પરવરિશ DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરવરિશ

//પરવરિશ//
 
‘‘જોઇ લેજો, હું એક દિવસ આ ઘર છોડીને જતી રહીશ, પછી તમને મારી ઘરમાં શું કિંમત છે તેનો ખ્યાલ આવશે.”
આમ બોલતી બોલતી ગૌરી પોતાના ઘરના કામ માટે બહાર નીકળી પડી.
ગૌરી આપેલ ચેતવણીની જેના માતા-પિતા કે ભાઇ બહેન પર કોઇ અસર પડી ન હતી. કેમ કે કે બધા જાણતા હતાં કે તે ઘર છોડીને જશે, તો જશે ક્યાં ? આવવું તો પડશે પરત.
ગૌરી રોજબરોજ આ રીતના મેણાટોણા તેના માતાપિતા ને આપતી રહેતી હતી. કે કંટાળી ગઇ હતી બધાનું કરી કરીને. હવે ક્યાં સુધી આવી રસ વગરની જીંદગી જીવતા રહેવાની. તે એમ ઇચ્છતી હતી કે તેની પોતાની પણ કંઇ જીંદગી છે ન, જેની ઘરમાં કોઇ કરતાં કોઇને ચિંતા નથી.
ગૌરી સિવાય ઘરમાં જેની બે બહેનો અને એક ભાઇ હતો. તેના પિતા કારખાનામાં મજૂરી કામ કરતાં હતાં, પરંતું  તેમના પગારની રકમ ઘર સુધી આવતી જ ન હતી. તેમની જુગાર-શરાબની કુટેવો તેમના પગારની રકમ ઘર સુધી પહોંચવા નહોતી દેતી.
ગૌરીએ તેની દસ વર્ષની ઉંમરમાં જ તેની માતા રાધા સાથે અન્ય ઘરોમાં ઝાડું-પોતા-વાસણ ઉટકવા જેવી કામગીરીમાં મદદ કરવાનું શરૂ કરેલ હતું. તેણી તેના ઘરમાં ખાવા બનાવાનું પણ બહુ જલ્દી શીખી ગયેલ હતી, કારણ તેણે જોયું હતું કે આ કામગીરીમાં પૈસા સારા મળે છે અને તેણે પછી તો બીજાના ઘરોમાં રસોઈ બનાવવાની કામગીરી પણ ચાલુ કરેલ હતી.
ધીમેધીમે ગૌરી બ્યુટી પાર્લર નો કોર્ષ પુરો કરી ફેસીયલ, મેકઅહ જેવા કામ પણ શીખીને તેની આવકમાં વધારો કરેલ હતો.  
            નાનપણથી ગૌરી લડાયક મિજાજ ધરાવતી હતી. તેની મા રાધા અભણ હતી, પરંતું તેના બાળકોને કે ભણાવા માંગતી હતી, તેટલા માટે તનતોડ મહેનત કરી બે પૈસા કમાતી હતી જેથી તેના બાળકો ભણી શકે.  
       રાધા બીલકુલ ભોળા સ્વભાવની અને હાથની બીલકુલ ચોખ્ખી તેના કામ સિવાય કંઇ પડી ન હતી, જેથી કે જેમની ઘરે કામ કરતી હતી કે બધા તેને માન સન્માન આપતાં વળી રાધાને ક્યારેય પૈસાની જરૂર પડે તો મેળવી શકતી હતી.
       સમય કોઇની રાહ ક્યારેય જોતો નથી કે મુજબ રાધાના બાળકો પણ જોત જોતામાં મોટા થતાં ગયા હતાં. ગૌરીએ ખાનગી કોલેજોમાં ઘરબેઠાં અભ્યાસ કરી બી.એ. ની ડીગ્રી પ્રાપ્ત કરેલ હતી. બેંગલોરના પરાં વિસ્તારમાં રહેતી પરંતુ તેણે અંગ્રેજી ભાષા પર સારો કાબૂ મેળવી લીધો હતો.
       ગૌરીની આજુબાજુ રહેતાં તેમજ તેણી અને તેની મા રાધા જયાં જયાં ખામ માટે છતાં હતાં તે બધા ગૌરી વખાણ કરતાં થાકતાં ન હતાં. બધાં કહેતાં કે ગૌરી ખરેખર બહુ હોશિયાર અને ચકોર છે તેણે તેની મા સાથે કામ કરી મદદરૂપ બની અને સારું ભણી પર ખરી.
            તેનાથી વિપરીત ગૌરીની બે બહેનોએ ગૌરીને કારણે ભણીગણી પરંતું તેમની મા ના કામમાં ક્યારેય મદદ કરી નહોતી, કારણ કે ભણી હતી એટલે તેમને તેનું અભિમાન હતું અને કે બંનેને તેમની મા કરતી હતી કે કામ કરવામાં નાનમ આવતી હતી, કે તો ઠીક કે બંને ઘરમાં પણ કોઇ કામ કરતી ન હતી. પુરો દિવસ ભણવાનું અને ટીવી જોવાનું તે જ તેમનું મુખ્ય કામ હતું.
       ગૌરી  બંનેની કંઇ કહેતી, કે બંને ઉંધો જવાબ આપી તેની બોલતી બંધ કરી દેતી હતી,રાધા પણ તે બંનેનું ઉપરાણું લેતી અને કહેતી, ગૌરી બંને હજુ નાની છે, તેમના રમવાના દિવસો છે.
       ગૌરીનો ભાઇ રોહિત કોલેજના બે વર્ષ કરી ભણવાનું છોડી દીધેલ હતું. આમેય તેનું ભણવામાં પહેલેથી ધ્યાન જ નહોતું, પરંતુ જેના સ્વપના બહું મોટા હતાં. મિત્રો દોસ્તદારો સાથે મોટરસાયકલ પર ફરવું અને રાત્રે પણ મોડા ઘરે આવવાનું અને બહેનો પર રૂઆબ કરવાનું તેને આવડી ગયું હતું.
       રાધા તેના એકના એક લાડકવાયા રોહિતની બધી જીદ પૂરી કરતી હતી, કારણ કે કાયમ તેની જીદ પૂરી કરવા ઘર છોડીને ચાલી જવાની ધમકી આપતો રહેતો તેને કારણે તેની મા રોહિતની જીદ આગળ નમતું જોખતી હતી.
       એક વખત રોહિત નવી મોટરસાયકલ ખરીદવાની જીદ લઈને બેઠો,કે રાધાએ તે કામ કરતી હતી તેમને ત્યાંથી થોડી થોડી રકમ કરજ લઇને તેની જીદ પૂરી કરી. સરકારી કચેરીમાં ઉંચા પદ પર કામ કરતાં કોઇ અધિકારીને ત્યાં રાધા અને ગૌરી કામ કરતી હતી, જેમને કહીને બીજા શહેરમાં રોહિતને નોકરી પર રખાવેલ હતો, જેનાથી કે કામ પણ કરશે અને ગામના મિત્રોથી દૂર રહેશે કે કામ કરવામાં તેનું મન પણ લાગશે. તેને માટે પૈસાની જરૂર પડી તો રાધાએ તેના કાનના સોનાના ઝુમ્મર ગીરવે મુકીને નાંણાની વ્યવસ્થા કરી આપેલ હતી.
       એક દિવસ રોહિત કેવી સારી નોકરી છોડીને કયાંક જતો રહ્યો. આખું કુટુંબ તેની આ પ્રકારની વર્તણુકથી પરેશાન થયેલ હતું.
       કેટલાંક મહિના પછી ખબર પડી કે રોહિત કોઇ છોકરી સાથે લગ્ન કરીને આ શહેરમાં રહેતો હતો. છોકરી કોઇ બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી.
       રાધા-ગૌરીને આ પાંચ જાણીને બહુજ દુ:ખ થયું હતું. બંનેએ રોહિતના પોતાનું ભવિષ્ય બનાવવા માટે કેટકેટલીય તકલીફો સહન કરી હતી અને એક છોકરીના ચકકરમાં તેણે તેના ભવિષ્યને અંધકારમય બનાવી દીધું હતું.
