|| શ્રાદ્ધ પર્વ ||
શીખા ઘણા દિવસોથી મોટી મુંઝવણમાં હતી. તેના સસરાજીનું શ્રાદ્ધ કરવાનો દિવસ ટુંક સમયમાં આવનાર હતો. મનમાં ને મનમાં આ બાબતમાં વિચાર કરતી રહેતી હતી કે, શ્રાદ્ધ કરવાનું એ બરાબર છે કરવું જ પડે, પરંતું તેને માટે ગોર મહારાજને બોલાવવાના તેમને બધા પકવાન બનાવી જમાડવાના, દાન કરવાનું, એ આપેલ દાનને કે પાછા મહારાજ બજારમાં વેચી દેવાની, આ બધું શું ખોટું નથી કે આ અયોગ્ય ન કહેવાય કાર્ય નથી. તેનાં કરતાં જે મરણ પામેલ વ્યક્તિનું શ્રાદ્ધ કરવાનું છે તેમના નામે કોઇ શાળામાં જઇ બાળકોને આપવું જોઇએ કે પછી કોઇ સરકારી હોસ્પિટલમાં જઇ દાખલ કરવામાં આવેલ દર્દીઓને દાનના સ્વરૂપમાં આપવું જોઇએ.
આમ તો બાળપણથી એટલે સમજણી થઈ ત્યારથી શીખા તેના ઘરે પણ દાદા-દાદીના દર વર્ષે આવતાં શ્રાદ્ધમાં જે બધો દેખાડો કરવામાં આવતો હતો તે જોતી આવી હતી. જે પોતે પણ કે કાર્યમાં નાખુશીથી મને-કમને ભાગ લેતી હતી. જે દિવસે અલગ અલગ રસોઇની સામગ્રી બનાવવામાં પણ મદદ કરતી હતી. તેના પિતા તો જાણે તેઓએ દાદા-દાદીનું શ્રાદ્ધ કરીને વિધી કરીને છુટા થઇ જતાં હતાં. પરંતુ ગોર મહારાજ અને ગોરાણી દોડા-દોડ કરીને એક દિવસે અનેક જગ્યાએ જઇ લાભ મેળવતા ગયાં.
જ્યારથી થોડીઘણી વધુ સમજ આવવા લાગી ત્યારથી શ્રાદ્ધ ના દિવસ શીખા પણ ગોરમહારાજ આવી સીધું જમવાનું લઇ જાય પછી જમતી હતી. પરંતુ જ્યારથી ઉંમરનો અને વધુ સમજણનો તકાજો આવ્યો ત્યારથી દરેક બાબતે મનમાં અનેક વિચારો પ્રગટ થાય તેમાં નવાઈ ન હોય. શ્રાદ્ધ કરવા બાબતમાં પણ અનેક પ્રકારના સવાલોનો કબજો મગજે લીધેલ હતો. ‘શું ગોરમહારાજને જમાડવાની, દાન-દક્ષિણા આપવાની પધ્ધતિ થી શું જે પૂર્વજો છે કેમની મનોકામનાઓ પૂર્ણ થાય કે ખરેખર સાચી રીત છે ?’
જેને ઘરે દાદાજીના શ્રાદ્ધના દિવસે ગોરમહારાજ આવતા હતાં. તે આવે તેમની સાથે તેમની પત્નિ એટલે ગોરાણી પણ આવે. જો કે બંનેને જોવામાં આવે કે એકી નજરે ખ્યાલ આવી જાય કે, બંનેની ઉંમરમાં બહુ મોટો તફાવત હતો. એક દિવસ તેના ઘરે કામ કરતાં ભાઇએ કહ્યું કે આ ગોરમહારાજના પત્ની છે. પહેલાં જે પત્ની હતાં જેમનું અવસાન થયેલ. થોડા સમય પછી ગોરમહારાજ ને દીકરાનો પણ એકાએક દેહવિલય થયો અને ગોરમહારાજે જેના દીકરાની પત્નીને પોતાની પત્નિ બનાવી ઘરમાં રાખી છે.
