અતૂટ સ્નેહ DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતૂટ સ્નેહ

-: અતુટ સ્નેહ :-
 
માનવી માત્ર ને માત્ર સંબંધોને આધારે જીવન વિતાવતો હોય છે. બુદ્ધિશાળી હોય કે અશિ અશિક્ષિત હોય અને સ્વભાવથી લૂચ્ચો હોય કે ભોળો હોય લાગણીશીલ હોય કે પછી સ્માર્ટ દરેકને પોતપોતાના નીજી સંબંધો પ્રસ્થાપિત થતાં હોય છે. જેને સાચવવાના કે તોડવાના કારણો પણ તેની પોતાની પાસે હોય છે. ધરા પર અવતરણ પામેલ સૌ કોઇ સંબંધોના પરિમાણેલા અનુભવ અને અનુભવમાંથી પ્રાપ્ત થયેલ છીએ. સરયુ અને દેવયાની તેમના જન્મના બે દાયકાના વધુ સમયના અંતરે સમાજના એક સામાજીક તાંતણે બંધાયેલ બે સન્નારીઓ તેમની નાની વયમાં પણ સમાજને માટે એક અનેરું ઉદાહરણ છે.
સરયુએ કિલકિલાટ કરતાં ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમાં પ્રવેશ કરતાંની સાથે સૌથી પહેલાં ઘરમાં નવી આવેલ તેની ભાભી દેવયાનીને મળી. ‘‘હેલો ભાભી, કેમ છો.”
‘‘બહુજ સરસ, બહેન,” સારું, એક કમનનું  હાસ્ય વેરતાં દેવયાનીએ પહેલાં સરયુના હાથની બેગ પોતાના હાથમાં લેતાં ધીમે રહીને બોલી, ‘‘તમે મુસાફરીને કારણે થાકી ગયા હશો થોડો સમય આરામ કરો. ત્યાં સુધી હું તમારે માટે સરસ ચા-નાસ્તો ગરમાગરમ તૈયાર કરીને લઇને આવું છું.”
સરયુને થોડું અજુગતું લાગ્યું. બે મહીના થયા છે લગ્ન થયે. દેવયાની ભાભીનો ચહેરો મુરઝોયેલો કેમ થઇ ગયેલ છે.
સરયુ તેની મા ના રુમમાં ગઈ તેને મળી, મા એ તેને પ્રેમથી ગળે વળગી અને  બોલી, ‘‘અરે બેટા, આટલી મોટી બેગ લઇને આવવાની ક્યાં જરુરત હતી. મેં તને કહેલ તો હતું કે હવે ઘરમાં સાડીઓની કોઈ કમી નથી.”
‘‘અરે, મંમી, તારી વાત સાચી સાડીઓ મળી જશે, બ્લાઉઝ ક્યાંથી મળી શકે ? ક્યાં દુબળી પાતળી મારી ભાભી અને ક્યાં ભારેખમ હું,” સરયુએ કહ્યું.
        ‘‘ફક્ત બ્લેક  અને સફેદ રંગનો બ્લાઉઝ લઇને આવતી તો પણ ચાલી જતું ને બેટા.”
‘‘અરે એમ કાંઇ ઓછું ચાલે,” બાથરુમમાં સાબુ-રૂમાલ મૂકતાં મૂકતાં દેવયાનીએ કટાક્ષમાં કાંઇ બોલી હતી.
સરયુના મનમાં કંઇક અણસાર તો આવ્યો, પણ તે સમયે તેણે મજાકમાં હસીને વાતને પુરી કરી.
સરયુ બાથરૂમમાં જઇ ફ્રેશ થઇ થોડો આરામ કર્યો. દેવયાની એ ટેબલ પર ચા-નાસ્તો કરી મુકેલ હતો. સરયુને મનમાં ચોક્કસ થઇ રહેલ હતું કે ભાભી જે કાંઇ કરી રહેલ છે એ ખરા મનથી નથી કરતી, ફક્ત કરવા માટે જ કરી રહેલ છે. તેનાં મનમાં ચોક્કસ કાંઇ ગડમથલ ચાલી રહેલ છે. ત્યાંજ સરયુને યાદ આવ્યું. બોલી ભાભી, જુઓ તમારે માટે હું શું લાવી છું.”
