આઝાદીની પરાકાષ્ઠા DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઝાદીની પરાકાષ્ઠા

//આઝાદીની પરાકાષ્ઠા//
 
​                  વિશ્વવિદ્યાલય કહેવામાં આવે પરંતુ વાતાવરણ કેવું હતું, જ્યાં દિવસમાં બધુ શાંત કોઇ જાતનો કોલાહલ દેખાતો નહોતો. પરંતુ જયાં સાંજ પડવાનો સમય જેમ થાય તેમ વાતાવરણમાં કંઇક મદહોશી થઇ જતી હતી. બસ મુક્ત વાતાવરણમાં રહેતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓ શરાબ શરીરસુખને પોતાની સાચી આઝાદી સમજતા હતાં. એવામાં એક નાનકડા ગામમાંથી પોતાની કેરીયર બનાવવા માટે આવેલી મધુ પણ કરે તો શું કરે……..
​                  મધુને જયારે ખબર પડી કે દિલ્હીની મશહૂર વિશ્વવિદ્યાલયમાં એમ.ફીલના અભ્યાસ માટે પસંદગી થઇ છે ત્યારે ખુશીના અતિરેકમાં પગ જાણે મારા જમીનથી એક ફૂટ ઉપર ચાલી રહ્યા હતાં. આવી મશહૂર વિશ્વવિદ્યાલયમાં એમ.ફીલના અભ્યાસ માટે પસંદગી થવાનો સીધો ઉદ્દેશ પણ એમ કહી શકાય કે પ્રગતિનાં સોપાન ક્યાંક ઉંચે જે રહ્યા છે. એમ.ફીલ પછી પીએચડી અને પછી કોઇ સારી વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર તરીકે નીમણૂંક, સારો પગાર અને સન્માન પૂર્વકનું નવું જીવન. 
આમ મધુના સપનાઓના મહેલો મનમાંને મનમાં ચણી રહી હતી, હવે બસ તે સાચી રીતે પાર પડી રહેલ હતું. તેણીને મનમાં થતું કે, મારા જેવી ગામડાની છોકરીને માટે જોવા જવામાં આવે તો આ એક બહુ મોટી અગણિત ઉપલબ્ધિ હતી. આ એક એવી વાત હતી કે અહીંયા જો સીધી રીતે કહેવામાં આવે તો ગામડા ગામના કોઇને જો નાની પોલીસની નોકરી મળે તો પણ આખા ગામમાં મીઠાઈ વહેંચવામાં આવતી હતી. તેના ઘરમાં તો જાણે કોઇ મોટી સફળતા શીખર સર કરી પ્રાપ્તિ મેળવી  હોય તેમ સંગીતના જલસા, મેળાવડા, પ્રિતીભોજ થતા, અને વિસ્તારમાં તેના નામની વિશેષ પ્રકારે નોંધ લેવામાં આવતી.
વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ માટેની બધા પ્રકારની ઔપચારિકતા પુરી કર્યા પછી હોસ્ટેલમાં પ્રવેશ માટે રૂમ નંબર ૩૦૩ આપવામાં આવેલ હતો. ફાળવણી કરવામાં આવેલ રૂમમાં બધો સામાન લઇને પહોંચી ત્યારે રૂમની ભીંતો પર અસભ્યતાભરી ભાષામાં લખાણ કરવામાં આવેલ હતું. બાથરૂમની દિવાલો પર પણ અસભ્ય ભાષામાં દેશના મહાપુરુષો બાબતમાં અભદ્ર લખાણ કરવામાં આવેલ હતું. આ લખાણ જોઇ ચોકકસપણે એમ કહી શકાય કે આ રૂમમાં અગાઉ કોઇ ઠરેલ અને વિવેકભરી છોકરી રહેતી નહીં હોય. જો કહેવામાં આવે તો તે છોકરી આવી મોટી વિશ્વવિદ્યાલયની વિદ્યાર્થિની કહેવાને લાયક જ ન ગણી શકાય.