આ પ્રકારની વાસ સાંભળી મન તૃષ્ણાથી ભરાઇ આવ્યું. આ સાંભળી ચોકકસપણે યોગ્ય લાગ્યું કે વિધવા વિવાહ તદ્દન જરૂરી છે. ગોરમહારાજે કે સમયે ખરેખર જેમના દીકરાની પત્નિ માટે યોગ્ય મૂરતિયો શોધીને તેની સાથે લગ્ન કરાવવાની તાતી જરૂરિયાત હતી. જો તેમણે આમ કરેલ હોત તો તેઓની ગણના એક સંનિષ્ઠ વ્યક્તિ તરીકે ગણાતી. પરંતુ તેઓએ તેમ કરવાનું યોગ્ય ન માની તમણે જેમના દીકરાની વહુ સાથે લગ્ન કરવા કે અનૈતિક નહીં પણ, અયોગ્ય પણ હતું. પછી ખબર પડી કે, તેમની વહુ બીજાની સાથે ભાગી પણ ગઇ હતી.
મનમાં વિચારોના અનેક પ્રકારના વાદળો વાયુવેગે મંડાયેલા હતાં. જે વ્યક્તિ માટે અંતરમાં માન સન્માન ન હોય, તેમને પોતાના પૂર્વજ બનાવીને સન્માનિત કરવા એ કેટલા અંશે કઇ રીતે ક્યા પ્રકારથી વ્યાજબી ગણાય. ઉંમરના પ્રમાણમાં જોઇએ તો ગોરમહારાજ સન્માનિત હતા. ઉંમરને પરિણામે કમર વળી ગઇ હતી, સાર-સંભાળ રાખનારું કોઇ હતું નહીં. ક્યારેક ક્યારેક ખાટલા પર કલાકો સુધી પડ્યા રહેતા હતાં. જેમની આ પરિસ્થિતિને અનુલક્ષી કેમની પર દયા કરવી કે અનુભૂતિ થવી કે અલગ વાત હતી. પરંતુ તેમની પૂજા રવી કે બીલકુલ અયોગ્ય અને ગેરવ્યાજબી હતું, કારણ કે વ્યક્તિ જેને માટે બીલકુલ લાયક ન હતાં.
યુવાવસ્થામાં જે સમય અભ્યાસનો ગયો તે વખતે આ બધી બાબતો વિચારવાનો અવસર ન આવે કે સ્વાભાવિક હોય પરંતુજ્યારે સમયાંતરે મન સંઘર્ષ સાથે સંલગ્ન બનવાનું શરૂ કરતું હોય તેવા સમયે આ પ્રકારના અનેક વિચારો મનમાં ઘર કરી જતાં હોય છે. એક દિવસે જ્યારે એક સંબંધીને ત્યાં શ્રાદ્ધ પક્ષ દરમિયાન તિથીના દિવસે આપવામાં આવેલ ભેટસોગાદોને કારણે ગોરાણીઓને ઝઘડોટંટાસ કરતા જોયેલ ત્યારથી આ બાબતમાં મન ખુબજ અસ્વસ્થ થઈ ગયેલ હતું. પરંતુ શું કરવાનું સસરાજીના દેહવિલય બાદ દર વર્ષે શ્રાદ્ધ પક્ષમાં તિથિ પર એક બ્રાહ્મણને બોલાવીને જેને જમવાનું કથા દાન દક્ષિણા આપવાની પ્રથા ચાલી આવતી હતી.
મેં એક વખત ધીમા અવાજે આ બાબત અંગે વિરોધ કરેલ અને સાસુજીને કહેલ હતું પપ્પાના નામે ક્યાંક બીજી જગ્યાએ દાન ધર્મ કરી શકાય, પરંતુ કે વખતે તેમણે એમ કહી મારો વિરોધ કરેલ હતો કે બધા આ મુજબ કરે છે, આપણે ત્યાં પણ આ રીતરિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે જેને કેવી રીતે છોડી શકાય.
શીખાના સાસુ એમ પણ બહું દુ:ખી હતાં. જ્યારથી જેમના પતિનું અવસાન થયું ત્યારથી, કે બહુ ઉદાસ રહે છે, અનેક કંઇ પણ કહેવામાં આવે કે તેમના આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગ્યા. બહાર આવવા જવાનું પણ તેમણે છોડી દીધેલ હતું. જે કારણે પણ મારે તેમને આ બધી વાત કરી તેમની ઉદાસીનતામાં વધારો કરવાની હિંમત નહોતી ચાલતી. પરંતુ બીજી બાજુ મન પાછું ત્યાં ને ત્યાં આવીને અટકી જતું હતું કે, ચાલી આવતા અયોગ્ય રીતરિવાજો જો તેમને તેમ ચલાવવામાં આવે કે જે બરાબર નથીતે છતાં આંખો પર પાટા બાંધીને ચાલ્યા દેવામાં આવતા હોય તો, આપણે જે કાંઈ કરીએ છીએ તે વિચારી સમજી અને બુદ્ધિ પૂર્વક કરવામાં આવે છે કેવી રીતે કહી શકાય.
શીખાએ તેના પતિ શૈશવને કહ્યું કે મંમીને વાત કરો અને જેમને સમજાવવાનો પ્રયત્ન કરો. પરંતુ શીખાને તેની ધારણા મુજબનો જ જવાબ મળ્યો, જો શીખા, એ બધું તારું કામ છે.”
ખરેખર આ બાબતે શૈશવ બહુ ઉદાસીનતા ધરાવતો હતો. તેને શ્રાદ્ધ તિથીની વિધિ કરે કે ના કરે તેને કોઇ મતલબ ન હતો. તેની સાથે લગ્ન કરી આવ્યા પછી બધી બાબત કે શીખા પર જ ઢોળતો હતો. શીખાના મનમાં ગડમથલ ચાલ્યા કરતી હતી. અંતમાં તેણી પણ એવા મકસદ પર આવી હતી કે, વરસી બાબતમાં કંઇ કહીને એ તો તેના સાસુ દુ:ખી હતાં જેમને કહીને વધુ દુ:ખી કરવા માંગતીન હતી. જેમતેમ કરીને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સસરાના વરસી શ્રાદ્ધ ની વિધિ જેમ કરવામાં આવ્યા હતી કે મુજબ જ કરવાનું મન મનાવી લીધું હતું.
આપણે બધા આમ તો સમાજ સુધારણાની સામાજિક સુધારાની મોટી મોટી વાતો કરતાં થાકતા નથી. દુનિયાભરના ભાષણો આપતા ફરીએ છીએ. પરંતુ જ્યારે પોતાના પર આવે ત્યારે મર્યાદા નડતી હોય છે, પછી બીજા કરે એમ કરીએ છીએ જેને આપણે ખોટું માનતા હોઇએ છીએ.
શીખા નામાંકિત શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. તેની શાળામાં પ્રતિયોગિતા સ્પર્ધા થવાની હતી. તેમાં પાંચમા ધોરણથી દસમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લેવાના હતા. આ સ્પર્ધામાં એક સવાલ આવીને ઉભો હતો કે, આ સ્પર્ધામાં મુખ્ય અતિથિ તરીકે કોને બોલાવવા. શીખાએ તેના મનમાં કેટલાક વિચાર કર્યા બાદ શાળાના મુખ્ય આચાર્યને શીખાએ તેના સાસુ બાબતે જરૂરી માહિતી આપી તેઓને શાળાના પોગ્રામમાં મુખ્ય અતિથિ તરીકે બોલાવવા માટે સીફારીશ કરી. શીખાની વાત સાંભળી આચાર્ય પણ ખુશ થઈ ગયાં તેમણે શીખાને સંમતિ પણ આપી દીધી.
શાળામાં નકકી થયેલ વાત ઘરે આવી તરત શીખાએ તેની સાસુને ન બતાવી. જે દિવસે પ્રોગ્રામ હતો જેના એક દિવસ પહેલાં પણ જો શીખા કહેતી તો તેને ખબર હતી કે તેના સાસુ તૈયાર નહીં થાય. છેલ્લે દિવસે એટલે છે દિવસે પ્રોગ્રામ હતો તેના આગળના દિવસે રાત્રે કહેવા માટે તેણે મને મનાવી લીધેલ હતું. કારણ છેલ્લે વખતે કહેવામાં આવે એટલે તેમને ન આવવાનું કોઇ પ્રયોજન જ ન રહે.
શીખાના સાસુ તેમની રોજની આદતમુજબ રાત્રીના સમયે રામચરિત માનસ વાંચી રહેલ હતાં. શીખા તેમની પાસે જઇ બેઠી વાંચવાનું પૂરું થયું પછી ધીમેથી શીખાએ કહ્યું, ‘‘મંમીજી, કાલે તમારે મારી શાળામાં બાળકોની સ્પર્ધાના કાર્યક્રમમાં મુખ્યઅતિથી તરીકે આવવાનું છે.”
‘‘મારે આવવાનું છે ?” મંમીજી એકદમ અવાક્ થઇ બોલ્યા, ‘‘હું કેવી રીતે આવી શકીશ ? હું તો નહીં આવી શકું.”
‘‘કેમ ન આવી શકો તેની ?”
‘‘ના વહુ, ના ? હજી તો તારા સસરાના દેહવિલય ને એક વર્ષ પણ નથી થયું. તેમની શ્રાદ્ધ વિધિ પણ બાકી છે એટલે કે પતી જાય પછી હું બહાર નીકળી શકું. કે પહેલાં ઘરમાંથી બહાર પણ નીકળી શકાય નહીં.”
‘‘મંમીજી, હું કોઇ લગ્ન કે વેવિશાળ ના પ્રસગમાં લઇ જવાની વાત તો નથી કરતી ને. નાની નાની દીકરીઓ સ્ટેજ પર આવી તેમની વાણીથી કંઇક બોલવાની છે. જ્યારે તમે કાલી કાલી બાળકીઓની વાચાને માણશો તો તમને પણ સારું લાગશે.”
‘‘એ વાત તો બેટા બરાબર છે. પરંતુ મારી પરિસ્થિતિ તો જો. શું સારી લાગીશ આ રીતે આવીશ તો ?”
‘‘શું થયું છે તમારી પરિસ્થિતિ ને ? બધું બરાબર જ છે. નાની બાળકીઓને મનોરંજનનો કાર્યક્રમ છે, જેમાં એક વડીલ તરીકે આપની હાજરીથી કાર્યક્રમની રોનકનમાં વધારો થવાનો છે.”
‘‘જો બેટા, તું મને બોલાવવાનું રદ કરી બીજા કોઇને બોલાવ તો સારું.”
‘‘ના, મંમીજી, ના. તમારે જ આવવું પડશે,” શીખાએ પણ એક નાના બાળકની જેમ જીદ સાથે કહ્યું, ‘‘હવે મેં શાળામાં આચાર્યને પણ હા કહેલ છે. તેઓ શું વિચારશે મારા અને તમારી બાબતમાં ?”
‘‘તારે મને પહેલાં પુછીને નક્કી કરવું જોઇએ ને.”
‘‘મને ખબર હતી. મારી સારા મંમીજી મારી વાતમાં ક્યારેય ના કહી શકે. બસ, એટલા માટે જ મેં આપને પુછ્યા વગર જ આચાર્ય બહેનને હા કહેલ હતી.
‘‘સારું બેટા સારું, તું આમ પણ તારી જીદ પુરી કર્યા વગર રહેવાની નથી. સારું, હું આવીશ. હવે તો ખુશ છું ને ?”
‘‘હા, મંમીજી, બહુ બહુ બહુ જ ખુશ છું ?” શીખા, આનંદના અતિરેકમાં તેની મંમીજીને વળગી પડી. બીજા દિવસે શીખા તો તેના સમય મુજબ શાળામાં આવી ગઇ હતી. મંમીજીને કેવો પતિ શૈશવ કારમાં કાર્યક્રમ ના સમય અગાઉ શાળામાં મુકી ગયેલ. એકદમ સફેદ કલરની સાડીમાં મંમીજી સુંદર લાગી રહેલ હતાં.
