A babal of belching books and stories free download online pdf in Gujarati

ઓડકાર ની બબાલ


જતીન ભટ્ટ (નિજ) રચિત એક ખડ ખડ હસાવતી હાસ્ય રચના:

ઓડકાર ની બબાલ

ન્યુઝીલેન્ડ માં ગાયો ભાંભરે ત્યારે જે મોંઢા વાટે થી જે ગેસ છોડે છે તેના લીધે મિથેન નામનો વાયુ વાતાવરણ માં ભળે છે અને વાતાવરણ પ્રદૂષિત કરે છે એટલે ત્યાંની સરકાર ' ઓડકાર ટેક્સ :નાખવા જઇ રહેલી છે:
એક સમાચાર...

વાંચી ગોટ્યા ના મગજ એક વિચાર આવ્યો કે સરકાર આવો ટેક્સ આપણા ભારત ની પબ્લિક પર નાખે તો કેટલી બધી ઇન્કમ થાય?
એટલે ગોટ્યા એ એક પ્રપોઝલ તૈયાર કરી ઉચ્ચ ઓથોરિટી ને મોક્લી આપી,
ઓથોરિટી ને રસ પડ્યો એટલે એણે ગોટ્યા ને વળતો મેઈલ કર્યો કે આઈડિયા સરસ છે, તમે અમને લેખિત માં ટેક્સ કેવી રીતે લઈ શકાય એના આઈડિયા મોક્લી આપો અને એના લીધે બીજી કઈ કઈ અસર થાય એ પણ સરવે કરીને મોકલો ...
એટલે ગોટ્યા એ આઈડિયા મોક્લી આપ્યા;
પહેલા તો ઓડકાર કાઉન્ટ મશીન ની શોધ કરીએ, મશીન તૈયાર થાય ત્યાં સુધી સર્વે કરનાર માણસો દરેક ખુમચા પર , દરેક હોટેલ ની બહાર જોવા મળે અને સપોઝ કે કોઈ એ પાણી પૂરી ખાઈને કે પંજાબી કે કોઈ પણ ફુડ ખાઈને કેટલા ઓડકાર ખાધા તે કાઉન્ટ કરશે અને ત્યાંજ મેમો આપી દેશે ...
થોડા વખત માં મશીન શોધાઈ જશે પછી ,...
(આ જે ઓડકાર કાઉન્ટ મશીન આવશે એ શરૂઆત માં ઓડકાર અને
' બીજા અવાજો ' વચ્ચે તફાવત સમજી નહીં શકે એટલે એને વારે વારે અપગ્રેડ કરવું પડશે...)

દરેક ઘરના ડ્રોઈંગ રૂમ અને રસોડા માં ઓડકાર કાઉન્ટ મશીન લાગી જશે જે કોમ્પ્યુટરાઈઝડ હશે અને મેઈન સર્વર સાથે કનેક્ટેડ હશે l ...

દરેક ચેક પોસ્ટ પર બ્રેથ એનાલાઈઝર હોય એવી જ રીતે ઓડકાર કાઉન્ટ મશીન પણ રાખવા પડશે...

સોડા શોપ પર પણ મશીનો મૂકેલા હશ...

દરેક હોટેલ માં, પબ માં પણ મશીન મૂકેલા હશે...

દરેક ચાર રસ્તા પર સીસીટીવી ની બાજુમાં જ મશીનો મૂકેલા હશે જે દરેક માણસોના ઓડકાર ની ગણતરી કરશે, ..

અચ્છા, સીસીટીવી ની બાજુમાં એટલા માટે કે કોઈ ઓડકાર ખાય અને એને બતાવવું ના હોય તો એ મોંઢું ફુલાવી ને ઓડકાર ખાઈ લેશે (ટ્રાય કરી જોજો), જો એણે મોંઢું ફૂલાવ્યું મીન્સ કે એણે ઓડકાર ખાધો એવું સમજવાનું, એટલે એવા લોકો કેમેરા માં ઝડપાઈ જશે ...

અચ્છા, ભવિષ્ય માં નાના ઓડકાર માટે ઓછો એટલે કે ખાલી
' ઓ......' આટલો જ અવાજ આવે તો ઓછો ટેક્સ અને
' ઓ...... હિયા ' જેવા લાંબા ઓડકાર માટે વધારે ટેક્સ લઈ શકાય...

અમુક જણ તો જ્યારે જ્યારે રસ્તા પર ઓડકાર આવે ત્યારે વાંકા વળી ને ખાઈ લેશે (ઓડકાર ભાઈ!...) તો એને માટે નીચેના ભાગે (એટલે રસ્તાના નીચેના ભાગે યાર) પણ મશીનો ગોઠવી શકાય ...

હવે સંભવ છે કે ટેકસ આવે એટલે એનાથી બચવાના રસ્તા પણ આવે જેમ કે...
બજાર માં અને વોટ્સએપ યુનિવર્સિટી, યુ ટ્યુબ, ફેસબૂક, ઇન્સ્ટા રિલ પર વગર મોઢું ખોલે કેવી રીતે ઓડકાર ખાવા એ માટે ની બુકો ,ટ્યુશન અને વિડિયો કે રિલ ચાલુ થઈ જશે...

ફાર્મા કંપની ઓ ખાધા પછી ઓડકાર ના આવે એવી દવાઓ શોધશે....

દવાખાના ઓડકાર વાળા દર્દીઓથી ઉભરાઇ જશે (એટલે દવાખાના માં તો રૂમે રૂમે મશીનો જોઈશે)...

હવે લોકો માં અવરનેસ માટે અને વધારે ટેક્સ આવે એને માટે શું કરી શકાય:

સરકારે ફૂડ બિઝનેસ ને વધારે માં વધારે પ્રોત્સાહન આપવું જોઈએ...

ઓનલાઇન પેમેન્ટ થઈ શકે એવી પણ સગવડ થઈ શકે.,.

લોકો ઉત્સાહ થી ટેક્સ ભરે એને માટે અમુક સંખ્યાના ઓડકાર પર અમુક ઓડકાર ફ્રી એવી પણ સ્કીમો લાવી શકાય...

હવે,આપણા આ ગોટ્યા એ પ્રપોઝલ તો મોક્લી આપી છે ,જુઓ હવે સરકાર આગળ શું એક્શન લે છે ત્યાં સુધી 'ઓહિયા...' કરે રાખો...

તા. ક: ફોર્મ માં આવી ગયેલા ગોટ્યા એ નસકોરા અને બીજા વિચિત્ર અવાજ ઉપર પણ ટેક્સ નાખવાની પ્રપોઝલ મોક્લી આપી છે,...

હવે સરકાર ટેકસ ની સાથે સાથે જીએસટી, વેટ પણ વસુલસે તો?
સાલુ શું કરીશું, આ તો ટેન્શન વધતું જ જાય છે...
રાહ જુઓ, બીજું તો શું થઈ શકે આપણાથી....
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
94268 61995

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED