chhelli kshan books and stories free download online pdf in Gujarati

છેલ્લી ક્ષણ

જાન્યુઆરીની કડકડતી ઠંડીમાં રાહુલ એમનાં ફ્રેન્ડ સાથે લોંગ ડ્રાઈવ પર નિકળી પડ્યા, સવારનું ખુશનુમા વાતાવરણ જાણે મનને મોહિત કરી રહ્યું હતું,જેમ ઠંડીમાં ગરમાગરમ મસાલા વાળી ચા મળી જાય તો મનને કેવી ખુશી મળે, એવી આ આલ્હાદાયક વાતાવરણમાં અલગ જ સ્ફૂર્તિ મળી રહી હતી. બંને બહું દૂર સુધી નિકળી ગયા હતા કેટલું અંતર કાપી નાખ્યું ભાન જ ન રહી, એટલાં વાતવરણમાં ભળી ગયા હતા કે સમય અવધિ બધું જ ભૂલી ગયા. પાછળ બેઠેલા એમનાં ફ્રેન્ડનું નામ ધાર્મિક હતું. જેવું નામ એવાં ગુણ, એમના મોબાઈલની રીંગ વાગી ત્યારે બંનેને ભાન થયું,
'ઓહહહ માય ગોડ, ભક્તિનો કોલ છે, આજ તો મારું આવી બન્યું' ધાર્મિક મનમાં જ બબડ્યો.
મોબાઈલ ઉપાડતાની સાથે જ
કંયા છે તું હેં ?
અમને અંહી ઊભા રાખી તું કંયા ભટકે છે ?
બસ તને કંઈ યાદ જ નથી રહેતું?
મારું નામ તો યાદ છે ને ?
કોલેજમાં બંક મારવાનો છે કે શું?
સમયનું ભાન છે?
સવાલોની છડી વરસાવી. ભક્તિ એકીશ્વાસે બોલી
આવું છું, રાહુલ સાથે છું, બસ રસ્તામાં જ છું.
'મારે આરતીના ઘરે જવું છે. તું જોડે આઇશ તો રાહ જોવ?'
નાં હું નહીં આવું આટલે દૂર, ધાર્મિકે કહેતા કોલ કટ કર્યો.
આરતી આમ તો ભક્તિ થી ઉંમરમાં ઘણી મોટી હતી પરંતુ સોશિયલ સાઈટમાં બંને ફ્રેન્ડ બની હતી. ભક્તિ અને આરતી સ્વભાવે સરખી હોવાથી ફ્રેન્ડ બની. એક ફાઉન્ડેશનમાં બંનેની મુલાકાત થઈ હતી. વિચારોથી, નેચર પણ લગભગ સરખા, બોલવાની છટા પસંદગીઓ બધું મળતું આવે કદાચ એટલે જ એકબીજાની આટલી નજીક હશે...
જ્યાં લોહીનાં સંબંધ ન હોય છતાં પોતાના લાગે તે જ કદાચ સાચાં અને સારા મિત્રો બનતા હશે.
ભક્તિ અને આરતીએ થોડી આમતેમ વાતો કરી છુટ્ટી પડી. આજે ભક્તિએ ધાર્મિક વિશે વાત કરી કે એ બંને એકબીજાના પ્રેમમાં છેલ્લા પાંચ વર્ષથી છે. આરતીને નવાઈ લાગી કે આ યુગમાં પણ સાચાં પ્રેમીઓ હોય છે ખરાં. આરતીએ, ભક્તિને કહ્યું કોઈક વખત મને પણ ધાર્મિક સાથે મળાવ. ભક્તિ ઉંમરમાં નાની હોવાથી થોડી શરમાઈને નજર નીચે ઢાળી હકારાત્મક માથું ધુણાવી હા પાડી.
ભક્તિ બસમાં બેઠી ત્યાં જ ધાર્મિકનો કોલ આવ્યો.
ક્યાં છે તું
હું આરતીના ઘરેથી નીકળી બસમાં બેઠી છું.
અરે હું લેવા આવું છું આગળનાં સ્ટેશન પર પહોંચી મને લાઈવ લોકેશન મોકલ
હાં
ઓકે

એક દિવસ ધાર્મિક અને ભક્તિ રેસ્ટોરન્ટમાં ડિનર કરી રહ્યા હતા. અચાનક આરતીનો કોલ ધાર્મિકના મોબાઈલમાં આવ્યો, આ જોઈ ભક્તિ થોડી ગુસ્સે થઈ કે આરતી અને ધાર્મિક સાથે વાત કરે છે શા માટે ભક્તિનાં મનમાં વહેમનો કિડો સળવળવા લાગ્યો. પણ એ ભાવ મોં પર પ્રકટ થવા ન દીધા.

