રૂદીયાની રાણી - 18 Dave Yogita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રૂદીયાની રાણી - 18

(ભાગ - ૧૮)

રીટા તું આટલો ગુસ્સો કેમ કરે છે? આ તું ક્યાં જવાની તૈયારી કરે છે?મને ઓફિસથી અત્યારે કેમ બોલાવી લીધો? આપણે અત્યારે જ તિથલ જવું છે.બન્ને છોકરીઓ ને લેતા આવીએ.

કેમ શું થયું? તિથલ અત્યારે કેમ જવું છે? થોડા દિવસ ત્યાં રૂહ ને રહેવા દે એ ફ્રેશ થઈ જશે.

ના હવે મારું મન માનતું નથી.આ મિતાના ફૈબા આવ્યા છે.એને રૂહ સાથે કેવું વર્તન કર્યું.બધી વાત મને સીમા એ ફોનમાં સીમાએ કરી ત્યારે ખબર પડી. રૂહ કંઇક કરી બેસશે તો આપણે શું કરશું.

રીટા મારી વાત સાંભળ તારી જગ્યા એ તું સાચી છો.તારી મમતાને હિસાબે તું આ વાત કરે છે પણ આ દુનિયા છે એ તો બોલવાની જ છે.અને રૂહને આજ નહિ તો કાલ એકલા તેનો સામનો કરવાનો જ છે. આપણે હંમેશા તેની સાથે રહેવાના નથી.
થોડા દિવસ જવા દે આપણે પછી લેવા માટે જઈશુ.

વાત તો તમારી સાચી પણ મને રૂહ નું ટેન્શન વધારે થાય છે.શું વીતતી હશે તેના પર આ બધું સાંભળતી હશે ત્યારે.એટલી ડાહી અને ભોળી છે ને મારી છોકરી આ દુનિયા ખાઈ જશે.આ દુનિયા બહુ ખરાબ છે રૂહ ના પપ્પા.આપણને એમ થયું કે એને ગમે છે અને પ્રેમ કરે છે એવા છોકરા સાથે લગ્ન કરાવી આપી.ખુશ રહેશે.એના બદલે તો મારી રૂહ તૂટી ગઇ.એની એ ખિલખિલાટ હસી કોણ જાણે ક્યાં જતી રહી.કોની નજર લાગી હશે મારી દીકરીને?

હા. ખરેખર ગુસ્સો તો મને પણ આવે છે. બાકી,રીટા આ જ સંસાર છે ચાલ્યા રાખે ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ.આ દિવસો પણ જતા રહેશે.બધા દર્દનો એક જ ઈલાજ છે સમય.સમય ના આપેલા દર્દ સમય જતા પૂરા થઈ જાય છે.તું ચિંતા ના કર.એને લડવા દે.અહી કોઈ બોલતું તો આપણે જવાબ આપી દેતા. પણ બધે આપણે સાથે નહિ હોય.ભગવાન આપણી છોકરી સામે પણ જોશે.એની જિંદગીમાં પાછી એ ખુશી આવી જશે. ડોન્ટ વરી.

સારું મારું મન તો નથી માનતુ પણ તમે કહો છો એટલે હું જવાની જીદ નથી કરતી.બાકી આ મીતાના ફૈબાને તો નહિ છોડું જોજો તમે.
હા હવે મારા માટે ચા બનાવ.

આ બાજુ રઘુ દરિયા કિનારે થોડી દૂર પોતાનું બાઇક પાર્ક કરી રૂપા પાસે પહોંચે છે.રૂપા એક બેન્ચ પર બેઠી હોય છે.રઘુ ત્યાં બેન્ચ પર બેસી ગયો.રૂપા આંસુ લૂછીને બોલી

કેમ છે રઘુ?
બસ મજામાં.તને કેમ છે?
સારું.બસ આટલી વાત બન્ને વચ્ચે થાય છે.

રૂપાની આંખમાં એક અજબ પ્રકારની ઉદાસી દેખાતી હતી. રઘુ એ મહેસુસ કરી શકતો હતો.રૂપાની હસી તો જાણે ગુમ જ થઈ ગઇ હતી.રૂહના ચહેરાની ચમક તો એ જ હતી પણ હસી વગર બધું ઝાંખું લાગતું હતું.

રઘુ એકપણ શબ્દ બોલ્યો ન હતો. એ બધું જાણતો હતો છતાં એકપણ પ્રશ્ન નહિ. રઘુ એ પહેલા જ નક્કી કર્યું હતુ કે જ્યાં સુધી રૂપા સામેથી પોતાની અને જતીન ની વાત નહિ કરે હું કંઈ પૂછીશ નહિ.એકપણ સવાલ નહિ. રઘુ એ વાત સમજતો હતો કે અત્યારે ફકત સાથ આપવાનો ટાઈમ છે.પ્રશ્નો પૂછવાનો નહિ.

રૂપાના મનમાં ઘણુ બધુ ચાલી રહ્યું હતુ.પણ એક શબ્દ બોલી શકતી ન હતી. એ પોતાના આંસુ રઘૂથી છુપાવવાની મથામણમાં હતી.બસ એકદમ નિરાંતે એક જ નજરે એ તીથલનો દરિયો નિહાળી રહી હતી.

ખરેખર, તમારા પ્રિય પાત્ર સાથે બેસીને ઉદાસી વાળી ખામોશી માણી છે.એકદમ નિરવ શાંતી.દરિયો પહેલેથી જ શાંત હતો.ઉપરથી રૂપા અને રઘુની ખામોશી.બીચ પર કોઈ ચહલ-પહલ પણ ન હતી. રઘૂના મનમાં પ્રશ્નોનું તોફાન હતું. તો રૂપાના મનમાં ગુસ્સાનો દાવાનળ.આટલા શાંત વાતાવરણમાં બન્નેના મન અશાંત હતા.
થોડીવાર પછી રૂપા પોતાનું મૌન તોડતા બોલી આ તિથલના દરિયા પાસેથી પણ શીખવા જેવું છે.કેટલો શાંત છે.આમ તો દરિયાનો પોતાનો સ્વભાવ તો ઉછલકુદનો અને તોફાન લાવવાનો છે તો પણ એ કેટલો શાંત રહે છે.પોતાના મૂળ ગુણધર્મ કરતા વિરુદ્ધ. આટલું શાંત રહેવું પણ સહેલુ નથી હોતું રોજ રોજ પોતાની સાથે લડવું પડે છે.અંદર અંદર કેટલી ચીસો પડાઈ જાય છે એ પણ કોઈ સાંભળી ન શકે.ગુસ્સો આપણા અંદર જ સમાવો પડે છે.હિમ્મત પણ દરિયા જેવી જ રાખવી પડે છે.આસમાન માંથી પડતી દરેક વીજળી પણ પોતાનામાં સમાવી પડે છે એ પણ હસતા હસતા.

રઘુ માત્ર એની વાતનો જવાબ હા અને હમમ કહીને આપે છે.રઘુ આમ પણ શાંત જ હતો.અને જાણતો હતો કે જો રૂપા કંઇક બોલસે તો જ તેના મનમાં શાંતી થશે.હું વચ્ચે બોલું કે પ્રશ્ન પૂછીશ તો એ ચૂપ થઈ જશે.એ રૂપાને ઘણી સારી રીતે જાણતો હતો.રૂપાને પ્રેમ કર્યો હતો અને આજ પણ કરતો હતો.એટલે તો ચૂપચાપ સાંભળ્યા રાખતો હતો.


યોગી