મૃગતૃષ્ણા - ભાગ 21 Hiral Zala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગતૃષ્ણા - ભાગ 21

[ RECAP ]

( સંજય અનંત ને ઘરે જમવા માટે કહે છે. આદિત્ય ઓફિસ માં આવે છે અને ધનરાજ એમને મિટિંગ માં મોકલે છે. પાયલ સંજય ને કોલ કરે છે અને કોલ અનંત ઉઠાવે છે. સંજય અને અનંત વચ્ચે પાયલ ની વાત થાય છે. દિવ્યા આદિત્ય ને રિસોર્ટ માં જોઈ જાઈ છે. )

___________________________
NOW NEXT
___________________________

આદિત્ય : દિવ્યા આઈ એમ સોરી... રડશો નઈ પ્લીઝ...મને ખબર છે હું તમને બોવ હેરાન કરી રહ્યો છું.હું જાણું છું મારી બોવ મોટી ભૂલ છે. મે તમને કીધું પણ નથી કે હું અહીંયા આવા નો છું.પણ મારા પર વિશ્વાસ કરો હું ખોટો નથી. બસ મારા માં હિંમત નથી કંઈ કરવાની.



દિવ્યા : કાલે કેમ જતાં રહ્યાં ત્યાં થી?


આદિત્ય : દિવ્યા હું તમને બધું કહીશ...બસ પેલાં તમારા આંસુ લૂછો..
( આદિત્ય દિવ્યા પાસે આવી એની આખો માંથી આશું લૂછે છે. )



આદિત્ય : રડવા નું બંધ કરો પ્લીઝ...મારા માટે...


દિવ્યા : મને મારો જવાબ જોઈએ છે બીજું કંઈ નહીં સાંભળવું મારે આદિત્ય...


આદિત્ય : બેસો પેલા અહીંયા.. અને મને કહો કે તમે અહીંયા કેવી રીતે આવ્યા.


દિવ્યા : પાયલ નાં ઓફિસ માંથી બધાં અહીંયા આવ્યા હતા..તો પાયલ મને સાથે લઈ આવી.


આદિત્ય : પાયલ તમારી સાથે છે?

દિવ્યા : હમમમ....

આદિત્ય : મારા થી ગુસ્સે છો કાલ ની વાત ને લઈ ને?


દિવ્યા : આદિત્ય પ્લીઝ મને કહો ને શું પ્રોબ્લેમ છે.કેમ આવું અજાણ્યાં વ્યક્તિ જેવું વર્તન કરો છો. કેમ મને ઈગનોર કરો છો. શું ભૂલ કરી છે મે બોલો ને...

આદિત્ય : મને પ્રેમ કરો છો???

દિવ્યા : ફરી વાત બદલી નાખી ને.


આદિત્ય : દિવ્યા...હું બધું જ કહીશ તમને...તમારી કસમ આજે હું કંઈ જ નઈ છુપાવું...બસ મને મારા સવાલ નો જવાબ આપો..પ્રેમ કરો છો મને?

દિવ્યા : હા...

આદિત્ય : વિશ્વાસ છે મારા પર??

દિવ્યા : બધાં કરતા વધારે...


આદિત્ય : તો પ્રોમિસ કરો મને ક્યારે પણ મારો સાથ નઈ છોડો અને ક્યારે પણ મને ખોટો નઈ સમજો....મને નફરત નઈ કરો ક્યારે પણ...પ્રોમિસ કરો...


( દિવ્યા નફરત શબ્દ સાંભળી ચૂપ ચાપ થોડી વાર આદિત્ય ને જોઈ રહે છે. અને તરત આદિત્ય ને પેહલી વાર ગળે મળી જાય છે.આદિત્ય પણ મૌન થઈ જાય છે.)


