ભાગ - ૫
મારા રૂદિયાની રાણી કરી રાખું તને
મારા હૈયાના હીંચકે ઝૂલાવું તને....
અરે! રૂપા ઉભીરે! ક્યાં જાય છે? અરે રૂપા ઉભીરે! હું તને ખૂબ પ્રેમ કરું છું. અરે! I love you.plz મારો પ્રેમ સ્વીકારી લે.કેટલી મસ્ત લાગે છે પાછી આજ તો મને આ રેડ અને યેલો ચણીયાચોળી માં દેખાય છે યાર.કેટલી મસ્ત લાગે છે...
એ ભાઈ ઉભોથા હવે આ તારો પાંચમો એલાર્મ છે. અને આજે તું હવે મહેરબાની કરીને રૂપાને propose કરી દેજે.નહિતર, આજે હું જ કહી દઈશ કે મારો ભાઈ તારા પાછળ ગાંડો(પાગલ) થયો છે. રોજ સપના તારા જોવે એમાં ઊંઘ મારી બગડે છે.
હા,યાર આજ રવિવાર પણ આવી ગયો.રૂપાનો બર્થડે.સુરત જવાનું છે.
હા હા આજે તો મારો ભાઈ મારી ભાભીને પ્રોપોઝ કરવાનો છે.શું રોમેન્ટીક સીન હશે.મારો ભાઈ વધારે શરમાશે કે રૂપા એ જોવાનું રહ્યું હો.
હા,હવે વધારે ચાપલો ના થા મેહુલ્યા, તને શું ખબર આ પ્રેમ શું હોય? તને નહિ સમજાય હજી નાનો છે તું મેહુલ.
હવે તૈયાર થઈ જા મેહુલ. તારે મારી સાથે સુરત આવવાનું છે.
ના હો મારે નહિ આવું. તમારા વચ્ચે કબાબ માં હડી આપણે નહિ બનવાના.
રઘુ એ કહ્યું, ચાલ ને હું આજે થોડો નર્વસ છું.તું જ તો મારો જીગરી છે.તારા સિવાય હું રૂપાને propose નહિ કરું.
બસ,હવે તારા ઇમોશનલ વેળા બંધ કર.અને ચલ હું આવું છું.અને હા,રૂપાને પ્રીપોઝ કરવા જે રીંગ લીધી છે.એ લઈ લેજો હો ભાઈ.અને તમારા રૂપારાણી આપણને બસસ્ટેનડ લેવા આવવાના છે.એનો msg મે વાંચી લીધો છે.જ્યારે તમે રૂપાના સપનાંઓમાં ખોવાયેલા હતા.
હા,ચલ ને હવે મોડું થાય છે. મે પણ વાંચ્યો msg. બન્ને ભાઈ તૈયાર થઈ બસમાં સુરત જવા નીકળે છે.
આ બાજુ રૂપા(રૂહ) પણ સવારે વહેલી ઉઠી જાય છે.આમ તો રાતથી જ બધાના call ને msg સ્ટાર્ટ થઈ ગયા હોય છે. મમ્મી અને પપ્પા ને પ્રણામ કરે છે.સીમા મસ્ત ભેટીને રૂહ ને બર્થડે વિશ કરે છે. રીટાબેન રૂપા માટે મનપસંદ નાસ્તો બનાવે છે.
બોલ મારા દિકરાને આજે શું ગિફ્ટ જોઈ છે.પપ્પા તને આજે ગીફ્ટમાં શું અપાવે? ભરતભાઈ એ રૂપાને પૂછ્યું.
મારી ગિફ્ટ ઉધાર પપ્પા. મારે જોઈએ ત્યારે હું માંગી લઈશ. હું માંગુ એ ગિફ્ટ તમારે આપવી પડશે પપ્પા.
અરે! દિકરા આ બધું તમારા બન્ને માટે તો છે તું કહીશ એ આપીશ.
બધા વાતો કરતા કરતા નાસ્તો પૂરો કરે છે. ત્યાં. રૂહ(રૂપા)ના મોબાઈલમાં msg આવે છે.
એ msg રઘુનો હોય છે. એ સુરત બસસ્ટેનડ પહોંચી ગયો હોય છે.
રૂપા(રૂહ) અને સીમા car લઈ રઘુને લેવા માટે જાય છે. રઘુ ને મેહુલ ત્યાં રાહ જોઈ ઊભા હોય છે.
