ઉંમરનો તકાજો DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉંમરનો તકાજો

।। ઉંમરનો તકાજો ।।
 
            ‘‘મંમી, ચા,” સેફાલી એ વૈભવીને ચા નો કપ આપતા ચાની ટ્રે તેમની નજીક રાખતાં જ  તેમણે પુછ્યું, વિવેક આવી ગયો.
       ‘‘હા, હમણાં જ આવ્યા, થાકીને આવ્યા હશે એટલે ફ્રેશ થવા ગયા. આપને બીજું કાંઈ જોઇએ છે.”
       ‘‘ના બેટા, કંઇ જોઇતું નથી,” વૈભવીએ કહ્યું એટલે સેફાલી ચા પીવા ડ્રોઇંગરૂમમાં આવી વિવેક સાથે બેઠી.
       વિવેકે સેફાલીને કહ્યું, ‘‘પરમદિવસે અંબાકાકી આવનાર છે, તેમનો ફોન આવ્યો હતો, જઇને મંમીને કહું છું, તે જાણીને ખુશ થશે.”
       સેફાલીને ખબર હતી કે અંબાકાકી અને મંમનો બહુ જૂનો સંબંધ છે. બંને જામનગરમાં એક જ શાળામાં શિક્ષિકા તરીકે વર્ષો સુધી સાથે ફરજ બજાવેલ હતી. વૈભવી એક વર્ષ પહેલાં નિવૃત્ત થયેલ, અંબાકાકી ને હજી નિવૃત થવામાં બે વર્ષ બાકી હતાં. સેફાલી અંબાકાકીને જામનગરમાં ઘણી વખત મળેલ હતી. વૈભવી તેના નિવૃત્તિ બાદ તેના દીકરા સાથે રાજકોટમાં રહેતા હતા.
       વિવેકની સાથે સેફાલી પણ વૈભવી રૂમમાં આવી ગઇ. વિવેકે તેની મંમીને કહ્યું,‘‘મંમી, અંબાકાકી કોઇ કામ સારું રાજકોટ આવી રહેલ છે, આપણે ઘરે બે-ચાર દિવસ રોકાઇને જશે.”
       વૈભવી વાત સાંભળી બહું ખુશ થઈ, બોલી, ‘‘કેટલા સમયથી જામનગર જવાનું થયું નથી. સારું અંબા અહીંયા આવી રહેલ છે તો તેની સાથે મળવાનું થશે. જામનગર તો જાણે હવે છુટી ગયું છે.”
       વૈભવીની વાત સાંભળી, વિવેકે કહ્યું, ‘‘કેમ મંમી અહીંયા ખુશ નથી શું ?” પછી ધીમે રહી સેફાલીને ચીડવવા માટે તેની તરફ નજર કરી બોલ્યો, ‘‘તારી વહુ તારી સેવા-ચાકરી બરાબર નથી કરતી કે શું ?”
       વૈભવી તુરત વિવેકની વાત સાંભળી બોલી, ‘‘ના, ના હું તો પુરો દિવસ આરામ કરીને થાકી જાઉં છું. સેફાલી તો ઘરમાં મને કાંઈ કરવા નથી દેતી.”
            થોડો સમય બંને મંમી પાસે અલકમલકની વાતો કરતાં બેઠા પછી બંને પોતાના રૂમમાં આવ્યા. તેમના બે બાળકો યુગ-સિદ્ધી શાળામાંથી આવી ગયેલ હતાં. સેફાલી એ બાળકોને પણ જણાવ્યું, દાદીની ખાસ મિત્ર આપણે ઘરે આવનાર છે. બાળકો પણ સાંભળી ખુશ થયા, આમ પણ નાના બાળકોનું માનસ ઘરમાં નવી કોઇ વ્યક્તિ આવનાર હોય એટલે આનંદથી ઝૂમી ઉઠે.”
       અંબાકાકી તેમના જણાવ્યા અનુસાર આવી ગયા હતા. તેમને મળીને બધા બહુ ખુશ હતાં. બધાને તેમની સાથે એક પોતાની અંગત વ્યક્તિ છે તેવો પોતીકાપણાનો નાતો હતો. જામનગરમાં તો એક ઘરના સભ્યની જેમ હતાં. એક જ સોસાયટીમાં બંનેના મકાન હતાં. સગી બહેનો હોય તેમ એકબીજાને નાતો હતો.
