ધ સ્કોર્પિયન - પ્રકરણ -55 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધ સ્કોર્પિયન - પ્રકરણ -55

દેવ સોફીયાને મળવાં આવ્યો હતો અને એનાં મોઢેથી બધી વાત સાંભળી રહેલો. દેવ એકદમ સ્વસ્થ રીતે બધું સાંભળી રહેલો સોફીયા તરફ એને સહાનુભૂતિ હતી પ્રેમ નહીં સોફીયાએ એને વૅનમાંથી એ નીકળી ગઈ ત્યારની વાતો શેર કરી રહેલી એમાં ઝેબાએ એને ધક્કો કેમ માર્યો એતો એની પાર્ટનર હતી એવો દેવે પ્રશ્ન કર્યો.

દેવે પૂછ્યું “તું સાચું બોલે છે ?@ સોફીયાએ કહ્યું “ડેવ હવે હું પાછી US જવાની કદાચ તને ક્યારેય નહીં મળું હું શા માટે જૂઠું બોલું ? શા માટે ? મને એનો શું લાભ થવાનો ? અમે બધાં એકજ ગ્રુપનાં હતાં અને ડ્રગ લેતાં નશો કરતાં એક પેડલર થઈનેજ આવેલાં. સ્કોર્પીયનનાં આમંત્રણથીજ આવેલાં. જ્હોન અને માર્લો અમારાં લીડર હતાં મને નશાની લત લાગી હતી એને ખબર માર્લોને હતી એજ મને વારે વારે ડ્રગ આપતો મને પ્રેમ કરે છે એવું કહેતો અને મારી સાથે સેક્સ માણતો...”

“મને નશાની લતમાં ભાન નહોતું એ જે કહે એજ ફોલો કરતી છેક USથી હું નીકળી ત્યારે...છોડ બધો ભૂતકાળ એનો અને મારે સંપર્ક થયો ત્યારે હું એનાંથી એટ્રેક્ટ થઇ હતી એ મારી પાછળ ખુબ પૈસા વાપરતો...હું ઇન્ડીયા ટુરમાં આવવા તૈયાર થઇ ગઈ અમે એક સોદો કરવાજ આવ્યાં હતાં જેની ખબર બધાને હતી પણ હું અને ડેનીસ નવા નવા એમનાં ગ્રુપમાં આવેલાં માર્લો અને ઝેબાનેતો વરસોનો સંબંધ. ઝેબા એકદમ જ બિંદાસ અને દ્રગ એડીક્ટ હતી એનાં માટે જીંદગી એક જુગાર જેવી હતી એ મન ફાવે એ કરતી થોડાં ડ્રગ માટે પોતાની જુવાની લૂંટાવતી...”

“ડેવ એલોકોની ઘણી વાતો છે જે ધીમે ધીમે ખબર પડી હતી. હું પણ ક્યાં સીધી હતી ? હું પણ ડ્રગ લેતી મને પણ મોજ મજા કરવી ગમતી એટલેજ આ ટુરમાં આવી હતી પણ દેવ સાચું કહું ?”

“તારી ટુરમાં આવી તને પેહલી ક્ષણ જોયો એવો હું બસ તારાં માટે... તુજ મારુ ક્રશ હતો... હોટલથી તારી વેનમાં બેઠી તનેજ જોયા કરતી હતી. તને ચાહવા લાગી હતી એમાંય તારો સ્વભાવ બોલચાલ અને વર્તનમાં છોકરીઓ માટે રીસ્પેક્ટ બધુજ તારી બોલચાલ અને વર્તનમાં હતું અને તારી ડીસીપ્લીન તારી સ્માર્ટનેસ... હું તારાથી કાયલ થઇ ચુકી હતી પણ મને ભાન હતું કે તું મને...પણ એટ્રેક્ટ એવી થઇ હતી કે તેજ જોયાં કરતી...બીયર કે બીજા ડ્રીંક લઉં પછી તો હું તને ક્યારે ચીપકીને કીસ કરી લઉં એવું મન થતું...”

“ઝેબાએ મને બે ત્રણ વાર ચેતવી હતી કે તું આ ઇન્ડીયન પાછળ પાગલ ના બન આપણે અહીં શેનાં માટે આવ્યાં છીએ ? જો માર્લો માર્ક કરશે કે હું ફરિયાદ કરીશ તો તું પાછી US નહીં જઈ શકે, પણ ખબર નહીં એની ધમકીની પણ મને અસર ના થઇ.”

“દેવ એક વખત બસમાં રાત્રે અમે બીયર પી રહેલાં ઝેબા સુઈ ગઈ હતી એણે એટલો નશો કરેલો કે એ ઉઠવાની નહોતી હું તારી અને તારાં સાથીદારનીજ વાતો સાંભળી રહેલી તમે તમારી ભાષામાં વાત કરતાં હતાં મને કંઈ સમજણ નહોતી પડતી પણ તારાં ખાલી બોલવાની સ્ટાઇલ અને હાવભાવ જોઈને પણ મને એટલો પ્રેમ ઉભરાતો કે... હું તને ખુબ ચાહવા લાગી હતી કે તને પછી ફીલીંગ ફીલ થઇ છે ડેવ આઈ લવ યુ...”

“ડેવ હજી એને શાંતિથી સાંભળી રહેલો એણે પૂછ્યું તું લવ કરું છું કહે છે મેં તને જયારે બેભાન થયાં પછી હોસ્પીટલમાં ભાનમાં આવી પૂછ્યું તેં મને કંઈ ના કીધું કે તારી સાથે શું થયેલું ? તું કહે છે હું પડી ગયેલી ને બેભાન થઇ ગયેલી તો આટલાં બધાં સ્કોર્પીયનનાં ડંખ ક્યાંથી આવ્યાં ? તમે મારી ટુરમાં આવેલાં અને તું મારી જવાબદારી નીચે હતી મને કેટલી ચિંતા થયેલી પણ તેં મને કશુંજ શેર ના કર્યું ...”

આવું સાંભળી સોફીયા રડી પડી એણે કહ્યું “ ડેવ મારાં સંજોગોજ નહોતા કે તને હું કશું કહી શકું ? મારાં ઉપર કેટલું પ્રેશર હતું ? તને ખબર છે ? આટલાં પોલીસ બંદોબસ્તમાં હું હોસ્પીટલનાં રૂમમાં પીડાઈ રહેલી ત્યાં વોર્ડ બોયનાં વેશમાં સ્કોર્પીયનનો માણસ આવી મને ધમકી આપીને ગયેલો પેલો ઠીંગણો તૌશિક ... એણે ધમકી આપી મેં જો કોઈને કંઈ કહ્યું તો મને અને એ વ્યક્તિ બેઉને મારી નાખશે ... ધમકી શું એણે મને મારી નાંખવાનો પ્રયાસજ કરેલો... પણ ત્યાં પોલીસનો માણસ અંદર આવ્યો અને એ ત્યાંથી ગુમ થયો હું ખુબ ગભરાઈ ગઈ હતી...”

“ડેવ મેં તને કહેલું હમણાં સમય નથી તને બધું કહેવાનો સમય આવ્યે બધુંજ કહીશ. હું અંદર ને અંદર ડરી ગયેલી મને થયું તારી સાથે વાત કરું એ પહેલાંજ આ લોકો મને મારી ના નાંખે... હું સાવ અજાણી પરદેશથી આવેલી મારુ પોતાનું કોઈ હતું નહીં એક નવા નવા ગ્રુપમાં ફ્રેન્ડશીપ કરી ડ્ર્ગનાં રવાડે સાથે આવી ગઈ હતી.”

“હું હોસ્પીટલમાં સારવાર હેઠળ હતી મને ધીમે ધીમે ભાન આવી રહેલું જયારે તેં મને બધું પૂછ્યું ત્યારે હું અપાર પીડામાં હતી મારુ શરીર જાણે મારાં કાબુમાં નહોતું મને પછી ખબર પડી હતી કે... સિદ્ધાર્થ સર મારાં નિવેદન લેવા આવે છે પૂછપરછ કરે છે તું નથી હોતો...હું 3-4 દિવસ એમપણ અર્ધબેહોશી હાલતમાં હતી અને એવી બેહોશી અવસ્થામાં પણ હું તને ઝંખ્યાં કરતી હતી મેં મનોમન નક્કી કર્યું કે તને બધુંજ કહી દઈશ...હું તો ઉપરથી ગબડીને ખીણ જેવાં સ્થળે પડી ગઈ હતી મેં ડ્રગ લીધેલું હતું...”

દેવની ધીરજ નહોતી રહેતી એણે કહ્યું “પછી શું થયું ? તારાં શરીર પર ખાસ કરીને જાંઘ પર એણે એજ સમયે સોફીયાનાં એ અંગ તરફ નજર કરી આટલાં ડંશ કેવી રીતે આવેલાં?”

સોફીયાએ દેવનાં કહેવાં પછી અને એનાં અંગ તરફ જોઈ રહેતાં જાણે દર્દથી અત્યારે સહેમી ઉઠી એની આંખમાં ફરી આંસુ આવી ગયાં એણે કહ્યું “ડેવ મેં ખુબ પીડા સહી છે પણ હું બચી ગયેલી નહીંતર એજ સમયે હું સ્કોર્પીયનનાં કબ્જામાં હોત અને મારી શું દશા થઇ હોત ?”

દેવ કહે “હું બધુંજ સમજી ગયો હવે આગળ કહે..”.ત્યાં એના મોબાઈલમાં રીંગ આવી એણે જોયું સ્ક્રીન ઉપર એનાં પાપાનો ફોન હતો એણે સોફીયાને એક્સ્ક્યુઝ મી કહીને એનાં રૂમમાંથી બહાર આવી ગયો.

એણે ફોન રીસીવ કર્યો અને બોલ્યો "હાં પાપા હું તમનેજ ફોન કરવાનો હતો..”. રાય બહાદુરે પૂછ્યું “દેવ તું ક્યાં છે ? મારે અહીંની બધીજ ફોર્માલિટી પેલાને કોલકોતા મોકલવાની પતી ગઈ છે પણ ખાસ વાત એમ છે કે રુદ્ર રસેલનું આમંત્રણ છે એમણે ખુબ આગ્રહ કર્યો છે અને આપણે બંન્નેએ ત્યાં જવાનું છે એમનું આમંત્રણ ટાળી શકાય એમ નથી બીજું કે એમનાં આમંત્રણથી કોલકોતાથી રમાકાન્ત બરુઆ પરિણીતા બોઝ, અપરાજીતા, પ્રસન્નજીત ચેટરજી, સોહમ ચક્રવર્તી, જીતેન્દ્ર મંદાની... આખી ફીલ્મ ઇન્ડસ્ટ્રી પણ આવી રહી છે.” એમ કહી હસ્યાં “મને મારાં ડીપાર્ટમેન્ટ અને મારાં ખાસ એજન્ટથી બધી માહિતી મળી છે તું આવીને મળ રૂબરૂ વાત કરીએ...”વધુ આવતા અંકે -પ્રકરણ 56


રેટ કરો અને રિવ્યુ આપો

name

name 2 માસ પહેલા

Dharmesh Bhatt

Dharmesh Bhatt 3 માસ પહેલા

Rakesh

Rakesh 5 માસ પહેલા

Ina Shah

Ina Shah 6 માસ પહેલા

Zankhana Patel

Zankhana Patel 6 માસ પહેલા