॥ નવવધૂ ॥
માયાના કુખમાંથી અવતર્યા બાદ દીકરીના અવતારમાં જન્મ લીધેલ દીકરી તેની જીંદગીના અને બાળપણ-યુવાનીના દિવસો પોતાને જન્મ આપનાર માતા-પિતા, ભાઇ-બહેન, કાકા-કાકી, આડોશ પાડોશ સાથે વિતાવતી હોય તે તમામને છોડીને જન્મના ૨૦-૨૨ વરસે કે ત્યારબાદ લગ્ન કરવામાં આવે છે. જેઓના ઘરમાં કોઇપણ પ્રકારની રોકટોક વગર લાડકોડથી સહુની લાડકવાયી જેનું પિયર છોડી સાસરીમાં તેનું પછીનું એકપ્રકારનું નવજીવન શરૂ કરતી હોય છે. આ નવા નવજીવનમાં સાસરીમાં તેને ત્યાંના નવા વાતાવરણમાં અનુકૂળ થવા માટે સર્વ પ્રથમ તેના પતિ અને સાસુ-સસરાની મહત્વની ભૂમિકા હોય છે. સાસુ-સસરામાટે જેમના ઘરમાં વહુની સાથે એક જન્મ આપનાર માતા-પિતાની લાડકવાયી આવેલ છે. તેને જો તેમના તરફથી શરૂઆતથી જો માતા-પિતા જેવો પ્રેમ સંપાદિત થશે તો નવી આવેલ નવવધૂ દીકરીની સાથે ઘરની નવવધૂનો રોલ પણ બેખુબીથી નિભાવશે તેમાં લેશમાત્ર શંકા ન હોઇ શકે. મમતા, માતાપિતાની લાડકવાયી પરણીને તેની સાસરીમાં આવે છે તેની સુંદર વાર્તા રજૂ કરી રહેલ છું.
લગભગ આઠ-દસ માસ પહેલાં શારદાફોઇને તેમના કઝીનના દીકરા રાજનાં લગ્ન પ્રસંગે પાંચ દિવસ માટે ઉત્તરપ્રદેશની રાજધાની એવા લખનૌ શહેરથી હિંદુસ્તાનની રાજધાની દિલ્હીમાં જવાનું થયેલ હતું. ત્યાર પછી હાલ તેણી એક માસ માટે તેના નાના ભાઇ ગોવિંદભાઈને ઘરે રહેવા આવેલ હતા.
રાજની પત્ની મમતા તેના કક્ષમાંથી નિકળી ઉત્સાહથી તેમને આવકારવા આવેલ કે સમયે તેણીએ ફીટીંગ વાળું બ્લ્યુ કલરનું ટાઇટ જીન્સ અને બ્લેક કલરનું એમ્બ્રોઈડરી ભરતવાળું ટોપ પહેરેલ હતું. શારદાફોઇના ચહેરા અને હાવભાવ પરથી ગોવિંદભાઈ તેમની પત્ની સુસીલા અને ખુદ રાજને પણ ખ્યાલ આવી ગયેલ હતો કે, રાજની પત્નીનો પોષાક તેમને પસંદ પડેલ નથી. ફોઇની નારાજગીથી અજાણ એવી મમતાએ પહેલાં ફોઇના પગે પડી અને પછી તેમને ગળે ઝપ્પી ભરી બોલી, ‘‘મેં મંમી પાસેથી તમને ગમતી એવી ચા બનાવવાનું શીખેલ છે. આપને માટે કાયમ હું જ ચા બનાવીશ માસી.”
‘‘તારા શરીરમાંથી પરસેવાની દુર્ગંધ આવી રહેલ છે,” મમતાની વર્તણુંક મુજબ ખુશ થવાને બદલે શારદાફોઇએ તેની જીભ અને સાથે ઇશારાથી નારાજગી દર્શાવી.
‘‘તમારા આવવાના અગાઉ હું કસરત કરી રહેલ હતી. કે સમયે જ તમારો આવવાનો અવાજ સાંભળ્યો જેથી હું મારી ખુશી ને રોકી ન શકી દોડતી દોડતી આપને મળવા આવી ગઇ. હમણાં હવે હું નાહીશ એટલે તનની જે પરસેવાની દુર્ગંધ છે કે દૂર થઇ જશે.”
‘‘હો…હો…હો…એટલે હજી સુધી તું નાહી પણ નથી ?” શારદાફોઇએ દીવાલ પર ટીંગાયેલ ઘડીયાળ તરફ જોયું તો સવારના દસ વાગેલા હતા.
‘‘ફોઇ, આજે તો રવિવાર છે,”
‘‘રવિવાર છે તો શું થયું ?”
‘‘રવિવાર હોવાનો મતલબ એ તો નથી ને કે બધું કામ આરામથી જ કરવું”
‘‘એક સારા ઘરની કુળવધુ હોવાને નાતે તારે રોજ સુર્યાસ્ત પહેલાં નાહી લેવું જોઇએ ?” શારદાફોઇએ તેમના એક અલગ જ અંદાજમાં મમતાને કહ્યું.
‘‘ફોઇ, તમારી વાત હું ચોક્કસ માનીશ, હવે રવિવાર હોય કે સોમવાર રોજ સુર્યાસ્ત અગાઉ નાહી લઇશ. હવે હું આપને માટે ચા બનાવી લાવું ?" શારદાફોઇની નાખુશી બીલકુલ સાહજીક ગણી નજરઅંદાજ કરી હસ્તા ચહેરે મમતાએ કહ્યું.
‘‘હા, લઇ આવો વહુ,” સુસીલાએ, પોતાની વહુને જેની ફોઇની નજર સામેથી દૂર કરવા માટે જવાબ આપ્યો, પરંતુ તેઓ તેમના પ્રયાસમાં સફળ ન થયા.
શારદાફોઇએ સુસીલા સામે પણ નારાજગીથી પુછ્યું, ‘‘ક્યાક તે પણ નાહ્યાધોયા વગર જ રસોડામાં ઘૂસીને રસોઇ બનાવવાનું ભણેલીગણેલી વહુ પાસેથી તો નથી શીખીને ?”
‘‘ના બ્હેન બીલકુલ નહીં, ચા હું બનાવીને લાવું છું,‘‘સુસીલા પોતાને પણ બચાવતી રસોડામાં જતી રહીં.
‘‘અને હું આપની સાથે બહુ બધી વાતો કરવાની છે એટલે ફટાફટ નાહીને આવું છું કહેતી ત્યાંથી મમતા નીકળી ગઇ.”
‘‘આ તો ચોખ્ખું દેખાઈ રહેલ છે કે, નવી આવેલ વહુ રીતરિવાજ શીખીને આવેલ નથી, તે ભલે ન આવી પણ તું જો એક મોટામોભાના ઘરની વહુ બનીને આવી છે તો તું તો તેને કેવુ રહેવાનું શીખવાડી….તેને અત્યારથી જ બહુ માથે ચડાવવાની જરૂર નથી,” આવી વાતો કરતાં કરતાં શારદાફોઇ ચા આવતા સુધી રાજ-ગોવિંદને ધમકાવી રહેલ હતા.
બંને જણા શારદાફોઇની વાત શાંતિથી સાંભળી રહેલ હતા. તેમની સામે બોલવાની બંનેમાંથી કોઇની હિંમત નહોતી.
‘‘બ્હેન, હવે તમે તેને સમજદારી અને રીતરીવાજો બધુ શીખવાડજો. હું કામથી બજાર જઇને આવું છું,” ચા નો કપ શારદાફોઇના હાથમાં આવતાવેંત ગોવિંદભાઈ પોતાને ત્યાંથી હાલ પુરતાં છુટવા માટે બ્હાનું કાઢી નીકળી ગયા.
