ઓનલાઇન મિત્ર Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓનલાઇન મિત્ર

તું આવ્યો એ સમય બધું જ જાણે થંભી ગયું હતું. તારું હગ કરીને મને મળવું મને લાગે છે તું મારી અંદર સમાઈ ગયો છે. બસ તારું શરીર ભલે દૂર છે પણ ઈ ક્ષણિક વાર તારું મને આલિંગનમાં લેવું એ ક્ષણિક તારા શ્વાસ મારા શ્વાસમાં ભળી, બંને નું ભલે ક્ષણિક જ વાર મળવું, એવું લાગ્યું જીવન જીવાય ગયનો અનુભવ થયો એ પળ હતી તો ક્ષણભરની છતાં ઓતપ્રોત થવું. એવી યાદો બની કાયમ હું તારી પાસે હોવાનો એ અહેસાસ આજે પણ તાજો છે.
આપણી દોસ્તી થઈ તું અને હું રહેતા તો અલગ અલગ શહેરોમાં પણ ક્યારેય એવું લાગ્યું જ નહીં કે આપડે દૂર છીએ. આમતો દોસ્ત દોસ્તીની કોઈ વ્યાખ્યા નથી હોતી પણ લખવા બેસું તો આખું શાસ્ત્ર લખાઈ જાય.
તને યાદ છે તે એક પોસ્ટ મૂકેલી જેનું નામ છે 'એક સ્ત્રી મિત્ર' એ પોસ્ટ મને બીજા ઓનલાઇન મિત્રએ જ મોકલી હતી. એ પોસ્ટ મેં મિડિયા પર શેર કરી. અને આપણી મુલાકાત, મુલાકાત તો ન કહેવાય પણ પહેલો સંદેશ મુલાકાત એવું જરૂર કહેવાય. મિત્ર દુઃખી હોય તો મળવા જવું હોય તો સમય કાઢવો બહું વાર લાગી જાય પણ ઓનલાઇન મિત્ર દુઃખી હોય તો સ્ટેટ્સ દ્વારા તુરંત જાણ થાય અને તુરંત સ્ટેટ્સ જોઈ રીએક્ટેડસ્ટોરીમાં કોઈ ઈમોજી દ્વારા વ્યક્ત કરી શકાય.
પહેલાં તો હું ઓનલાઇન મિત્ર બનાવવાનું જ ટાળતી. ખબર નહીં પણ એક ડર રહેતો અંદરથી. તને મળ્યા પછી હવે મને એ ડર પણ સતાવતો નથી કે ઓનલાઇન મિત્ર બનાવવાથી ડર પણ જાણે ગાયબ થઈ ગયો છે.

આમ, તો ઓફલાઇન મિત્ર પણ એકથી બે જ એટલે મળવાનું ઓછું થાય. પણ આ ઓનલાઈન મિત્રને તો જ્યારે મળવું હોય ત્યારે સંદેશ મુલાકાત કરી શકાય.
ડેઇલી એ ગુડ મોર્નિંગના મેસેજ કરીએ. કંઈક સારું જમવાનું બનાવ્યું હોય તો પણ ફોટો પાડીને એકબીજાને લલચાવીએ. સારાં કપડાં પહેર્યા હોય તો પણ એક ફોટો તો મોકલાય જાય. એમાંય જો શોપિંગ કરવા ગયા હોય તો વાત જુદી છે વિડિયો કોલ કરીને પહેરીને જ બતાવીને પૂછી લઈએ, આ મને સુટ કરે છે? કે આ કલરનુ લઉં?
આમ થોડા જ દિવસમાં આપડે પાકાં મિત્રો કરતા પણ કંઈક વધારે ગાઢ હોય એમ બધી જ વાતો શેર કરીએ.
તને ખબર છે પહેલી વખત અજાણી વ્યક્તિને મારા મોબાઇલ નંબર શેર કર્યા હોય તો એ પણ તને જ. મેં ક્યારેય વિચાર્યું જ ન હતું કે હું કોઈને આવી રીતે ઓનલાઇન મિત્ર બનાવીશ.