શાળામાં સમયુનસાર કાર્યક્રમની શરૂઆત થયેલ હતી. શાળાના આચાર્યા બહેને મુખ્ય અતિથિ તરીકે આવેલ શીખાના મંમીજીનું સ્વાગત કરતાં કહેલ કે, ‘‘આજે મને શ્રીમતી કમળાદેવીનું મુખ્યઅતિથિના રૂપમાં સ્વાગત કરતાં હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહેલ છું. તેઓએ તેમના પતિના દેહવિલયની યાદગીરી સ્વરૂપે પ્રથમ થી ત્રીજા ક્રમાંકે આવનાર બાળકને ૫૦૦૦-૫૦૦૦ રૂપિયા ઇનામ સ્વરૂપે આપવાનું નક્કી કરેલ છે, અને બીજા ૨૧૦૦૦/- ની રકમ ના વ્યાજમાંથી દર વર્ષે પ્રથમ ક્રમાંકે આવનાર બાળકને પંદર વર્ષ સુધી ઇનામની રકમ આપવાની જોગવાઈ કરેલ છે. હું આજના આ શુભ પ્રસંગે આપણી શાળાના સમગ્ર પરિવાર તરફથી તેમના આ ભવ્ય યોગદાન બદલ આભારની લાગણી પ્રગટ કરું છું.
તાળીઓના ગડગડાટ અને એક અનેરા ઉત્સાહ થી સમગ્ર હોલમાં હર્ષ અને આનંદની લાગણીનો સુર આવી ગયેલ હતો. ખુરશી પર ખુશમીજાજની મુદ્રામાં બેઠેલ શાખાના મંમીજી આચાર્યનું ભાષણ સાંભળી રહેલ હતાં અને તેમના નયનો કે જેમના ઘરની લાડકવાયી કુળવધુ બાજુ મંડાયેલા હતાં. શીખા પણ તેમની તરફ અવારનવાર કરતી રહેતી હતી. આચાર્યાના શબ્દો સાંભળી તેમની આંખોમાંથી અશ્રુ આવેલ પરંતુ બેખુદી પૂર્વક ધીમે રહીને રૂમાલથી લુછી લીધેલ. પ્રતિયાગિતાનો કાર્યક્રમ ધાર્યા કરતાં ઘણો સરસ રહ્યો હતો. બાળકોએ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. પ્રોગ્રામ પુર્ણ થતાં ભાગ લેવા પૈકી વિજયી બાળકોને શ્રીમતી કમળાદેવીના હસ્તે ઇનામ વિતરણ તેમજ અન્ય બાળકોને પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવેલ. શીખા જોઇ રહી હતી ઇનામ વિતરણ દરમિયાન પણ તેની મંમીજીના આંખોમાંથી ખુશીના આંસું પ્રગટ થઇ રહેલ હતાં. તેમના ચહેરા પર આજે કાંઇ સારું કાર્ય કર્યાનો આનંદ વતાઁતો હતો.તેના ચહેરો જોઇ શીખાને પણ આજે આનંદ થતો હતો.
અત્યાર સુધી તો શીખા તેના કાર્યક્રમમાં વ્યસ્ત હતી. પરંતું કાર્યક્રમ પૂરો થતાં જ ફરી પાછું જેનું મન શ્રાદ્ધ વરસી કરવાના પ્રસંગ પર આવી અટવાઈ ગયું.
બીજા દિવસે તેણીએ મંમીજીને કહ્યુ, ‘‘મંમીજી, પિતાજીની શ્રાદ્ધ તિથિ કરવાના પંદર દિવસ બાકી છે. મને જણાવશો, શું શું ઘરમાં લાવવાનું છે કે શાળામાંથી આવ્યા વખતે લઇને આવું. જેથી સમયાનુસાર બધી જરૂરિયાતો મુજબની વસ્તુઓ લાવી શકાય.”
‘‘વહુ બેટા, શ્રાદ્ધ તિથિની વિધિ જો થઇ ગઇ ને.”
‘‘શ્રાદ્ધિ તિથિ વિધિ થઇ ગઇ,” શીખા એકદમ અચંબિત થઇ ગઇ, મંમીજી, તમે આ શું કહી રહ્યા છો?”
‘’હા શીખા, ગઇકાલે તારી શાળામાં જ મેં શ્રાદ્ધ તિથિની વિધિ પુરી કરી. ગઇકાલથી જ હું જે બાબતે બરાબર વિચારી રહી છું. મારા મનમાં અનેક પ્રકારના વિચારો ફરી રહેલ હતાં. મારી આંખો સમક્ષ બે વસ્તુ બરાબર સામે આવી અટકી જાય છે. આંખ કે બરાબર જમતા અને અને પ્રકારની ભેટ સોગાતો લેતાં બ્રાહ્મણો અને તો પણ અંદરો અંદરના તેમના ઝઘડાઓ. કે બધાની વચ્ચે મેં મારા મૃત પતિ અને ચારા સસરાજીને અંતરથી શોધ્યા પણ તેમને ન શોધી શકી.”
‘‘બીજું ચિત્ર પ્રગટ થયું કે તારી શાળાની નાની નાની પરંતુ અતિસુંદર મનમોહક બાળીકાઓનું અનોખું દ્રશ્ય, તે બાળકીઓના ચહેરા પરનું અનોખો આત્મસંતોષ, જે આનંદનો ઉત્સાહ કે બાળકીઓના આંખોમાં દેખાઇ રહ્યો હતો, કે તારા સસરાની તિથિના સવરૂપમાં આપેલ ઇનામનું યોગદાન વરસોવરસની અનોખું યોગદાન છે.
શીખાએ તેની મંમીજીના ચહેરા તરફ નજર કરી તો તેમના નયનોમાં ભાવુકતાના દ્રશ્યો છલકાતાં હતાં.
‘‘શીખા, તે કેટલા રૂપિયા ક્યાં ખર્ચ કર્યો ?”
‘‘૫૦૦૦-૫૦૦૦ એક થી ત્રણ નંબરના કુલ ૧૫૦૦૦/- અને બીજા ૨૧૦૦૦/- કુલ ૩૬,૦૦૦/-રૂપિયા થયા.” શીખા, કે બરાબર સમયુનાર સરસ અર્થપૂર્ણ ખર્ચ શ્રાદ્ધ તિથિ વિધિના સ્વરૂપે કરેલ તેનાથી વધુ કોઇ વિધિ ન હોઇ શકે. આજે મારા અંતાત્માની તારા કરેલ કાર્યએ મારી આંખો પરના વાદળો હટી ગયેલ છે.
‘‘ઓહ, મંમીજી,” આનંદથી શીખા તેના સાસુની વાતો સાંભળી તેને ચીપકી પડી.
‘‘ત્યાંજ શીખાના પતિ શૈશવનો ગૃહ પ્રવેશ થયો, શું છે આજે સાસુ-વહુમાં બહુ પ્રેમ પ્રગટ થઇ રહ્યો છે.”
‘‘હા કેમ, શું તમારું એમ કહેવું છે અમે બંને ઝઘડતા હોઇએ છે.” શીખા તેના ચહેરા પર કુત્રિમ ગુસ્સો પ્રગટ કરતાં ઉભી થઇ તેના પતિને કહેવા લાગી.
‘‘શૈશવે ધીમે રહીને શીખાના કાનમાં કહ્યું, ‘‘મને લાગે છે કે તે તારા મન મુજબ કાર્ય કરવામાં તને સફળતા મળી ગઇ.”
‘‘હા, બીલકુલ સાચી વાત.”
‘‘જિદ્દી તો તું છું જ આમેય,” હસતાં હસતાં બોલ્યો, ‘‘આવી જ જિદ્દમાં તેં મને પણ સારી પ્રેમ રૂપી જાળમાં ફસાવ્યો હતો.”
‘‘હા….હા….” બહુ સારું હવે, એમ કહી શીખાની આંખો ફરી જેની મંમીજીના એક પ્રકારના આનંદના ચહેરા તરફ પહોંચી ગઇ.
------------------------------------------------------------
Dipak Chitnis