સરયુએ એક સરસ મજાનું લેધરનું પર્સ ભાભીને આપ્યું. સરયુએ હાથમાં લઈને જોવા ખાતર જોઇ તેના સાસુને આપ્યું.
‘‘કેમ ભાભી, તમને ના ગમ્યું ?”
‘‘ગમ્યું તો બહું, બહેન પરંતું…”
‘‘પણ શું, ભાભી ? તમારે માટે ખાસ લાવી છું. તમે તમારી પાસે રાખો.
દેવયાની કોઈ ગડમથલમાં ત્યાં જ ઉભી રહી. મા બધું ચુપચાપ બંનેની વાત સાંભળી રહેલ હતી.
‘‘શું વાત છે, મંમી ? ભાભી કેમ આમ મારી લાવેલ વસ્તુ લેવામાં સંકોચ કેમ દર્શાવે છે.”
‘‘દેવયાની, હવે બીન જરુરી ના કામના નખરાં કર્યા વગર લઇ લે ને. ખબર નહી શું ભણી-ગણી છે. બીજાનું મન રાખવાનું પણ શીખી નથી. ના કામના નખરાં કે જાણે નાકના ટેરવાં પર રાખે છે,” મા  થોડા ગુસ્સામાં બોલી.
            ‘‘મંમી, ભાભીને આમ કેમ બોલી રહી છું ? તારી મંજુરી વગર લેવું તેમને યોગ્ય નહીં લાગતું હોય ?”
       સરયુના મનમાં ભાભીને માટેની લાગણી ઉભરી આવેલી જોઇ દેવયાનીની આંખોમાં ભાભી-નણંદના હેતના આંસું દેખાઇ આવ્યા હતાં.
       આમ પણ સરયુ બધાને માટે કંઇક ને કંઇક અલગ ભેટ-સોગાદ લઇને આવી હતી. જેની નાની બહેન શ્વેતા માટે ડ્રેસ અને મેકઅપ બોક્સ, ઉદ્દવ માટે પાર્ટી વેર શર્ટ અને દિનકર માટે રીસ્ટ વોચ લાવેલ હતી. તેણીએ બધા માટે લાવેલ ભેટ સોગાદ બેગમાંથી બહાર કાઢી. ઘરના બધા પોતપોતાની ભેટ જોઇ ખુશખુશાલ હતાં.
       દેવયાની ચુપચાપ બેઠી બેઠી બધુ જોઈ રહેલ હતી.
       ‘‘ભાભી, તમે મસુરી ફરવા ગયેલ હતા. ત્યાંથી મારે માટે શું લાવ્યા ?” સરયુએ કહ્યું.
       દેવયાની નીચે નજર સાથે ધીમું પણ અણગમતું હાસ્ય વેરી રહી હતી. તેની નણંદને શું જવાબ આપે ?ત્યાંજ દિનકર બોલ્યો, ‘‘બહેન, તારે માટે તારી ભાભી જે ભેટ લાવેલ તે મંમી પાસે છે. હમણાં મંમી તને બતાવશે.”
       ‘‘દિનકર, તું હમણાં હમણાં બહું બોલવા લાગ્યો છે.” કહી મા ગુસ્સામાં બોલી.
       ‘‘એમાં મંમી તેમને ધમકાવવાની વાત કયાં આવી ? દિનકર બરાબર તો કહી રહેલ છે. ઉદ્દવે મંમીને કહ્યું.”
       ‘‘હવે તે પણ વહુની તરફદારી લેવાની ચાલુ કરી દીધી.” મા કડવાશ ભર્યા ઉચ્ચારણ કરતાં બોલી.
       ‘‘સરયુ, તું જ કહે એમાં તરફદારી કરવાની વાત ક્યાં આવી. એક નાની વાત  હતી જે સરળતામાં જણાવી. ખબર નહીં પણ મંમીને શું થઇ ગયું છે. જ્યારથી લગ્ન થયેલ છે, ત્યારથી એકપણ શબ્દબોલું એટલે તુરત દેવયાનીની તરફદારી કરવાની વાત કહેતી હોય છે.”
       પરિસ્થિતિ વિપરીત બને તે પહેલાં દેવયાની ઉભી થઇ તેની રુમમાં ચાલી ગઈ. સાંભળી મનમાં ઉચાટ થાય આંખોમાંથી અશ્રુધારા પ્રગટ થાય કે અગાઉ આંખો લુછી. મનમાં ને મનમાં દેવયાની વિચારી રહી હતી હજી કે દાંપત્યજીવન શરૂ થયેલ છે. હમણાં આ પરિસ્થિતિ છે શું ખબર આગળ જતાં શું થશે ?
       જે રીતે સરયુ તેના ભાઇ-બહેન માટે ભેટસોગાદો લાવી હતી કે પ્રમાણે કે તેની ભાભી દેવયાની માટે પણ લાવી હતી. પોતાના ભાઇઓ માટે તેમજ પિતાને માટે પણ સિગારેટ બોક્સ અને મંમી માટે સુંદર શોલ લાવી હતી. નીકળવાના સમયે તેના પિતાએ કાંઇપણ બોલ્યા ચાલ્યા વગર તેના પર્સમાં પાંચ હજાર રૂપિયા મુકી દીધા હતાં, તેમની દીકરી ફરવા જવાની હતી. મંમી-પપ્પા ભાઇ-બહેન બધા ભેટસોગાદો જોઇ ખુશ થઈ ગયા હતાં.
       મસુરીથી બંને ખુશખુશાલ આવ્યા હતાં અને આવી સામાન કાઢી બધાને બતાવી રહેલ હતાં. તેની માટે મસુરીથી સુંદર બુટ્ટાવાળી સાડી, પપ્પા માટે જેકેટ, નણંદ ભાઇ માટે અને સરયુ માટે વિવિધ ભેટ લાવેલ હતાં. મંમી  લાવેલ બધો સામાન જોતી હતી અને પછી બધો સામાન તીજોરીમાં મુકાવ્યો. તે સમયે મંમીની નજર દેવયાનીના ગળામાં પહેરેલ મોતીની માળા પર પડી.
       શ્વેતાએ કહ્યું, ‘‘ભાભી, આ માળા પણ ત્યાંથી લાવ્યા ? ખુબજ સરસ છે.
       અને તે જ સમયે માળા દેવયાનીએ ગળામાંથી કાઢીને શ્વેતાને આપી દીધી.શ્વેતાએ પહેરીને જોઇ, મંમી તેની તરફ પહેરેલી જોઇને બોલ્યા, ‘તને તો બહું સરસ લાગે છે, કાઢીને મુકી રાખીશ. ક્યાંક બહાર આવવા જવાનું થાય ત્યારે પહેરજે. રોજ ના પહેરાય નહીં તો તેની પોલિશ જતી રહેશે.
       દિનકર-દેવયાની અચંબિત થઈ ગયેલ હતાં. દિનકરે તેની મધુરજની વખતની પહેલી ભેટ મંમી અને શ્વેતાએ આ રીતે આંચકી લીધી હતી, જેનું દુ:ખ દેવયાની કરતાં દિનકરને વધુ થયેલ હતું. દિનકર કંઇક કહેવા માંગતો હતો પરંતુ દેવયાનીએ આંખના ઇશારે તેને ન બોલવા જણાવ્યું હતું.
       બે દિવસ પછી દેવયાનીનો એકનો એક ભાઈ મનન તેને લેવા આવ્યો હતો. આવતાંની સાથે જ તેણે પણ સવાલ કર્યો, ‘બહેન, પ્રવાસ કેવો રહ્યો ? મારે માટે શું લાવી ?‘
       ‘હમણાં બતાવું છું’કહી દેવયાની તેની સાસુ પાસે જઇ બોલી, ‘મંમી, મનન અને મંમી-પપ્પા માટે ભેટ લાવેલ તે આપો ને.’
       ‘તું પણ કેવી વાત કરે છે, વહુ ? શું તારી લાવેલ ભેટ-સોગાદો તારા મંમી-પપ્પા થોડા લેશે ? તેમને કહેવાની આમેય જરૂરત પણ કયાં છે. કાલે ઉઠી શ્વેતાનો લગ્નપ્રસંગ આવશે તો જરુર પડશે ને. આમેય વહુ ઘર બધી પરિસ્થિતિ જોઇને ચલાવતાં અત્યારથી જ શીખવાનું શરૂ કરો તે સારું ગણાશે.
       મંમીના મુખે નીકળેલ શબ્દો સાંભળી દેવયાની આકુળવ્યાકુળ થઇ ગઇ હતી. હવે એ તેના ભાઇ મનનને શું જવાબ આપશે. જ્યારે અંતરમાં ઉચાટ ગમગીની પેદા થાય તેવા સમયે બુદ્ધિ પણ જાણે બાર ગાઉ છેટે ચાલી જતી હોય છે. કેટકેટલો પ્રયત્ન કરી પોતાની જાતને સંભાળી પરાંણે હસતા મુખે પરત ફરી તેના ભાઇ મનનને કહ્યું, ‘તારા બનેવી આવે પછી તને બતાવશે. તીજોરીના ચાવી ભૂલથી તે તેમની સાથે લઇ ગયા છે.             
            તે સમયે તો વાત પુરી થઈ ગઈ. દિનકરના આવ્યાં બાદ તેણે બનેલ બધી વાતથી માહિતગાર કરવા જણાવ્યું. દિનકર પણ મંમીને ગમેતેમ અષ્ટમ પષ્ટમ સમજાવી ફક્ત મનન માટે ટી-શર્ટ લાવેલ તે જ તિજોરીમાંથી કઢાવી શક્યો, પરંતુ તે એક ટી-શર્ટ માટે પણ તેને કેટ-કેટલા તેની મંમીના વેણ સાંભળવા પડ્યા.
       લગ્ન સમયે પિયરથી મળેલ બધી ભેટસોગાદો પહેલાંથી જ સાસુએ તેમની તિજોરીમાં મુકી દીધેલી હતી. દેવયાનીને હવે પુરેપુરો ભરોસો હતો કે તેણી તે ભેટસોગાદો ફરી જોઇ શકવાની નથી.
       લગ્ન પછી સગાંવહાલાં દ્વારા જે સાડીઓ આપેલ તે પણ તેમની પાસે રાખી મૂકી હતી અને જાતે પાછા આડોશ પાડોશમાં જાય તો દેવયાનીની સાડી પહેરીને જતા હતાં. શ્વેતાએ પણ પોતાની જૂની ઘડીયાળ કોરાણે મુકીને દેવયાનીની નવી ઘડીયાળ પહેરવાની ચાલુ કરેલ હતું. દેવયાની મનમાંને મનમાં અતિ દુ:ખી થતી હતી, પરંતુ ચુપચાપ મૌન રાખતી હતી. કેટકેટલાંય ઉત્સાહ-ઉમંગથી બધી વસ્તુઓ ખરીદી હતી. દિનકર પણ બધું સમજતો હતો, માતા-બહેનને કાંઇ કહી શકતો ન હતો.
       ‘‘શું થઇ રહ્યું છે ભાભી ?” સરયુનો અવાજ એકાએક સાંભળી જાણે ભૂતકાળમાંથી વર્તમાનમાં પરત આવી.
       ‘‘કાંઇ નહીં, બહેન આવો બેસો.”
       ‘‘ભાભી, તમારો રૂમ તમારી જેમ અસ્તવ્યસ્ત લાગી રહેલ છે. કોઇ ઉમંગ ઉત્સાહ તમારામાં કે તમારા રુમમાં પણ જણાતો નથી. જુઓ અહીંયા આ બાજુ લેમ્પ રાખો, આ બાજુ તમારા લગ્ન વખતની આ મોટી ફ્રેમ રાખો. સારું મને એ કહો કે, તમારો બધો સામાન કયાં છે ? હું તમને તમારો રૂમ સરસ ગોઠવી આપું. ભાઇને તો કાંઇ સરખું કરવાની ગતાગમ પડતી નહીં હોય,” સરયુએ જાણે દેવયાનીના રૂમને વ્યવસ્થિતગોઠવવાનો મક્કમતાથી નિર્ણય કર્યો હોય તેમ બોલી.
            ‘‘બહેન તમે કહ્યું એમ, હું બધું તમારા જણાવ્યા મુજબ ચોક્કસ ગોઠવીશ. હવે તો સાંજના જમવાની વ્યવસ્થા કરી લઉં,” દેવયાનીએ તેની રુમમાંથી ઉઠતાં કહ્યું.
       ‘‘સાંજનું જમવાનું આજે આપણે બધા બહાર જમીશું. મેં મંમીને જણાવી દીધેલ છે. મંમી તેમનું અને પપ્પાનું જમવાનું બનાવી લેશે.
       ‘‘ના, ના, આ તો ખોટું કહેવાય મંમી તેમના માટે જાતે રસોઈ બનાવે. હું બનાવી દઉં છું.”
       ‘‘ના, ભાભી, કાંઇ ખોટું નથી. તમને ખબર નથી કેટલી મુશ્કેલીથી એક દિવસ માટે આવી છું, હું તમને લીધા વગર જવાની નથી, અને આમેય મારે તમારી સાથે બહું બધી વાતો કરવી છે, અને તમારે મારાથી દૂર ભાગવું છે. સાચું કહો, શું વાત છે ? તમારો ચહેરો કેમ આવો સાવ મુરઝાયેલો જોવા મળે છે ? હું જ્યારથી આવી છું ત્યારથી મારા મનમાં તમારે માટે બહું ચિંતા થાય છે. ભાઇ પણ જે ખુશમિજાજમાં રહેતો ફરતો હતો કે પણ ઉદાસીમાં દેખાય છે. ખરેખર વાત શું છે, તે હું સમજી નથી રહીં.”
       ‘‘કાંઇ જ નથી, બહેન. આપ ખોટી શંકા છે. બધું બરાબર જ છે.”
       ‘‘મારી સાથે જુઠું ના બોલો, ભાભી. તમારો ચહેરો બહું બધું કહી રહ્યો છે. સારું મને એ બતાવો તમે મસુરી ગયા હતાં ત્યાંથી ભાઇએ તમને શું અપાવ્યું ?”
       દેવયાની એક વાર ફરી મુશ્કેલીમાં આવી ગઇ. સરયુને શું જવાબ આપે ? કાંઇ કહેશે કે એમ લાગશે કે મંમીનું ખોટું કહ્યું. દેવયાનીએ ફરી એકવાર જુઠું બોલવાનો પ્રયત્ન કર્યો, ‘‘બહેન અપાવવાનું વળી શું ? બસ ફરીને પાછા આવ્યા.”
       ‘‘હું ના માની શકું. આમ કઇ રીતે બની શકે ? હવે સારું, તમે ફરવા ગયા હતા ત્યાનાં ફોટાનું આલ્બમ બતાવો.”
       દિવ્યાએ સરયુના બોલતાં વેંત તેના હાથમાં આલબ્મ પકડાવી દીધું. એક,બે,ત્રણ…ચાર ફોટો જોતાં જ સરયુ એકદમ મોટેથી બોલી, ‘‘ભાભી જુઓ, તમારી ચોરી મેં પકડી પાડી. આ તમને ભાઇ ગળામાં પહેરાવે તે મોતીની માળા ભાઇએ તમને લાવી આપી હતી ને ?”
       હવે જો દેવયાનીને જુઠું બોલવાનું મુશ્કેલ થઈ ગયું હતું. તેણીએ ધીમેધીમે તેના મનમાં સંઘરી રાખેલ      વાતો સરયુ સામે કહ્યા વગર છુટકો ન રહ્યો. સરયુ ગંભીરતાથી દેવયાનીની વાતો સાંભળી રહી હતી. થોડીવાર રહી દેવયાનીની શાબાશી આપતાં બોલી, ‘‘ચિંતા ના કરશો. બધું બરાબર થઈ જશે. હવે તમે બહાર જવા તૈયાર થઈ જાઓ ફટાફટ. ભાઇની પણ જોબ પરથી આવવાની તૈયારી છે.
       દેવયાની મનમાં ને મનમાં તો હજી ગભરાઇ રહેલ હતી. કે વિચારતી હતી કે સરયુને બધું કહીને તેણે કાંઇ ભૂલ તો નથી કરીને.
       બહાર તેણી બધાની સાથે ગઇ તો ખરી, પરંતું તેનું મન જરા પણ માનતું ન હતું. બધા ભેગા હતા એકબીજાની સાથે વાતો કરી હસી મજાક કરતાં હતાં, પરંતુ દેવયાની બધાની વચ્ચે પણ જાણે એકલી હતી. અનેક વખત પુછ્યા પછી જવાબ આપતી હતી. રાત્રે ઘરે પરત આવ્યા પછી તેની રાત્રી તો વિચારોના વમળોમાં ગુંચવાયેલી રહી હતી. દિનકરને પણ ખ્યાલ આવેલ કે દેવયાની કાંઇ તકલીફમાં જરૂર છે. અનેક વખત પુછ્યા પછી દેવયાનીએ ટૂંકો જવાબ આપી છુટકારો મેળવ્યો…. માથું દુખે છે.
       બીજા દિવસે સવારના નાસ્તાના સમયે સરયુએ રુમમાં આવીને કહ્યું, ‘‘ભાઇ, આજે તમારે ઓફીસમાં રજા. સવારના મેટેની શો માં મુવી જોવા જવાનું છે. ‘અલંકાર’ માં સરસ મુવી આવેલ છે.”
       બધા જલ્દી જલ્દી કામ પુરુ કરો. દેવયાની પણ મુવી જોવા તૈયાર થવા લાગી. તે સમયે જ શ્વેતા આવીને કહ્યું, ‘‘ભાભી, મંમીએ કહ્યું છે, તમે આ માળા પહેરીને મુવી જોવા જવાનું છે.” અને માળાની સાથે સાથે ઘડીયાળ પણ ડ્રેસિંગ ટેબલ પર મુકીને ચાલી ગઈ. દેવયાની આશ્ચર્ય સાથે શું થઈ રહેલ છે તે જોઇ રહેલ હતી. દિનકર પણ કાંઇ સમજી શકેલ ન હતો. કેવી રીતે આ આશ્ચર્યજનક ઘટનાઓ આકાર લઇ રહી છે કે બેમાંથી કોઈ સમજી શકવા માટે અશક્તિમાન હતાં.
       બધા મુવી જોવા સાથે ગયા, પરંતુ શ્વેતા અને મંમી ઘરે રહેલ હતાં. દેવયાની-દિનકર મુવી જોઈ પરત આવ્યા ત્યારે તેમને તેમની આંખો પર ભરોસો નહોતો થઇ રહેલ. તેમના રુમની હાલત સીકકલ બીલકુલ બદલાઈ ચુકી હતી. દેવયાનીએ જોયું તો પાછળ સરયુ ઉભી ઉભી હાસ્ય વેરી રહેલ હતી. દેવયાનનીને સમજવામાં વાર ના લાગી કે આ બધો ચમત્કાર ગણો તે સરયુ બહેનને કારણે જ છે. દિનકર કાંઇક સમજ્યો, કાંઇક નહીં. સાંજની ટ્રેનમાં સરયુને જવાનું હતું. બધી તૈયારીઓ થઈ ગયેલ હતી. દેવયાની, સરયુ માટે ચાની ટ્રે લઇને મંમીના રૂમમાં જઇ રહેલ હતી, કે સમયે તેણે સાંભળ્યું, સરયુ બહેન કહી રહેલ હતાં, ‘‘મંમી દેવયાની સાથે તું જે પ્રમાણે વર્તન કરી રહેલ હતી તેવુ તેણી તારી સામે કરશે ત્યારે તને ખરાબ લાગશે. દેવયાની ઘરમાં હમણાં નવી છે. તેને તારી બનાવવા માટે તું તેનું કાંઇ મેળવી લેવાની કોશિશ ના કરીશ, પરંતુ તેને આપવાનો પ્રયત્ન કર. શ્વેતા તારે ભાભીની કોઇપણ વસ્તુ તારા કબાટમાં મુકવાની જરુર નથી. તને ના ખબર હોય તો એ વાતનો પણ તું ખ્યાલ રાખજે કે જો દરેક વાતમાં ભાભીને રોકટોક કરવાનું ચાલુ રાખીશ તો દિવસ એવો આવશે કે ભાઇ પણ આપણો નહીં રહે. જેટલી અસમંજસતા તે અને મંમીએ ભાભી સાથે ઉભી કરેલ છે તમે બંને તમારી રીતે દૂર કરવાનો પ્રયાસ કરજો.
મંમી, પૃથ્વી ઉપર આપણા સૌનું અવતરણ એ આપણે માટે ઇશ્વરની અણમોલ ભેટ છે . ઈશ્વરે આપેલા જીવનને આપણે જીવીજ જઈએ છીએ ? કે આપણી ઈચ્છા પ્રમાણે જીવીએ છીએ ? તેનો આધાર વ્યક્તિ ઉપર રહેલો છે. આવેલી પરિસ્થિતિને આપણે કેવી રીતે મુલવીએ છીએ ? તે તરફનો આપણો દૃષ્ટિકોણ કેવો છે ? એ સમજ જીવનને નવો વળાંક આપવા માટે ખૂબજ મહત્વની છે . બાકી સમય વહી જાય છે, અને જીવન તેના તબ્બકા પ્રમાણે આગળ ચાલતું રહે છે. જીંદગી પણ એક સરીતા જેવી છે, વચ્ચે આવતા અનેક અવરોધને અથડાઈ રસ્તો કરી પોતાના મુકામે પહોંચી જતી હોય છે. જો તે રોકાઈ જાય તો તે જળ બંધિયાર થઈને સુકાઈ જાય છે, અને પોતાનું અસ્તિત્વ ખોઈ બેસે છે. બસ મંમી આપણું જીવન પણ કાંઇક આમજ છે.
       તેજ સમયે દેવયાની ચાની ટ્રે લઇને દરવાજા પાસે ઉભી હતી તો ખરી પણ તેના નયનોમાંથી ખુશીના અશ્રુઓ વહી રહેલ હતાં.
       ‘‘બહેન, આશા રાખું કે તમારા જેવી નણંદ બધાને મળે,” ચાની ટ્રે ટેબલ પર મુકી દેવયાની સરયુને પગે લાગવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ સરયુએ તેને તેમ કરતાં રોકી તેને ગળે લગાવી તેના નવા દાંપત્યજીવનની શુભકામના આપી……સંબંધો ખૂબ આંટીઘૂંટી વાળી બાબત છે. તે માણસના મન સાથે જોડયેલી છે અને મન એક કોબી-કાંદાની જેમ કેટલાંય પડ વાળું હોય છે. આ દરેક પડ પોતાની જરૂરીયાત, માન્યતા, ભૂતકાળનાં અનુભવો અને પોતાની સગવડ અને સમજણ મળીને સંબંધની એક વ્યાખ્યા ઉભી કરે છે. બની શકે મારી બારીમાંથી દેખાતુંઆકાશ, કદાચ તમારી બારીમાંથી દેખાતા આકાશ સાથે મેળ ખાતું ના હોય એમ બને પણ તેથી મને જે દેખાય છે એ અને એટલુંજ આકાશઅસ્તિત્વ ધરાવે છે એમ માનીને જીવ્યા કરવું એનાથી મોટી બેવકુફી અને અંધાપો બીજો કોઇ નથી. આ જગતમાં કોઇપણ પદ પર, કોઇ પણવ્યક્તિની સાથે, કોઇપણ પરિસ્થિતિમાં ત્યાં સુધી રહેવું જોઇએ, જ્યાં સુધી આપણી જરૂરત હોય.
“જર્જરીત સંબંધોની યાદોનું પાનું ફાડવું સહેલું નથી.
આપણું હોવાપણું ઓગાળવું સહેલું નથી.
મન ભલેને કહે હિમાલય જઇને તું કર સાધના.
પણ સ્વજનને છોડીને ભાગવું સહેલું નથી.”
Dipakchitnis dchitnis3@gmail.com (DMC)