ધ સ્કોર્પિયન - પ્રકરણ -57 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ -57

સોફીયા અને દેવની વાતચીત ચાલી રહી હતી. દેવ એને છેલ્લીવાર મળવા આવ્યો હતો અને મળવા આવવાં પાછળ એની જિજ્ઞાસા જ હતી કે સોફીયા સાથે શું થયેલું.

દેવ સોફીયાને કહી રહેલો કે ‘અમારાં ભારતીય સંસ્કાર છે કે અમે રસ્તે જનારને મદદ કરીએ, કાળજી લઈએ પછી ભૂલી પણ જઈએ. "કેર" લેવી એ માત્ર પ્રેમ નથી.

પ્રેમ તો બધાંથી ઉપર છે બે પાત્ર મળે એમની પાત્રતા સામ સામે સરખી હોય -વિચાર સંસ્કારમાં સામ્યતા હોય એકબીજાની કાળજી પ્રેમ અને સન્માનની ભાવના હોય પ્રેમ એમજ નથી થતો અને ક્યારેક ક્યારે થઇ જાય એની પણ ખબર નથી પડતી...બાય ધ વે તેં મને બધી જાણકારી આપી એ બદલ થેંક્સ...હું હવે રજા લઉં...’

સોફીયાની આંખો ભીંજાઈ ગઈ એણે કહ્યું “થેંક્સ તો મારે કહેવાનું છે તેં મારાં વિચાર બદલ્યાં અને વિચાર થકી જીંદગી બદલાઈ ગઈ. મને ખબર છે તને પ્રેમ કરવાની મારામાં પાત્રતા નથી , સંસ્કાર નથી મારું આ અભડાયેલું મેલું ગંદુ શરીર... ચૂંથાયેલું છે તારે લાયક નથી અને બધી સમજ મેળવ્યાં પછી તને સમર્પિત પણ ના કરી શકું...મને એકજ આનંદ છે તારાં જેવો દોસ્ત મળી ગયો.

તમારાં ક્લચર, સ્વભાવ અને સંસ્કારની કેવી અસર છે કે મારાં જેવી સાવ અલ્લડ, બોલ્ડ, વ્યસની અને કેરેકટરથી સાવ...હું સુધરી ગઈ...મારાં વિચાર વર્તન બધુંજ બદલીશ...પણ તને કાયમ યાદ કરીશ. આઈ લવ યુ માય ફ્રેન્ડ ડેવ. બાય..”.એમ કહીને એ તરતજ અંદરનાં રૂમમાં જતી રહી...

દેવ બે મીનીટ માટે સ્તબ્ધ થઇ ગયો આ છોકરી શું બધું બોલી ગઈ ? સાચેજ એનામાં આટલું પરીવર્તન આવી ગયું હશે ? ગોડ બ્લેસ હર...એમ કહીને એ દરવાજો ખોલીને બહાર નીકળી ગયો...

દેવ હજી બહાર નીકળ્યો ત્યાં પાપાનો ફરીથી ફોન આવ્યો.” દેવ તું જે હોટલ પર ઉતરેલો છે હું ત્યાં પહોંચી ગયો છું સિદ્ધાર્થ પણ મારી સાથે છે તું હમણાંજ ત્યાં આવવાં નીકળી જા પછી વાત કરીએ..”. દેવે કહ્યું “ઓકે પાપા હું આવું છું.” કહીને ફોન મુક્યો.

દેવ હજી સોફીયાનાં વિચારોમાં હતો એ બધાં વિચારો ખંખેરી હોટલ તરફ જવા નીકળ્યો.

હોટલનાં કોન્ફરન્સ હોલમાં સિદ્ધાર્થ ,પવન અને એનાં બે સોલ્જર સાથે DGP રાય બહાદુર રોય અને દુબેન્દુ બધાં બેઠાં હતાં. ત્યાં દેવ પણ આવી પહોંચ્યો. દેવે જોયું દુબેન્દુ પાપા સાથેજ છે એને સ્મિત આવી ગયું.

દેવે આવીને બધાને હેલ્લો કર્યું અને પાપાનાં ચરણ સ્પર્શ કર્યા. રાય બહાદુરે કહ્યું “લવ યુ માય સન. એમણે કહ્યું અહીંનાં કામનું શીડયુલ મેં જોઈ લીધું છે આપણે પરમદિવસે સવારે અહીંથી પ્રાયવેટ જેટમાં જવા નીકળીશું મારાં જાણવા પ્રમાણે 35 મીનીટમાં તો આપણે પહોંચી જઈશું અને દેબુ ને સાથેજ લઇ જઈશું...જોસેફ ભલે અહીં રહેતો સિદ્ધાર્થ અને એની ટીમ અહીંજ છે.”

દેવ બોલવા જાય પહેલાં દુબેન્દુએ કહ્યું “સર હું પણ અહીં જોસેફ સાથે રહીશ...દેવ અહીં પાછો આવે પછી અમે સાથે કોલકોતા આવી જઈશું.”

