1 - આપણને મળવા માટે ઘણા લોકો આવતા હોય છે એમાં આપણે કોઇને આપણો સમય આપીએ તો કોઈ વ્યક્તિનો તિરસ્કાર કરીએ. પણ તિરસ્કાર ક્યારેય ન કરવો જોઈએ. કોઈ વ્યક્તિને તમારી પાસે આવવાના ત્રણ મુખ્ય કારણ હોય છે. "ભાવ, અભાવ, પ્રભાવ"
ભાવ :- જો કોઈ વ્યક્તિ તમારી પાસે પ્રેમ ભાવથી આવે તો એને પ્રેમ આપો, સન્માન આપો.
અભાવ :- જો કોઈ વ્યક્તિ તમારી પાસે અભાવમાં આવે તો એની જરૂરિયાત સમજો, એની મદદ કરો. અને
પ્રભાવ :- જો કોઈ વ્યક્તિ તમારી પાસે પ્રભાવના કારણે આવે તો એને પણ પૂરતું સન્માન આપો અને સ્વયંને ભાગ્યશાળી સમજો કે કોઈ આપણા પ્રભાવમાં છે.
પણ તિરસ્કાર ક્યારેય નય કરવાનો. કારણ કે તિરસ્કાર જન્મ આપે છે હતાશાને, અને હતાશા એ કોઇને પણ તમારો શત્રુ બનાવી દેય છે. એટલા માટે પ્રેમથી રહો બધા જોડે. કોઈપણ વ્યક્તિનો તિરસ્કાર ન કરો. અને જીવન માં પ્રેમ નો હર્ષ માણતા રહો.....
🙏 ....રાધે....રાધે.... 🙏
2 - મિત્રતાનો મતલબ શું? આ પ્રેમનો મતલબ શું? હવે આવું પૂછવા વાળને શું કહેવું. કારણ કે આ તો આવો પ્રશ્ન થયો કે અનર્થ નો અર્થ શું થાય? જ્યારે કોઈ અનર્થ થઈ જ ગયું તો પછી એનો અર્થ શું હોય? કાઈ પણ નય. એજ પ્રમાણે એ મિત્રતા શું જેમાં તમારો કોઈ મતલબ હોય. એ પ્રેમ શું જેમાં તમારો કોઈ સ્વાર્થ હોય. આ બેય ભાવ એવા છે જેમાં તમારે કાઈ જોઈતું ન હોય. બસ દેવાનું હોય છે. તમારો સમય, તમારી ભાવનાઓ, તમારું સુખ. કંઇક માગવા માટે કરશો તો એ મિત્રતા કેવી, કાઈ પામવા માટે કરશો એ પ્રેમ કેવો. આમ પણ જોયું જાય તો જે પ્રેમ કરે છે એને કાઈ પ્રાપ્ત કરવાની જરૂર નથી. જેની પાસે અઢી અક્ષર વાળો આ પ્રેમ શબ્દ હોય એની પાસે આ સંસારનો બધાથી મોટો કોષ (ભંડોળ) છે. તો આ કોષને વધારો. પ્રેમ કરો કાઇપણ પામવાની ઇચ્છાથી નય,કોઈ પણ જાતનો સ્વાર્થ રાખીને નય. ની:સ્વાર્થ પ્રેમ કરતા રહો.
🙏 ....રાધે....રાધે.... 🙏
3 -. "વિશ્વાસ"
પ્રત્યેક સંબંઘની નીવ વિશ્વાસ છે. હવે પ્રશ્ન એ થાય કે વિશ્વાસ કોના પર કરવો જોઈએ? એ સમજવા માટે એક દોરીનું ઉદાહરણ લઈએ. બાંધવામાં કામ આવતી દોરીને કઈ રીતે ગુંઠવામાં આવે છે? પ્રત્યેક દોરીમાં ત્રણ ધાગા હોય છે. જેને એક બીજા વચ્ચે ગુંથાવામાં આવે છે. બસ વિશ્વાસની હારે પણ એવું જ હોય. તમે એની હારે વિશ્વાસ બાંધો જે તમારા જીવન ના આ ત્રણ ધાગા જાણે છે, સમજે છે, તેને ઓળખી શકે.
1 :- તમારી smile પાછળની પીડા.
2 :- તમારા ક્રોધ પાછળનો પ્રેમ. અને
3 :-. તમારા મૌન પાછળ સંતાયેલી શબ્દની જ્વાળામુખી, તમારી વિવશતા.
જે વ્યક્તિ તમારા જીવનના આ ત્રણ ધાગા, આ ત્રણ વાતો જાણે છે એની હારે વિશ્વાસનો બંધન બાંધો. એની મદદથી જીવનની મોટા માં મોટી મુશ્કેલી પણ પાર કરી શકો.
કોઈ પણ હારે સંબંઘ બનાવો તો વિશ્વાસ રાખો અને પ્રેમ કરો....
🙏 ....રાધે....રાધે.... 🙏
4 - એક દિવસ મને મારા મિત્રએ પૂછ્યું કે પ્રેમની સરખામણી કોની હારે કરી શકાય? મે એને કહ્યું કે weight instrument ( વજન માપવાનું સાધન ) પર એક બાજુ પૃથી અને એક બાજુ પ્રેમ રાખી દે તો પ્રેમનો ભાર પૃથ્વી ન ઉપાડી શકે. કેવાનો મતલબ કે પ્રેમની સરખામણી કોઈ સાથે ન થઈ શકે.
🙏....રાધે....રાધે....🙏
"જ્યાં સતા નથી, સ્વાર્થ નથી, માલિકી નથી, કોઈપણ પ્રકારનો અધિકાર નથી, પ્રાપ્ત કરવાનો મોહ નથી, - it is called true love"