આદિત્ય : દિવ્યા....મારા ફાધર એ લગ્ન ની ના પાડી છે.અને એમની મંજૂરી વગર હું આ લગ્ન નઈ કરી શકું...અને આ સંબધ પણ નઈ રાખી શકું.
( દિવ્યા આદિત્ય ને ગળે મળે લી હોઈ છે એટલે પોતાને થોડી દૂર કરી આદિત્ય ના ગાલ પર હાથ રાખી કહે છે કે )


દિવ્યા : તો નાના છોકરા ની જેમ રડો છો શું કરવા...ચૂપ ચાપ બોલી દો ને કે રેજેકશન આવી ગયું મારા માટે...


આદિત્ય : નઈ દિવ્યા...તમને કોઈ રિજેક્ટ નઈ કરી શકે...ભૂલ મારી છે...મારા લીધે તમે હેરાન થયાં.


દિવ્યા : સાથ આપવા નું વચન માંગો છો અને મારા થી જ વાત છુપાવો છો. આદિત્ય હું જાણું છું તમારા માટે તમારો પરિવાર શું છે.અને જો તમારી ફેમીલી એ તમારા માટે કોઈ નિર્ણય લીધો છે તો એ ખોટો નઈ હોઈ. તમે મારા માટે આટલી વાત કરી ને એ જ મારા માટે બોવ મોટી વાત છે.

( આદિત્ય દિવ્યા ના બંને હાથ પકડી ને કહે છે. )


આદિત્ય : આઇ એમ સોરી... આઇ એમ રિઅલી સોરી....બધી મારી ભૂલ છે.

( આદિત્ય રડવા લાગે છે. દિવ્યા પોતાના બંને હાથ થી આદિત્ય માં ચેહરા પર થી આંસુ લૂછે છે.)


દિવ્યા : આદિ...નઈ રડો...હું તમારી સાથે જ છું...હંમેશા.અને તમારી કોઈજ ભૂલ નથી...ઓકે...


( આદિત્ય ગભરાઈ ગયા હોય છે એટલે એ દિવ્યા ને ફરી હગ કરી લેઇ છે.)

દિવ્યા : બસ હવે ચિંતા નઈ કરો ને...બધું સારું થઈ જશે.


આદિત્ય : હવે કંઈજ સારું નઈ થાય... બધું પતી ગયું. કંઈ જ નઈ થાય હવે.


( દિવ્યા આદિત્ય ને થોડા દૂર કરી એમને પૂછે છે)

દિવ્યા : હવે એક દમ ચૂપ થઈ જાવ અને મને કહો શું થયું?

( આદિત્ય દિવ્યા નો હાથ પકડી ને કહે છે. )

આદિત્ય : મે મોમ ને પપ્પા સાથે વાત કરવા કહ્યું હતું એન્ડ પપ્પા એ ના કહી હતી...એટલે હું ડરી ગયો હતો કે તમને કંઈ રીતે કવ.... એટલે હું એ દિવસ વાત નતો કરતો. દિવ્યા મારા માં બિલકુલ હિંમત નતી તમને કેવાની....પણ આજે સવારે મે જોયું કે મોમ અને ડેડ લડી રહ્યા છે મારા લીધે....અને ડેડ એ કહી દીધું કે હવે આ લગ્ન હું બિલકુલ નઈ થવાં દવ.



દિવ્યા : કેમ કઈ પ્રોબ્લેમ છે?? કોઈ કારણ તો હસે ને ના કેહવા નું?

આદિત્ય : હું નથી જાણતો...

દિવ્યા : આદિ...ઉપર જોવો મારી તરફ...તમારા ડરવાની જરુર નથી. જોવો હું તમારી સામે છું...

આદિત્ય : પ્લીઝ મને ખોટો નઈ સમજસો. મને નતી ખબર મારા ડેડ ના કંઈ દેશે.

દિવ્યા : મને ખબર છે...આદિ આઇ ટ્રસ્ટ યુ....અને હંમેશા કરીશ....મને તમારાં ડેડ નો નિર્ણય સ્વીકાર છે.મને કોઈ વાંધો નથી. તમે આપણાં સંબધ માટે જે પણ નિર્ણય લેશો મને મંજૂર છે.તમે કહેશો કે લગ્ન નઈ થાય કોઈ પ્રોબ્લેમ નથી. હું તમને પ્રેમ કરું છું તમારા પર વિશ્વાસ કરું છું અને હંમેશા કરીશ.


આદિત્ય : આઇ ડોન્ટ લીવ.... ડોન્ટ... આઇ નીડ યુ.... આઇ કેર ફોર યુ...

દિવ્યા : હું જાણું છું...હવે એક વાત કહો મને ચાલો...તમે શું ઇચ્છો છો...શું કરવું છે તમારે...

( આદિત્ય ચૂપ રહે છે કઈ જ જવાબ નથી આપતા. દિવ્યા આદિત્ય નો હાથ પકડે છે.)

દિવ્યા : મને તમારો જવાબ મળી ગયો. અને હું એમાં તમારી સાથે છું... નારાજ થઈ ને નઈ..મારા આદિત્ય પર ગર્વ કરી ને..જેને મારા માટે આટલું મોટું કદમ ઉઠાવ્યું... પેલી વાર પોતાના માટે કંઇક માંગ્યું...આદિ હું ક્યારે પણ નઈ ભૂલું આ વાત ને.



આદિત્ય : એક વાત કવ...માનશો???

દિવ્યા : હા...માનીશ ને.. બોલો

આદિત્ય : હું તમને વધારે હેરાન કરવા નથી માંગતો...હું નઈ ચાહતો કે મારા લીધે તમારી લાઈફ ખરાબ થાય...મને ખબર છે હવે ડેડ નઈ માને...તમે પ્લીઝ મારા પાછળ તમારું જીવન ખરાબ નઈ કરો... પ્લીઝ તમે તમારી લાઈફ માં આગળ વધો...


( આદિત્ય ની વાત સાંભળી દિવ્યા ચોંકી જાય છે. )

દિવ્યા : આદિત્ય...નઈ

આદિત્ય : તમે ચાહો છો હું ખુશ રહું તો પ્લીઝ પ્રોમિસ મી આજ પછી મને નઈ મળો...દિવ્યા પ્રોમિસ કરો...

( દિવ્યા રડતાં રડતાં આદિત્ય ના સામે જોઈ ને કહે છે. )

દિવ્યા : હું નઈ....આદિત્ય હું નઈ કરી શકું...પ્લીઝ...

આદિત્ય : સારું....તો હું કરીશ....
( આદિત્ય ત્યાં થી ઉઠી ને જતાં હોય છે અને દિવ્યા તરત એમનો હાથ પકડી લેઇ છે. )

દિવ્યા : તમને ચાલશે મારા વગર??

આદિત્ય : મારા માટે તમારા બધાં ની ખુશી જરૂરી છે.

( આદિત્ય દિવ્યા ના પગ પાસે નીચે બેસી ને એના પાસે પ્રોમિસ માંગે છે. )



આદિત્ય : દિવ્યા તમે આજ સુધી મને એક પણ સેકંડ પ્રેમ કર્યો હોય ને તો પ્રોમિસ આપો મને આજ પછી મળો મને...મારી સાથે કોઈ જ કોન્ટેક્ટ નઈ રાખો...અને દુઃખી પણ નઈ થાવ...પોતાને જીવન માં બીજો મોકો આપશો. મારા જવા પછી બીજા કોઈ ને લાઈફ માં આવશો.
( દિવ્યા આદિત્ય ના હાથ માંથી પોતાનો હાથ પાછો ખેંચી ને આદિત્ય સામે રડતાં ચેહરા થી સતત જોયા કરે છે. )



દિવ્યા : તમે આપી શકો છો બીજા કોઈ ને મોકો...લેવી શકશો બીજા કોઈ ને જીવન માં...

આદિત્ય : હા...હું મારા પરિવાર માટે કંઈ પણ કરીશ...