રાયભાદૂરે દેવ સામે જોયું...થોડીવાર મૌન રહ્યાં પછી બોલ્યાં “રુદ્ર રસેલનાં ત્યાં જઈને હું પણ અહીંથી પાછા કોલકોતા જવા માટે સિદ્ધાર્થની ટીમનાં માણસો આપણી વાનમાં જોસેફ સાથે જતાં રહેશે તારે અમારી સાથેજ રહેવાનું છે ત્યાં જે જોવા...માણવાનું છે એવો ચાન્સ જીંદગીભર તને નહીં મળે.”

દેવે કહ્યું “પાપા રસેલ સરનાં આમંત્રણ પર ગયાં પછી આપણે બધાં અહીં પાછા આવવાનાં તમે કહ્યું એમ અહીં તમારે હજી કામ નિપટાવવાનાં છે અને જોસેફને મારે કોલકોતા હમણાં પાછો નથી મોકલવો અમારી ટુર મારે ટૂંકાવવી પડી પણ મારે હજી અહીં આ વિસ્તારમાંજ રહેવું છે હજી ઘણું જોવા ફરવાનું બાકી છે. મારે નવા પ્રોજેક્ટ માટે લોકેશન સર્ચ કરવાનું છે. હું દેબુ અને જોસેફ બધાં સાથેજ બધું પતાવીને કોલકોતા આવીશું.”

“પાપા એક સજેશન આપું ? તમે મોમને પણ અહીં બોલાવી લો આમ પણ ત્યાં એકલી છે આપણે રસેલ સરને ત્યાં જઈએ છીએ એ પણ આપણી સાથે આવી શકે ત્યાંથી ફ્લાઈટમાં બોલાવીલો માં 4 કલાકમાં આપણી સાથેજ હશે.” રાય બહાદુર દેવ સામે જોઈ રહ્યાં પછી બોલ્યાં “યુ આર રાઈટ મને કેમ આવો વિચાર ના આવ્યો?”

“હું અહીંયા ડ્યુટી પર આવેલો પણ રસેલને ત્યાં તો મહેમાન બનીને જવાનો છું યુ હેવ ગુડ સજેશન હું હમણાંજ મંમીને અહીં તાત્કાલિક બોલવાની વ્યવસ્થા કરું છું..”.એમ કહી એમણે મોબાઈલ ઉપાડ્યો.

ત્યાં દેવે સિદ્ધાર્થને સિદ્ધાર્થ સરની સામે જોઈને કહ્યું “સર એક મીનીટ... એમ કહીને સિદ્ધાર્થને કોન્ફરેન્સ હોલની હોલની બહાર લઇ ગયો પછી સોફીયાને મળવા ગયો હતો ત્યાં શું શું વાત થઇ બધીજ વાત સિદ્ધાર્થ સાથે શેર કરી. સિદ્ધાર્થ બધી વાત ગંભીરતાથી સાંભળી રહ્યો પછી બોલ્યો આમાંની 70% વાત સોફીયાએ મને દેવ સમજીને કીધેલી પૂર્ણ ભાનમાં આવ્યાં પછી એ ચૂપ થઇ ગયેલી પણ સારું થયું જે થયું એ.”

સિદ્ધાર્થે કહ્યું “તને ખબર છે સ્કોર્પીયન પોતાનાં આસપાસનાં ખાસ વિશ્વાસુ માણસોને નપુંશક બનાવી દે છે એ પોતે મદીરાપાન કરે પણ ડંખનો નશો કરવો હોય તો એ પહેલાં આયુર્વેદીક ઉકાળા પીતો જે જંગલની વનસ્પતિમાંથીજ બનતાં પણ એ બધું રહસ્ય અને વનસ્પતિની જાણકારી માત્ર એની પાસેજ છે”.

સિદ્ધાર્થે કહ્યું “મને અને તારાં પાપાને સ્કોર્પીયન વિશે ઘણી આશ્ચર્યજનક વાતો જાણવા મળી અહીં એનો કેસ લખાઈ રહેલો એની અંગત જાણકારીતો રીપોર્ટ બની રહેલો ત્યારે જાણવાં મળ્યું કે આ શૌનીક બાસુ આયુર્વેદ અને જંગલની જડીબુટ્ટીઓનો ખુબ જાણકાર માણસ છે. કઈ વનસ્પતિનાં પાન, થડની છાલ વગેરેમાંથી ઉત્તમ દારૂ બની શકે કઈ જડીબુટ્ટીથી પુરૂષાત્તન વધે, સ્તભન શક્તિ વધે બધી જાણકારી હતી ખુબ હુંશિયાર જાણકાર માણસ...”

“એની એકજ નબળી નસ કે એને નશો કરવો ખુબ ગમતો દારૂનો નશો પછીતો એને ચઢતોજ નહીં એટલે નશો કરવા સ્કોર્પીયનનાં ઝેરનો ઉપયોગ કરતો ત્યારે એને નશો થતો... ઘણી વાતો "અજાણી" જાણવા મળી છે.” ત્યાં રાય બહાદુરે બહાર આવી કહ્યું “દેવ તારી મંમી અહીં 4-5 કલાકમાં પહોંચી જશે... “



વધુ આવતા અંકે પ્રકરણ -58