એક વખત આરતીને મળ્યા પછી ધાર્મિક ઘણી વખત આરતી સાથે વાત કરતો. પહેલા તો સામાન્ય લાગતું પણ હવે તો હદ થઈ છે, રાત દિવસ બંને કાં તો ચેટ પર વાત કરતા હોય કાં તો કોલ પર ખબર નહીં બંને વચ્ચે શું સંબંધ ?
ભક્તિ રાતદિવસ બસ એ જ વિચારો રમ્યા કરતાં કે ધાર્મિક અને આરતી વચ્ચે કંઈક તો બફાઈ રહ્યું છે. જે ભક્તિને શૂળ માફક ચૂભી રહ્યું છે.
કાંટો હોય તો દેખાય,
શૂળ તો છુપી ફાટ,
કેમ કરીને કઢાય,
સમજ મેં ન આયે.
(આરતી અને ધાર્મિક થોડા સમય પહેલા મળ્યા ત્યારનો પ્રસંગ)

આરતીએ લગભગ પોતાની પુરી અંગત વાતો ધાર્મિકને કરી હતી. કોઈવાર આરતી ઉદાસ હોય તો ધાર્મિક સાથે વાત કરી મન હળવું કરી લેતી. જે વાત તે ભક્તિને ન કહી શકી તેવી ઘણી વાતો તે ધાર્મિક સાથે શેર કરતી.
ભક્તિ રિસાઇને બોલતી ન હોય ત્યારે અનેક વખત ધાર્મિક, આરતીને જ સમજાવવાનું કહેતો કે ભક્તિ મારાથી નહીં માને તમે કહેશો તો તરત જ સમજી જાય છે.
આવી અનેક બાબતો આરતી અને ધાર્મિક બંને વાતો કરી વાતનું સોલ્યુશન કાઢતા.

'મને બ્લ્ડ કેન્સર છે, આ વાતની જાણ ભક્તિને ન પડવી જોઈએ
ભક્તિને ખબર પડશે તો એ ખૂદને નહીં સંભાળી શકે. પણ તું સાથે હશે તો વાંધો નહીં આવે, મને ખાતરી છે'.આરતીએ ધાર્મિકને કસમ આપતા કહ્યું.
ધાર્મિક ધર્મસંકટમાં મુકાયો કરવું તો શું કરવું?
આરતીએ બીજી પણ એક વાત ધાર્મિકને પૂછેલી કે શું હું અંતિમ શ્વાસ લેતી હોય અને તે વખતે તને બોલાવું તો તું આવીશ?
થોડા દિવસ બાદ

ચાલ ભક્તિ, આરતીનો કોલ આવ્યો હતો, આપડે સિવિલ હોસ્પિટલ જવાનું છે.
ના મારે નથી આવવું હોં, તું એકલો જ જા. એ તો તારી ગર્લફ્રેન્ડ છે ને?
પ્લીઝ ભક્તિ સમજવાનો પ્રયાસ કર, ના તું જીદ્દ ન કર.
તું ગમે તે કરો, પણ મારે તેને નથી મળવું કહ્યું ને.
ભક્તિને ધાર્મિકે બહુ સમજાવી, પરંતુ ભક્તિ એકની બે ન જ થઈ.
ધાર્મિક હોસ્પિટલ પહોંચ્યો, જોયું તો આરતી આઈ.સી.યુ.માં પોતાના છેલ્લા શ્વાસ ગણી રહી હતી. આરતીએ ધાર્મિક સામે જોયું આંખના ઈશારા થી પુછ્યું ભક્તિ ન આવી? ધાર્મિકે નકારાત્મક માથું ધુણાવી ના કહ્યું. આરતીએ ઈશારા થી કોલ કરવા કહ્યું.
ધાર્મિકે હોસ્પિટલ જઇ ભક્તિને વિડિયો કોલ કર્યો, એકવખત, બેવખત, ત્રીજા કોલે ભક્તિએ કોલ ઉપાડ્યો.
ત્યાં સુધી માં તો આરતીનું પ્રાણ પંખીડું ઉડી શુકયું હતું.
આ તરફનું દ્રશ્ય જોઈ ભક્તિને પોતાની ભૂલ, ગેરસમજ પર પસ્તાવો થયો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED