purushottam books and stories free download online pdf in Gujarati

પુરુષોત્તમ

મુક્ત મનની વાતો


એક બાળક માટે હોસ્ટેલ શામાટે જરૂરી હોય છે? કદાચ જરૂર હોય છે તો શા માટે જરૂરી હોય છે, શું તેનું બાળપણ છીનવી લેવામાં આવી રહ્યું છે એવું નથી લાગતું....
બાળક બાળપણમાં તોફાન ન કરે તો ક્યારે કરે? મોટા થઈને? મોટા થઈને તો મોટી જવાબદારીઓ, ઘર ચલાવવા અનેક જવાબદારીઓથી ઘેરાયેલો ખુદનું જીવન લૌકિક અલૌકિક અનેક સાંસારીક, આર્થિક અને વ્યવહારીક કદાચ બોજ હોવા છતાં નિભાવવી પડતી હોય છે. અરે....જે ઘરમાં રહીને પાણીનો ગ્લાસ જાતે ન ભરતાં હોય, પણ હોસ્ટેલમાં પોતાની ડિશ, કપડાં ધોવા, સાફ સફાઈ જાતે કરી વ્યવસ્થિત રીતે ગોઠવણી કરતાં થઈ જાય છે.
હોસ્ટેલમાં રહીને બાળકનો વળાંક ગેરસમજણ કે ગેરમાર્ગે પણ જઈ શકે છે.
ઘરથી દૂર રહીને એ મમતાની માતૃત્વ પ્રેમથી વંચિત રહી જાય છે. દાદાનો ખોળો, દાદીમાની પરીવાર્તા બાળપણમાં બાપનો પડછાયો ભાઈ બહેનના મીઠાં તીખાં ઝઘડાને પણ નથી માણી શકતા. માતૃત્વ સ્પર્શ બાપની પીઠધોડા ગાડી બહેન ભાઈના એકબીજાનાં થાળીમાં રોટલીની અદલ બદલ બધી વસ્તુઓ, લાગણીઓ, ભાવનાઓ કરુણતા કઈ હદ સુધી જીવિતે જીવતા મરેલી જિંદગી માણી શું તૃપ્તિનો એહસાસ થતો હશે....?
એક એવી મા ને પૂછો જે માતૃત્વ ધારણ નથી કરી શકતી કે સંતાન વિહોણી વ્યથા શું હોય છે. કંઈ કેટલાય સપનાં ગુંથયા હોય છે કે મારે સંતાન હોતતો હું આમ કરીશ, તેમ કરીશ, એમને આંગળી પકડીને સ્કૂલમાં મૂકવાં લેવા જઈશ. મારાં હાથેથી એમનાં મોં માં કોળિયો મૂકી ખવડાવીશ. મારાં હળવા હાથનાં પ્રેમ ભર્યા સ્પર્શથી સુવડાવીશ. એમ એવા અનેક સપનાંઓને સેવીને પોતાના મનને અનેકવાર માર્યા હોય છે.
બાળપણ માંથી બાળક કિશોરી અવસ્થામાં પણ ઘણા કિશોરો ઘરથી દૂર રહીને નોકરી ધંધા માટે કે ભણવા પોતાના ઘરથી દૂર રહીને કે હોસ્ટેલમાં રહીને પોતાની જાતને ઘસીને અનેક પીડા સહન કરીને રહેતા હોય છે.
માની લો કે હોસ્ટેલમાં રહીને સંસ્કારથી વંચિત સમજદારીનું બીડું તો ઝડપી લીધું પણ એ એકલતાનો ઉન્માદ, ઉંડાણથી કોતરી નંખાયેલા સમય અવધિ ફરી માણી શકે?

યુવાવસ્થામાં પોતાના એકાંતને દૂર કરવા સોશિયલ મીડિયા ઉપર બીભિસ્મ મનોરંજન માણી પોતાની ઈચ્છા અનિચ્છાઓ માણી લેતા હોય છે. જાત જાતની લલનાઓ જોડે સંબંધો નામે એકડો ઘૂંટી પોતાની કારકિર્દી તરફથી બેધ્યાન થતાં ઘણાં કિશોરો આત્મહત્યાનાં માર્ગ પણ અપનાવતા હોય છે.

એજ બાળક મોટું થઈને ભણીગણીને ડિગ્રી મેળવીને વિદેશ તરફ પ્રયાણ કરીને ત્યાં વિદેશી છોકરી સાથે પરણી સંસારરૂપી સાગરમાં સેટ થતાં નથી અને અનેક જવાબદારીઓ નિભાવવા માટે ત્યાં જ રોકાઈ જતાં હોય છે. પછી એ જ બાળપણની વેદના વલોવી વલોવી મા-બાપથી દૂર રહીને એનાં જ વિચારોથી લગભગ ટૂટી જાય તો પણ ના નહીં.
એક મા ને યાદ કરી કરી એ યુવાન અવસ્થામાં પણ એકલો જ રહી જાય છે. એ મા દિકરાને બહુ વેળુ પડી જાય છે.
એ મા વૃદ્ધ થાય. ત્યારે પોતાનું સંતાન તેમને મદદ કરવા ઈચ્છે તો પણ ન કરી શકે. એક મા ફક્ત દિવાલો અને દિલાસા વચ્ચે જીવન વ્યતીત કરી નાંખે છે. એ મા માટે ઘરમાં ટેલિવિઝન હોય છે પણ રિમોટ ચલાવી શકતી ન હોય તે દિકરો શું વિદેશથી આવી માને મદદ કરી શકે??


અંતે એટલું જ કહીશ કે ફક્ત સ્ત્રી જ નહીં પરંતુ પુરુષો પણ સંઘર્ષ અને કઠીન યાત્રા કરે છે. બસ તે ક્યારેય દેખાડતા નથી. સ્ત્રી પોતાની વ્યથા બતાવી શકે છે જ્યારે પુરુષ જતાવી પણ શકતા નથી.

આપ સર્વોના મતે હું આપ સૌને એક સવાલ કરું છું શું બાળકોને હોસ્ટેલમાં મુકવો જોઈએ??
આપનો મત જણાવજો
હું આપના પ્રત્યુતરની રાહ જોઈશ..


સમાપ્ત 🙏🏾


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED