આફત કે અવસર DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આફત કે અવસર

આફત કે અવસર
 
અચાનક સવારે સ્વીટુ ની સ્કૂલેથી ફોન આવ્યો....સ્કૂલની ફી લોકડાઉનને કારણે પચીસ ટકા માફ કરવામાં આવે છે. બાકી નીકળતી રકમ તાત્કાલિક ભરી દેવા વિનંતી.વાર્ષિક ફી ૫૦,૦૦૦/- તેના ૨૫ ટકા ૧૨,૫૦૦/- ઝડપથી ગણતરી લગાવી. હું સવારે શાંતિથી બાલ્કનીમાં બેઠો હતો. ત્યાં સ્વીટુ એ બુમ મારી પપ્પા નાસ્તો તૈયાર થઈ ગયો છે. હું ઉભો થઇ ડાઇનિંગ ટેબલ ઉપર આવ્યો. ટેબલ ઉપર પડેલ ન્યૂઝ પેપર ઉપર મારી નજર કરી. કોરોનાનો આંતક. મોતના આંકડા, વિવિધ ટેલિફોનિક બેસણાની જાહેરાત શુભ સમાચાર કહી શકાય તેવા  કોઈ સમાચાર કોઈ ખૂણા ઉપર દેખાતા ન હતા.
મેં પેપરને ઉથલાવ્યું. તો લખ્યું હતું કોરોનાને કારણે લાખો લોકોની નોકરી જતી રહી નાના ધંધા રોજગાર કરનારની સ્થિતિ દયાજનક મેં કોર્નર ઉપર પધરાવેલ ભગવાન શ્રી ક્રિષ્નની મૂર્તિ સામે જોયું,અને કહ્યું આટલી વિકટ પરિસ્થિતિમાં પણ હજુ મારી નોકરી અને મારો પરિવાર સલામત છે. પ્રભુ તારો આભાર માનું તેટલો ઓછો છે. મેં છાપું બાજુ ઉપર મૂક્યું. કાવ્યા પણ ખુરશી ઉપર ગોઠવાઈ ગઈ. સ્વીટુ ધીરે થી બોલ્યો પપ્પા મને અંકલ બહુ યાદ આવે છે. મેં કહ્યું કયા અંકલ ? સ્વીટુ ભીની આંખે બોલ્યો ..પપ્પા ભૂલી ગયા ને મને સ્કૂલે મુકવા અને ઘરે થી લેવા આવતા એ કાંનજી અંકલ. મેં કીધું કેમ. બેટા અચાનક પપ્પા મહિનામાં બે વખત એ અમુલ પાર્લર ઉપર વાન ઉભી રાખી અમને ચોકલેટ કે આઈસ્ક્રીમ ખવરાવતા. એક વખત તો.મેં કીધું અંકલ બહુ ભૂખ લાગી છે. તો મને તેમણે પિઝા ખવરાવ્યો હતો. વેકેશન પડવાનું હોય ત્યારે અમને બધાને પાર્ટી પણ કરાવતા.
હું પણ કાનજી ભાઈને યાદ કરવા લાગ્યો. આખું શહેર ચોમાસામાં પાણી પાણી હોય, વરસાદ રોકાવાનું નામ લેતો ન હતો. કોઈ જગ્યાએ પાંચ ફૂટ તો કોઈ જગ્યા ત્રણ ફૂટ પાણી ભરાયેલા હોય. સ્કૂલે ગયેલા બાળકોને ઘરેથી તેડવા જવાય તેવી સ્થતિ પણ કોઈની ન હતી.લોકો પોતાના બાળકોની ચિતા કરતા હતા. એ દિવસે કાનજીભાઈ મોબાઈલ પણ ઉપાડતા ન હતા. સ્કૂલે ફોન કર્યો તો કહે બાળકો વાનમાં જતા રહ્યા.
ચિંતાથી અમે ઘરના દરવાજા પાસે ઉભા હતા ત્યાં કાનજી ભાઈ સ્વીટુને પોતાના ખભા ઉપર બેસાડી દૂર દૂર થી ખભા સુધી પાણીમાં ધીરે ધીરે ચાલતા આવતા મેં જોયા. અમારા ચહેરા ઉપર આનંદ દેખાણો. કાનજી ભાઈએ સ્વીટુને નીચે ઉતારી હાથ જોડી કહ્યું. સાહેબ તમારું બાળક સહી સલામત છે..
