Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 50

"કૉલેજ કેમ્પસ "ભાગ-50
આકાશ પરીની આગતાસ્વાગતા અને દરેકને પ્રેમથી આગ્રહપૂર્વક જમાડવાનો પરીના શોખને નીરખી રહ્યો અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યો કે, "આટલી રૂપાળી અને આવી ડાહી, ઠરેલી, હોંશિયાર અને વિવેકી છોકરી જો પત્ની તરીકે મળી જાય તો મારો તો બેડો પાર થઈ જાય અને આજે તો પરીને મારા દિલની વાત કરી જ લેવી છે." તેમ વિચારતો હતો અને એટલામાં પરી તેની બાજુમાં આવીને ઉભી રહી ગઈ અને તેને જમવા માટે કહેવા લાગી એટલે
બંને જમવા જવા માટે આગળ વધ્યા...

પરીએ પોતાની અને નાનીમાની બંનેની પ્લેટ સાથે જ પીરસી અને નાનીમા શાંતિથી જમી શકે તે માટે તેમને એક ચેર ઉપર બેસાડ્યા અને પોતે પોતાની પ્લેટ લઈને આકાશની બાજુમાં આવીને ઉભી રહી ગઈ.
પરીએ હવન પૂર્ણ થયા બાદ પોતાના કપડા બદલી લીધા હતા અને એક સુંદર પીંક કલરનો ડ્રેસ પહેરી લીધો હતો.

જમતાં જમતાં આકાશે પરીની સામે જોયું અને તે તરતજ બોલ્યો કે, " બાય ધ વે ચણીયાચોળીમાં તું ખૂબજ સુંદર લાગતી હતી. તો પછી ડ્રેસ કેમ ચેન્જ કરી લીધો ? "
પરી: થેન્ક્સ, પણ એટલી હેવી ચણીયાચોળી પહેરીને જમવાનું ન ફાવે અને અહીંની અમદાવાદની ગરમી બાપ રે..! અમારે ત્યાં તો જો આટલી ગરમી લાગી હોય તો બીજી જ મિનિટે બહાર વરસાદનું એક સુંદર ઝાપટું આવી જાય.
આકાશ: અરે ભાઈ બેંગ્લોરની વાત થાય..!! (અને પછી પરીને ચિડવતો હોય તેમ બોલ્યો) તમારે છોકરીઓને આવું બધું બહુ નહીં ?
પરી: હં, તમારા જેવું થોડું છે કે પેન્ટ શર્ટ પહેર્યા એટલે પત્યું.
પછી આકાશ વાત બદલતાં બોલ્યો કે, મહારાજે રસોઈ ખૂબજ સુંદર બનાવી છે.
પરી: માતાજીના કે ભગવાનના નામ ઉપર જે પણ બનાવીએ તે રસોઈ પ્રસાદ બની જાય છે અને તેમાં પ્રભુની દ્રષ્ટિ પડે એટલે તેમાં ઓટોમેટિક મીઠાસ ભળી જાય છે એટલે તે જમવાનું આપણને એકદમ મીઠું જ લાગે.
આકાશ: અરે તું તો ભગવાનની બાબતમાં ઘણું બધું જાણે છે યાર..!!
પરી: હા, મારા ઘરે નિયમ જ છે કે પહેલા ભગવાનના દીવા બત્તી કરવાના પછી જ ઘરમાંથી બહાર નીકળવાનું અને લગભગ દર રવિવારે બનશંકરી માતાજીના દર્શન કરવા જવાનું. અમારે ત્યાં લીંબુના દીવા થાય.
આકાશ: ઑહો, ગુડ. લીંબુના દીવા ? મેં પહેલીવાર સાંભળ્યું.
પરી: તું બેંગ્લોર આવીશ એટલે આપણે જઈશું દર્શન કરવા માટે ત્યારે હું તને બતાવીશ.આમ પણ અહીં ગુજરાત કરતાં ક્દાચ હું માનું છું ત્યાં સુધી સાઉથમાં ધર્મ ખૂબ વધારે છે.
આકાશ: બની શકે.
અને વાતો વાતોમાં બંનેનું જમવાનું પૂરું થઈ ગયું.

આકાશે સાથે સાથે પરીને એમ પણ પૂછી લીધું કે, હવે નેકસ્ટ પ્રોગ્રામ તારો શું છે ?
પરી: બસ, અત્યારે તો થોડીકવાર ઘરે જઈને હું અને નાનીમા બંને આરામ કરીશું અને પછી નાનીમા તૈયાર થાય તો મારે મારી મોમને જોવા માટે હોસ્પિટલમાં જવું છે.
આકાશ: ઓકે તો પછી ફ્રી પડે તો ફોન કરજે.
પરી: ઓકે.
અને આકાશ પોતાના મોમ ડેડને લઈને પોતાના ઘરે જવા માટે નીકળ્યો.

અને પરી હવન પછીનું બધું કામ પતાવીને નાનીમાને લઈને નાનીમાના ઘરે પહોંચી. બંને જણાં ડ્રેસ ચેન્જ કરીને ફ્રેશ થયા પછી પરી નાનીમાને કહેવા લાગી કે, "નાનીમા આજે તારે મને મારી મોમ માધુરી પાસે લઈ જવાની છે. તને યાદ છે ને ?"
નાનીમા: હા ભાઈ હા, બધું જ યાદ છે પણ થોડીકવાર આરામ તો કરી લેવા દે. આમેય તે આપણને સાંજે પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધીમાં જ જવા દેશે.
પરી: ઓકે, માય ડિયર નાનીમા.
એટલું બોલીને પરીએ પોતાની નાનીમાના ગાલ ઉપર એક મીઠી કીસ કરી લીધી.
નાનીમા: પરી બેટા સાંભળ મારી વાત, હું તને તારી મોમને મળવા માટે લઈ તો જવું પણ મારી એક શર્ત છે.
પરી: બોલને નાનીમા, શું શર્ત છે તારી ?
નાનીમા: તારે તારી મોમને જોઈને રડવાનું બિલકુલ નહીં. ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવાનો કે તેને સારું થઈ જાય. જો ભગવાનની અને માતાજીની ઈચ્છા હશે તો તેને ચોક્કસ સારું થઈ જશે બસ એટલી જ આશાએ હું આટલાં વર્ષો વીતાવી ગઈ છું.
અને નાનીમા એક ઉંડો નિસાસો નાંખે છે અને તેમની આંખમાં આંસુ આવી જાય છે એટલે પરી નાનીમાને ભેટી પડે છે અને બોલે છે કે, " મારા પહેલા તો તું ઢીલી પડી જાય છે માં.‌ હવે હું આવી ગઈ છું ને તું ચિંતા ન કરીશ હું મારી માં ને સાજી કરીને જ જંપીશ અને તેને અહીં આપણાં આ ઘરમાં લાવીશ પછી તું એકલી નહીં પડે. ઓકે ? ચાલ હવે મોં લુછી કાઢ અને થોડીકવાર આરામ કરી લે પછી આપણે જઈએ.
થોડીવાર પછી નાનીમા અને પરી બંને ડૉ.અપૂર્વ પટેલની હોસ્પિટલમાં પહોંચી જાય છે. પરી, એઝ એ ડૉક્ટર પોતાની ઓળખાણ આપે છે અને પોતાની મોમને મળવાની પરમિશન માંગે છે.
નર્સ તેમને બંનેને માધુરીને જ્યાં સ્પેશિયલ રૂમમાં રાખવામાં આવી છે ત્યાં લઈ જાય છે.

નાનીમા તો બહારથી જ માધુરીને જોઈને જ ઢીલા પડી જાય છે પણ પોતે ઢીલા પડી જશે તો પરી પણ ઢીલી પડી જશે તે વિચારે જરા મક્કમ બનીને હિંમત રાખે છે.

નર્સ માધુરીના રૂમમાં આવીને માધુરીને ચેક કરીને થોડીકવાર તમે અહીં બેસી શકો છો તેમ પરીને અને નાનીમાને કહીને રૂમની બહાર નીકળી જાય છે.

પરી એકીટશે પોતાની મોમને જ જોયા કરે છે. ફોટામાં મારી મોમ કેવી દેખાય છે અને અત્યારે તેની આ હાલત!

ડૉક્ટર હોવા છતાં પોતાની વ્યક્તિનું દુ:ખ કોઈપણ માણસ જોઈ નથી શકતું નથી તેમ પરી પણ જોઈ નથી શકતી.

તેનાં ગળામાં ડૂમો ભરાઈ જાય છે. તે પોતાની મોમની નજીક જાય છે અને તેના બંને ગાલ ઉપર પોતાના નાજુક નમણાં હાથથી પોતાની માંને વ્હાલ કરે છે અને "મોમ" એટલું જ બોલી શકે છે અને તેની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગે છે. તેનું આંસુ માધુરીના હાથ ઉપર પડે છે અને જાણે હાથમાં સળવળાટ થાય છે...!!

શું ખરેખર માધુરીના હાથમાં સળવળાટ થયો હશે કે પછી પરીનો ભ્રમ હશે ? ડૉક્ટર અપૂર્વ પટેલ આ વિશે શું કહેશે ? પરી પોતાની મોમ માધુરી માટે હવે આગળ શું નિર્ણય લેશે ? તે તો સમય જ બતાવશે...
આપણે આગળના ભાગમાં જોઈશું...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
19/11/22