પરિશ્રમ DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરિશ્રમ

-: પરિશ્રમ :-

DIPAK CHTINIS (dchitnis3@gmail.com)

……………………………………………………………………………………………………………

આપણા સમાજમાં બે પ્રકારના લોકો રહેતા હોય છે એક નસીબના ભરોસે બેસી રહેનારા અને બીજા કર્મના સહારે જીવન વીતાવનારા. આજે આપણે સમાજમાં જોઈએ છીએ કે ખરાબ કર્મો કરનારા વૈભવી જીવન જીવી રહ્યા હોય છે જયારે સારા કર્મો કરનારનું જીવન તકલીફો અને મુશ્કેલીઓ ભરેલું હોય છે. ત્યારે મનમાં ઈશ્વરના હોવાપણા વિષે પણ આપણને શંકા જાગવા લાગે છે. પરંતુ ઈશ્વરમાં રાખેલી સાચી શ્રદ્ધા અને પોતાના સારા કર્મોનું ફળ એક દિવસ જરૂર મળે જ છે એ આશાએ આપણે જીવન વિતાવતા હોઈએ છે.

ઇતિહાસમાં સારા કર્મોના ફળ મળ્યાના અનેક ઉદાહરણો મળે છે તો ખરાબ કર્મોના જે દુષ્પરિણામ આવે છે એ પણ કયાંય છુપુ રહેતું નથી. કોઇ ખરાબ વ્યક્તિને જ્યારે કંઇક મોટું નુકશાન થાય છે ત્યાર આપણે તરત બોલી ઉઠીએ છે કે, ‘‘કરેલા કર્મોનું તેને ફળ મળ્યું.’’ અને ત્યારે તે સમયે પરમાત્મા પ્રત્યે આપણા કર્મો પ્રત્યેની આપણી ઇચ્છાશક્તિ વધુ મજબૂત બનતી હોય છે.

જે લોકો કર્મના સહારે જીવન વિતાવે છે તેનું જીવન સંઘર્ષોથી ભરેલું હોય છે પરંતુ ઈશ્વર તેને ક્યાંય અટકવા નથી દેતો, તેમનામાં એક એવી ઉર્જા ભરે છે જેના દ્વારા તે પોતાના કર્મોને મજબૂત કરી શકે. ભાગ્યના સહારે બેસી રહેનારો માણસ દુઃખી અને નિરાશ જ રહે છે કારણ કે તેને પોતાના હાથના કર્મોમાં વિશ્વાસ નથી હોતો, તે ભાગ્યના સહારે જ બેસી રહે છે પરંતુ એ ભૂલી જાય છે કર્મ અને ભાગ્ય એક ગાડાના બે પૈડાં જેવા છે એક વગર બીજું સાવ નિરર્થક જ છે. ભગવાન કૃષ્ણએ ગીતાસારમાં પણ કહ્યું છે "કર્મ કરતો જા, ફળની આશા ના રાખીશ" માટે હંમેશા કર્મ કરતા રહેવા જોઈએ તો ભાગ્ય આપોઆપ સાથ આપે જ છે.કર્મ અને ભાગ્યને સમજવા માટે એક પૌરાણિક વાર્તા પણ છે જેમાં નારદ મુનિ ભગવાન વિષ્ણુને હાલની પરિસ્થિતિનું વર્ણન કરતા કહે છે કે:

કર્મ અને ભાગ્ય નસીબને સમજવા સારુ એક પૌરાણિક કથા છે જેમાં નાર મુનિ ભગવાન વિષ્ણુને હાલનીની પરિસ્થિતિનું વર્ણન કરતા કહે છે.

"પ્રભુ! આપનો પ્રભાવ હવે પૃથ્વી પરથી સમાપ્ત થવા લાગ્યો છે. જે લોકો ધર્મ અને નૈતિકના રસ્તા ઉપર ચાલી રહ્યા છે તેમનું અહિત થઈ રહ્યું છે અને જે લોકો પાપ કરે છે તેમનું ભલું થઇ રહ્યું છે"ત્યારે ભગવાન વિષ્ણુએ હસીને જવાબ આપે છે:

"એવું નથી દેવર્ષિ, જે પણ કઈ થઇ રહ્યું છે તે નસીબના આધારે જ થઇ રહ્યું છે."

નારદમુનિને પ્રભુની વાતથી સંતોષ થયો નહિ અને તેમને આગળ કહ્યું:

"પ્રભુ, હું તો મારી નજરે જોઈને આવ્યો છું કે ધર્મના રસ્તા ઉપર ચાલવા વાળા લોકો તકલીફો ભોગવી રહ્યા છે અને અધર્મના રસ્તા ઉપર ચાલવા વાળને સારા ફળ મળી રહ્યા છે."નારદમુનિના મનને સંતોષ કરાવવા માટે ભગવાને કહ્યું કે:

"મુનિવર, કોઈ એવી ઘટના જણાવો જેનાથી તમને આ અસંતોષ થયો છે."