રાજ, ફોઇની સુટકેસ લઇને તેમને માટે નકકી કરેલ મહેમાન કક્ષમાં મુકવાને બ્હાને કે પણ ત્યાંથી ખસી ગયો. સુસીલા પોતાની નણંદની ખરું ખોટું લાંબુંલચક લેક્ચર સાંભળવા તૈયાર થઇ તેમની સામે બેઠી હતી. તે જ દિવસે સાંજના સમયે બેઠકખંડમાં એકસાથે બેસી બધા રાષ્ટ્રીય રમતગમતોમાં થયેલાં ઘોટાળાઓ વિશે ચર્ચા કરી રહેલ હતાં.
‘‘થોડું ધીમેથી હસવા બોલવાનું રાખો, વહુ,” મમતાને ગુસ્સાથી ટકોર કર્યા પછી ફોઇએ ગોવિંદભાઈ સામે મોં ફેરવીને પુછ્યું, ‘‘તમે વહુના સસરા છો કે દીયર ? હવે ઘરમાં જરા ગંભીરતાથી રહેવાનું શીખો.”
કોઇની સામે કંઇ કહેતા પહેલાં જ મમતા બોલી, ‘‘આ તો સાચે જ મારા દોસ્ત સસરાજી છે, ફોઇજી, અમારી વચ્ચે….”
મમતા તેની વાત પુરી ના કરી શકી, કેમ કે તેની વાત સાંભળી ગોવિંદભાઈ મમતાની વાત સાંભળતા જ એટલું બધું હાસ્ય વેરી રહ્યા હતાં કે જે લોથપોથ થઇ ગયા.
‘‘મોટા વડીલોની સામે આટલું બધુ બોલવું ચારે માટે શોભાસ્પદ નથી, વહુ. તમે મોટાની થોડી લાજશરમ માન મર્યાદા રાખતાં શીખો,” બધાના હસ્તા ચહેરાજોઇને ફોઇને વધુ ગુસ્સો આવ્યો અને મમતાની પર જો એટલો વધુ પ્રમાણમાં ગુસ્સો કર્યો કે બધાના ચહેરા પર એક અજીબપ્રકારનો તનાવ દેખાઇ આવ્યો હતો.
‘‘હા, ફોઇજી,” મમતાએ થોડા સમય માટે પોતાના મુખ પર આંગળી મૂકી અને પછી તુરત જ દૂર કરીને ફોઇજીને કહ્યું, ‘‘આ બધો વાંક મારા પિતાનો છે. તમે જ્યારે તેમને ભેગા થાઓ, તો ત્યારે જેમને જરૂર બોલજો. તેઓએ મને બાળપણથી જ કોઇપણ બાબતમાં ખુલ્લા દિલથી કોઇ પણ વિષય પર ચર્ચા કરવાની છુટ આપી રાખી છે. હવે અહીંયા હું પપ્પાની સાથે વાતો કરતા કરતા ઉતાવળમાં ભૂલી જવું છું કે આ તો મારા સસરાજી છે. મારે તેમની સામે શાંતચિત્તે રહેવું જોઈએ.
‘‘ગોવિંદ, તું મમતાને તેના આ પ્રકારના વતઁન માટે કેમ કાંઇ બોલતો નથી ?”
‘‘બ્હેન, હું હવેથી આ બાબતે એને ટકોર કરતો રહીશ,” ગોવિંદભાઈ માટે અત્યારે પોતાનું હસવું રોકવું બહુ મુશ્કેલ ભર્યું હતું.
‘‘અને હું પોતે પણ સુધરવા માટે વચન આપુ છું, પપ્પા,” મમતાએ પોતાની મુંડી નીચી કરી જાણે બહુ મોટો ગુનો કરતાં પકડાઇ ગયેલ હોય કેમ. જેને કારણે બીજા બધા મુખ પર હાસ્યની છોરો આવી ગઇ.
‘‘તમારા બધાનું આ જોકર નટખટ જેવી છોકરીએ તમારા બધાનું મગજ ખરાબ કરી નાંખ્યું છે.” ફોઇને પણ તેમનું હાસ્ય રોકવું અતિમુશ્કેલ હોવાને કારણે તે બોલતા બોલતા પોતાના રૂમમાં જ્યાં રહ્યા.
