ઋણાનુબંધ - ભાગ-9 M. Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ અને મિત્રતા - ભાગ 2

    (પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને...

  • સ્વપ્ન્સમ - ભાગ 2

    ગત. અંકથી શરુ......અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં...

  • Dear Love - 3

    એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી...

  • લવ યુ યાર - ભાગ 74

    રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડ...

  • સોલમેટસ - 7

    અદિતિના મૃત્યુનો આજે તેરમો દિવસ હતો. પરિવારજનો વિધિ પતાવી અન...

શ્રેણી
શેયર કરો

ઋણાનુબંધ - ભાગ-9

ઋણાનુબંધ ભાગ - ૯
.

છેવટે અમારો મેળાપ થવાનો હતો.

છેલ્લે અમે મળ્યા એને આઠેક મહિના થઈ ગયા હતા પણ તેની સાથે ગાળેલી પત્યેક પળ વહેલી સવારની ઝાંકળની જેમ તાજી હતી. ઉપરથી શાંત દેખાતી પ્રિયા અંતરનાં પેટાળમાં ઘણુ ધરબીને બેઠી હતી. તેના મોહક સ્મિત સાથે વિરોધાભાસ સર્જતી ગંભીર કોરી કથ્થઈ આંખો મારી નજર સમક્ષ તરવરી ઉઠી. એ છોકરીને લીધે જ તો મારી માં મને મળી હતી. મારે એને ગળે મળવું હતું, બથ ભરીને રડવું હતું. આભાર માનવો હતો એનો. આ આઠેક મહિનામાં ઘણુ બધુ બની ગયું હતું. આ બધામાં એ ક્યાં હતી? એની સાથે શું થયું હતું? એ કયાં ચાલી ગઈ હતી? ઘણુ બધુ પુછવું હતું, ઘણું કહેવું હતું. ઘણા પ્રશ્નોના જવાબ મેળવવા હતા. ઘણી હકીકત જાણવાની હતી.

છેવટે તેણે આપેલા એડ્રેસ પર અમે પહોંચ્યા. આકાશ પણ મારી સાથે હતો. મેં એકલા જવાનું જ વિચાર્યું હતું પણ આકાશ હજુ મને એકલી છોડવા તૈયાર નહોતો.

એડ્રેસ મુંબઈની બહારની એક હોસ્પિટલનું હતું. શું થયું હશે? બિમાર થઈ હશે? મારા મગજમાં વિચારો ચાલી રહ્યા હતા. રિસેપ્શન કાઉન્ટર પર જઇને પ્રિયા રાજવંશ નામની પેશન્ટ વિષે પુછ્યું. “સોરી મેમ પ્રિયા રાજવંશ નામનુ કોઈ પેશન્ટ અમારે ત્યાં નથી.” ત્યાં બેઠેલી છોકરીએ રજીસ્ટર તપાસીને કહ્યુ.

એડ્રેસ તો આ જ હોસ્પિટલનું છેઆકાશ એડ્રેસ ચેક કરી બોલ્યો.

મને સ્ટ્રાઇક થઈ પ્રિયા પટેલ નામ જુઓનેરિસેપ્શનિસ્ટને મે કહ્યુ.

યસ મેમ, પ્રિયા પટેલ રૂમ નંબર છ. લેફ્ટ સાઈડમાં ત્રીજો રૂમએણે પેસેજ તરફ ઈશારો કરીને કહ્યું.

પ્રિયા… “ મે દરવાજો નોક કરીને ધીમેથી સાદ પાડ્યો.

અરે આવને અવની દરવાજો ખુલ્લો જ છેપ્રિયા મારો અવાજ ઓળખીને બોલી.

રૂમનો દરવાજો એમ જ આડો કરેલો હતો. અમે અંદર ગયાં. પ્રિયા બેઠી થઈ.

હું પ્રિયાની ખબર પુછુ એ પહેલાં જ મારી નજર પ્રિયાની બાજુમાં સૂતેલા નાનકડા બચ્ચા પર ગઈ. મને સુખદ આશ્ચર્ય થયું. નાની શી આંગપ્ળીઓની મુઠ્ઠીઓ વાળેલી હતી. ગુલાબી ગાલ, ધારદાર નાક, લાલ ચટ્ટક પાતળા હોઠ, ગોરો રંગ, કાળા જથ્થાદાર વાળ. નાના નાના હાથ પગ. એને જોતા જ મને હેત ઉભરાઇ આવ્યું. પ્રિયાની એકદમ કોપી જ હોય એવું લાગતું હતું. “દિકરી આવી પરમ દિવસે” પ્રિયા બોલી.

પ્રિયાનુ બધુ વ્યવસ્થિત ચાલતું હતું એ જોઇને મને સંતોષ થયો.

“આ આકાશ, મારો હસબંડ” મે ઓળખાણ કરાવી.

“ખૂબ સાંભળ્યુ છે તારા વિષે” આકાશ બોલ્યો. પ્રિયાએ મીઠી સ્માઈલ કરી.

“તારો ફોન આવ્યો પછી મે વિચારેલું કે ઘણું બધું પુછીશ તને, ઘણું બધું સાંભળીશ તારૂં. મારે ઘણું બધું કહેવું પણ છે તને, ઘણા પ્રશ્નોના જવાબો જોઇએ છે પણ હવે અત્યારે એના માટે સમય યોગ્ય નથી. અત્યારે તુ આરામ કર બાકી વાતો માટે તો જીંદગી પડી છે” મેં કહ્યું.

“યોગ્ય સમય... “ પ્રિયા મારો હાથ પકડીને બોલી “યોગ્ય સમયની રાહ જોવામાં મેં મારા જીવનની કિંમતી ક્ષણો વેડફી નાખી પણ એ યોગ્ય સમય કદી આવ્યો જ નહી. અત્યારે જ બોલવું છે મારે, ખૂબ બધુ કહેવાનું છે, મન મોકળું કરવું છે મારે. મારે કંઇ માગવુ પણ છે તારી પાસેથી.“

અરે બોલ ને પ્રિયા શું જોઈએ છે? મારું બધુ તારુ છેહું ગળગળા સાદે બોલી.

તું બેસ મારી પાસે” પ્રિયાએ એની બાજુમાં જગા કરી.

હું એની બાજુમાં બેઠી.

“તમે લોકો વાતો કરો, હું છું બહાર” આકાશ બહાર જવા ઉભો થયો.

“આકાશને રોકતા પ્રિયા બોલી “તમે પણ અહીં જ બેસો. ખાનગી રાખવખ જેવું હવે કંઈ બચ્યુ જ નથી મારી પાસે, કારણ કે જે છે એને મેં સ્વીકારી લીધું છે.”

હું એનો હાથ થપથપાવીને સાંત્વના આપતી રહી. પ્રિયાએ બોલવાનું શરૂ કર્યું : “નાનો એવો પરિવાર હતો અમારો, મમ્મી પપ્પા, દાદા, અને મારો નાનો ભાઈ. દાદી તો પપ્પા નાના હતા ત્યારે જ ગુજરી ગયેલા. પપ્પાની પાનની દુકાન હતી, અમારી પાસે ભલે કંઇ નહોતુ પણ ખુશ હતા અમે.

કોઇની નજર લાગી અમારી ખુશીઓને. દાદા બિમાર પડ્યા, ઘણાં વર્ષો માંદા રહ્યાં. પપ્પાએ કરજ કરીને પણ દાદાની સારવાર ચાલુ રાખી પણ બચાવી ન શક્યા. ભાઈને જોન્ડિસ થયો, દસ વરસનો હતો ને ગુજરી ગયો. ભાઇના જવાનો મમ્મી પપ્પાને બહુ કારમો આઘાત લાગ્યો. પછી તો અમારા પરિવારને જાણે પનોતી લાગી. અમારી આર્થિક % ખરાબ થઇ ગઇ. લેણદારોના તકાજા વધવા લાગ્યા. જેમતેમ કરીને મેં બારમું ધોરણ પુરુ કર્યું.. પપ્પાને રોજેરોજ લેણદારો સામે કરગરતા જોઈ નહોતી શકતી મેં પણ હાથપગ હલાવવાનું નક્કી કર્યું. હું કામ શોધતી હતી. એક ઓળખાણથી મને કેટરીંગની નોકરી મળી.

સ્ટાફમાં હું સૌથી વધુ રૂપાળી હતી. એમ પણ ભગવાને રૂપ સિવાય બીજું ક્યાં કશું આપ્યું હતું! ત્યાં એ લોકો મેક અપ કરીને મને સરસ તૈયાર કરતાં. મારે શર્ટ પેન્ટ પહેરીને ઉભા રહેવાનું, ડિશ, વાડકાં ચમચી, સલાડ વગેરે વ્યવસ્થિત રાખવાનું અને કોઈ આવે એટલે સ્માઇલ કરીને પ્લેટ આપવાની. અમારો માલીક ખૂબ સારો હતો. મને પોતાની દિકરી સમજતો. મહિને મુશ્કેલથી પાંચ હજાર રૂપિયા મળતા. એમાથી હું પંદરસોની બચત કરતી અને બાકીના ઘરમાં આપતી. હું ખુશ હતી, પોતાના કુટુંબ માટે કંઈક કરી શકવાનો ગર્વ થતો મને.

મારી નોકરીને બે મહિના થયા હશે ત્યારે એક દિવસ એક ખૂબ શ્રીમંત પરિવારનો કેટરીંગનો ઓર્ડર હતો. બધુ કામ ખૂબ ચોકસાઈ પુર્વક કરવાની માલીકની કડક સૂચના હતી. અમે કંઈ પહેલીવાર સર્વ નહોતા કરવાના બધાને સરસ પ્રેક્ટીસ હતી. છતાં પણ અમને બે ત્રણ વાર રિહર્સલ કરાવવામાં આવ્યું.

એ દિવસે પહેલીવાર મિ. રાજવંશે મને જોઈ. બીજા દિવસે સવારે માલીકે મને બોલાવી “બેટા તારા તો નસીબ ખૂલી ગયા.. ગઈકાલે આપણે જેના ઓર્ડર પર ગયા હતા ત્યાં એક બહુ મોટા ઉદ્યોગપતિ આવ્યા હતા. એમણે એની હોટેલમાં તને રિસેપ્શનિસ્ટની નોકરી માટે ઓફર આપી છે. પગાર પંદર હજાર રહેવા જમવાનું હોટલ તરફથી.” હેમંત રાજવંશે આપેલી ઓફર વિષે માલીકે મને કહ્યું.

પગાર ત્રણ ગણો મળતો હતો પણ નોકરી પુનાની હોટેલ પર કરવાની હતી.

મેં ઘરે વાત કરી. મારી મમ્મીને તો ઓફર બહુ ગમી પણ મારા પપ્પાની ઈચ્છા મને આટલી દૂર મોકલવાની નહોતી. પણ દર એકાંતરે દિવસે લેણદારો અમારા ઘરે આવતા, જેમ ફાવે તેમ બોલતા, પગાર સારો હશે તો કરજો જલ્દી ઉતરશે એમ વિચારીને મેં અને મમ્મીએ રાજવંશની ઓફર સ્વીકારી લેવાનું નક્કી કર્યું.

હું પુના આવી. મારો ઈન્ટરવ્યુ ખુદ હેમંત રાજવંશે લીધો. એ મુંબઈથી ખાસ આ ઈન્ટરવ્યુ માટે પુના આવેલા. એવડો મોટો ઉદ્યોગપતિ એક ફ્રન્ટ ઓફિસની પોસ્ટ માટે પોતે ઈન્ટરવ્યુ શું કામ લે એની નવાઇ લાગવી જોઇએ પણ સોફિસ્ટિકેટ જોબનો મારો પહેલો અનુભવ હોવાથી મને એવી કોઈ નવાઇ લાગી નહીં.

ત્રણ ગણો પગાર અને ખાસ તો શર્ટ પેન્ટના બદલે સાડી પહેરવાની હતી એટલે હું ખુશ હતી. વચ્ચે વચ્ચે રાજવંશ પુના આવતાં. એ જ્યારે આવતા ત્યારે મને મળવા બોલાવતા. કામના બહાને એ મને જોયા કરતાં. ધીરે ધીરે એ મારી નજીક આવવાની કોશિશ કરવા લાગ્યા. હું એને સિફતથી ટાળતી પણ એના તરફથી કોશિશો વધતી ગઈ. એક દિવસ એમણે મારી પાસે લગ્નની માંગણી મુકી. હું હતપ્રભ થઇ ગઇ. અમારી વચ્ચે કોઈ પણ પ્રકારની બરાબરી થઇ શકે તેમ નહોતી તદુપરાંત મારા કરતાં વીસ પચ્ચીસ વર્ષ મોટા હતા એ.

હું નોકરી છોડી દેવાનું વિચારવા લાગી. મેં બીજી નોકરી શોધવાનુ શરૂ કર્યું. દરમિયાનમાં મારા પપ્પા મને મળવા પુના આવેલા મેં તેમને મારી મુંઝવણ કહી. એમને પણ રાજવંશનો વ્યવહાર ઠીક ના લાગ્યો. એમણે મને નોકરી છોડીને પાછા ઘરે આવી જવા કહ્યું. એ જ સાંજે એનો રોડ એક્સિડન્ટ થયો.

ક્રમશઃ

**

હોસ્પિટલના ચોપડે પ્રિયાએ રાજવંશના બદલે પટેલ અટક શું કામ લખાવી?

પ્રિયા અને હેમંત રાજવંશના લગ્ન કેવી રીતે થયા?

યોગ્ય સમય ક્યારેય આવ્યો જ નહી એવું પ્રિયા શું કામ બોલી?

શું અવનીને પોતાના બધા સવાલોના જવાબ મળશે?

આ સવાલોના જવાબો જાણવા માટે વાંચો નવલકથાનો આગામી ભાગ.

**

મિત્રો આ નવલકથા વાંચીને આપના અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો. આપના પ્રતિભાવોથી મને લખવાની પ્રેરણા મળે છે