       રોહિત એક જ શહેરમાં હોવાને પરિણામે કે શું કરે છે જેના સમાચાર રોજબરોજ મળતાં રહેતાં હતાં. રાધા ગમે કે રીતે તેને નોકરી ધંધે વળગાડવાનો પ્રયત્ન કરતી રહેતી, થોડા સમયમાં નોકરી છોડી દેજો અને ઘરે બેસી જતો, પોતાની મા પાસે જીદ કરી રૂપિયા પડાવતો રહેતો, મા પણ દીકરાની જીદ આગળ દીકરાના પ્રેમમાં ભૂલીને કે કહે કેમ કરતી રહેતી હતી.
       હવે ગૌરીને તેની મા રાધાનું રોહિત પ્રત્યે આ મુજબ કરવાની રીતથી નારાજ થતી રહેતી હતી. તે આ બધું જોઈ વેઠીને કંટાળી ગઇ હતી. આ બધા સામે વિરોધ કરવાનું તેણે ચાલુ કરેલ હતું. નાનપણથી ગૌરીએ ભાઇ અને બહેનો માટે બધુ કરી છુટેલ છે, પરંતુ રાધાને તેમની ચિંતા જ કોરી ખાતી હતી. ત્યાં સુધી કે ગૌરી તેના પિતાને પણ કંઇ કહે કે, રાધા તેને ધમકાવતી કે તે તારા પિતા છે તેમની બાબતમાં તારાથી આમ ખોટું ના બોલાય.
            ગૌરી ગુસ્સામાં કહેતી, ‘‘કેવા પિતા..? શું બાળકોને જન્મ આપવાથી પિતા કહેવાય ? જો જેઓ અમારું ભરણપોષણ નથી કરી શકતા, કે તેમને બાળકોને જન્મ આપવાનો હકક કોણે આપ્યો..?”
       ગૌરીને જોકે ખરેખર તેની માતા માટે બહુ લાગણી હતી, પરંતુ જેમ ઉંમર થતી ગઇ તેમ સમજમાં આવવા લાગ્યું હતું કે તેની પરિસ્થિતિ માટે તે ખુદ જવાબદાર છે.
       સવારની નીકળેલ ગૌરી સાંજે ઘરે આવતી, કે જુએ કે તેની બંને બહેનો ઘરમાં ટીવી જોતી બેસી રહેલ હોય, મા ખાવાનું બનાવતી હોય, ઘસવાના વાસણોનો મોટો ઢગલો પડ્યો હોય, આ સમયે તેને બહુ ગુસ્સો આવ્યો હતો. પરંતુ તેને ખબર હતી કે કોઇને પણ કહેવાથી કાંઇ પરિણામ આવવાનું નથી, જેથી ગુસ્સો મનમાં ને મનમાં રાખી તેનું કામ કરતી.
       ગૌરીએ પાછળથી બી.એ.ડ. નો અભ્યાસ પણ પુરો કરેલ હતો જેને કારણે તેને એક શાળામાં નોકરી મળેલ હતી, પરંતુ તેના શાળા વગરના સમયમાં તેની મા ને બીજા ઘરોના કામમાં મદદ કરવાનો સીલસીલો ચાલુ રાખેલ હતો. શાળામાંથી તેને છે પગારની રકમ મળતી હતી તે પુરી રકમ તેની મા ને આપતી હતી,બીજાના ઘરે કામ કરતી હતી તે મળતી રકમ તેણી તેને પાસે રાખતી હતી.
            જોત જોતામાં ગૌરી આજકાલ કરતાં. સત્તાવીસ વર્ષની વયે પહોંચી હતી, પરંતું તેના લગ્નની કોઇને ચિંતા ન હતી. જેને કારણે ગૌરીએ પોતાના ભાવિનું વિચારવાનું શરૂ કરેલ હતું અને મનમાં ને મનમાં ઘર છોડવાનો વિચાર કરવા લાગી હતી. પરંતુ ઘરમાં તેની આ બાબતમાં કોઇ વિચારતું ન હતું, કારણ બધા એમ વિચારતા કે ગૌરી ભલે બોલે પણ કે તેમ કરશે નહીં. પરંતુ વાત ખરેખર એમ નહોતી. ગૌરી આમ કહી ઘરમાં બધાને કંઇ કરવા કહેવા મથતી હતી પરંતુ ઘરમાં તેના કહેવાનો અર્થ સરતો ન હતો.