​                  મધુએ સફાઈ કર્મચારીને બોલાવવાને બદલે બધી દિવાલો પરના અભદ્ર લખાણો જાતે ભીનું કપડું લઈને લખવામાં આવેલ લખાણને ભૂંસી નાંખ્યાં. આખરે દેશના મહાપુરુષો પ્રત્યે આપણા મનમાં પણ માન મર્યાદા પુરા પ્રમાણમાં હોવા જોઈએ. જો આપણે કદાચ તે મહાપુરુષોને આપણા વિચારમાં લઈને અમલમાં મુકીએ કે ના મુકીએ પણ તેવા મહાપુરુષોનો આદર કરવો એ દેશના નાગરિક તરીકે આપણી બહુમુલ્ય ફરજ બની રહે છે. 
​                  મહાવિદ્યાલય જેને વિશ્વની દેશની અનેક વિદ્યાલયોમાં શ્રેષ્ઠતામાં ગણતરી કરવામાં આવે તેવી આ વિદ્યાલયનું વાતાવરણ કંઇક અંશે મનમાં અચરજતા પેદા કરનારું હતું. એ વિચારેલ કે જે હશે તે જેટલું બંને એટલું જલદી બનતી ત્વરાએ વાતાવરણમાં અનુકુળતા મુજબ સેટ થઇ જવાનો પ્રયત્ન તો કરવો પડશે ને ! આમ વિચારતા વિચારતા લાંબો શ્વાસ લઇ થોડી સ્વસ્થ થઇ, મનમાં ચોક્કસ એક શકનો કીડો સરવળી ઘર કરી ગયો હતો કે, આ મહા વિશ્વવિદ્યાલયનું વાતાવરણ કેટલું અસામાન્ય લાગતું હતું તેના કરતાં વધુ ખરાબ લાગતું હતું. સાંજના સમયે તો આ વિશ્વવિદ્યાલયનું વાતાવરણ વધુ પ્રમાણમાં યોગ્યતાને લાંછનરુપ થતું હતું. અભ્યાસ કરતાં અભ્યાસીઓ ભણવાનું બાજૂએ મુકી તેમનામાં આવેલ નવી નવી નવયુવાનીને રંગીન રાત્રીઓમાં ફેરવવા માટેના પ્રયાસો કેમ થતાં હતાં ? આવી બધી વાતો મધુના મગજમાં યેનકેન પ્રકારે ચકરાવે ચડતી હતી. આ દરમિયાન જ એક નવી દોસ્તના રૂપમાં વિભૂતિના પગરવ મંડાણા. વિભૂતિ રાજસ્થાન રાજ્યના જોધપુર શહેર પાસેના ગામથી અભ્યાસ માટે આવેલ હતી. તેની સાથેની મિત્રતામાં બંનેને એકબીજાને ખ્યાલ આવી ગયો હતો કે, બંનેના કુટુંબીજનોની પરિસ્થિતિ અને વિચારો લગભગ એકસરખા મળતા આવે છે જેને કારણે દોસ્તીનું સ્વરૂપ પણ જલ્દી આકાર પામ્યું. વિભૂતિનો રૂમ પણ મધૂના રૂમની નજીકમાં હતો. બંનેના વિચારો સરખા મળતાં હોવાને તેમજ વિશ્વવિદ્યાલયની જે નિતનવી ચર્ચાઓ સાંભળવાની જિજ્ઞાસા રહેતી. વિશ્વવિદ્યાલયના પટાંગણમાં એવી કોલેજોમાં વિભાગો ગયાં હતાં જ્યાં અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓ પ્રોફેસરો કરતાં પણ વધુ ટકલા થઇ ગયા હતા જે જોઇ હાસ્ય બંને સખીઓ રોકી શકતી ન હતી. આના ફલસ્વરૂપ ઘણી વખત તો એવી પરિસ્થિતિ આધાર પામતી કે કોણ વિદ્યાર્થી કે કોણ પ્રોફેસર તેન નક્કી કરવામાં ક્યારેક ગોથા થઇ જતા હતાં. 
​                  ધીમેધીમે લાયબ્રેરી, કેન્ટીનજેવા સ્થળઓ ઉપર સિનિયર વિદ્યાર્થીઓને મળવાના પ્રસંગો ઉપસ્થિત થવા પામવા લાગ્યા. આને કારણે હવે તેમની સાથે વાતોવાતોમાં વિશ્વવિદ્યાલયની થઇ રહેલી ચહલપહલની વાતો પણ ઢાંકવાની શરુ થયેલ હતી. જે બધી બાબતોમાં નવા આવનાર પહેલાં અજાણ્યા હોય છે. ક્યાં પ્રોફેસર કેવી પ્રકારની વિચારસરણી ધરાવે છે, ક્યા ક્યા પ્રોફેસરો અભ્યાસક્રમમાં કેવી રીતે મદદ કરે છે, ક્યા પ્રોફેસરનો શું શોખ છે, ક્યા પ્રોફેસર પોતાના હાથ નીચે અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી વિદ્યારથીની માટે કઇ રીતે મદદ કરી શકે છે કેરીયર માટે કેટલી જેમનામાં ગંભીરતા છે, ક્યા પ્રોફેસર રંગીલામીજાજ ધરાવે છે આવી અનેક પ્રકારની વાતો જાણવા મળતી શરૂ થઇ હતી. 
​                  એક દિવસ મધુ અને વિભૂતિ જેમની સાથે અભ્યાસ કરી રહેલ સીનીયર વિદ્યાર્થીની શીલાની સાથે વિશ્વવિદ્યાલયના કેમ્પસમાં ફરી રહેલ હતી. કે સમયે નજીકમાં એટીએમ નજરે પડ્યું. મધુએ વિભૂતિ અને શીલાને કહ્યું, ‘‘મારે થોડા પૈસાની જરૂર છે તો હું એટીએમ માંથી લઇ આવું.” 
​                  મધુની વાત સાંભળી શીલા હસી પડી, ‘‘મધૂ, તને જે દેખાય છે તે વાસ્તવમાં એટીએમ પૈસા કાઢવા માટેનું નથી. તને દેખાય છે તે એટીએમકોન્ડોમ માટેનું મશીન છે. સુરસુરક્ષિત શરીરસુખ માટે વિશ્વવિદ્યાલય સંસ્થા દ્વારા કેમ્પસમાં અનેક જગ્યાએ આ પ્રકારના મશીન પ્રસ્થાપિત કરવામાં આવેલ છે. તને નવાઇ લાગશે પણ આ મશીનનો ઉપયોગ છોકરાઓ કરતાં છોકરીઓ વધારે કરે છે. છોકરાઓને મુક્ત સેક્સ કરવામાં આનંદ આવતો હોય છે. પરંતુ છોકરીઓને ગર્ભ ધારણ થવાનો ડર સતત સતાવતો હોવાને છોકરીઓ આ મશીનનો ઉપયોગ વધુ કરતી હોય છે.” 
​                  વિભૂતિ અને મધુ માટે તો આ વાત બહુ હેરત પમાડનારી હતી.  આ બધા શિલાના મનોવિચાર હતા એમ કહી શકાય, શીલાના મનોભાવથી જોતાં આ બધી આવશ્યકતા પર તે ભાર મૂકી રહેલ હતી, અને મધુ-વિભૂતિને મનોમન એમ માની રહી હતી કે આ બંને અંદરોઅંદર વાટાઘાટોનો દોર ચલાવતી હતી. શીલાએ કહ્યું, ‘‘મધુ, આ એક એવું વિશ્વવિદ્યાલય છે, કે અહીંયા છોકરીઓ છોકરાંઓની બરોબર સમકક્ષતા ધરાવતી થયેલ છે. જેને કારણે રાત્રીના સમયે આ જગ્યાએ છોકરાઓ છોકરીઓ એકબીજાના રહેઠાણ વિસ્તારમાં જવા આવવા માટે કોઇ પ્રકારનું બંધન નથી. સાચી આઝાદી-સ્વતંત્રતા આ છે ! તમે બંને પણ આ આઝાદીનો આનંદ લૂંટવાની મનોકામના હોય તો પુર્ણ કરી શકો છો.”  
​‘‘અરે યાર, આ મહાવિશ્વવિદ્યાલય છે, અહીંયા સંસ્કાર આદાન-પ્રદાન અને શિક્ષણ મેળવવા આવ્યા છે. આ પ્રકારના બીજજરૂરી આનંદ કે બેમતલબની આઝાદી મેળવવાની ખેવના માટે આવ્યા છે?”
​‘‘મધુ, જે છોકરીઓ આ પ્રકારની આઝાદીનો આનંદ લઇ રહી છે, કે શું તેમણે અભ્યાસ નથી કર્યો?” આ એક એવી મહા વિશ્વવિદ્યાલય છે, જયાં વિદ્વાનોની કતાર છે, અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ મહા વિશ્વવિદ્યાલયની ગણના પણ કેટલી નોંધપાત્ર અને સુવિખ્યાત છે.”
‘‘શીલાની વાતનો જવાબ આપતાં મધુએ કહ્યું, અભ્યાસ તો એવા છોકરા-છોકરીઓ પણ કરી રહેલ છે ને, જે આ પ્રકારની બે મતલબની આઝાદીની તેમના મનમાં લેશમાત્ર અપેક્ષા ન હોય. ઓ કે, ઓ કે, સારું ચાલો હવે જઇએ, જમવાનો સમય પણ થઇ ગયો છે. 
​                  મધુએ પણ આવી નામતલબની વાતોને આગળ ન વધારી, વાતને બીજી જગ્યાએ મોડ લેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મનમાં એવો અહેસાસ થયો કે, શીલાના મગજમાં મધુએ કરેલ વાતની થોડાઘણા અંશે અસર થઇ હતી. 
​                  જે રાત્રે મધુ, શીલાની બેમતલબની વાતોને પરિણામે થોડી અસમંજસ ધરાવતી હતી. કેટલી આઝાદી છે અહીંયાં છોકરીઓ માટે. અંદરોઅંદર તેને એમ થઇ રહી હતું કે, યુવાનીના છેલ્લા બે-ચાર વર્ષ કહેવાતી આ પ્રકારની આઝાદીનો  આનંદનો હિસ્સો હું કેમ ન બની શકી. પરંતુ મધુના દિલમાં કંઇક એવી શક્તિ તેને આ પ્રકારની આઝાદીનો આનંદ  અને  તેને રોકી રહેલ હતી. શું આવી બેશમીઁ, હેવાનિયત, નાદાનીયતભરી આઝાદી તે કેટલા અંશે વ્યાજબી ગણી શકાય. 
શીલાએ બહુ પ્રયત્ન કર્યો કે હું બનતી ત્વરાએ જલ્દી યેનકેન પ્રકારે વિશ્વવિદ્યાલય ના માહોલમાં એકમત થઇજાઉં. તેનું મન, જેનું યૌવન તેને તે માહોલમાં એકમંચ થઇ જવા માટે વારંવાર તે દિશામાં પહોંચી જતું હતું. જેનું જીવન આ બાબતમાં ડામાડોળ પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યું હતું. તેનું મન, દિલ હંમેશા તેને આઝાદીના તૂફાનમાં લઇ જવા માટે તૈયાર થવા હાકલ કરી રહ્યું હતું, અને વિશ્વવિદ્યાલયની જે યૌવનરૂપી આઝાદીમાં સમર્પિત થવા સારુ હાકલ કરતું રહેતુ હતું. 
​                  એક દિવસ એકાએક એવો આવ્યો, શીલા મધુને તેની રૂમ પર લઇ ગઇ. રૂમ તેણીએ ખોલતાં જ રૂમમાંથી સિગારેટની બદબુના ધૂમાડાની ગંધ આવી રહેલ હતી. રૂમમાં પ્રવેશ કરતાંની સાથે જ તેણે તેના પલંગ પાસે ટીપોઇ પર પડેલ સિગારેટના વેસ્ટમાંથી એક સિગારેટ કાઢી સાથે પડેલ ગોલ્ડન કલરનું લાઇટર હાથમાં લીધું, સિગારેટનું પેકેટ તેણીએ મધુ સમક્ષ ધર્યું, પરંતુ મધુ પ્રેમપૂર્વક તેને સિગરેટ લેવાનો નન્નો ભણ્યો, ‘‘મધુ શરમાઇશ નહીં, હું પહેલાં તારા જેવી જ હતી. મને પણ શરમ આવતી હતી. પણ તને જો મધુ સાચું કહું તો આ સિગરેટના નશાએ મને  જીંદગી જીવતા-માણતા શીખવાડી. તને ખબર નહીં હોય, વિશ્વના સારા દુ:ખ દર્દો સિગરેટનાઆ એક આંખ કશથી દૂર થાય છે. જો તને કહું કે આ સિગરેટ એટલે આપણા દુ:ખોનો એકમાત્ર ઇલાજ, રામબાણ દવા છે. મધુ, આ જીવન જે મળેલ છે એ મોજમસ્તી માટે મળેલ છે બિંદાસ્ત જીવી જાણવું. જીવનમાં પાપ-પુણ્ય જેવું કાંઇ જ નથી. વડીલોતો તો આપણને ડરાવવા બધી ધમકીઓના સ્વરૂપમાં રહ્યા ફરે છે. 
                  ‘‘હા તો, શીલા તું ભગવાનથી બીલકુલ ડરતી નથી એમ ?”
​                  શીલા મધુની એ વાત પર ખુલ્લા હાસ્યથી છલકાઇ ઉઠી તેણીએ તેના હાથમાં લીધેલ  સિગરેટ પેટાવી બોલી, મધુ, મારી વિચારધારામાં ભગવાનને કોઇ સ્થાન નથી કે મને તેમની પર કોઇ પ્રકારનો વિશ્વાસ કે ભરોસો નથી. આ બધા કહે છે અને તું પણ માનવી હોઇશ કે, પાપ પુણ્ય, સ્વર્ગ-નરક આ બધું બીલકુલ એકબીજાની ઉપજાવી કાઢેલી બાબત છે. બીજું ધર્મના નામની ખોટી બૂમરાણ સિવાય કાંઇ નથી. ધર્મના નામે એકપ્રકારના ધતિંગ સિવાય બીજું કંઇ નથી. જે રીતે અફીણનો નશો પીનારને નથી ઉતરતો તે રિતે આ પણ એક પ્રકારનો લોકોમાં નશો સિવાય બીજું કશું નથી.  
​‘‘અરે, શીલા ચારે એક વાત કે વિચારની પડશે ને, જ્યારે સારું લગ્ન થશે એ સમયે ચીરા પતિને આ બધી વાતની ખબર પડશે તો, કે સમયે શું થશે ?”
‘‘પતિ,….કેવો પતિ ? કોણ પતિ ?” શીલાએ બહુ આશ્ચર્ય સાથે કહ્યું. જેના હાથમાં સળગી રહેલ સિગરેટનો એશ ટ્રે માં ખંખેરતાં બોલી, ‘‘મધુ, મારે  માટે પતિ ઠોકર જેવો છે. મારે પતિની કોઇ જરૂર જ શું છે ? મારા જેવી આઝાદીના વિચારોમાં રમતી છોકરી વળી પતિ-પત્ની  સવરૂપના બંધનમાં બંધાઇને શું કરશે ? હું કોઇકાળે પતિની ગુલામ ન બની શકું. આ લગ્ન-વિવાહ બધું રૂઢીચુસ્ત માણસોને લાગુ પડે મારા જેવી આઝાદી પામેલ અલ્લડ યુવતીને આ બધું લાગું પડ્યું નથી. પતિ, સાસુ-સસરા, નણંદ, દીયર, બીજા સાસરીવાળા આ બધાંની સેવા કરવી એ શું કામ છે.”
‘‘તો પછી, શીલા તારી નજરોમાં કામ એ શું છે ?”
‘‘જિંદગીની મોજમજા માણવી. જીવનના બધા નાકામના બંધનોને તોડવા, માનવીના એકબીજાના બંધનમુક્ત જીંદગી, બસ ફક્ત ને ફક્ત, આઝાદી-આઝાદી-આઝાદી બસ આ જ મારા જીવનનો મુખ્ય ધ્યેય છે.” 
