ચોરોનો ખજાનો - 19 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોરોનો ખજાનો - 19

નકશો

નકશાનો ચોથો ટુકડો એક કુરિયર મારફતે હવેલીમાં પહોંચ્યો હતો અને અત્યારે એક રૂમમાં ટેબલ પાસે ઉભેલા ડેનીના હાથમાં હતો. અત્યારે હવેલીમાં મોજૂદ દરેક વ્યક્તિ એ વાતથી ખુશ હતા કે આટલી બધી મહેનત અને સંઘર્ષને અંતે નકશાના બધા ટુકડાઓ તેમને મળ્યા હતા.

ભલે એના માટે તેમણે ઘણીબધી તકલીફો વેઠવી પડી હતી તેમ જ તેમના સાથીઓની કુરબાની પણ હવે બેંકાર નથી જવાની.

તેમની અધૂરી રહેલી સફર હવે તેઓ પૂરી કરી શકશે અને તેમના પૂર્વજોના સપનાઓ સાકાર કરી શકશે.

દુઃખ માત્ર એ વાતનું હતું કે હવે જલંધર જહાંઝ પર કેપ્ટન તરીકે કોઈ અજાણ્યો વ્યક્તિ તેમની સાથે સફર કરશે અને કદાચ તેમણે તેના ઓર્ડર પણ માનવા પડે..!

જે હોય તે, પણ અત્યારે તેઓ એ વાતથી જ ખુશ હતા કે તેમની પાસે હવે આખો નકશો હતો.

ડેનીએ નકશાના બધા જ ટુકડાઓ ને જોડવા માટે ઉપાડ્યા. ડેની જ્યારે આ ટુકડાઓ જોડી રહ્યો હતો ત્યારે તેણે પહેલીવાર નકશો બનાવેલા કાગળને પહેલી વાર નીરખીને જોયો.

તેણે આ પહેલા ક્યારેય આ પ્રકારનો કાગળ જોયેલો નહિ. તે કાગળ કંઇક અલગ પ્રકારનો હોય એવું લાગતું હતું. તેના ટુકડાઓને એકબીજા સાથે જોડતા જ તે આપોઆપ જોડાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું હતું.

નકશાના ટુકડાઓ સાઈઝમાં એક સરખા નહોતા. તેમ જ એવું લાગી રહ્યું હતું જાણે નકશાના ટુકડા કોઈ એ જાણી જોઈને નથી કરેલા પરંતુ કોઈએ ઉતાવળે તે નકશાને તોડીને ટુકડાઓમાં વિભાજીત કર્યો હશે એવું લાગી રહ્યું હતું.

બધા જ ટુકડાઓ ઝીગઝેગ આકારે (જ્યાં બે ટુકડાની ધાર એક સરખી લાઈનમાં સીધી ના મળતી હોય તેવો આકાર) અલગ કરવામાં આવ્યા હતા.

તેમ છતાં ડેની જ્યારે બે ટુકડાઓને એકબીજાની નજીક લઈ આવતો ત્યારે તેઓ એકબીજા સાથે ચુંબકની માફક ખેંચાઈ આવતા હતા. ભલે તે ટુકડાઓ તેમની સાચી જગ્યાએ ના હોય તો પણ ટુકડાઓ એકબીજા સાથે જોડાઈ જતાં હતાં.

જ્યારે ડેનીએ ટુકડા જોડ્યા અને નકશાને પૂરો કર્યો ત્યારે ત્યાં સિરત, દિવાન, સુમંત અને બીજા ચાર સાથીઓ મળીને કુલ આઠ જણ હાજર હતા.

ડેનીએ ટુકડાઓ જોડીને બનાવેલો નકશો ટેબલ પર પડ્યો હતો. બધાએ મળીને તે નકશો સમજવાની કોશિશ કરી પણ કંઈ સમજાયું નહિ.

એવું લાગી રહ્યું હતું જાણે નકશામાં હજી કંઇક ખામી હતી. કંઇક તો ભૂલ થઈ હતી નકશાના બધા ટુકડાઓ જોડવામાં, પણ એ ભૂલ ક્યાં હતી એ હજી સુધી કોઈને સમજાઈ ન્હોતું રહ્યું.