       ચા-નાસ્તો કરતાં કરતાં અંબાકાકી બધી જૂની વાતો કરતા હતાં, તેમના અને તેમના કુટુંબ બાબતે જણાવી રહેલ હતાં. જામનગરમાં તેમના દીકરા-વહુની સાથે રહે છે.    તેમના પતિ નિવૃત થયેલ છે પરંતુ સમય પસાર થાય તેવા ઉદ્દેશથી કોઇ ખાનગી ઓફીસમાં એકાઉન્ટનું કામ કરે છે. વૈભવી કંઇક અંશે ઓછું બોલી રહેલ, અંબાકાકીએ તેને ટકોર કરી, ‘‘વૈભવી, તને શું થયું છે ? કેમ એકદમ પહેલાં કરતાં સુકાઇ કેમ ગઇ છું. ક્યાં ગઇ તારા ચહેરાની હશીખુશી, બહુ થોકેલી થાકેલી કેમ લાગું છું. તારી તબિયત તો બરાબર છે ને ?”
       ‘‘હું  પહેલાં જેવી બરાબર જ છું. તને કેમ એવું લાગી રહેલ છે,” વૈભવીએ કહ્યું.
            ‘‘હું શું તને જાણતી ?” બંને વાતો કરવા લાગી તો સેફાલી રાત્રી ભોજન માટે તૈયારીમાં રસોડામાં પહોંચી ગઇ. તે પણ વિચારોમાં ખોવાઈ ગઇ હતી કે જ્યારથી જામનગરથી મંમી આવેલ છે, ત્યારથી થોડા થોડા અંદરોઅંદર મુંઝવણ તેમને કાંઇ કોળી ખાતી હોય તેમ લાગે છે. તેમના આરામ તેમજ ખાવા-પીવા બાબતમાં પણ તેમનું બધું ધ્યાન રાખું છું. કાયમતેની પોતાની મંમીની જેમ તેમને સ્નેહ આપેલ છે. કે પણ માન-સન્માન આપવામાં ક્યાંય કસર છોડતાં નથી. સાસુ-વહુ તરીકેનો સંબંધ ભલે હોય પરંતુ મા-દીકરી જેવો સુમધુર સંબંધ હતો. જોવાવાળા પણ એકનજરેનક્કી ન કરી શકે કે, મા-દીકરી છે કે સાસુ-વહુ છે એવો સુમધુર નાતો હતો સેફાલી-વૈભવી વચ્ચે, આમ છતાં મંમી મનમાં કેમ મુંઝાયેલા રહે છે ? આવા વિચોરો સેફાલીના મગજમાં ચકરાવે ચડી રહ્યાં હતાં અને તેમાં જ તેણી સાંજની રસોઈ કરી રહેલ હતી.
સાંજનું જમણ પતાવ્યા બાદ અંબાએ વૈભવીને કહ્યું, ‘‘ચાલ, બહાર થોડો ફરી આવીએ.”
‘‘બહાર જવાનું કાંઇ મન નથી. ચાલ, મારા રૂમમાં જઇને બેસીને વાંચો કરીએ,” વૈભવીએ અંબાને કહ્યું.
‘‘વૈભવી, તને શું થયું છે ? તને તો આદત હતી ને જમ્યા પછી બહાર આંટો મારવાની.”
‘‘કાકી, હવે કે તેની પહેલાં ની જેમ હરવા-ફરવાનું બંધ કરેલ છે. બસ સાંજે જમવાનું પતાવી ટી.વી જોવે છે,” સેફાલીએ અંબાકાકીને કહ્યું તો વૈભવી મંદ મંદ હાસ્ય વેળી રહેલ હતી.
‘‘હું આ શું સાંભળી રહી છું વૈભવી ?”
‘‘અંબા, હવે મારું મન પહેલાની જેમ નથી માનતું.”
‘‘જો, એક વાત સમજી લે જે, હું તારી જેમ ઘરમાં બેસી રહેવા નથી આવી, ચુપચાપ ચાલ મારી સાથે, અને હા કાલે તારે મને રાજકોટ ફેરવવા પણ લઇ જવાનું છે.મારે ખરીદી પણ કરવાની છે, મારા દીકરાની વહુએ ચીકનના ડ્રેસ મટીરીયલ મંગાવેલ છે.”
       સેફાલીએ કહ્યું, ‘‘તમે મારી આવજો કાકી. મંમીના પગમાં દુખાવો રહે છે. કે આરામ કરશે.”
       બીજા દિવસે અંબા, વૈભવીને જબરજસ્તીથી બજારમાં લઇ ગયા. બંને બજારથી ઘરે આવ્યા ત્યારે બંનેના મોંઢા પર ખુશી વતાઁતી હતી. વૈભવી બહુ તાજગીભરી મહીલા હોય કેમ લાગતી હતી. સેફાલીને પણ જોઇને આનંદ થયો, વૈભવી નો સમય સરસ પસાર થઈ ગયેલ હતો.
       વૈભવીને લઇ અંબાકાકી બહુ ચિંતિત હતા. તેમના અંતરમાં એવી લાગણી હતી કે, વૈભવી પહેલાં તરોતાજગી થી ભરપૂર હતી તેવી જ રહે. પરંતુ અમુક સમયે કહેવું જેટલું સહેલું હોય છે પરંતુ અમલ કરવો કે કરાવવો બહુ અઘરો હોય છે. જે દિવસે અંબાકાકી ને પરત જવાનું હતું કે દિવસે સેફાલીને કહ્યું, ‘બેટા, થોડી જરૂરી વાત કરવી છે તારી સાથે.”
       ‘‘કહો ને, કાકી.”
       ‘‘મારી સાથે બગીચામાં ચાલ, એકલા બેસી વાત કરીએ.”
       બંને જણા સેફાલીના મકાનની સામે આવેલ બગીચામાં જઇ એક બાંકડા પર બેઠા.
       ‘‘સેફાલી, વૈભવી પહેલાં કરતાં બહુ જ બદલાઈ ગયેલ છે. તેનું આ જે બદલવાનું છે કે મને બીલકુલ પસંદ નથી.”
            ‘‘હા કાકી, મંમી બહુ બદલાયેલા છે મને પણ ગમતું નથી. અહિંયા તેમના આવ્યા પછી પણ હું તેમનું ધ્યાનતો આપું છું, તેમને કોઇ કામ પણ કરવા દેતી નથી, કોઇપણ પ્રકારની જવાબદારી પણ અમે તેમના પર નથી નાખતા, તો પણ રોજ દિવસે દિવસે જેમના ચહેરા પર જે તાજગી દેખાવી જોઇએ તે દેખાતી નથી.”
       ‘‘બેટા આ તો તે ભૂલ કરી છે બેટા, તેં બધા કામકાજમાંથી મુક્ત કરીને તેને તેના જીવવની જીવવાનો ઉદ્દેશ પુરો કર્યો હોય એમ તેને લાગે છે. હવે તે અત્યારના સમયે પોતાની બિનઉપયોગી માની રહેલ છે. બસ તે કારણ તેના મગજમાં ઘર કરી ગયું, પરિણામ તેના તન પર દેખાવા લાગ્યું.” મને ખબર છે કે તું તેને આરામ કરવાના ઉદ્દેશ્યથી આમ કરી રહેલ છું. પરંતુ બેટા માનવીની જરુરત, આકાંક્ષાઓ કંઇક અલગ અલગ હોય છે. કોઇકને એમપણ જીવનની સતત દોડાદોડ પછી આરામ કરવાનો પસંદ હોય છે, જ્યારે કેટલીક એવી વ્યક્તિઓ પણ હોય છે તેમને સતત કામ કર્યા પછી નિવૃતિના સમયમાં પણ પવૃતિમય રહેવામાં તેમને જીવન જીવવાનો અનોખો આનંદ મળતો હોય છે. વૈભવી જેની નોકરી દરમિયાન સતત પવૃતિશીલ રહેલી છે તેના જીવનમાં આળસ ક્યારે દેખાયેલ નથી. મને ખબર છે તે પ્રમાણે તેનાનિવૃત્તિ સમય બાદ અમે થોડો સમય સાથે રહેલાં પરંતુ કે સદા પવૃતિમય રહેતી અને તેમાં તેને આનંદ મળતો હતો. તેને જવાબદારીઓ સંભાળવાનો પણ આનંદ મળતો હતો. વધુ સમય ટીવી જોવાનું કે તેને પહેલાં પણ પસંદ નહોતું. કે કહેતી હતી આખો દિવસ ટીવી જોનારા ઉંમરલાયક હોય છે જે કોઈ કામ કરી શકતા નથી. મારી પાસે તો હજી બહુ બધું કામ કરવાની ઇચ્છા આકાંક્ષા છે અને તે બધું કરી શકવા માટે હું પુરી રીતે તંદુરસ્ત છું.
       ‘‘પુરુ જીવન અને તેમાં અમુલ્ય જીવનના છેલ્લા ત્રીસ વર્ષ તે તેની જવાબદારીમાં બીલકુલ વ્યસ્ત રહેવા વારી વૈભવીને ઘરમાં બેસી ચૂપચાપ ટીવી જોવાનું પસંદ નથી.”
       ‘‘વિવેક જ્યારે આઠ વર્ષનો હતો, તેના પિતાનું અકાળે અવસાન થયેલ હતું. વૈભવીએ કાયમ ઘરની તેમજ બહારની બધીજ જવાબદારીઓ સંભાળેલ છે. તે હજી સુધી બીલકુલ સ્વસ્થ છે. મને એમ લાગે છે કે કોઇ ને કોઇ કામ તેને તેના તનની તંદુરસ્તી ટકાવવામાં મોટો ભાગ ભજવે છે. મારી એક સલાહ માન બેટા, તું વૈભવીને તેની રીતે જે થોડું થોડું કામ કરે તો કરવા દે, તેને થોડી જવાબદારી સોંપ આ કામ જેના જીવનને વેગવંતું બનાવવામાં અને તેના શરીરની સુખાકારી માટે જરૂરી છે. સેફાલી, માનવી શરીરથી નહીં, મનથી ઉંમરલાયક બનતો હોય છે. જયાં સુધી તેના મનમાં કામ કરવાનો ઉત્સાહ છે ત્યાં સુધી તેને તેની મરજી મુજબ કામ કરતાં રોકવાની જરૂર નથી. ‘‘તમે આરામ કરો, હું કરી લઇશ” એવું બધું કહી તેને એક રૂમમાં બેસાડી રાખેલ છે એમ તેને લાગી રહેલ છે. જ્યારે વૈભવીના કિસ્સામાં કહું કે જીવનને સદા કામમાં મશગુલ રાખવું તે તેને ગમે છે. તેને હવે જીવન થંભી ગયેલું અને બીન ઉપયોગી લાગે છે. એની જામનગરની દિવસ દરમિયાનની કામગીરી જોયેલ નથી. તું તેને જ્યારે જોંઉ ત્યારે તેણી કોઇને કોઇ કામમાં વ્યસ્ત જ દેખાય, કામ સારું ક્યાંક આવવું જવું, હું સાચું કહી રહી છું ને બેટા ?”
            ‘‘હા કાકી, આપ બીલકુલ સાચી વાત જણાવી રહેલ છો. હું આપની વાત બીલકુલ સારી રીતે સમજી ચુકી છું. હવે તમે જોશો, બીજી વખત તમે ફરી આવશો અને મંમી તમને પહેલાં જેવા હતાં તેવા જોવા મળશે.”
       અંબાકાકી બીજા દિવસે સવારની ટ્રેનમાં પરત નીકળી ગયા. સેફાલી તેની મંમીના રૂમમાં તેમના પલંગ પર સુઇ ગઇ. વૈભવી ટીવી જોઇ રહેલ હતી. તે એકદમ આશ્ચર્ય ચકીત થઇ ગઇ,‘‘શું થયું બેટા ?”
       ‘‘મંમી, બહુ થાકી ગઇ છું, કમરમાં પણ દુખાવો થાય છે.”
       ‘‘દવા લાવી આપું, બેટા.”
       “ના મંમી, હજી તો બજારમાંથી ઘર માટે જરૂરી ચીજવસ્તુઓ પણ લાવવાની છે.”
       વૈભવીએ સેફાલી બાજુ ફરી વિચાર કરી બોલી, ‘‘હું લાવી આપું તને ?”
       ‘‘તમને લાવવામાં કોઇ તકલીફ કે નહીં પડે ને ?” સેફાલી ધીમે રહી બોલી.
