નમસ્કાર મિત્રો!
રઘુ અને રૂપા(રૂહ) સાથે એક નવું પાત્ર જોડાઈ ગયું છે જતીન sir. જતીન રૂહ ને ગમી જાય એવો જ good looking અને handsome છોકરો છે. જોઈએ આપણે આગળ શું થાય છે.
જતીન sir એ રૂહના પ્રોજેક્ટ success માટે પાર્ટી યોજી હોય છે. અને રૂહ ને જતીન sir ડાંસ કરતા હોય છે. રૂહ બ્લેક ગાઉનમાં
એકદમ સોહામણી અને સુંદર દેખાતી હોય છે.
જતીનના મગજમાં રૂહ વસી જાય છે.અને રૂહ ના મન માં જતીન sir. ડાન્સ સાથે સાથે વાતો પણ ચાલતી હોય છે. જતીન flirting નો માસ્ટર હોય છે.wah રૂહ ખરેખર,તું એકદમ જ અલગ દેખાય છે આ outfit માં તારા પરથી મારી નજર જરા પણ ખસતી નથી. અને તારી આંખોની તો શું વાત કરું રૂહ. અરે!જતીન sir હવે તમે ફ્લર્ટિંગ નહિ કરો તો ચાલશે.હું તો તમને જોઈને જ પટી ગઇ છું.તો તું શું મારી ગર્લફ્રેન્ડ બનીશ?
આટલો અઘરો સવાલ sir? એક સીધી અને સિમ્પલ ભાષામાં તમને કહી દવ કે ભલે આટલી સરળતાથી હું પટી ગઇ પણ મને તમારી ગર્લફ્રેન્ડ બનવામાં બિલકુલ ઇંટ્રેસ્ટ નથી.જો તમે સિરિયસ હોય આ રિલેશનશીપમાં તો જ આપણે આગળ વધી નહિતર તમે બોસ અને હું તમારી કર્મચારી હમેશાં રહીશ. સીધી વાત કરવાની જ મારી આદત છે.રૂહ એ જતીનને કહ્યું.
જતીન કંઈપણ જવાબ આપે એ પહેલા જ ઓફિસના બીજા કર્મચારીઓ કેક કાપવા માટે રૂહ અને જતીનસરને બોલાવે છે.
જતીન sir એનોઉન્સ કરે છે આ પ્રોજેક્ટની સફળતાની પૂરી હકદાર રૂહ છે.એટલે રૂહ જ કેક કટ કરશે.રૂહ કેક કટ કરે છે.બધા કર્મચારીને આપે છે.જતીન સરને પોતાના હાથથી ખવડાવે છે.
જતીન મનમાં ને મન માં વિચારે છે કે આટલી confident છોકરી મે નથી જોઈ ક્યારેય.કેટલી સરળતાથી એ બધી વાત કહી જાય છે. ખરેખર, રૂહ જીવનસંગિની બનાવવા માટે યોગ્ય પાત્ર છે. મારે રૂહ ને લગ્ન માટે પ્રપોઝ કરી દેવું જોઈએ. રૂહમાં તો મારું ઘર અને ઓફિસ બન્ને સંભાળી શકે એવી કાબેલિયત છે.આમ પણ ઘરનો એક ને એક દિકરો હોવાથી મમ્મી - પપ્પા લગ્ન માટે force કરે છે.આ બધા વિચારો વચ્ચે જતીન ડ્રીંક લેવાનું ચાલુ કરે છે
પાર્ટી ચાલી રહી હોય છે.બધા એકબીજા સાથે ગપ્પા મારવામાં વ્યસ્ત છે. જતીન sir પણ ડ્રીંક કરતા કરતા બધા સાથે વાતો કરતા રહે છે.sir રૂહ ને ડ્રીંક માટે પૂછે છે .રૂહ ના પાડી દે છે કે હું પીતી નથી. રાતના ૧૦ વાગી ચુક્યા હોય છે. રૂહ જતીન સરને bye કહી ઘર self-drive કરી ઘેર જાય છે.
