્ઞમંડપમાં બધાં મહેમાનો મહાનુભાવો આવી રહ્યાં હતાં. રુદ્ર રસેલ અને એમનાં પત્નિ બધાને આવકાર આપી રહેલાં. રાય બહાદુર રોયે કહ્યું.." મોટાં મોટાં અધિકારી અને અન્ય મહેમાનો આવી ગયાં છે હમણાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન આવી જશે મને જે કાર્યક્રમ મળેલો તે પ્રમાણે એમનું આગમન હવે થવું જોઈએ."
આમ વાતો કરતાં તેઓ યજ્ઞ મંડપ નજીક પહોંચ્યાં. દેવ તો બધી વ્યવસ્થા જોઈને ખુશ થઇ ગયો. મનોમન બોલી પડ્યો "વાહ કેવી સુંદર વ્યવસ્થા, સુશોભન અને સ્ટ્રીક સીક્યુરીટી છે. અને રુદ્ર રસેલ અને એમનાં પત્નિની નજર રાય બહાદુર ફેમીલી ઉપર પડી તેઓ થોડાં આગળ આવી ત્રણે જણાને આવકારતાં બોલ્યાં "આવો આવો તમારું મહાદેવની નિશ્રામાં સ્વાગત છે. તમેતો ઘરનાં છો એમ કહી આત્મીયતા બતાવી. એમનાં પત્નિ સુર માલિકાએ કહ્યું "દેવ દીકરા તું તો રાજકુમાર જેવો શોભે છે આવ આવ." દેવ ખુશ થઇ ગયો.
ત્યાં રુદ્ર રસેલે રાય બહાદુર ને કહ્યું "રાયજી તમારી દિકરી પણ થોડાં વખતમાં અહીં આવી પહોંચશે મને સમાચાર મળી ગયાં છે તમે બધાં હાજર રહ્યાં મને એનો ખુબ આનંદ છે.”
રાય બહાદુરે કહ્યું "અરે વાહ આકાંક્ષા પહોંચી ગઈ ?" રુદ્ર રસેલે કહ્યું “હાં મારાં સીક્યુરીટી ચીફે મને સમાચાર આપ્યા. મુખ્ય પ્રધાન પણ પહોંચવાની તૈયારીમાં છે તમે તમારું આસાન ગ્રહણ કરો પછી પૂજા અને યજ્ઞમાં આપણે સામીલ થઈશું.”
રાય બહાદુર ફેમીલી ખુશ થતાં એમને બતાવેલ આસન તરફ ગયાં. અવંતિકા રોયે ખુશી વ્યક્ત કરતાં કહ્યું “વાહ આકાંક્ષા પણ પહોંચવાની કહેવું પડે તમારી વ્યવસ્થાનું અને એમને સમાચાર પણ મળી ગયાં?”
ત્યાં રાય બહાદુરનો સેટેલાઇટ ફોન રણક્યો એમણે તરતજ ઉપાડ્યો સામેથી સિદ્ધાર્થે કહ્યું “સર આકાંક્ષા આવી ગઈ છે અને સી એમની ભલામણથી એને ક્યાંય સમય નથી લાગ્યો. બીજી વાત રૂબરૂમાં કરીશ..”. રાય બહાદુરે ખુશ થતાં કહ્યું “થેન્ક્સ સિદ્ધાર્થ...”
*****
લગભગ બધાંજ મહેમાન આવી ગયાં હતાં. મુખ્યપ્રધાન એમનાં ફેમીલી સાથે યજ્ઞકક્ષાની નજીક બેઠાં હતાં. રુદ્રરસેલ અને એમનાં પત્નિ પૂજામાં બેસી ગયાં હતાં. એમનાં માણસો ચારો તરફ ફરજ ઉપર હાજર હતાં. ક્યાંય કોઈને કંઈ અગવડ ના પડે એની કાળજી લેવાઈ રહી હતી.
ત્યાં દેવમાલિકા એની સહેલીઓ અને ખાસ... આકાંક્ષા સાથે આવી પહોંચી. આકાંક્ષા અને દેવમાલિકા જાણે ઘણાં સમયથી ઓળખતાં હોય એમ સાથે આવી રહેલાં. આકાંક્ષાએ પણ સાડી પહેરી હતી અલંકારો ઘરેણાં પહેર્યાં હતાં. રાય બહાદુર, એમનાં પત્નિ તથા દેવ એને જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયાં હતાં.
બધાં મહેમાનો મહાનુભાવોની નજર આકાંક્ષાને જોયાં પછી દેવમાલિકા ઉપર સ્થિર થઇ ગઈ હતી. દેવને જાણે સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી આવી હોય એવું લાગી રહ્યું હતું એ જોઈને એનાં તરફ પ્રથમ નજરેજ આકર્ષીત થઇ ગયો એણે મન અને નજર કાબુમાં કરી અને એની માં તરફ જોયું.
દેવમાલિકા શ્યામ ગુલાબી સાડીમાં દીપી ઉઠતી હતી એનાં શરીર ઉપર હીરાનાં ઘરેણાં શોભી રહેલાં બધાંમાં અલગ પડતી હતી એનું મોહક સ્મિત જોઈને દેવ ઘાયલ થઇ ચુક્યો હતો.
બધીજ કન્યાઓ સુર માલિકાની બાજુમાં આવીને એમનાં આસન પર ગોઠવાઈ. આકાંક્ષા એની માં પાસે આવી ગઈ. માં એ કહ્યું “દીકરી તું તો ઓળખાઈજ નહીં તું આવી ગઈ બસ છે પછી શાંતિથી વાત કરીશું” દેવે કહ્યું " એય નટખટ તું આટલી મોટી થઇ ગઈ છે ? કેટલાં સમયે તને જોઈ... હાશ તને જોઈને મન ઠર્યું પછી વાત કરીએ. તારું આ રીતે આવવું મારે બધું જાણવું છે પણ યજ્ઞનાં બ્રેકમાં વાત કરીએ.”
રાય બહાદુરે આકાંક્ષા સામે જોઈને કહ્યું "મારી દિકરી લવ યુ" આકાંક્ષાએ કહ્યું " લવ યુ પાપા બહું વાતો કરવી છે પણ અત્યારે સમય યોગ્ય નથી... હું તો ખુબ ખુશ છું તમને ખબર છે ? હું CM સાથેજ આવી”. દેવ વધારે નવાઈ પામ્યો... ત્યાં એની દેવમાલિકા પર નજર ગઈ... એ પણ એમનાં તરફ જોઈ રહી હતી...
વધુ આવતા અંકે પ્રકરણ - 63