મેં કાનજી ભાઈ નો હાથ જોડી ખૂબ આભાર માન્યો. ગરમ ચા નાસ્તો કરી જવા મેં આગ્રહ કર્યો. પણ એ બોલ્યા ના સાહેબ હજુ બે બાળકો વાનમાં બેઠા છે તેને મારે ઘરે પહોચાડવાના છે. આ અમારી ફરજમાં આવે. હું કાનજીભાઈને દૂર સુધી જતા જોતો રહ્યો. પછી સ્વીટુને ભેટી પડ્યો. સ્વીટુ બોલ્યો પપ્પા કયા વિચારમાં પડી ગયા ?
કંઈ નહિ બેટા, મારો.મોબાઈલ ટેબલ ઉપરથી આપ. સ્વીટુ ઉભો થયો અને મોબાઈલ મને આપ્યો. મેં મોબાઈલ લગાવ્યો. સ્વીટુ અને કાવ્યા જોતા રહ્યા. કાનજીભાઈએ મોબાઈલ ઉઠાવ્યો.
બોલો સાહેબ ઘણા સમયે. હા..તમે સ્વીટુને ઘણા દિવસથીં સ્કૂલે લઈ જવા આવતા કેમ નથી ? અરે સાહેબ તમે ક્યાં ગરીબ વ્યક્તિની મજાક કરો છો ?
મેં કહ્યું તમે અને તમારો પરિવાર બધા કેમ છે? બધા મજામાં છીયે સાહેબ.
તમે અત્યારે શુ કરો છો ? મેં પૂછ્યું સાહેબ...લોકડાઉન દેશને કરાય ઘરને થોડા તાળા મરાય. પાણીની બોટલો ઘરે ઘરે આપવા જાઉં છું.
આજે તમે ઘરે આવી શકશો ?
કેમ અચાનક સાહેબ ?
બસ સ્વીટુને તમારી યાદ આવી છે. સાહેબ અમને પણ બાળકોના કલબલાટ વગર ગમતું નથી. સારું ચાલો આજે મળવા આવું છું.મોબાઈલ બંધ કરી મેં સ્વીટુ સામે જોયું. સ્વીટુની આંખો ભીની હતી. કાવ્યા પણ મારી આંખોની ભાષા સમજી ગઈ હતી. મેં કહ્યું કાવ્યા કાનજીભાઈને દર મહિને સ્કૂલ વાનના કેટલા રૂપિયા આપણે આપતા હતા ? એક હજાર રૂપિયા. કાવ્યા બોલી. મેં કહ્યું કાવ્યા આજે સવારે સ્વીટુની સ્કૂલ માંથી ફોન હતો પચીસ ટકા ફી માફ કરી. આપણા આકસ્મિક ૧૨,૫૦૦/- બચી ગયા.  બીજું આ વખતે કોરોનાને કારણે આપણે દ્વારકા પણ નથી ગયા. જે આખા વર્ષના લાલાના નામે ભેગી કરેલ રકમ પણ ૧૦,૦૦૦/- જેવી થાય છે. આ બધી રકમ એકત્ર કરીયે તો ૨૫,૦૦૦/-રૂપિયા થાય છે. જે હું કાનજી ભાઈને આપવા માંગુ છું. આ કાનજી કે દ્વારકા નો કાનજી એક જ કહેવાય ને ?
કાવ્યા અને સ્વીટુના ચહેરા ઉપર આનંદ હતો.કાવ્યા બોલી એ વરસાદનો દિવસ હું કેમ ભુલી શકું. સ્વીટુને ખભે બેસાડી પોતાની જવાબદારી અદા કરી. બીજી કોઈ પણ મદદ થતી હોય તો પણ કરો. મને આનંદ થશે.થોડી વાર પછી કાનજી ભાઈ આવ્યા. આંખે કાળા કુંડાળા. માથાના વાળ વધી ગયા હતા મેં કીધું કાનજીભાઈ શું થઈ ગયું તમને, કાનજી ભાઈ બોલ્યા સાહેબ, આ કોરોના એ નાના માણસ ના સ્વપ્નાં તોડી નાખ્યા.