ફોઇના આવવાના પરિણામે ઘરનો મોહોલ જાણે અજીબ પ્રકારનો થઇ ગયો હતો. કે મમતાની ત્રુટીઓ ગણાવવામાં થાકતી ન હતી. જ્યારે કેમની ‘હા’ માં ‘હા’ નહોતા કરતા કે સમયે જેમના ચહેરા પર નારાજગીના વાદળો દેખાઇ આવતા હતાં.
‘‘તમે બધાએ આને જરુરત કરતાં વધુ માથા પર ચડાવેલ થે,” ફોઇનો આ ડાયલોગ જાણે કેટલીય વાર તેમના મુખમાંથી આવેલ હશે.
ફોઇના ઘરે આવ્યાના દસેક દિવસ પછી સુસીલાના મસુરી રહેતાં કાકાનો દેહવિલય થયો. ગોવિંદભાઈ અને સુસીલાને લઇને રાજ તેમને કારમાં મસુરી લઇ ગયો. કે ત્રણેય બીજા દિવસે સંધ્યાકાળ દરમિયાન પરત આવનાર હતાં.
તેઓના મસુરી ગયા પછી ફોઇ પાડોશમાં રહેતા જેમની બ્હેનપણી અંબીકા સાથે સાંજે બજારમાં ફરવા નીકળ્યા ત્યાં બંનેએ વધુ પ્રમાણમાં ભેળ-ચાટની ખાવાની મોજ મ્હાણી. જેને પરિણામે બજારમાંથી પરત આવ્યા બાદ રાત્રે નવેક વાગતા સુધીમાં તો તેમની તબિયત બહુ જ ખરાબ થઇ ગઇ અને બહુ ઉલટીઓ શરૂ થઇ હતી. પછી કે પેટ પણ ખરાબ થયું અને ઝાડા પણ થયા જેને કારણે જેમના તનમાં કમજોરી આવી ગઇ. મમતા બહાર રોડ પર જઇને રીક્ષા બોલાવી લાવી માસીને લઇ ડોક્ટરને બતાવા ક્લિનિક પર લઇ ગઇ. ડોક્ટરના રૂમની બહાર વેઇટીંગમાં રાહ જોઇ રહેલા દર્દીઓની સંખ્યા વધુપ્રમાણમાં હતી પરંતુ મમતા તો ફોઇને લઇ સીધી ડોક્ટરની ચેમ્બરમાં ધસી ગઇ. કમ્પાઉન્ડરે જ્યારે તેને રોકવાની કોશિશ કરી તો, મમતાએ તેની પર ગુસ્સે થતા બોલી, ‘‘જે વ્યક્તિ ઉલ્ટી ઝાડાને કારણે વધુ પડતી તકલીફમાં મુકાયેલ હોય તેવા દર્દીને રાહ જોવાનું કઇ રીતે શક્ય બને. ડોક્ટર સાહેબે પણ પહેલા આવા જરૂરતમંદ દર્દીને તાત્કાલીક તપાસ કરવી જોઇએ.”
ડોક્ટર પણ ફોઇની હાલત જોઇને તેમનો લાઇનમાં નંબર આવે તે પહેલાં જોવાની વિનંતીને અવગણી ન શક્યા. તેઓએફોઇને તપાસીને જરૂરી દવાઓ લખી આપી. ઘરે આવી થોડો લાઇટ ખોરાક અને દવાનો એક ડોઝ આપવાને કારણે ફોઇની તબિયતમાં સુધારો તેમના ચહેરા પરથી દેખાઇ આવતો હતો. મમતા તેની બધી તાકાત અને કિમિયા ફોઇની તબિયતમાં વહેલાંમાં વહેલાં સુધારો આવે કે મુજબના પ્રયત્નો કરી રહેલ હતી. તેણે ફોઇને પુછીને મગની દાળની ઢીલી ઢીલી ખીચડી બનાવેલ કે તેમને ખવડાવી હતી. બે એક કલાક પછી ફોઇની તબિયતમાં કંઇક વધુ અસ્વસ્થ જણાતાં તેમણે મમતાને ગભરાતા ગભરાતા પુછ્યું, ‘‘મમતા, કદાચ રાત્રીના સમયે એકાએક મારી તબિયત વધુ અસ્વસ્થ થશે અને ડોક્ટર પાસે જવાનું થશે તો કોને બોલાવીશ ?”
