TRUE LOVE - 1 Dodiya Harsh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

TRUE LOVE - 1

પ્રસ્તાવના.....

TRUE LOVE .... કોને કહેવાય સાચો પ્રેમ? "જેમાં ની: સ્વાર્થ પણું હોય, જે વિકારો થી મુક્ત હોય, જેમાં એક પણ
પ્રકાર નું બંધન ના હોય,જે શુદ્ધ હોય."
તો આશા છે કે મારી આગળની વાતોથી મારા પ્રિય વાચકમિત્રો ને પ્રેમ વિશે થોડું જણાવી શકું. મારી આ નાની-નાની વાતો ક્યો કે વાર્તા એ વાંચવા માટે વિનંતી કરુ છુ.

JAY SHREE RADHAKRISHNA
❤️... 🙏🙏🙏... ❤️


TRUE LOVE -1

પ્રતિદિન સૂર્ય ઉગવાની સાથે જ જાગી ઉઠે છે કાંઈક નવી કહાની, કાંઈક નવા સંઘર્ષ, કાંઈક નવી ઈચ્છાઓ, કાંઈક નવી યાત્રાઓ. પણ બધી કહાની પુરી નથી થતી, બધા સંઘર્ષ જીતી શકાતા નથી, બધી ઈચ્છાઓ પ્રાપ્ત થતી નથી અને કાંઈક યાત્રા રહી જાય છે અધૂરી. શા માટે? હવે કોઈ કહેશે કે પ્રયાસ અધૂરો રહ્યો, કોઈ માનશે કે સંકલ્પ દૃઢ ન હતો, કોઈ ક્રોધ કરશે તો કોઈ આ અસફળતા નો ભાર એના પોતાના ભાગ્ય પર નાખી દેશે. પણ આ બધા નું કારણ માત્ર એક તત્વની ઉણપ. ઉણપ છે અઢી-અક્ષર ની, ઉણપ છે પ્રેમની.
પ્રેમ જો ન તો શાસ્ત્રોની પરિભાષામાં મળે, ન તો શસ્ત્રોના બળથી મળે, ન તો પાતાળની ગહેરાઈમાં, ન તો આકાશના તારામાં. તો આ પ્રેમ છે ક્યાં? કેમ પ્રાપ્ત થાય પ્રેમ? શું છે માર્ગ પ્રેમને પ્રાપ્ત કરવાનો?આશા છે કે આગળની બધી વાતો થી તમને પ્રેમ વિશે જણાવી શકી.
પ્રેમ
પ્રેમ નું નામ આવતા જ આજે આપણે એક નાયક અને નાયિકા નું મન માં ચિત્રણ કરી લઇએ છીએ. પણ એના વિશે ખોટું વિચારવું,ખોટું બોલવું એને કલંકિત કરવા.શું આ આપણે સાચું કરીએ છીએ? શું આવું કરવું જોઈએ? કોઈ નાં વિશે કંઈ પણ જાણ્યા વગર એના પર આરોપ લગાડવો એ સારી વાત છે? ના. કારણ અઢી અક્ષર નો આ શબ્દ પ્રેમ છે જ એટલો મહાન.
"પ્રેમ" પ્રેમ ન તો કોઈ સંબંધ છે ન તો કોઈ બંધન છે. એ ખુદ માં જ એક ભાવ છે ભક્તિ છે.
"પ્રેમ" જે વિકારો થી મુક્ત છે .
"પ્રેમ" જેમાં ની:સ્વાર્થ પણું છે .
"પ્રેમ" જેમાં ભય, મોહ ,ક્રોધ, ઇર્ષા,અભિમાન , લોભ , લાલચ આ એક પણ વિકાર નથી.
વિષ્ણુ ભગવાનનો આઠમો અવતાર એટલે ભગવાન શ્રી કૃષ્ણ.શું કામ ભગવાન વિષ્ણુ એ શ્રી કૃષ્ણનો અવતાર લીધો? આ સંસાર માં પ્રેમ અને ધર્મની સ્થાપના કરવા માટે. જે પ્રેમ સ્વયં ભગવાને ધરતી પર આવીને સમજાવ્યો, પ્રેમની પરિભાષા શું હોય એ સમજાવ્યું, અને આજે આપણે એજ પ્રેમ વિશે ખોટા વિચારો કરીએ, એનેજ કલંકિત કરીએ.અનો અર્થ એવો કે આપને ભગવાન કરતા મોટા આવી ગયા. શું કામ આજે માણસ પ્રેમ ની ભાષા સમજતો નથી, એને સ્વીકારતો નથી. પ્રેમ નું નામ આવતા જ વિકારોથી ભરેલી વાતો કરવા લાગે. કોઈ પણ છોકરો કે છોકરી એક બીજા જોડે પ્રેમ કરે તો આજે આપણે એને શું કામ ખરાબ દ્રષ્ટિકોણથી જોઈએ. અને પ્રેમ માત્ર છોકરા અને છોકરી વચ્ચે જ થઈ શકે? ક્યાં દ્રષ્ટિકોણથી જોવું એ આપણા હાથમાં છે તો પછી આપણે બીજા સામે સુ કામ ખરાબ દ્રષ્ટિકોણથી જોવું, શું કામ કોઈનું ખોટું વિચારવું. તો પ્રેમને સમજો એના પર ખોટા આરોપ ના લગાડો, ખોટા લાંછન ના લગાડો. કારણ કે પ્રેમ શબ્દ ની પરિભાષા ભગવાન શ્રી રાધાકૃષ્ણ એ સમજાવી છે. આજે શું કામ આપને આ ફિલ્મ ના પ્રેમને જોઈને એના જેવા થવા ની ટ્રાય કરીએ છીએ.આપણા રાધાકૃષ્ણ ક્યાં નથી? એ પ્રેમને જુવો, એ પ્રેમને સમજો.
Forget Romeo and Juliet
Heer and Ranja
I want Love like Radhakrishnan.
તો પ્રેમને સમજો માત્ર છોકરા છોકરી નો પ્રેમ નય પણ પોતાના માતા-પિતા, ભાઈ, બહેન , મિત્ર, સંબધીઓ, જન્મ ભૂમિ, દેશ પ્રત્યેના પ્રેમને સમજો.

🙏 ....રાધે.... રાધે.... 🙏