સુખની સરવાણી DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુખની સરવાણી

સુખની સરવાણી


‘‘મંમી, તું મને શા માટે દબાણ કરું છું ? હું આ લગ્ન નહીં કરું, હુમાએ તેના કરુણાભર્યા સ્વરે રડતાં કહ્યું. "ના, દીકરી, તારે માટે કાંઇ જબરજસ્તી નથી. અમે તો તારા સારા માટે બધું કરી રહ્યા છીએ. આવા સંબંધો વારંવાર આવતા નથી. હશીત એક સુંદર, બુદ્ધિશાળી અને આશાસ્પદ યુવાન છે. સારી નોકરી, સારું કુટુંબ.  શું બેટા, આવી તકને ઠુકરાવી દેવાનો કોઈ અર્થ છે," હુમાની માતાએ પ્રેમથી માથું હલાવતા કહ્યું.
"ના, મંમી, ના. આ ક્યારેય બની શકે નહીં. મંમી, તમે પહેલેથી જ જાણો છો કે હું સંધિવાથી પીડિત છું. તમામ પ્રકારની સારવાર લીધા પછી પણ હું સાજી થઈ શકેલ નથી. કપડાંથી ઢંકાયેલો મારો ચહેરો અને શરીર જોઈને જ તેઓ મને ગમ્યા છે. શું આ તેમની સાથે વિશ્વાસઘાત નહીં હોય?” હુમાએ આંસુ ભરેલા ચહેરા સાથે કહ્યું.
હુમાની વાતની તેની મંમી પર કોઈ અસર ન થઈ. તે બિલકુલ નારાજ ન થઇ. તે કોઈક રીતે હુમાના હાથ પીળા કરવા માંગતી હતી.
જ્યારે હુમા સીધેસીધું સ્વીકારવા તૈયાર ન હતી ત્યારે તેણે તેને ઠપકો આપ્યો અને સમજાવ્યું, “દીકરી, તને ખબર છે કે તારા પિતા નથી. ભાઈ અમેરિકામાં પણ રંગ રેલીયા મનાવે છે. તેને તારી અને મારી કોઇ પરવા નથી. જે પૈસા હતા તે મેં તેના અભ્યાસમાં વાપર્યા. મારા ભાઈઓને  પણ પરવા ન હતી કે આપણે જીવતા છીએ કે મરી ગયા. તેઓ ક્યારેય સરખી રીતે જવાબ પણ આપતા નથી કે મારે તેમની પાસેથી કંઈ ન માંગવું પણ નથી.
"દીકરી, જીદ ના કર. થોડી સંતાકૂકડી આખી જિંદગી સુખી કરી દેશે. ડોક્ટરોનું કહેવું છે કે લગ્ન પછી આ બીમારી પણ દૂર થઈ જશે. તો પછી હશીત પરિવારજનો કેટલા સારા છે. તેમણે કોઇપણ પ્રકારના દહેજ માટે સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
હુમા લાંબા સમય સુધી તેની મંમીની વાત સાંભળી શકી નહીં. તે ત્યાંથી ઊભી થઈ અને પોતાના રૂમમાં જઈને પલંગ પર સૂઈ ગઈ. તેના મનમાં ભયંકર તોફાન ઊભું થઈ રહ્યું હતું. તેના વિચારોમાં મૂંઝાઈને તે તેના ભૂતકાળમાં ખોવાઈ ગઈ.
જ્યારે તે આઠ વર્ષની હતી ત્યારે તેના માથા પરથી તેના પિતાનો પડછાયો ઊઠી ગયો હતો. તે એક સમૃદ્ધ પરિવારની સૌથી નાની દીકરીહતી. તેના સિવાય એક ભાઈ અને બે બહેનો હતી. હુમા તેની મંમીની લાડલી હતી. તેના પિતા પણ તેને ખૂબ જ પ્રેમ કરતા હતા અને ઘણીવાર તેને ખભા પર લઈને ફરતા હતા. હુમાની મોટી બહેન રશ્મિ દિલ્હી રેડિયો સ્ટેશન પર એનાઉન્સર હતી. તે પણ હુમાને અત્યંત પ્રેમ કરતી હતી.
રશ્મિ હુમાને  પોતાની સાથે દિલ્હી લઈ આવી અને તેના ભણતરની તમામ જવાબદારી પોતાના માથે લીધી. રશ્મિ હુમાને પોતાના બહેન નહીં પરંતુ દીકરીની જેમ પ્રેમ કરતી હતી. તેણે તેની દરેક ઈચ્છા પૂરી કરવાનો પૂરો પ્રયાસ કર્યો. જ્યારે રશ્મિએ તેના એક સહયોગી કરણ સાથે લગ્ન કર્યા ત્યારે તેણે હુમાને પોતાની સાથે રાખવાની શરત મૂકી હતી.
કરણ સ્વભાવે નમ્ર, શાંત અને પત્ની પ્રત્યે સમર્પિત હતો. ઘરમાં રશ્મિનો પડ્યો બોલ ઝીલાયો હતો, અને તે તેના કહ મુજબ કરતો  હતો. તેનો એક નાનો ભાઈ પણ દિલ્હીમાં સરકારી નોકરીમાં હતો, પરંતુ તેને તેની પત્નીની નાની બહેન હુમાની સંભાળ રાખવાની વધુ ચિંતા હતી.
એમ.એ. પાસ થયા બાદ હુમા એક ખાનગી કંપનીમાં પ્લાનિંગ ઓફિસર તરીકે નિયુક્ત થઈ. તેના કાર્યક્ષેત્રમાં તેને ઘણા માણસો સાથે કામ કરવું પડતું, પરંતુ કોઈ તેના ચારિત્ર્ય પર આંગળી પણ ઉઠાવી શક્યું નહીં. તે ચોક્કસપણે ખુશખુશાલ અને રમતિયાળ હતી, પરંતુ અમુક હદ સુધી, દયા અને આતિથ્ય તેના લાક્ષણિક લક્ષણો હતા. તેના અધિકારીઓ તેના વર્તન અને સુંદરતા બંનેથી પ્રભાવિત થયા. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તેને તેમની કંપનીની નાની ઢીંગલી કહેતા હતા.
મંમીએ તેને ઘણી વખત લગ્ન માટે વિનંતી કરી હતી, પરંતુ તે દરેક વખતે તેને ટાળી દેતી હતી. તે આખો સમય વિચારતી હતી કે લગ્ન કરીને તે કોઈના જીવનમાં ઝેર કેવી રીતે નાખી શકે છે. મંમીને પણ ખબર હતી કે તેને આર્થરાઈટિસ (સંધિવા) છે. આ બીમારીને કારણે હુમા રાત્રે સૂઈ શકતી નહોતી. એલોપેથી, આયુર્વેદ અને હોમિયોપેથીની સારવારની પણ તેના આ અતિવિકટ રોગ પર કોઈ અસર થઈ ન હતી.
ક્યારેક તેના પગ અને હાથ એટલા ફૂલી જતા કે તે પરેશાન થઈ જતી. તેની બનેવી તેની સંભાળ રાખતા હતા, કારણ કે તેની બહેનની બીજી જગ્યાએ બદલી થઈ ગઈ હતી.
હુમાને પલંગ પર સૂતી વખતે પોતાના મનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેણીએ નક્કી કર્યું હતું કે તે આ લગ્ન ક્યારેય નહીં કરે, પરંતુ મંમી  હતી કે તે તેની વાત સાંભળતી ન હતી. તેને તેના આગળના જીવનની ચિંતા હંમેશા સતાવતી રહેતી હતી.
મંમીને અનેક વખત ના કહેવા છતાં તેણી ‘એક ની બે ના થઈ‘ અને હુમાની મરજી ના હોવા છતાં તેણે હશીત સાથે લગ્ન નકકી કરેલ હતાં. લગ્નની તારીખ નજીક આવી રહી હતી. હુમાને લાગ્યું કે તે બહુ મોટો વિશ્વાસઘાત કરવા જઈ રહી છે. તેણે તેની મંમી, બહેન અને ભાભીને આજીજી કરી હતી, પરંતુ કોઈ તેની મદદ કરવા તૈયાર નહોતું.
છેવટે, હુમા રહી ન શકી. તેણે હિંમત ભેગી કરી અને આ સમસ્યા જાતે જ ઉકેલવાનું નક્કી કર્યું.
લગ્નની તારીખના અઠવાડિયા દિવસ પહેલા સાંજે, તેણીએ સારી સાડી પહેરી હતી. બધો મેક-અપ કર્યો અને કોઈને પણ જાણ કર્યા વગર તેના ભાવિ પતિ હશીતના ઘરે ગઇ.
યોગાનુયોગ કે સમયે હશીત ઘરે હતો. હુમાને આ રીતે અચાનક આવતી જોઈને તેને કંઈક નવાઈ લાગી. તેણે પોતાની જાતને સંભાળીરાખી અને  સ્મિત સાથે હુમાનું ભાવભર્યું સ્વાગત કર્યું.
‘‘હુમા ખૂબ જ નર્વસ હતી. હશીતને બધી બાબત કેવી રીતે બતાવવી. છેવટે હશીતે વાતચીત શરૂ કરી અને કહ્યું, "હુમા, અઠવાડિયા  અગાઉ  હું લગ્ન માટે મારી શુભેચ્છાઓ આપું છું."
હશીતના આ શબ્દો સાંભળીને હુમા મોકળા મને તેની સામે રડવા લાગી. તેણે હશીતની સામે હાથ જોડીને કહ્યું, "હશીત, હું તને આ લગ્ન તોડવાની વિનંતી કરું છું. મારા પર થોડી કૃપા કર. તને કદાચ ખબર નથી કે હું સંધિવાથી પીડિત છું. હું કોઈપણ રીતે તારી પત્ની બનવાને લાયક નથી. હું તને કોઇ રીતે છેતરવા પણ નથી માંગતી."
હશીત તેની સામે આશ્ચર્યથી જોઈ રહ્યો. તેણે તેને પ્રેમથી સમજાવ્યું અને કહ્યું, “હુમા, તું ચિંતા ન કર. તારી ઈચ્છા મુજબ થશે. મને થોડો સમય આપો હું આજે કે કાલે ચારે ઘરે આવીને મારો નિર્ણય કહીશ.
મનથી એકદમ વ્યથિત થયેલી હુમા હશીતનો પ્રેમપૂર્વક આભાર પ્રગટ કરીને તે હળવા હૃદયે તેના ઘર તરફ ચાલ્યો.
હુમાના ગયા પછી તરત જ, હશીતે તેના એક પરિચિત ડૉ. ખાંડેકરનો સંપર્ક  કર્યો અને આખી વાત જણાવી. હશીતની વાત સાંભળીને ડોક્ટર હસવા લાગ્યા. તેમણે કહ્યું, “હશીત આ બીમારી એટલી ગંભીર નથી. મેં જોયું છે કે ઘણીવાર લગ્ન પછી તેનો અંત આવે છે. હુમા તેને વધુ ગંભીરતાથી લઈને લાગણીઓમાં તણાઇ રહી છે. તમે હુમાનો સ્વીકારી કરી શકો છો. આમાં કોઈ ડર રાખવાનું કારણ નથી."
હશીતને ડૉ.ખાંડેકરે સમજાવ્યો અને સીધો હુમાને ઘરે પહોંચી ગયો. હુમા દરવાજે ઉભી તેની રાહ જોઈ રહી હતી. હશીતને ઘરમાં પ્રવેશતો જોઈને હુમાની માતાનું હૃદય જાણે કોઇ ચિંતાથી ધબકવા લાગ્યું. તેણી કોઈ ખરાબ સમાચારની કલ્પના કરવા લાગી.
હશીતનો રસ્તો રોકતા હુમાએ કુતૂહલથી પૂછ્યું, "બોલો, શું નક્કી કર્યું છે?"
હશીતે ચહેરા પર બનાવટી ગંભીરતા સાથે કહ્યું, "હું તારી સાથે નહીં આપણી મંમી સાથે વાત કરીશ."
જ્યારે હશીતે તેની માતાને તેની સામે ઉભેલી જોઈ ત્યારે તેણે નમીને તેના ચરણ સ્પર્શ કર્યા. પછી હશીતે કહ્યું, “મંમી, નીલમની વાત પર ધ્યાન ન આપો. તમે લગ્નની તમારી રીતે તૈયારી શરૂ કરો.
હુમા તેનાથી થોડે દૂર ઉભેલા હશીતને આશ્ચર્યચકિત થઇને જોઈ રહી હતી. તેની આંખોમાં વહેતા આંસુ તેને એક નિર્મળ હશીત જણાઇરહ્યો હતો
ત્યાં હુમાની મંમીને મનમાં ને મનમાં જૂના જમાનાની મશહૂર મુવી ‘ઉપકાર’ નું સુંદર ગીત તેના અંતરમાં ગણગણી રહી હતી…….


हर ख़ुशी हो वहाँ, तू जहाँ भी रहे
ज़िंदगी हो वहाँ, तू जहाँ भी रहे
हर ख़ुशी हो वहाँ, तू जहाँ भी रहे
Dipakchitnis dchitnis3@gmail.com