‘‘હું છું ને, ફોઇ. તમે કોઇ વાતની ચિંતા ના કરો,” મમતાએ ફોઇના માથે વ્હાલથી હાથ મુકીને પુરા આત્મવિશ્વાસથી કહ્યું કે ફોઇના મન ઉપરનો બોજો જાણે ગાયબ થઇ ગયો.
રાત્રીના સમયે મસુરીથી ફોન આવ્યો ત્યારે મમતાએ તેણીના સસરાને બધી હકીકતથી માહિતગાર કર્યા, ‘‘ચિંતા કરવાની કોઇ આવશ્યકતા નથી. હું બધું સંભાળી લઇશ.” રાત્રે જ્યારે ફોઇની આંખો ખુલી કે તેમણે મમતાને પોતાના પલંગ પાસે ખુરશીમાં બેઠેલી જોઇ. તેણી જેમને દર કલાકે મીઠું-મોરસ-લીંબુંનું પાણી પીવડાવી રહેલ હતી. રાત્રીના બાર એક વાગ્યાના સુમારે તેમનું ટેમ્પરેચર એકદમ વધવા લાગ્યાં મમતાએ તેમના માથે પાણીના પોતા મુકી સેક કરતી હતી. જેને કારણે ટેમ્પરેચર ઓછું થતાં તેમને નિરાંતે થોડી ઉંઘ આવી. પરંતુ રાત્રે એકાએક તેમને વધુ પ્રમાણમાં ખાંસી આવતાં ઉલ્ટી થઇ જેને કારણે તેમના પહેરેલ કપડા અને પલંગની ચાદર પણ બગડ્યા હતાં.
‘‘હવે ચિંતાની કોઇ વાત ન હતી કારણ ઉલ્ટી થવાને કારણે પેટમાંથી બધું નાકામનું નીકળી જ્યાં હવે આપને કોઇ તકલીફ નહીં પડે, ફોઇ.”
મમતાની વાત સાંભળી દર્દથી દુ:ખી ફોઇ પણ તેમનું હસવાનું રોકી ન શક્યા. મમતાએ તેમના પહેરેલ કપડા બદલાવ્યા. ગરમ ભીનો રૂમાલ કરી તેમના શરીરને મસાજ કરી આપ્યો, અને હલકા હાથે ફોઇનું માથુ દબાવી આપ્યું જેને કારણે ફોઇને દસ-પંદર મિનિટમાં તો સરસ નિંદર આવી. સવારે સાત વાગે માસીની આંખો ખુલી તો મમતા તેમના પલંગની નજીકમાં જ ખુરશી પર હાથમાં વાંચવાની નોવેલ સાથે આંખો બંધ કરીને નિંદર માણી રહેલ હતી. તેમણે મમતાના માથે પ્રેમપૂર્વક હાથ ફેરવ્યો તેની એકદમ એની આંખો ખુલી ગઇ. ફોઇએ તેમના સુમધુર અવાજમાં મમતાને કહ્યું, ‘‘મમતા વહુ, તું હવે તારી રૂમમાં જઇ શાંતચિત્તે આરામ કર.”
‘‘હવે તમારી તબિયત કેમ છે ?” મમતાની આંખોમાં હજીપણ ચિંતાના વાદળો તો ઘેરાયેલાં જ હતાં.
‘‘હવે પહેલાં કરતાં ઘણું સારું છે. છેલ્લે જે ઉલ્ટી થઇ ત્યારપછી સરસ આરામ થયો.”
‘‘ફોઇ, હું નાહીને તમારે માટે સરસ મસાલાવાળી ચા બનાવું છું.”