નારદમુનિએ શ્રી હરિ સમક્ષ નમન કરીને કહ્યું:

"પ્રભુ, હું હમણાં જ એક જંગલમાંથી પસાર થઈને આવ્યો અને ત્યાં મેં જોયું તો એક ગાય કાદવમાં ફસાઈ ગઈ હતી ત્યાં તેને બચાવવા વાળું કોઈ હતું નહિ અને એવામાં જ એક ચોર ચોંરી કરીને ત્યાંથી ભાગતો ભાગતો પસાર થઇ રહ્યો હતો. તેને પણ એ ગાયને કાદવમાં ફસાયેલી જોઈ તેને આગળ જવા માટે પણ એ કાદવવાળો જ રસ્તો પસાર કરવાનો હતો પરંતુ તેને ગાયને બચાવવાનું વિચાર્યા વગર જ એ ગાય ઉપર પગ મૂકી કાદવ પાર કરી આગળ નીકળી ગયો. આગળ જતા તેને એક સોના મહોર ભરેલો થેલો મળ્યો. થોડી જ વારમાં એ જગ્યા ઉપરથી એક વૃદ્ધ સાધુ પસાર થઇ રહ્યા હતા તેમને અથાગ પ્રયત્નો કરી અને ગાયને એ કાદવમાંથી બહાર કાઢી પરંતુ એ વૃદ્ધ સાધુ આગળ જતાં ખાડામાં પડી ગયા. તો પ્રભુ હવે તમે જ જણાવો આમાં લાભ કોને થયો? પાપ કરવા વાળા ને? કે પુણ્ય કરવા વાળને?"નારદમુનિની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું:

"મુનિવર, જે થયું છે એ બરાબર જ થયું છે. તે ચોરનું અને સાધુનું નસીબ પહેલાથી જ લખાયેલું હતું. ચોરના નસીબમાં પહેલાથી જ સોનાનો એક મહેલ હતો પરંતુ તેને જે પાપ કર્યું તેની સજાના ભાગરૂપે તેને માત્ર સોનામહોર ભરેલી એક થેલી જ હાથમાં આવી, અને જે સાધુએ ગાયને બચાવી છે તેમનું એ સમયે મૃત્યુ લખાયેલું હતું પરંતુ તેમને જે પુણ્યુનું કામ કર્યું તેના બદલામાં તેઓ માત્ર ખાડામાં જ પડ્યા અને તેમનું આયુષ્ય વધી ગયું."આ પ્રસંગ પરથી ખ્યાલ આવી શકે કે કરેલ સારા કર્મોનું ફળ યોગ્ય સમયે પરમાત્મા દ્વારા પ્રાપ્ત થતું જ હોય છે.

એક અત્યંત હાલની વર્તમાન પરિસ્થિતિને અનુરુપ સત્ય હકિકત જે હાલની ચાલીરહેલ પ્રવર્તમાન ૨૧મી સદીમાં પણ તેટલી જ લાગુ પડ છે.

એક ભાજી-પાઉંવાળો હતો. જયારે પણ ભાજી-પાઉં ખાવા જાઓ ત્યારે એમ લાગતું કે એ આપણી જ રાહ જોઈ રહ્યો છે. દરેક વિષય પર એને વાત કરવામાં મજા આવતી. ઘણીવાર એને કીધું કે ભાઈ મોડું થઇ જાય છે જલ્દી ભાજીપાઉંની પ્લેટ બનાવી આપો ને પણ એની વાતો ખતમ જ થતી નહિ.

એકવાર અચાનક જ કર્મ અને ભાગ્ય પર વાત શરૂ થઇ. નસીબ અને પ્રયત્નની વાત સાંભળીને મેં વિચાર્યું કે ચાલો આજે એની ફિલોસોફી જોઈએ. મેં એક સવાલ પૂછ્યો.

મારો સવાલ હતો કે માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબ થી?અને એના જવાબ એ મારા મગજ ના તમામ જાળા સાફ કરી નાખ્યા. એ કહેવા લાગ્યો કે તમારું કોઈક બેન્કમાં લોકર તો હશે જ? એની ચાવીઓ જ આ સવાલનો જવાબ છે. દરેક લોકરની બે ચાવીઓ હોય છે.એક ચાવી તમારી પાસે હોય છે અને એક મેનેજર પાસે. તમારી પાસે જે ચાવી છે એ પરિશ્રમ અને મેનેજર પાસે છે એ નસીબ. જ્યાં સુધી બન્ને ચાવી નાં લાગે ત્યાં સુધી તાળું ખુલી શકે નહિ. આનો મતલબ તમે કર્મયોગી પુરૂષ છો અને મેનેજર ભગવાન.

તમારે તમારી ચાવી પણ લગાવતા રહેવું જોઈએ. ખબર નહિ ઉપર વાળો ક્યારે પોતાની ચાવી લગાવી દે. ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્યવળી ચાવી લગાવતો હોય અને આપણે પરિશ્રમ વાળી ના લગાવી શકીએ અને તાળું ખોલવાનું રહી જાય.

આ જ છે સત્ય કર્મ અને ભાગ્ય નું સુંદર અર્થઘટન છે.

——————————————————————————————————————————-

Dipak Chitnis

dchitnis3@gmail.com (DMC)