       ‘‘અરે નહીં, તકલીફ શાની એમાં, તું મને યાદી બનાવી આપ, હું હમણાં કપડાં બદલી બજારમાંથી બધું ફટાફટ લઇ આવું.” આમ કહી વૈભવી ઉભી થઇ અને ટીવી બંધ કર્યું, કપડાં બદલ્યા, સેફાલી પાસેથી યાદી લીધી અને પાકીટ લઇ જોશભેર બજારમાં જવા નીકળી.
       વિવેક આવ્યો ત્યારે સેફાલીએ અંબાકાકી સાથે થયેલ વાતચીત જણાવી. તેને પણ અંબાકાકીની વાત સમજમાં આવી ગઇ. કે પણ મંમીને હંમેશા ખુશ મિજાજ માં જોવાના ઇચ્છા રાખતો હતો. કે પણ તેમના જીવનમાં જે ઉદાસીનતા આવી હતી તે દૂર કરવા માટે ચિંતિત હતો.   
            એકાદ કલાક પછી વૈભવી બજારમાંથી પરત આવી, તેમના ચહેરા પર આનંદ જણાતો હતો.” હસતાં મુખે બોલી, ‘‘આજે બહુ દિવસ પછી ખરીદી કરવાનો અવસર આવ્યો, જોઇ લે જે, કંઇ રહી તો નથી ગયું .”
       સેફાલી લાવેલ સામાન કાઢી ડબ્બામાં ભરી રહેલ હતી વૈભવી એ પુછ્યુ, ‘‘માથાનો દુખાવો કેમ છે હવે ?”
       “પહેલાં કરતાં સારું છે.”
       એટલામાં વિવેકે કહ્યું, સેફાલી આજે જમવામાં શું બનાવીશ ?”
       “હજું કાંઇ નક્કી નથી કર્યું ?”
       વિવેકે કહ્યું, ‘‘મંમી, આજે તમે તમારા હાથે બનાવેલું રસાવાળું બટાટાનું શાક ખવડાવો, બહુ દિવસો થઇ ગયા.”
       વૈભવી સાંભળી ને ચોંકી ગઇ, ‘‘અરે, હમણાં બનાવી દઉં, પહેલાં બોલ્યો કેમ નહીં ?”
       ‘‘મંમી, તમે હમણાં જ બજારમાં જઇને આવ્યા છો, પહેલાં થોડો આરામ કરો, પછી બનાવી આપશો,” સેફાલી બોલી એટલે વૈભવી રસોડા તરફ જતાં જતાં કહ્યું,‘‘અરે, આરામ શું ને વાત શું, મેં કર્યું જ શું છે ?”
            વિવેકે, સેફાલી તરફ નજર કરી જોયું. મંમીનો ચહેરો પહેલાં જેવો ઉંમંગથી ભરેલો જણાતો હતો. બંનેના મન પરનો ભાર જાણે ઓછો થઇ ગયો હતો. બંને ખુશ હતા કે, કાયમ નાખુશ રહેનાર મંમીના ચહેરા પરની તાજગીથી રસોડા તરફ જઇ રહેલ હતી. સેફાલી વિચારી રહી હતી કે અંબાકાકી બીલકુલ સાચું કહેતા હતાં,જયાં સુધી મંમી પોતાને થાકેલ હોય તેવુ તેમને ન લાગે ત્યાં સુધી તેમના જેવું કોઇ કામ કરતાં તેમને રોકવાની જરૂર નથી. જબરજસ્તી આરામ કરવાનું તેમને કહેવું યોગ્ય નથી.સારું કે એ રહેશે કે, મંમી તેમની મરજીનુસારતેમના યોગ્ય કામ તેમને કરતાં રોકવાની જરૂર નથી. આજે પણ તેઓ આ ઘર માટે પહેલાં જેટલાં મહત્વપુર્ણ અને જરુરી છે તેવો અહેસાસ લાગણી તેમના મનમાં ઉભી થવી જોઇશે.
       સેફાલીએ પોતાના વિચારોમાં  મશગુલ હતી રસોડામાં જઇ નજર કરી તો, પાછલા કેટલાક સમયથી ક્યારેક કમર, ક્યારેક પગમાં દુખાવો થવાની ફરીયાદ કરવા વાળી ‘મા‘ ના હાથ રસોડામાં ઝડપથી કાર્ય કરી રહેલ હતાં. તેણી ચુપચાપ રસોડામાંથી હસતાં મોઢે પરત આવી.