વળી પાછી ઉદાસી અને ગુસ્સો આવે એવી નોબત ઊભી થઈ રહી હતી. હવે ધીમે ધીમે બધા નિરાશ થઈ રહ્યા હતા. ડેનીએ ગુસ્સામાં નકશા ઉપર જોરથી એક મુક્કો માર્યો.

અચાનક જાણે કંઇક ચમત્કાર થયો. નકશો અચાનક જ જાણે એક્ટિવ થઈ ગયો હોય તેમ અત્યારે 3d (three dimensional) દેખાઈ રહ્યો હતો. અલગ અલગ પ્રકારની લાઈટો થી નકશો એકદમ ઝળહળી રહ્યો હતો. અત્યારે એવું લાગી રહ્યું હતું જાણે નકશો રાજસ્થાનના રણને બ્લુ પ્રિન્ટની જેમ બતાવી રહ્યો હતો.

આવો 3d અને બ્લુ પ્રિન્ટ જેવો એકદમ પરફેક્ટ નકશો કોઈએ ક્યારેય જોયેલો નહોતો. તેમને હજી પણ એ વાત જ ન્હોતી સમજાઈ રહી કે એવો નકશો અંગ્રેજોના સમયમાં કેવી રીતે અને કોણે બનાવ્યો હશે..? તે વખતે એવો નકશો બનાવવા માટે જે એડવાન્સ ટેકનોલોજી વાપરવામાં આવી હશે તે અત્યારે કેમ નહિ હોય તે કોઈને સમજાઈ ન્હોતું રહ્યું.

નકશામાં દરેક રસ્તાઓ અને તેમની સફરમાં તેમને જે ઠેકાણા મળવાના હતા તે દરેક જગ્યાઓ એકદમ સુંદર અને સચોટ રીતે દેખાઈ રહી હતી. તેમને કયા રસ્તે જવાનું હતું અને કઈ કઇ જગ્યાએ તેમણે રોકાવાની જરૂર હતી તે દરેક જગ્યા બતાવેલી હતી. કઈ જગ્યાએ પાણીના સ્ત્રોત છે તેમજ કઈ જગ્યાએ તેમને ખતરાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેના વિશે પણ તેમાં બતાવવામાં આવ્યું હતું.

ઘણીવાર સુધી તો તેઓ ઊભા ઊભા નકશો જ જોઈ રહ્યા. અચાનક જ જાણે બધાને શું સૂઝ્યું કે બધા એકસાથે જોરજોરથી હસવા લાગ્યા. તેઓ હસી રહ્યા હતા તેના પડઘા બહાર રહેલા તેમના બીજા સાથીઓને પણ સંભળાયા.

આટલા સમય પછી અત્યારે તેઓ ખુશ થયા હતા અને મન ભરીને હસ્યા હતા. પોતાના મનમાં રહેલા ગુસ્સાને અને નિરાશાને ભૂલીને તેઓ હસ્યા હતા. કોઈ જાણતું નહોતું કે તેમની સફર તેમને ક્યાં લઈ જવાની હતી તેમ છતાં તેઓ ભૂતકાળને ભૂલીને અને ભવિષ્યકાળની ચિંતા કર્યા વિના માત્ર વર્તમાનકાળનો જશ્ન માનવતા હોય તેમ હસ્યા હતા.

*****

આખો નકશો તૈયાર થઈ અને લગભગ એક અઠવાડિયા જેટલો સમય થઈ ગયો હતો. હવે પછીની અને ખૂબ જ મહત્વની સફર માટે ધીમે ધીમે તૈયારીઓ થવા લાગી હતી.

તેમની પાસે હજી પણ લગભગ અઢી મહિના જેટલો સમય હતો. ડેની અને દિવાન અત્યારે હવેલીની બહાર પરિસરમાં એક ટેબલ પાસે રાખવામાં આવેલી ખુરશીઓ ઉપર પાસે પાસે બેસીને હાથમાં પેન અને બુક લઈ કંઇક લીસ્ટ બનાવી રહ્યા હતા.

સિરત અને સુમંત અત્યારે તેમના જૂના સાથીઓને આ સફરમાં આવવા માટે અને સફરમાં ફાયદા અને નુકશાન વિશે સમજાવવા માટે બહાર ગયેલા હતા. નકશો અને પેલી ડાયરી સિરત અત્યારે ડેની અને દિવાનને સોંપીને ગઈ હતી. ધીમે ધીમે તૈયારીઓ કરતા રહેવા માટે પણ સિરત કહીને ગઈ હતી.

તૈયારીઓના એક ભાગ રૂપે જ અત્યારે દિવાન અને ડેની કંઇક લીસ્ટ બનાવી રહ્યા હતા. અચાનક જ ડેની બોલ્યો,

डेनी: हमे अपने इस सफरमे शायद कई साल भी लग सकते है, इसीलिए एक अच्छा डॉक्टर भी साथ लेना होगा। सफरमे अगर कोई बीमार हो गया, किसीको कोई इंजरी हो गई या फिर किसी जहरीले कीड़े ने काट लिया तो उस केलिए वो हमारे काम आ सकता है।

दिवान: मेरे खयाल से हमारे पास एक बहुत ही अच्छी डॉक्टर है।

डेनी: और कौन है वो..?

दिवान: मेरी बेटी, सीमा। वो इस वक्त तो दिल्ली में है लेकिन मैंने उसे खबर कर दी है, और वो हमारी सफर शुरू होने से पहले ही हमे ज्वाइन कर लेगी। वो अपना MD किए अभी चार साल हुए है। और दिल्ली के एक बड़े अस्पताल में अपनी ड्यूटी बजा रही है।

डेनी: ऐसा क्या..! तब तो सही है। हमे और कोई डॉक्टर ढूंढने जाने की जरूरत ही नही। उसके बाद हथियार..?

दिवान: हथियारों की तो हमे कोई चिंता ही नही। वो तो जितने चाहिए होंगे उतने मिल जायेंगे।

डेनी: हम्म्म। एक बात ये पूछनी थी, हम कितने लोग जाने वाले है..?

दिवान: शायद हम चालीस पैतालीस लोग हो जायेंगे।

डेनी: इतने सारे लोग..? लेकिन वे है कहां..?

दिवान: सुमंत और सीरत उन्हे लाने केलिए ही गए है।

डेनी: (કંઇક વિચારીને અને થોડીવાર અટકીને) क्या आपने देखा है उसे..?

दिवान: नही। मेरे बाबा के मुंह से उसकी कई कहानियां सुनी है मैने। उसके वो किस्से आज भी मेरे कानो में गूंजते है। लेकिन उस जलंधर जहांज को मैने अपनी आंखों से नही देखा। कुछ दिन पहले जब मैने उसकी छानभीन की तब भी मुझे उन्होंने कहा था की वो चलने केलिए तैयार है लेकिन तब भी मैने उसे अपनी आंखों से नही देखा।

डेनी: आप और सुमंतदादा दोनो एक दूसरे को पहले से ही जानते है..?

दिवान: मेरे बाबा और उसके बाबा अंग्रेजो के सामने हुई उस जंगमे एक साथ लड़े थे। उस जंग में सुमंत के बाबा की मौत हुई थी। इसलिए मेरे बाबा उसे हमारे साथ लेकर जाना चाहते थे लेकिन उस वक्त सुमंतने ही आने से मना कर दिया और वो अपने बाकी साथियों के साथ यहीं रुक गया। लेकिन फिर भी हमने एकदूसरे का साथ नही छोड़ा। हम दूर होने के बाद भी इसी उम्मीद मैं जी रहे थे की एक न एक दिन हमे वो खजाना जरूर मिलेगा।

डेनी: वो लोग इस तरह अलग क्यूं हुए थे इस बारे में आप कुछ जानते है..?

दिवान: उस वक्त मैं काफी छोटा था, और मेरे बड़ा होने के बाद भी जब कभी में अपने बाबा से इस बारे में पूछता तो वह मुझे गुस्सा होकर चुप करा देते। मैने इस बारे में कभी उनसे बात नही की।

डेनी: एक बात बताइए, आप लोगो को कैसे पता चला की मुझे वो डायरी और नक्शे का टुकड़ा मिल गया है..?

ડેનીએ પુંછેલા આ પ્રશ્નનો કોઈ પણ પ્રકારનો જવાબ અત્યારે દિવાન પાસે નહોતો.

Dr Dipak Kamejaliya
'શિલ્પી '