અચાનક મારે એક લગ્નમાં હાજરી આપવા જવું ફરજીયાત થતાં સુરતથી અમદાવાદ આવવાનું નક્કી થયું. મજાની વાત તો એ હતી કે તું ગાંધીનગરમાં જ હતો. મેં તને વાત કરી, તે દિવસે રવિવાર હતો. હું સવારે વહેલી નિકળી ત્યારે તને મેસેજ કર્યો કે હું નિકળી ગઈ છું.
' હું અમદાવાદ પહોંચી ગઈ છું ' મેં તને મેસેજ કર્યો. તે રિપ્લે ન આપ્યો. એક કલાક થઈ પણ તારો કોઈ રિપ્લે ન આવતા મેં તને કોલ કર્યો. તે કોલ પણ રીસીવ ન કર્યો. મારું મન ઉદાસ થઈ ઘારાય ગયેલા પાપડ જેવું થઈ ગયું. તને જોર જોરથી ગાળો આપું એવું મનમાં થયું. પણ શું થાય બસમાં બેઠી હતી એવું ન કરી શકી.
હું મોબાઈલમાં ચેક કરતી રહી સેંકડો ગણતી રહી, ફરી ફરી મોબાઈલ ચેક કરતી મિનિટ, મિનિટ માંથી કલાક.કલાક માંથી બે કલાકને જોતા જોતા ઉંઘ આવી ગઇ અને મોબાઈલ રણક્યો તારો નંબર સ્ક્રીન પર જોઈ રાજી રાજી થઈ ગઈ. હાશ..... બસમાં બેઠી ન હોત તો હું નાના બાળકની જેમ ઠેકડા મારતી હોત.
હેલ્લો,
હેલ્લો.
ક્યાં ઉતરું બોલ. હવે મારાથી, આ તને મળવાની તાલાવેલી નહીં રોકી શકાય.
સાંભળ,
હાં બોલ,
હું બહાર છું, તને મળવા નહીં આવી શકું તાલાવેલી તો મને પણ છે પણ એક કામમાં વ્યસ્ત છું, સોરી
મારી આંખોમાં એ જ પળે આંસુ આવી ગયાં છતાં તને ખબર ન પડવા દિધી ગળું ખંખેરી હું એટલું જ બોલી શકી ' હું ફક્ત એક જ દિવસ માટે અહીં આવી છું, સાંજે બસમાં રીટર્ન ટીકીટ છે '
ઓહહહ......
હાં
ઓકે હું ટ્રાય કરું છું.
ઓકે બાય......
મેં નિરાશ થઈ , તને મળવાની આશા છોડી દીધી અને લગ્ન વિધિમાં વિલિન થઈ.
અચાનક ચાર પાંચ વાગ્યની વચ્ચેના સમયે મોબાઈલ રણક્યો. તારો નંબર સ્ક્રીન પર જોયો. પણ તને નહીં મળી શકવાનો ભાર ચહેરા પરથી, ન ચાહવા છતાં સાફ દેખાઈ આવતો હતો. અને મળવાનો ઉલ્લાસ તો પહેલેથી જ મરી ચુક્યો હતો.
પલળી ગયેલા પાપડની જેમ આ વખતે હું બોલી
બોલ.
હું આવું છું
હેં... હેં.... હેં
હાં લોકેશન મોકલ ફટાફટ....
હું મેરેજમાં ન હોતતો, ગાંડાની જેમ કૂદાકૂદ કરી મૂકત.
તો પણ મારા ચહેરા પરના હાવભાવ બધાંથી અજાણ તો નય જ હોય.
તારો કોલ આવ્યો.
તું રાહ જોવે છે, મેરેજ હોલની બહાર.
હું બહાર આવી. જોયું તો કોઈ જ નથી ત્યાં.
મેં તને કોલ કર્યો. ક્યાં છે તું!!?
બહાર ઊભો. તારી રાહ જોવ. છું.
મેં ચારે તરફ નજર ઘુમાવી, તું ક્યાંય ન મળ્યો.
ફરીથી કોલ જોડાયા, બંને એકબીજાને કોલ કરતા હોવાથી કોલ વ્યસ્ત.
આખરે કોલ લાગ્યો, એ હોલની સામેનો હોલ જો..... પાગલ.
અને આખરે અધિરાઈ આતુરતાનો અંત આવ્યો.
અને બંને એકબીજાને ભેટી પડ્યા.