       ગૌરી હવે ઘરમાં વાત વાતમાં ઘર છોડવાની વાત કહેવાનું શરૂ કરેલ હતું. આમ છતાં ઘરના સભ્યો તેની વાત કાને લેતા ન હતાં.
       ગૌરીએ પોતાના મનમાં તેની શાળામાં સ્ટાફ મેમ્બર માટે બનાવવામાં આવેલ ક્વાર્ટરમાં રહેવાની યોજના બનાવી અને એક દિવસ ખરેખર સાચેજ પોતે ઘર છોડીને જઇ રહેલ છે કેવી ચીઠ્ઠી લખીને ચુપચાપ ચાલી નીકળી.
       રાધાએ ગૌરીની ચબરખી તેની દીકરી પાસે વંચાવી તેને બહુ દુ:ખ થયું, બધા ગૌરીના પગલાંથી અચંબિત થઈ ગયા હતા. રાધાને હવે લાગેલ કે ગૌરીના કમાણી વગર હવે ઘર કેમ ચાલશે. રાધા કે વિચારોના વમળોમાં બરાબર અટવાઈ ગઇ હતી.  
       એકાદ અઠવાડિયું ગયેલ હતું, પરંતુ ગૌરી ઘરે આવેલ ન હતી. તેને ઘણી વખત ફોન કરેલ પરંતુ તેણે ફોન પણ ઉપાડેલ ન હતો. છેવટે કંટાળીને રાધા તેની દીકરીને લઇને ગૌરીની સ્કુલમાં પહોંચી ગઇ.
       રાધાના કહેવા પર શાળાનો ચોકીદાર ગૌરીને બોલાવા ગયો. થોડા સમયમાં ગૌરી આવી ગઇ. તેને જોઇને બંને જણા તેને સામે દોડીને વળગી પડ્યા, પરંતુ ગૌરીએ તેમને તેના હાથે રોકી લીધાં.
       રાધા ગૌરીને કાંઇ કહે કે પહેલાં જ ગૌરીએ કહ્યું, ‘‘મને ખબર છે, તમને બધાને મારી નહીં, પરંતું મારા પૈસાની જરૂરિયાત છે. હું એ ઘરમાંત્યારે પગ મુકીશ, જયારે કે ઘરમાં મારા પૈસાની નહીં પણ મારી કિંમત થશે. તમારા બધાના મારા જેવા જ બે હાથ છે, તેથી મારી જેમ તમે બધા મહેનત કરીને પોત પોતાનો ખર્ચો કાઢી શકો છો. ત્યારે કમને ખબર પડશે કે પૈસો કેટલી મહેનત કરીને મેળવી શકાય છે.
       ‘‘હવે મારી જોડેકોઇપણ પ્રકારની આશા કે અપેઅપેક્ષા રાખશો નહીં. હવે હું ફક્ત મારા માટે જીવવા માંગું છું. મને ક્યારેય બીજી વખત મળવાનો પ્રયત્ન ન કરશો.” આટલું બોલીને ગૌરી ત્યાંથી ચાલી નીકળી.
       પોતાની દીકરીની આ પ્રકારની વાત સાંભળીને રાધા હેરાનપરેશાન થઇ ગઇ. ગૌરીના આ પ્રકારના વતઁનની તો કોઇએ ક્યારેય અપેઅપેક્ષા રાખી ન હતી. તેને યાદ આવ્યું, જયારે ડોક્ટરે રાધાને કેન્સર અંગે શક હોવાની વાત કરી હતી, ત્યારે ગૌરી લપાઇ છુપાઇને આંસું સારતી હતી. તેની સાથે તે હોસ્પિટલમાં પણ આવતી હતી, પરંતુ જ્યારે ડોક્ટર નો શક ખોટો ઠરેલ ત્યારે પણ ગૌરી આનંદીત થયેલ કે સમયે પણ તેની આંખોમાંથી હર્ષના આંસું વહી પડ્યા હતાં. તેવી ગૌરી આટલી નિષ્ઠુર કેવી રીતે થઇ શકે ? રાધાતો જ્યાં ઉભી હતી ત્યાંજ માથું પકડી થોડો સમય તો બેસી ગઇ.
       રાધાએ પોતાના બધા બાળકોને નાનપણથી જ મહેનત કરવાનું શીખવાડ્યું હોત અને પૈસાની કિંમત અને જરૂરત શું છે કે સમજાવ્યું હોત તો, આજે ગૌરીને ઘર છોડવાનો સવાલ ન આવ્યો અને જે અચાનક મુસીબતો આવી ગયેલ તે ન બનત.
       પોતાના પતિ અને પુત્રના પ્રેમે નકારાત્મક બનાવી દીધેલ હતા, જેને કારણે પતિ કે પુત્રએ ક્યારેય ઘરની જવાબદારી સમજી પણ નહીં અને સ્વીકારી પણ નહીં તેની સજા આજે રાધા ભોગવી રહેલ હતી. બંનેને મફતના પૈસે એશોઆરામ કરવાની આદત પડી ગઈ હતી. જેને કારણે બંને કુટુંબ માટે બોજારૂપ બની ગયા હતા.
       રાધાને ગૌરીના ઘરમાંથી ચાલ્યા જવાથી પોતાની કરેલ ભૂલનો ખ્યાલ આવેલ હતો, પરંતુ હવે કહેવા કરવાથી કંઇ થાય એમ નહોતું. રાધાને હવે નવી રીતરસમથી ઘરનો ખર્ચો કરવાની જવાબદારી આવી હતી, તેણે અગાઉ તે જે ઘરમાં કામ કરતી હતી ત્યાંથી ઉછીના લીધેલા રકમમાંથી કપાઇને તેને દરમાસે રકમ આવતી જેને કારણે ઘર ખર્ચ ચલાવવામાં તકલીફ પડતી હતી.
       પતિ અને પુત્ર પર જો કોઇ પ્રકારની આશા રાખવા જેવું હતુ નહીં, ગૌરીની એક બહેને કયાંક દુકાનમાં નોકરી મેળવી હતી અને બીજી દીકરીએ અભ્યાસની સાથે તેની મા ને બીજા ઘરોમાં કામકાજ માટે મદદ કરવાનું ચાલુ કરેલ હતું, તો પણ બાળકોના ખર્ચમાં કાપકૂપ કરવો પડતો હતો. જેને કારણે બંને બહેનોનુ ચિડિયાપણું વધી ગયું હતું.
       ગૌરીને સ્વભાવ અને તેના કામ પ્રત્યેની સંપુર્ણ વફાદારીના કારણે તેની સાથે કામ કરતાં એક શિક્ષકે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. ગૌરીએ પણ તેનો પ્રસ્તાવ સ્વીકારેલ હતો. બંનેએ તેમની રીતે સાદાઇથી આર્ય સમાજ પદ્ધતિથી લગ્ન પણ કર્યાં. લગ્ન પછી ગૌરીએ ઘર અને શાળા બંનેની જવાબદારી પુરા ઉમંગભેર સંભાળીને બધાના મનને જીતી લીધા હતાં અને તેનો નવો સુખી જીવનસંસાર દાંપત્યજીવનના સ્વરૂપે શરૂ કરેલ હતો.
       ગૌરીએ જે પગલું લીધું, જેનું પરિણામ એ આવ્યું તેનું દાંપત્યજીવન શરૂ કરી શકી તેના પોતાના જીવનમાં ખુશીઓની લહેર લાવી શકી. ઘરના બીજા બધાને ઘરમાં ફરજીયાત ખામ કરવાની જરૂરત ખબર પડી.
       થોડો સમય પસાર થતાં ગૌરીને મા ને જેના લગની ખબર પડતાં તેણે તેની બીજી દીકરીઓ અને પતિ-પુત્રને સાથે લઇ તેને સમજાવી તેના ઘરે બોલાવી બધું ભૂલી જવા અને ઘરે આવવા જણાવ્યું. રાધાએ અને બહેનોએ બધાએ સાથે ભેગા થઈને ગૌરીને ઘરેથી માનભેરની વિદાય તેના પતિની સાથે આપી. એક કુટુંબ છે વેરવિખેર થઇ ગયેલ હતું તે એક નારી પોતાના કડવા વેણથી ઘરને નંદનવન જેવું બનાવી શકી.