રઘુ તો રૂપાને જોઈને હરખાઈ જાય છે. કેટલા દિવસે મળ્યા રૂપા. Happy birthday dear. Thank you રઘુ. કેમ છે તને? કેવી ચાલે તારી જોબ?
હેલ્લો! રૂપા happy birthday.. mehul પણ રૂપાને વિશ કરે છે. Thank you.
ચલ દોસ્ત આજ તને સુરત દેખાડું.રૂહ ને સીમા,મેહુલ ને રઘુ ગાડીમાં બેસી જાય છે.
રઘુ રૂપાને જોઈને બસ ખોવાઈ જાય છે. રૂપા વાતો કરતા કરતા ક્યારેક રૂપા ખડખડાટ હસે છે તો ક્યારેક શરમાઈ જાય છે. રઘુ ની પલક તો આજે જબકતી જ નથી બસ રૂપા ને જ જોયા કરે છે.
એક જ ગઝલ એના મનમાં આવી જાય છે..
જોતો જ રહ્યો બસ હું તમને
નિર્દોષ તમન્ના જાગી ગઇ..
મન પ્રેમનું ડામાડોળ થયું ને
રૂપની ચર્ચા જાગી ગઇ.....
બસ, આ જ ગઝલ રઘૂના મનમાં ચાલ્યા રાખતી હતી.
સુરતના બજારોમાં ફરતા હોય છે.રઘુ રૂપા અને સીમા અને મેહુલ.બધા ખૂબ વાતો કરે છે.ચારેયનું એક ગૃપ બની જાય છે. રૂપાનો બર્થડે ખૂબ સારી રીતે પસાર થઈ રહ્યો હોય છે.સાંજ પડી જાય એ પણ ખબર નહિ રહેતી.
બધા તાપી નદી ના કિનારે બેઠા હોય છે. મસ્ત વાતોનો માહોલ જામ્યો હોય છે.મેહુલ અને સીમા અમે અહી ચક્કર લગાવી છીએ.તમે વાતો કરો.એવું કહી એ લોકો પણ ચક્કર લગાવા જતા રહે છે.
રૂપા અને રઘુ એક જ બેન્ચ પર બેઠા હોય છે. એકદમ ઠંડો ઠંડો પવન આવતો હોય છે. વાતાવરણ એકદમ રોમેન્ટીક બની ગયું હોય છે. એકદમ રૂપા વાતોમાં તો રઘુ રૂપામાં ખોવાયેલો હોય છે.એના હોઠના એક એક શબ્દ પર રઘુ એનું મન હારી જાય છે.તો ક્યારેક એની ઝુલ્ફોમાં સંતાઈ જાય છે.રઘુ રૂપાની થોડી નજીક આવે છે.રૂપા અને રઘુની આંખ મળે છે.રઘુ પોતાના ખિસ્સામાં મુકેલી રીંગ લેવા જાય છે અને રઘુ રૂપાને કંઈપણ કહે એ પહેલાં જ રૂપાનો ફોન વાગે છે. રૂપા એકવાર તો ફોન કટ કરી દે છે. બન્નેની વાત ચાલુ થાય એ પહેલા પાછો રૂપાનો મોબાઈલ રણકે છે.
કોણ ફોન કરે છે રૂપા?કોનો કોલ છે રૂપા? રઘુ એ પૂછ્યું. અરે ઓફિસમાંથી કોલ આવે છે.ખબર નહિ યાર આજ તો રવિવાર છે. કોઈ ઓફિસે હશે પણ નહિ.
કંઈ કામ હશે વાત કરી લે. આપણે નિરાંતે વાત કરીશું. રૂપા ફોન ઉપાડે છે. ઓફિસમાંથી HR નો ફોન હોય છે.
રૂહ મેડમ ઓફિસમાં અર્જન્ટ કામ છે.તમે જે કામ કરતા હોય એ મૂકી જલદી ઓફિસ પહોંચો. અરે! હું બહાર છું.
HR એ કંઈ ના સાંભળ્યું અને ફોન કટ કરી દીધો.રઘુ મારા ઓફિસથી ફોન હતો.મારે urgent ઓફિસ જવું પડશે.તમે પણ
ચાલો મારી સાથે બધા. આપણે સાથે ડિનર લઈને જ છૂટા પડીશું. મારે ઓફિસ 5-10 minute નું જ કામ છે . જતીન sir પણ નથી એ અમદાવાદ ગયા છે. last Sunday થી એ નથી.એટલે મારે તો ઓફિસ જવું જ પડશે. બધાં રૂપા સાથે ગાડીમાં બેસી ઓફિસ જાય છે.
ક્રમશ: