Runanubandh book and story is written by Mukesh in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Runanubandh is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઋણાનુબંધ - નવલકથા
Mukesh
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
ટ્રિન..... ટ્રિન..... “મન્ડે મોર્નિંગ” અખબારની ઓફિસના લેન્ડલાઈન ફોન પર રીંગ વાગી રહી હતી. મેં આજુ બાજુ નજર ફેરવી, લંચ ટાઈમ હોવાથી બધા બહાર નિકળી ગયા હતાં એટલે મેં રીસીવર ઉપાડયું. “હેલ્લો...” “હેલો... મંડે મોર્નિંગ??” સામેથી એકદમ ધીમો... કાનમાં ફૂસફૂસ કરતો હોય તેવો પણ થોડો ગભરાટ ભર્યો અવાજ આવ્યો. “જી હાં! પણ તમારો અવાજ ધીમો આવે છે જરા જોરથી બોલશો પ્લિઝ?“ તમે કોણ બોલો છો? એણે ધીમા અવાજમાં જ પુછ્યું. “હું મંડે મોર્નિંગની ચિફ ક્રાઈમ રિપોર્ટર અવની ભાટિયા.. તમે કોણ?” “મેડમ તમારુ જ કામ હતું મારી વાત સાંભળો... મારી પાસે સમય ઓછો છે.” પછી એ છેડેથી ત્રણ ચાર મિનિટ
ઋણાનુબંધ ભાગ (૧)ટ્રિન..... ટ્રિન..... “મન્ડે મોર્નિંગ” અખબારની ઓફિસના લેન્ડલાઈન ફોન પર રીંગ વાગી રહી હતી. મેં આજુ બાજુ નજર ફેરવી, લંચ ટાઈમ હોવાથી બધા બહાર નિકળી ગયા હતાં એટલે મેં રીસીવર ઉપાડયું. “હેલ્લો...” “હેલો... મંડે મોર્નિંગ??” સામેથી એકદમ ધીમો... ...વધુ વાંચોફૂસફૂસ કરતો હોય તેવો પણ થોડો ગભરાટ ભર્યો અવાજ આવ્યો. “જી હાં! પણ તમારો અવાજ ધીમો આવે છે જરા જોરથી બોલશો પ્લિઝ?“ તમે કોણ બોલો છો? એણે ધીમા અવાજમાં જ પુછ્યું. “હું મંડે મોર્નિંગની ચિફ ક્રાઈમ રિપોર્ટર અવની ભાટિયા.. તમે કોણ?” “મેડમ તમારુ જ કામ હતું મારી વાત સાંભળો... મારી પાસે સમય ઓછો છે.” પછી એ છેડેથી ત્રણ ચાર મિનિટ
ઋણાનુબંધ - ભાગ ૨ ધીરેથી દરવાજો ખોલ્યો. થડકતા હૈયે ધીમે પગલે હું અંદર આવી. અંદર એકદમ અંધારું હતું. સાવચેતીથી બે ડગલાં આગળ વધી. આકાશને સાદ પાડવા ગઈ ત્યાં પાછળથી કોઈએતો મને પકડી અને મારા મોઢેથી ચીસ નીકળી ગઈ. આકાશ ...વધુ વાંચોહસતો સામે આવ્યો. હું સખત ગભરાયેલી હતી. આકાશને સામે જોઈને હું એને વળગી ગઈ. “તું ઠીક તો છે ને? તને કંઇ થયું નથી ને? ક્યાં છે ચિઠ્ઠી? શું લખ્યું છે એમા? કોનું નામ છે? છોડીશ નહી હું કોઇને…” મારી આંખોમાંથી અંગારા વરસી રહ્યાં હતાં.. આકાશ મારી પીઠ પસવારતાં બોલ્યો “શાંત મારી જાંસીની રાણી…. શાંત… કંઇ નથી થયું મને આ તો
ઋણાનુબંધ ભાગ ૩ વહેલી સવારે મારી આંખ ખૂલી. દિલો દિમાગ પર હજુ ગઈકાલ રાતની પ્રણયક્રિડાનો આછેરો નશો છવાયેલો હતો. આળસ મરડીને હું બેઠી થઈ. આકાશ વહેલી સવારની ગુલાબી નીંદર માણી રહ્યો હતો. એના ચહેરા પરથી પરાણે વ્હાલુ લાગે એવું ...વધુ વાંચોનીતરી રહ્યું હતું. મેં એના ગાલ પર હળવેકથી પપ્પી કરી. ઉંઘમાં પણ એના હોઠ પર સ્માઈલ આવી ગઈ. હું ઉભી થઇ બાથરૂમમાં ગઈ. નિત્યક્રમ પતાવી કિચનમાં જઈ બે કપ ચા બનાવી. ચા ના કપ લઇને આકાશને ઉઠાડવા બેડરૂમમાં આવી. આકાશ અત્યારે ઉંધો સૂતો હતો. એક પગ સીધો અને બીજો પગ ઘૂંટણ પાસેથી વાળેલો હતો. એક હાથ તકિયાની નીચે આવે એમ
ઋણાનુબંધ ભાગ ૪ હું ઘરે પહોંચી. હજુ પણ પ્રિયાનાં એ શબ્દો મારા મનમાં પડઘાઇ રહ્યા હતા “બની શકે કે તારી મમ્મી સાથે જે બન્યું તેની બીજી બાજુ પણ હોય” ખરેખર હશે બીજી બાજુ? પણ જેના લગ્ન થઈ ગયા હોય, ...વધુ વાંચોએક છોકરી રમતી હોય છતાં એ બાઈએ લગ્નબાહ્ય સંબંધ બાંધ્યા હોય એની વાતની બીજી બાજુ હોય તો પણ શું એવડી મોટી હશે કે હું એને માફ કરી શકું? શું એક બાળકનું બાળપણ છીનવી લેવા કરતા પણ એની મજબૂરી મોટી હોય શકે? નહીં! એ નિષ્ઠુર સ્ત્રીની બાજુ એટલી તો મોટી ન હોય શકે કે હું એને માફ કરી દઉ. હું બેડમાં
ઋણાનુબંધ ભાગ - ૫ટેક્સી ગામ બહાર નીકળી ત્યારે મેં પ્રિયાને ફોન લગાવ્યો. પ્રિયાનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો. માલતી ફઈ પર પણ મને ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. મન ઊતરી ગયું એના પરથી. એક સ્ત્રી થઈને સ્ત્રીને ન ...વધુ વાંચોશકી? મેં આકાશને ફોન લગાવ્યો અને બધી વાત કરી. ખૂબ ધ્યાનપૂર્વક એણે આખી વાત સાંભળી. “આપણે પણ કેટલા જલ્દી કોઈની નબળી વાત માની લેતાં હોઈએ છીએ, સામેવાળી વ્યક્તિની બાજુ સાંભળ્યા વગર દોષિત ઠેરવી દઈએ છીએ. હકીકતમાં દોષ આપણાં દ્રષ્ટિકોણનો હોય છે” આકાશની વાત મારા ગળે ઊતરી. “આકાશ મારે મમ્મીનો ફોટો જોઈએ છે, ફઈના ઘરેથી મળી જશે કદાચ” “તું એકલી નહીં