ઘરે પોતાના બેડરૂમમાં પહોંચતાની સાથે જ રૂહ સીમાને ભેટી જાય છે.સીમા એની નાની બહેન છે.સીમા આજ તો મારા પ્રોજેક્ટની success માં પાર્ટી રાખી હતી.અને જતીન sir તો ખૂબ જ સારા માણસ છે.મે ક્યારેય આટલો સારો બોસ નથી જોયો .જે બધું credit પ્રોજેક્ટ નું મને આપ્યું.કેક પણ મારા હાથે જ કટ કરાવી. યાર આજેતો મજા જ આવી ગઈ. અને મારા બોસ એ મને propose પણ કરી દીધું. સીમા અત્યાર સુધી તો બધું શાંતીથી સાંભળતી હતી.
આ વાત સાંભળતા એ ચોંકી ગઇ.એના મોં માંથી હેં! એવો ઉદગાર નીકળી પડયો.આટલું જલદી propose? તે શું જવાબ આપ્યો દીદી? અરે મે પણ કહી દીધું વાત વાતમાં કે હું girlfriend નહિ પણ પત્ની બનવા તૈયાર છું.
સીમા વધારે આશ્ચર્યથી રૂહ સામે જોવા લાગી.દીદી મને લાગે છે આ બધું ઝડપથી થઈ રહ્યું છે.તને નથી લાગતું દીદી?ખરેખર,તું જતીન ને પ્રેમ કરશ કે તારા ઇન્ડિયા બહાર જવાના સપના ને?
નક્કી કરીલે તું જતીન ને નહિ પણ એ ઓસ્ટ્રેલિયા છે એટલે તને વધારે interest ઓસ્ટ્રેલિયા જવામાં છે. દીદી તને ખબર છે અહી વધારે ટાઈમ રહીશ તો પપ્પા ઇન્ડિયામાં તારા લગ્ન કરાવી આપશે.
રૂહ એ વધારે રિસ્પોન્સ સીમાની વાતનો ના આપ્યો.તું જે વિચાર એ સીમ.બસ,આ વાતો કરતી કરતી બન્ને બહેનો ઊંઘી જાય છે.
આ બાજુ જતીન પણ એની હોટલમાં જ્યાં તેને stay કર્યો હોય ત્યાં જતો રહે છે.
બીજા દિવસે રવિવાર હોય છે.બન્ને બહેનો આરામથી ઉઠે છે. અરે!સીમા રવિવારની સવાર કેટલી સુંદર હોય છે.બન્ને બહેનો સાથે નાસ્તો કરે છે.રીટાબેન ગરમ નાસ્તો બનાવી આપે છે. મમ્મી હવે અમારું લંચ ના બનાવતી.
આ બાજુ રવિવારની બપોરે રઘુ પણ પોતાનું રોજિંદું કામ કાજ પતાવે છે. રોજની ભાગદોડમાં પરિવાર સાથે બપોરનું ભોજન લઈ શકાતું નથી. બધા સાથે રવિવારે સાથે મળીને ભોજન લે છે.
રઘુ ભોજન કરીને ટીવી જોવા બેસે છે ત્યાં એના મોબાઈલમાં રીંગ વાગે છે. એ call રૂહનો હોય છે. અરે રૂપા બોલ બોલ કેમ છે તને?
રૂપા નહિ હો રઘુ હવે તો રૂહ કે.ના, મારા માટે તો તું રૂપા જ રહીશ. તારા ફોટા જોયા કાલના congrats પ્રોજેક્ટની સફળતા માટે.
રૂહ જણાવે છે કે નેકસ્ટ sunday મારો birthday છે તને યાદ છે ને?
અરે!રૂપા હું ક્યારેય તારો બર્થડે ના ભૂલું મને યાદ જ છે
અને રૂપા રઘુને બર્થડે માં સુરત આવવાનું આમંત્રણ આપે છે.
રૂહ કહે છે.તે મને તિથલ ફેરવ્યું .હવે મારો વારો છે તને સુરત દેખાડવાનો. રઘુને Next સન્ડે સુરત આવવાનું આમંત્રણ આપે છે.
અને રઘુ આમંત્રણ સ્વીકારી લે છે.રઘુ મનમાં વિચારે છે હવે મારી રૂપાને એના birthday ના દિવસે જ મારા મન ની વાત જણાવી દઈસ.
યોગી