બે લઘુ હાસ્ય કથા Jatin Bhatt... NIJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે લઘુ હાસ્ય કથા

PMO ઓફિસ માં ' ફરિયાદ '


હમણાં સાઉથ માંથી ન્યુઝ આવેલા કે પત્ની પતિ ને બહુ હેરાન કરતી હતી એટલે પતિ એ PMO ઓફિસ માં ફરિયાદ કરી,
સમાચાર વાંચી આપણા ગુજરાતી પતિએ પણ PMO ઓફિસ માં સેઇમ ફરિયાદ કરી અને લો PMO ઓફિસ માંથી તરત ફોન પણ આવી ગયો:
' હેલો'
પતિ: ' હે એ એ એ એ લો '
' બોલો, શું ફરિયાદ છે? અને હાં, તમારો ફોન સ્પીકર પર મૂકી દો '
' જી સર ,શરૂઆત માં તો સારો વર્તાવ હતો પણ પછી થી બદલાય ગઈ '
' શું કર્યું પત્નીએ '
' સવારે જમવામાં રોટલી બનાવે તો કોર જરીક કાચી રહી જાય ક્યાં તો પછી બળી જાય'
'તો વચ્ચેથી ખાઓ ને ભાઈ'
પત્ની: ' હેલો, આ તમારા ભાઈ ને નખરા બહુ! જેમ કે આ ભાવે ને પેલું ના ભાવે, અડધી રાત્રે ખાવાનું માંગે, શરૂઆતમાં તો બનાવી પણ આપ્યું, પણ પછી તો એમને ટેવ પડી ગઈ'
પતિ: ' સર પણ અડધી રાત્રે ભૂખ લાગે તો ખાવું તો પડે જ ને?'
પત્ની: ' સાહેબ, તો એમને કહી દો કે જાતે બનાવી દે, હું કઈ એમની નોકરાણી નથી'
પતિ: ' સર, સવારે નહાવા જાઉં ત્યારે ટાંકી માં પાણી જ ન હોય '
પત્ની: ' તો જાતે મોટર ચાલુ કરી ના દે, મારી શું રાહ જોવાની?'
પતિ: ' સર, હું શાક લઈ આપું છું તો પણ મને ખખડાવે છે '
પત્ની: ' તે સાહેબ ખખડાવે જ ને, ટિંડોળા મંગાવ્યા હોય તો પરવળ લઈ આવે, લીંબુ મંગાવ્યા હોય તો નાના સંતરા લઈ આવે, મેથી ની ભાજી મંગાવી હોય તો બીજી જ ભાજી લઈ આવે, બોલો'
પતિ: ' બીજું સર, એની પાસે સ્કૂટર છે પણ મારે જ કિકો મારી ને ચાલુ કરી આપવી પડે છે, તો એ જાતે ચાલુ ના કરી શકે?'
પત્ની: ' તો સાહેબ, એને કહો કે બેટરી નખાવી આપે, કંજુસ કઈનો!?'
પતિ: ' ઓએ, કંજુસ કોને કહે છે?'
પત્ની: ' તને, તને, તને '
પતિ: ' હું કંજુસ તો, તારા....... કંજુસ,..,,....,... કંજુસ!!!!!!'
સામસામે વાસણોના અવાજ આવે છે,
PMO ઓફિસ: ' હેલો, સાંભળો, સાંભળો,હેલો???'
પતિ_પત્ની: ' બોલો સર, સાહેબ'
' અમારે એટલું જ કહેવું છે કે, તમે તમારી રીતે સોલ્યુશન લઈ આવો, કારણકે અમારી PMO ઓફિસ માં કોઇને એટલે કોઈને પણ સંસાર નો અનુભવ નથી '
.
.
.

જતીન ભટ્ટ ( નિજ)
94268 61995







'ઉદાહરણ '


ગોટ્યો એનાથી 5 વર્ષ મોટો પણ અચ્છો દોસ્ત અને બ્રહ્મચારી જેવું જીવન જીવતા મિત્ર પાસે ગયો, પૂછ્યું કે લગ્ન કરાય કે ના કરાય ,
એટલે મિત્ર એ કહ્યું કે ' જો ગોટ્યા તારી ઉંમર હજી કઇ લગ્ન ને લાયક નથી, પણ તેં હવે પૂછ્યું જ છે તો હું તને પાંચ વર્ષ પછી આ જ જગ્યાએ જવાબ આપીશ'
ગોટ્યો: ઓકે, પણ પાંચ વર્ષ પછી કેમ, હમણાં કેમ નઈ?
જવાબ માં મિત્રે જુની વાર્તા કહી કે :
આના જેવો જ એક સવાલ એક નાના છોકરા ના મમ્મી એ એક સાધુ ને કરેલો કે મારો પુત્ર ગોળ બહુ ખાય છે તો એને શિખામણ આપો કે બહુ ગોળ ના ખાય, તો એ સાધુ મહારાજે છ મહિના નો સમય લીધેલો, અને પછી કહ્યું કે દીકરા બહુ ગોળ શરીર માટે સારો નથી, એટલે પુત્રે મહારાજ ની વાત માની ગોળ છોડી દીધેલો, તો મમ્મી એ મહારાજને પૂછેલું કે તમે આટલી શિખામણ આપતા છ મહિના કેમ કાઢી નાખ્યાં તો એ મહારાજે સુંદર જવાબ આપેલો કે હું પોતે બહુ ગોળ ખાતો હતો એટલે સૌ પ્રથમ મેં ગોળ છોડ્યો અને એના માટે મને છ મહિના લાગ્યા, હવે હું હક થી કહી શકું છું અને મેં એ પ્રમાણે કર્યું, પહેલા હું શિખામણ આપવા લાયક તો બનું પછી બીજાને શિખામણ આપુ ને?
આ ઉદાહરણ ગોટ્યા ને એના મિત્રે કહ્યું,..........
પાંચ વર્ષ પછી......
આપણો ગોટ્યો એના પેલા મિત્ર ને પૂછવા ગયો તો ઘરની અંદર સુંદર પત્ની અને બે સુંદર બાબાઓને જોયા,
પ્રશ્નાર્થ નજરે મિત્ર સામે જોયું;
' જોયું ગોટ્યા, એટલે પાંચ વર્ષ લગાડેલા, પણ તો ય, હજુ પણ હું મૂંઝવણ માં છું કે લગ્ન કરાય કે નઈ? એક કામ કરને કોઈ બીજા ને પૂછી લે ને?
😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
,
.
જતીન ભટ્ટ (નિજ)
94268 61995