TRUE LOVE - 3 Dodiya Harsh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

TRUE LOVE - 3

1- કોઈ એક પુસ્તક જે દેખાવે અતિ સુંદર છે. તેના પૃષ્ઠ સજાવેલા છે, બહારથી આવરણ ખૂબ સુંદર દેખાય છે. પણ શું આ પુસ્તક આ પુસ્તક સત્યમાં અદ્ભુત કેવાને પાત્ર છે?
એમાં જે લખ્યું હશે એ સત્ય છે?
પ્રેરણાદાયી છે?
કઈ રીતે આ વાતનો નિર્ણય લેવો?
હવે આપણને વિચાર આવે કે પુસ્તકની સુંદરતા જોઇ ને એની ગુણવતા કઈ રીતના જણાવી?
એના માટે એ પુસ્તકનું વાંચન કરવું પડે, એને સમજવું પડે, સમય દેવો પડે. એક કેવી આશ્વર્યની વાત છે કે કોઈ પુસ્તકના વિષયમાં આપણે આ બધી વાતો જાણીએ છીએ, પણ કોઈ વ્યક્તિ માટે આપણા મનમાં આ વાતો નથી આવતી. વ્યક્તિનું મૂલ્યાંકન એની કોઈ વસ્તુથી, એના શારીરિક રૂપથી કે એની સુંદરતાથી ન થાય. એના માટે તમારે એ વ્યક્તિને સમજવો પડે, એને સમય આપવો પડે. પણ આપણે શું કરીએ.... પહેરવેશ, રંગ, સુંદરતા જોઈને આકર્ષિત થઈ જઈએ અને એને પ્રેમ સમજી લઈએ છીએ. પછી આવતા દિવસોમાં કોઈને કોઈ એવું કહે કે એનો પ્રેમ સફળ ન થયો, એને દગો મળ્યો. પણ એમાં દોષ બીજા કોઈનો નય પણ તમારા ખુદનો છે. તમે એ વ્યક્તિને સમય ના આપ્યો, તમે એ વ્યક્તિના વિચાર ન બદલ્યા, એ વ્યક્તિને સમજ્યો નય, એમાં દોષ બીજા કોઈનો નય પણ તમારા ખુદનો છે. પ્રેમ બે ક્ષણમાં પાકવા વાળો પકવાન નથી. એનો સ્વાદ ચાખવા માટે તમારે આખા જીવનનો સમય આપવો પડે. તો સમય આપો ખુદના પ્રેમને. એકબીજા ના રૂપથી નય આત્માથી જોડાવ. કારણ કે પ્રેમ તનથી ન થાય. મન અને આત્મા - વ્યક્તિના મનને સમજો અને એ વ્યક્તિના તનથી નય પણ આત્મા હારે પ્રેમ કરો.....

🙏 ....રાધે....રાધે.... 🙏

2 - આપણે આપણા દાદા દાદી કે ઘરડા પાસેથી હંમેશા સાંભળતા આવીએ છીએ કે આ સંસાર દુઃખ નો સાગર છે. અને ઈશ્વર ભક્તિ એ આ દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો છે.એકદમ સાચી વાત છે. પણ વિચારો આ સંસાર દુઃખ નો સાગર હોય તો શું નિયતિ આપણને અહીં જન્મ લેવા દેય? શું ભગવાન અહીંયા અવતાર લેત?
જ્યારે કોઈ સમસ્યા ઉપર આપણો વશ ન રહે તો આપણે આરોપ લગાડીએ આ સંસાર ઉપર, અહીંયા ના લોકો પર. એવું વિચારીએ કે હું અહીંયા આવ્યો જ ન હોત તો.
એક ખેડૂત નકામી જમીન પર ખૂબ પરિશ્રમ કરીને એ ધરતી ને લહેરાતા ખેતર માં પરિવર્તિત કરી દેય.
એક દરજી જેની પાસે એક સામાન્ય કપડું હોય એને સુંદર વસ્ત્ર માં પરિવર્તિત કરી દેય છે.
પરિશ્રમ કરતા રહો. એ મહત્વુર્ણ નથી કે આપણે આ સંસારમાં આવ્યા શા માટે, એ મહત્વુર્ણ નથી કે આપણે અહીંયા કઈ રીતે આવ્યા. જો કાઈ મહત્વુર્ણ છે તો એ કે જ્યારે તમે ગયા ત્યારે તમે આ સંસાર ને કેવું મૂકીને ગયા, કેવું આપીને ગયા. એ વિચારીને જીવન જીવો કે જે કોઈના માટે નર્ક છે એ એના માટે સ્વર્ગ બનાવી દઇએ. જો કોઈનું નર્ક આપણે સ્વર્ગ બનાવી દઈશું તો આપણું જીવન અને આપણો સંસાર બંને ધન્ય થઈ જશે.
કોઈનું નર્ક સ્વર્ગ બનાવવું હોય તો "પ્રેમથી" બનાવો, એના જીવન માં પ્રેમ ભરી દયો. કારણ કે પ્રેમથી બાંધેલો સંબંધ જીવનભર સાથ નિભાવે છે.
"અને આમ પણ કોઈપણ વ્યક્તિને ક્યારેય ધનથી ધન્ય ન કરી શકાય."

🙏 .... રાધે....રાધે.... 🙏

પ્રેમ શું શિખવે આપણને કે બે પ્રેમીઓ પોતાના પુરા અસ્તિત્વની હારે એક એક ક્ષણ એક બીજા હારે વિતાવે, ભવિષ્યની ચિંતા કર્યા વગર અને આશા અને અકાંક્ષાથી દુર રહીને એક બીજા ને સમજે.

🙏 ....રાધે....રાધે.... 🙏

રેટ કરો અને રિવ્યુ આપો

Dodia Anirudhdha

Dodia Anirudhdha 5 માસ પહેલા

Dodiya Harsh

Dodiya Harsh 5 માસ પહેલા

Rajvir sinh Parmar

Rajvir sinh Parmar 5 માસ પહેલા

શેયર કરો