‘‘ના, તું આરામ કર. ચા હું મારી જાતે બનાવું છું.”
‘‘તો ફોઇ તમારા હાથે બનાવેલી ચા પીવાનો લ્હાવો મને પણ મળી શકશે,” મમતા નાની છોકરીની જેમ તાળીઓના ગડગડાટ સાથે ખુશ થઇ જે જોઇ ફોઇના ચહેરા પર પણ ખુશીની લહેર દેખાઇ આવતી હતી.
બંને જણાએ ડ્રોઇંગ રૂમમાં સોફા પર બેસી ચા પીધી. રાત ભર થાકી ગયેલી મમતા ફોઇની બાજુમાં વાતો કરતાં કરતાં નાની દીકરીની જેમ સુઇ ગઇ, તેને ખ્યાલ ન રહ્યો. મમતા બારેક વાગે ઉઠી ત્યારે ફોઇએ તેમના બંને માટે રીંગણ-બટેટાનું સરસ રસાવાળું શાક અને ફુલકા રોટલી બનાવી હતી. બંનેએ સાથે ડાઇનિંગ ટેબલ પર બેસી ભોજન કર્યું અને અલકમલકની વાતો કરી. સાંજના સમયે ગોવિંદભાઈ-સુસીલા-રાજ મસુરીથી પરત ફર્યા હતા. ફોઇને એકદમ સ્વસ્થ જોઇ તેઓનાં મનમાં પણ રાહતનો દમ હતો. ફોઇએ મમતાને ગળે લગાવી સાચા હ્રદયથી જેની પ્રશંસા કરી, ‘‘હવે મારી સમજમાં આવેલ છે કે, તમે બધા આ મમતાને કેમ ખરા દિલથી પ્રેમ કરો છો. મમતા એક ખરેખર આપણા ઘરની નવવધૂના રૂપમાં સાચો અણમોલ હીરો છે. કાલે રાત્રે તેણે ક્લિનિકમાં કંમ્પાઉન્ડરની પર એવી ગુસ્સે થયેલ હતી કે…તેણીએ એવી મોં ફાટ સડસડાટ અંગ્રેજીમાં તેને સંભળાવ્યું કે ડોક્ટર પણ તેને કાંઇ ન બોલી શક્યા, અને મારી વગર લાઈને ફટાફટ સારવાર કરી.
‘‘પુરી રાત તેણે મારા પલંગની બાજુમાં બેસીને મારી ખરા અંતરથી સારવાર કરી. કે જેની કલ્પના પણ તમે ન કરી શકો. મીઠું-લીંબુ-મોરસનું પાણી ન પીવા પર મને પ્રેમપૂર્વક ધમકાવતી પણ હતી. મમતાએ કાલે બહુજ હિંમત રાખી મારી સારવાર કરવામાં લેશમાત્ર કચાશ ન રાખી, બાકી હું તો ખુબજ ગભરાઇ ગયેલ હતી. ‘‘ઘરના બાકી બધાં કામ તો તે ધીમેધીમે શીખી જશે પણ આના જેવી નટખટ, હસમુખી અને કરૂણાના ભંડારથી ભરેલી દીકરી આપણા ઘરની નવવધૂ તરીકે આપણા ખાનદાનને મળવી બહુ મુશ્કેલ છે. રાજ, તેં ખરેખર બહું જ સુંદર છોકરી પસંદ કરેલ છે.”
ફોઇજીએ ખરા વહાલથી રાજ અને મમતાને માથે ચુંબન કર્યું તેમની નહીં પણ સૌ કોઇની આંખોમાંથી ખુશીના આંસુથી છલકાઇ આવી હતી. હવે ફોઇની સામે મમતાને કોઇ કંઇ કહી શકે તેમ ન હતું, કેમ કે હવે ફોઇ પણ સોના-રૂપાના અંતરવાળી મમતાના પ્રશંસકોની યાદીમાં સામેલ હતાં.
Dipak chitnis
dchitnis3@gmail.com (DMC)