( દિવ્યા આદિત્ય નીચે બેઠા હોય છે તો એમને ઉભા કરે છે. )

દિવ્યા : ઊભા થાઓ....એક વાત પૂછું...

આદિત્ય : હા....

દિવ્યા : તમારા લગ્ન માં મને બોલાવશો??

( આદિત્ય ની આંખો માંથી આંસુ વહી જાય છે. )

આદિત્ય : નઈ....નઈ બોલાવું.

દિવ્યા : તો જાઓ હું પણ નઈ બોલાવું....


( આદિત્ય દિવ્યા ની આંખો માં જોવે છે થોડી વાર અને એમને ગળે મળી જાય છે. થોડી વાર પછી એમને લાગે છે કે એમને ગળે નતી મળવું જોતું એટલે એ દૂર જતાં રહે છે. આદિત્ય દિવ્યા થી આંખી નથી મલાવી સકતા એટલે ત્યાં થી તરત જતાં રહે છે. દિવ્યા પણ બસ આદિત્ય ને જતાં જોઈ જ રહી હોય છે. )


( દિવ્યા ત્યાં થી તરત પોતાના રૂમ માં જતી રહે છે અને રૂમ બંધ કરી દરવાજા પાસે ત્યાં ને ત્યાં રડવા લાગે છે. દિવ્યા એ ક્યારે પણ આદિત્ય વગર રહેવા નું વિચાર્યું ન હતું અને એ ચાહતી પણ નતી કે એમનો સંબંધ આવી રીતે તૂટી જશે....ફક્ત આદિત્ય ના કહેવા ઉપર...આદિત્ય ના પરિવાર માટે એ આદિત્ય સામે મક્કમ રહી પણ છેલ્લે એને પણ ખબર હતી કે એ જીવન માં ક્યારે પણ બીજા કોઈ ને આદિત્ય ની જગ્યા નઈ આપી શકે....દિવ્યા ખૂબ જ રડતી હોઈ છે.અને એના ફોન પર રીંગ આવે છે.દિવ્યા ને એવું લાગે છે કે કદાચ આદિત્ય નો કોલ હસે...પણ એમનો કોલ નથી હોતો...દિવ્યા કોલ કટ કરી દેઇ છે. )

___________________________


( પાયલ અને બીજા બધા ફ્રેન્ડસ રિસોર્ટ ની બહાર રમતા હોય છે અને પાયલ ને એના કાકી નો કોલ આવે છે. )

પાયલ : હા...કાકી બોલો....

અક્ષિતા : હેલો...પાયલ દિવ્યા ક્યાં છે.

પાયલ : અહિયાં જ છે કાકી ....

અક્ષિતા : હા તોહ એને ફોન આપ ને...મે એને ફોન કર્યો તો ઉઠાવતી નથી...

પાયલ : અરે એમાં એવું છે કે અહીંયા બરાબર નેટવર્ક નથી...એટલે કદાચ નઈ ઉઠાવતા હોઈ. એક કામ કરો હું તમને વાત કરાવું દી સાથે 5 મિનિટ માં....

અક્ષિતા : સારું...ધ્યાન રાખજો બંને...

પાયલ : હા.. જય શ્રી કૃષ્ણ.
( પાયલ ફોન મૂકી દિવ્યા ને બધે સોધે છે. )

પાયલ : આ દી...ક્યાં જતાં રહ્યા...5 મિનિટ નું કહી અડધો કલાક થયો...ક્યાંય છે જ નઈ.

આકાશ : ઓ તુફાન મેઈલ શું થયું??

પાયલ : અક્કી...દિવ્યા દી નઈ મળતા...એમનું નેટવર્ક નતું આવતું એટલે વાત કરવા આ બાજુ આવેલા...પણ અહીંયા તો છે જ નઈ ક્યાંય...

આકાશ : એક કામ કર...હું સોધુ છું એમને...તું આ બાજુ એકલા નઈ ફર...તું બધાં સાથે રે...હું આવું એમને લઇ ને...

પાયલ : હા...જલ્દી સોધ...
( પાયલ બધાં જ્યાં હોઈ છે ત્યાં આવે છે. )

રાધિકા : ઓય...શું થયું?

પાયલ : અરે દી...આ બાજુ ફોન પર વાત કરવા ગયા હતા...કલાક થયો...આવ્યા જ નથી...

રાજ : અરે...અહીંયા જ ક્યાંય હસે...રિસોર્ટ માં કઢાચ રસ્તો ભૂલી ગયા હસે...એક કામ કર ને કોલ કર...

( પાયલ દિવ્યા ને કોલ કરે છે પણ ફોન નોટ રીચેબલ બતાવે છે. )

પાયલ : રીંગ નઈ વાગતી...બંધ બતાવે છે.

રાધિકા : રાજ...તમે જાવ જોઈ આવો ને.

પાયલ : અરે ના...આકાશ ગયો છે.

રાજ : સારું...હું આ બાજુ ક્યાંક જોઈ આવું...

( રાજ અને આકાશ બંને દિવ્યા ને સોંધે છે પણ દિવ્યા નથી મળતી.બંને પાછા પાયલ પાસે આવે છે. )

આકાશ : પાયલ...બધે જોઈ લીધું.ક્યાંય પણ નથી દેખાતા...
( પાયલ દિવ્યા ની ચિંતા માં હોઈ છે કારણ કે એને ખબર છે કે દિવ્યા આદિત્ય માટે ટેન્શન માં હતી. )


પાયલ : ક્યાં જતાં રહ્યા હસે...

રાધિકા : પાયલ...ટેન્શન નઈ લે...આપને કરીએ કંઈક....

( બધાં ફરી વખત દિવ્યા ને સોધે છે પણ દિવ્યા ક્યાંય નથી હોતી. બધાં એક જગ્યા પર આવી ને સાથે ઊભા રહી જાઈ છે. )

સાક્ષી : મળ્યા????

દેવ : બધે શોધી લીધા...ક્યાંય નથી.

રાધિકા : પાયલ... એ કયારે ગયા તા...

પાયલ : બસ કલાક પેલા જ....

સાક્ષી : એક મિનિટ....પાયલ તે તારા રૂમ માં જોયું?
(બધાં પાયલ સામે જોવે છે.પાયલ ફટાફટ એના રૂમ તરફ જાય છે.બીજા બધા પણ પાયલ ની સાથે સાથે જાઈ છે.પાયલ રૂમ ખોલવા નો ટ્રાય કરે છે પણ રૂમ અંદર થી લોક હોઈ છે. )

પાયલ : રાધિકા....રૂમ અંદર થી લોક છે.

રાજ : ચાવી તો છે ને તારી પાસે.

પાયલ : અરે એક જ ચાવી છે એ દી પાસે હતી.

આકાશ : એક તો તું એક નંબર ની ડફોળ છે...તારી પાસે ચાવી રખાઈ ને....

રાધિકા : એક મિનિટ....રાજ ત્યાં કાઉન્ટર પર બીજી ચાવી હસે...લઈ આવો ને જલ્દી.

રાજ : હા.... એ છે.
( રાજ ફટાફટ ચાવી લઇ આવે છે. પાયલ ફટાફટ દરવાજો ખોલે છે. અને બધા અંદર આવે છે તો જોવે છે કે દિવ્યા અંદર દરવાજા પાસે સુઈ ગયા હોય છે. બધાં પાયલ સામે જોવે છે. પાયલ બધાં સામે નાની સ્માઇલ કરે છે. )

દેવ : પાયલ....ડરાવી દેઇ છે તું

પાયલ : સોરી....એકચ્યુલી દી નો થોડો મૂડ ખરાબ હતો એટલે હું ડરી ગઇ.

રાધિકા : કંઈ વાંધો નઈ....તું એમનો ખ્યાલ રાખ....મળી ગયા ને બસ એટલું બોવ છે.

રાજ : હા...હવે શાંતિ થી રૂમ માં રે...કામ હોઈ તો રાધિકા ને કેજે બરાબર...

પાયલ : થેનક્યું યુ સો મચ ફ્રેન્ડસ....દી નઈ મળતા તો મારી હાલત ખરાબ થઈ જતી...

રાધિકા : પાયલ...રડવા શું લાગે છે એમાં...ચાલ હવે રડીશ નહીં.અમે બધાં જઈએ છે તું ધ્યાન રાખ એમનું.

( બધાં જતાં રહે છે અને પાયલ દરવાજો બંધ કરી દિવ્યા મે બેડ ઉપર સુવડાવે છે. )

__________________________


( આદિત્ય ઘરે આવે છે અને તરત એમના રૂમ માં જાઈ છે. )

રૂહાંન : હેલ્લો બડી બ્રો....કેસે હો...
( આદિત્ય રૂહાંન ને કોઈ જવાબ નથી આપતાં અને પોતાનું લેપટોપ લઈ એમાં કામ કરવા લાગે છે.રૂમ બોવ જ ખરાબ થઈ ગયો હોઈ છે તો પણ આદિત્ય રૂહાંન ને કંઇજ નથી કહેતા એટલે રૂહાંન સમજી જાઈ છે કે કંઇક થયું છે. આદિત્ય પોતાના લેપટોપ માંથી દિવ્યા ના ફોટોસ ડેલેટ કરે છે. અનંત ઘર માં આવે છે અને આદિત્ય ને અવાજ લગાવે છે. દેવાંગી કિચન માં હોઈ છે એ અનંત નો અવાજ સાંભળી બહાર આવે છે. )

દેવાંગી : શું થયું??

અનંત : આદિત્ય ક્યાં?

દેવાંગી : ઓફિસ હસે...ઘરે નથી આવ્યો...

અનંત : હમણાં જ ઘરે આવ્યો એ....
( અનંત ફરી આદિત્ય ને અવાજ લગાવે છે. આદિત્ય અને રૂહાંન અવાજ સાંભળી નીચે આવે છે.)

રૂહાંન : અરે શું થઈ ગયું...આટલું જોર થી કેમ બોલાવો છે...
( અનંત આદિત્ય પાસે જાઈ છે. આદિત્ય અનંત સામે જોવે છે. )

અનંત : આદિત્ય ક્યાં ગયા તા હમણાં?

આદિત્ય : મિટિંગ હતી.

દેવાંગી : અનંત શું થયું ?

અનંત : આદિત્ય...રોડ પર ગાડી ચલાવા ની હોઈ... ઉડાડવાની ની ના હોઈ....અને કાર ને સરખી રીતે મૂકવાનું રાખો...આ લો ચાવી....

દેવાંગી : આદિત્ય કેમ આવી રીતે કાર ચલાવી ને આવ્યો

આદિત્ય : મોમ એ કામ હતું અહીંયા જરૂરી એટલે જલ્દી આવ્યો..

અનંત : આદિત્ય... આપણા થી જરૂરી બીજું કંઈ નથી હોતું...રસ્તા માં મારી વાર સાથે ભડકાવા નો હતો તું...ઓવર ટેક કરી ને આવ્યો તું...

આદિત્ય : સોરી....મારું ધ્યાન નતું.

અનંત : હા...તો હવે થી રાખો ધ્યાન....અને એવું હોઈ તો ડ્રાઇવર ને લઇ જાવ. રૂહાંન સાંભળ્યું કઈક કીધું મે...બાઇક લિમિટેડ સ્પીડ માં ચલાવા ની....દોસ્તો સાથે હાઈર્વે પર ઉડાડવા ની નઈ...

આદિત્ય : હું ધ્યાન રાખીશ બીજી વખત....

અનંત : સારું.. જાવ કામ કરો.
રૂહાંન : હું પણ જાવ?

અનંત : જા...
( આદિત્ય અને રૂહાંન એમના રૂમ માં જતાં રહે છે. અનંત આદિત્ય ને જ જોઈ રહ્યા હોઈ છે. )

દેવાંગી : અનંત નાસ્તો કરી લો ચાલો...
( દેવાંગી અનંત ને ડાઈનિંગ ટેબલ પર નાસ્તો આપે છે. )

અનંત : ભાભી...વાત થઈ તમારી ભાઈ સાથે?

દેવાંગી : હા...થઈ.રાજ એ માં જ કંઈ દીધું છે પછી એ માનવા ના તો નથી જ.

અનંત : હા...તો પછી આદિત્ય ને સમજાવો....એના મન માં થી નઈ નીકળે ત્યાં સુધી કંઇજ નઈ થાય. આજે એની ગાડી ની સ્પીડ જોઈ મે....ભાઈ નો બધો ગુસ્સો ગાડી પર નીકળો છે. બચી ગયો આજે.આજે નકર એ જાત...નકર હું..


દેવાંગી : અનંત એવું નઈ બોલ...તું મને કે હું શું સમજાવું આદિત્ય ને...મને પોતાને દુઃખ થાય છે એના માટે...અને તારા ભાઈ ને કોઈ વાત સાંભળવી જ નથી.

અનંત : હા...પણ આવી રીતે તો નઈ ચાલે ને...તમે અને ભાઈ બંને બેસી એની સાથે વાત કરો...નકર હું આદિત્ય ને સાફ સાફ સમજાવી દઈશ...કારણ કે આ રીતે મને નઈ ચાલે ભાભી...જોવો તો ખરી...ચેહરા ઉપર લખેલું છે એના કે પ્રોબ્લેમ છે એને...પણ એનો મતલબ એ નથી કે બેફામ ગાડી ચલાવવી.


દેવાંગી : ટેન્શન નઈ લે હું વાત કરું છું એની સાથે.

અનંત : જોવો એક વાત કવ...આ જે પ્રેમ ની વાતો છે ને એમાં ઘણા પતી ગયાં છે. અને આ ભલે હોશિયાર રહ્યો પણ છે નાદાન...એટલે મળી ને સમજાઓ આને. મને બીજું કંઈ નઈ એની ચિંતા છે. ગાડી તો જો ચલાવે આ...એવું હોઈ તો ચાવી લઇ લો એની પાસે થી.


દેવાંગી : અનંત...બસ , શું કરવા આટલો હેરાન થાય છે.
અનંત : હેરાન થવા ની વાત નથી..આ જે પ્રોબ્લેમ છે એને જલ્દી થી જલ્દી પતાવો.વધારે ચાલશે ને પછી આપણા થી કંઈ નઈ થઈ શકે...
( ધનરાજ ઘરે આવે છે અને અનંત ને કહે છે. )

ધનરાજ : શું નઈ થઈ શકે અનંત...?
( દેવાંગી અને અનંત અચાનક ચોંકી જાય છે. )

અનંત : અરે કંઈ નઈ....બસ થોડું આદિત્ય ની વાત કરી રહ્યા હતા.

ધનરાજ : હા... એ તો મને ખબર છે આજ કાલ લેટેસ્ટ માં આ જ ટોપિક ચાલી રહ્યો છે.

દેવાંગી : નાસ્તો કરશો....

ધનરાજ : હા...લઈ આવો.
( ધનરાજ અનંત સાથે ડાઇનિંગ ટેબલ પર બેસી જાય છે અને દેવાંગી એમને નાસ્તો આપે છે. )

ધનરાજ : અનંત....

અનંત : હા...ભાઈ

ધનરાજ : શું વાત છે બોલ?

અનંત : ભાઈ...હમણાં રેવા દો ને.

ધનરાજ : નઈ હવે આ રીતે અલગ અલગ વાત કરવા થી નઈ ચાલે. દેવાંગી સામે છે હું પણ છું અહીંયા તો હવે બોલ...