સ્વીટુ પણ દોડી તેમની નજીક બેસી ગયો. કાનજીભાઈ કહે, બેટા, મારી પાસે નહિ તારા પપ્પા પાસે બેસ અને કોઈ મહેમાન આવે તો, તારે માસ્ક પહેરી લેવાનું અને મહેમાને ન પહેર્યું હોય તો કહેવાનું, માસ્ક પહેરો
સ્વીટુ સામે જોઈ કાનજીભાઈ બોલ્યા બેટા સ્કૂલ યાદ આવે છે..? આટલું પૂછ્યું ત્યાં તો સ્વીટુ ની આંખોમાંથી પાણી આવવા લાગ્યા.કાનજીભાઈ આજ સવારથી સ્વીટુ ઢીલો છે. તમારા આઈસ્ક્રીમ ચોકલેટ યાદ કરતો હતો. કાનજીભાઈ બાળકો તો લાગણી જોવે ત્યાં દોડે.
હું ઉભો થયો અને કાનજીભાઈના હાથમાં બંધ કવર મૂક્યું અને કહ્યું કાનજીભાઈ તમારા બે વર્ષના સ્કૂલવાનના ૧૦૦૦/- લેખે રૂપિયા ૨૫,૦૦૦/- કવરમાં મુક્યા છે.
અરે સાહેબ, આ માટે તમે મને બોલાવ્યો હતો...?
અરે....યાર અમારા ઘરે કાનજી ક્યાંથી....મેં હસતા હસતા વાતને નોર્મલ કરી...લોકડાઉનમાં કાનજીના મંદિર બંધ થઈ ગયા....માનવતાના મંદિર ખોલો, એવું ભગવાન કહે છે. અમારા બધાની આંખો એક સાથે ભીની હતી. કાનજીભાઈ બોલ્યા સાહેબ, અણીના સમયે તમારી મદદ મળી છે. આજે સવારે જ હું હિંમત હારી ગયો હતો સમીરભાઈ. ભગવાનને હાથ જોડી પ્રાર્થના કરી હતી હે ભગવાન આ પરિસ્થતિમાંથી બહાર કાઢ. હવે લાંબો સમય મારાથી સહન નહિ થાય.
સમીરભાઈ ભગવાન પ્રત્યક્ષ મદદ કરવા આવે તેવા નસીબ આપણા હોતા નથી પણ કોઈ માધ્યમથી મુંઝવણમાં હોય ત્યારે જરૂર મોકલે છે. ભગવાન તમારા દિલમાં બેસી ગયો.
અરે કાનજી ભાઈ આ કોઈ એવી મોટી મદદ નથી. હવે મારી વાત સાંભળો. મારી કાર ચલાવનાર રઘુ કોરોનાને કારણે છ મહિનાથી ભાગી ગયો છે. નથી ફોન ઉપાડતો નથી કે ફોન કરતો પણ નથી. તો એમ કરો સ્કૂલ ખુલે નહિ ત્યાં સુધી તમે મારી કાર ચલાવજો. પગાર તો તમારો મારી કંપની આપવાની છે.તમારો ખરાબ સમય હમણાં પસાર થઈ જશે. ચિતા ન કરો.
કાનજી ભાઈ હાથ જોડી ઉભા થયા અને બોલ્યા. બસ આવી થોડી થોડી માનવતા દરેક વ્યક્તિ બતાવે તો આવા અનેક કોરોના સામે આપણો દેશ લડી શકે. પણ અત્યારે આફતમાં અવસર સમજી જતા હોય છે. આવી  આફતમાં ટેકો કરનારા પ્રથમ મેં તમને જોયા છે.
સાહેબ મારા અંતરથીં આશીર્વાદ આ સ્વીટુ બહુ મોટો સાહેબ બને. મેં સ્વીટુ સામે જોઈ અને કહ્યું  બસ બેટા હવે રોજ તને મળવા કાનજીભાઈ આવશે.
ખૂબ ખૂબ આભાર સાહેબ, મંદિર તો અત્યારે બંધ છે પણ હું મંદિરના પગથિયાં ચઢ્યો હોવું  એટલો આનંદ મને આજે થયો.કાનજીભાઈ વાત સાચી. મંદિર બંધ છે પણ કાનજી બહાર ફરે છે. અને દરેક ઉપર નજર રાખે છે.
આવી કપરી પિસ્થિતિમાં પણ જે લોકો રાજકરણ રમતાં હોય છે. લોકોની તકલીફોને સમજવાને બદલે આફતને  અવસર સમજી લોકોને લૂંટેલ જેમને પરમાત્મા સદ્દબુદ્ધિ આપે.