રૂદીયાની રાણી - 8 Dave Yogita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રૂદીયાની રાણી - 8

ભાગ -૮

સવાર સવારમાં આજે પોસ્ટમેન કાકા તમે? શું કોઈ કાગળ આવ્યો છે.મેહુલ અવાજ કરતો બહાર આવ્યો. કેમ છો કાકા? કોનો કાગળ છે.અરે ભાઈ આ રહ્યા મજામાં.આ તો કંકોત્રી છે.તમે જ જોઈ લો કોની છે.પોસ્ટમેન કાકા કંકોત્રી આપી જતા રહે છે.

મેહુલ કંકોત્રી વાંચે છે.જોવે તો રઘુને રૂપાના લગ્નનું આમંત્રણ આવ્યું હોય છે.હવે ભાઈ ના હાથમાં કંકોત્રી આવે નહિ એવું વિચારે છે.ભાઈ થોડો માંડ સેટ થયો છે.આ કંકોત્રી વાંચીને upset થઈ જશે.


રઘુ મેહુલ કોણ આવ્યું હતું. શું કામ હતું? મારો ઓર્ડર નથી આવ્યો ને?અવાજ તો પોસ્ટમેન કાકા જેવો લાગતો હતો.અરે કોઈ નહોતું ભાઈ.એમ જ શેરીના છોકરા હશે. તારા હાથમાં શું છે.મેહુલ કંકોત્રી છૂપાવવા ની કોશિશ કરે છે. પણ રઘુ મેહુલનાં હાથમાંથી કંકોત્રી લઈ લે છે.

રઘુ કંકોત્રી જોવે છે.એને સમજાય છે કે આ તો રુહના લગ્નની છે. કંકોત્રી વાંચતાની સાથે જ આખી ગઝલ કંકોત્રી યાદ આવી જાય છે.

એ કલ્પના હતી કે વિસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.
ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને

સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે.
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ.
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ.
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
સરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…
કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે

કંકોત્રી વાંચે ત્યાંજ રઘુનાં મોબાઈલ પર રૂપાનો કોલ આવી જાય છે.રઘુ તને કંકોત્રી મળી? તારે તો આવું જ પડશે.તું મારો ખાસ friend છે.રઘુ કંઈ જવાબ આપી શકતો નથી.હા પાડી ને ફોન કાપી દે છે.પહેલી વાર રઘુ એ રૂપાનો કોલ cut કર્યો હશે. એકપણ શબ્દ બોલ્યાં વગર રઘુ ત્યાંથી જતો રહે છે.મેહુલ પણ કંઈ બોલી શકતો નથી.

આ બાજુ રૂહના લગ્ન નજીક હોવાથી બધા સગા- સંબંધી આવી પહોંચે છે.રૂહના ઘરનમાં ખુશીનો માહોલ હોય છે.જતીન અને રૂહ પણ પોતાના એક એક function ની તૈયારી માં વ્યસ્ત થઈ જાય છે.

દિવસો પસાર થતા જાય છે.રૂહ અને જતિનના લગ્નનો દિવસ આવી જાય છે.

આ બાજુ રઘુ માટે પણ આજનો દિવસ ખાસ બની જાય છે.રઘુ એકદમ ગુમસુમ શેરીમાં બેઠો હોય છે.પોસ્ટમેન કાકા આવે છે.કેમ રઘુ ભાઈ આજ તમે નિશાળે નથી ગયા?તમારે શું કામ છે? એ બોલો ને કાકા રઘુ ચિડાય જાય છે.હું તો તમને Good News દેવા આવ્યો છું. અને તમે મારા પર જ ચિડાવ છો.તારે તો પેંડા ખવડાવવા પડે રઘૂડા. તારી સરકારી નોકરીનો ઓર્ડર લઈ આવ્યો છું. રધુના આંખમાંથી આંસુ વહી જાય છે. Thank You કાકા કહી પોસ્ટમેન ને ભેટી પડે છે.

આ બાજુ જતીન જાન જોડી રૂહને લેવા પહોંચી જાય છે. રૂહના રૂપનું તો હું શું વર્ણન કરું. રૂહ રૂપનું વર્ણન હું મારી ખુદની લખેલી નવવધૂ કવિતાની થોડી લાઈનથી જ કરવા માંગીશ.

નવવધૂ(દુલ્હન)

દુનિયાની સૌથી સુંદર કન્યા એટલે નવવધૂ
એના તેજ સામે તો આજે કુદરત પણ ઝાંખી પડે,

આજે રૂહનું રૂપ પણ ચંદ્રમા ની જેમ ચમકતું હતું. આજ થી એના નવા સફરની શરૂઆત થવાની હતી.રૂહની એક કન્યાથી લઈ
નવવધુ સુધીની સફર.


નવવધૂ ની સફર

પાનેતર થી લઈ ઘરચોળા સુધીની સફર
હાર થી લઇ વરમાળા સુધીની સફર,
બંગડી થી લઇ મીંઢોળ સુધીની સફર,
ટીલડી થી લઇ સિંદુર સુધીની સફર,
સેંડલ થી લઇ વાણી સુધીની સફર,
ઝાંજર થી લઇ પાયલ સુધીની સફર,
પેન થી લઇ હાથની મહેંદી સુધીની સફર,
પોતાના ઘરથી સ્વપ્નના મહેલ સુધીની સફર,
પપ્પાની પરીથી સાસરીની લક્ષ્મી સુધીની સફર
બાલસ્થ જીવન થી ગૃહસ્થ જીવન સુધીની સફર


આજથી રૂહ અને જતીન ના નવા સફરની શરૂઆત થવાની છે. બન્નેના મોં પર ગજબનો ઉત્સાહ દેખાય છે. રૂહના મોં પર ઓસ્ટ્રેલિયા જવાની ખુશી દેખાય છે.અને જતીન ના મગજમાં તો રૂહ રમતી જ હોય છે. બન્ને ના લગ્ન ધામધૂમથી સંપન્ન થાય છે.
રૂહ જતીન સાથે લગ્નના બંધન માં બંધાય જાય છે. રીટાબેન અને ભરતભાઈ ભારે હ્રદયે રૂહ વિદાય કરે છે. દિકરીના વિદાયનો પ્રસંગ જ એવો હોય છે.ભલ ભલો કઠણ કાળજા નો માનવી પણ રડી પડે છે.

અત્યારે તો રૂહ અમદાવાદ જવાની હોય છે .પણ બે દિવસ પછી જ રૂહ અને જતીન ઓસ્ટ્રેલિયા જવાના હોય છે.

ક્રમશ:

યોગી