અનંત : ભાઈ...બોલ વાનું કંઈ જ નથી મારે...બસ એટલું કવ છું કે આદિત્ય ને તમે બંને મળી ને સમજાઓ.


ધનરાજ : એ નઈ થાય....કારણ કે મેડમ નો ઓપીનિયન અલગ છે. અને બીજી વાત આદિત્ય એ અત્યાર સુધી સામે થી મને કંઈ કીધું જ નથી. એટલે હું આ બાબત પર એની સાથે વાત નઈ જ કરું...અને હા નાનો છોકરો નથી એ...એને સમજાવું જોઈએ સામે થી.


દેવાંગી : હજી શું સમજવાનું બાકી છે એને?


ધનરાજ : એ જ સમજાવો કે 20 વર્ષ નો કોઈ પ્રેમી નથી એ કે કોઈ ના વગર નઈ રેહવાઈ,નઈ જીવાઈ....કોઈ રસ્તા પર ચાલતો સડક છાપ છોકરો નથી કે કોઈ ની પણ સાથે લગ્ન કરાવી દવ.જીવન માં લગ્ન સિવાય પણ બધું બોવ છે.મને લાગશે કે મારે એના લગ્ન કરાવવા જોઈએ ત્યારે હું કરાવી દઈશ...


દેવાંગી : કોઈ મતલબ નથી એનો ....

ધનરાજ : ભલે...નઈ હોઈ.ચાલશે મને... પણ હા હવે કોઈ નાટક કર્યું ને આ લગ્ન વાળુ હું ખરેખર એને બોવ સારી રીતે સમજાવી દઈશ...એટલે કવ છું કે તમે પ્રેમ થી સમજાવી દો...


દેવાંગી : તો તમે જ સમજાવી દો...તમારી રીતે...બોલાવો એને...વાર શું કરવા કરો છો બોલાઓ ને...હવે એક વાત નક્કી છે કે હું કોઈ ને કઈક નઈ કવ...મને જે સ્વીકાર છે એ છે.
( દેવાંગી ત્યાં થી ઉઠી ને જતાં રહે છે. ધનરાજ પોતાના માથા પર હાથ મૂકી દેઇ છે. )


ધનરાજ : હું બોવ કંટ્રોલ કરું છું પોતાની જાત ને...પણ આ જે પ્રોબ્લેમ છે ને એ હદ થી ઉપર જાઈ છે હવે...


અનંત : તમને એવું લાગે છે કે તમે ગુસ્સો કરી ને બધું પેલા જેવું કરી દેશો...તમારા ગુસ્સા થી બધું નોર્મલ થઈ જશે...


ધનરાજ : હા...તો શું કરું...જો તો ખરી આને...જીદ હોઈ પણ એટલી નઈ કે હું મજબૂર થઈ જાવ.એને ખબર છે મારી કમજોરી એટલે એનો ફાયદો ઉઠાવે છે.અનંત હું બોવ સમજાવી ચૂક્યો છું એને પણ કોઈ વાત માં માનવા તૈયાર નથી એ. બસ એને એવું જ છે કે મને ઘમંડ છે એટલે હું આ બધું કરું છું.


અનંત : તમે ચિંતા કરો...મારી પાસે એક રસ્તો છે...આ પ્રોબ્લેમ બોવ સારી રીતે સોલ્વ થઈ જશે. જાવ આરામ કરો.

ધનરાજ : શું આરામ કરું... હું..

[ NEXT DAY ]

( ઓફિસ માં બધાં સાથે મિટિંગ એટેન્ડ કરે છે. પાયલ ને ખબર પડે છે કે આદિત્ય એ દિવ્યા ને છોડી દીધા...પાયલ આદિત્ય ના નંબર પર કોલ કરે છે.કોલ રૂહાંન ઉઠાવે છે અને બંને ની વાત થાય છે. )

BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા✍️