શીલા એ વાતો કરતાં કરતાં જ તેના હોઠો પરની સિગરેટનો એક લાંબો કશ લીધો, અને તેના ગંધીત ધુમાડાના ગોટેગોટા સામે બેઠેલ મધુ સામે કાઢતાં કાઢતાં ઊભી થઇ અને તેના કબાટનું તાળું ખોલી કબાટમાંથી શરાબની બોટલ કાઢી અને બંને બેઠાં હતા ત્યાં પડેલ ટીપોઇ પર મુકી, ‘‘અરે મધુ, તું કે અહીંયા હજુ નવી નવી આવી છું એટલે મારા જેવી છોકરીઓના વિચારોને સમજતી નથી. મધુ, આ જે ધર્મ, જ્ઞાતિ-અજ્ઞાતિના જે જુદા જુદા વિચારો છે એ વિચારોએ સમાજને અલગ અલગ કરી નાખેલ છે. હું કહું છું આપણે બધાને એકસરખા કરવાના છે. જ્ઞાતિના જે વાડાના મિનારા ચણાયા છે એ મિનારાને દુર કરવાના છે. સરકારના અનેક પ્રકારના કાયદા કાનૂને લોકોનું જીવવું મુશ્કેલ કરેલ છે. માનવી દરેક જગ્યાએ દરેક સ્થળે કોઇને કોઇપ્રમાણમાં ગુલામીના બંધનમાં જકડાયેલો છે આ ગુલામીના બંધનોમાંથી માનવીને મુક્ત કરવાનો છે. આ ભૂમિ પર દરેક માનવીને પોતાની રીતે જીવન જીવવાનો મૂળભૂત અધિકાર બંધારણ પ્રમાણે મળેલ છે તેની પુરેપુરી રીતે અમલવારી થવી જોઇએ.
‘‘અરે પણ શીલા, આ જે નિયમો કાયદાકાનૂન  બનાવવામાં આવેલ છે તે પણ બંધારણીય રીતે જ બનાવવામાં આવેલ છે. જો આ કાયદાકાનુન પ્રસ્થાપિત કરવામાં ન આવતાં તો દેશમાં જંગલરાજ જેવી સ્થિતિ પ્રસ્થાપિત થઇ જાય ને…”
‘‘તો મધુ, એમ સમજવામાં ખોટું પણ નથી ને કે જંગલમાં બધા આઝાદીના સવતંત્રતાના પ્રમાણમાં ઘુમી રહ્યા છે.” બીલકુલ આ મંદમસ્ત હવામાં બધા શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા કરી રહેલ છે. જો તને સાચું કહું કે ધર્મની વાતો કરનારા કહેવાતા અને બની બેઠેલા ધર્મગુરુઓ તેમની રીતે બધાને ધર્મના નામે તેમની ગુલામીના જંજીરોમાં સાંકળી લેવાનું જ તેમનું કામ છે. જ્ઞાતિઓના વાડાઓ ઊભા કરીને અંદરોઅંદર એકબીજાને ઝઘડાવવા સિવાય બીજું કોઇ કાર્ય કરતાં નથી. હું ‘‘ઓશો” ની વાત સાથે બીલકુલ સહમત છું કે, જ્યાં સુધી તમે તમારા તનથી તૃપ્ત નહીં હો જ્યાં સુધી કોઇ કાર્ય તમે ક્યારેય સાચી દિશામાં નહીં કરી શકો, એ વાત ૧૦૦ નહીં પણ ૧૦૦૦ ટકા સનાતન સત્ય છે જેમાં કોઇ જ અસ્તય નથી. હું તો એમ કહેતા પણ  અચકાતી નથી કે, શ્રેષ્ઠ માનવી ક્યારે સ્ત્રી  લણી શકે, જ્યારે કે અનેક પ્રકારના અલગ અલગ પુરુષોના સંપર્કમાં આવે ત્યારે ને ? જો પછી એક મહિલા સારા વિશ્વના શ્રેષ્ઠ માનવીને જન્મ આપવા માટે અલગ અલગ પુરુષોના સહવાસમાં આવે તો…
ત્યાં જ શીલાના મોબાઇલમાં રીંગ આવી,…હેલો…‘‘જય..””
‘‘સામે છેડે જયનો અવાજ આવ્યો…ક્યાં છું ? શીલા…”
અરે યાર ક્યાં હોઉ, મારી રૂમ પર જ છું.
‘‘આવી રહ્યો છે શું ? આવી રહ્યો નહીં, આવી ગયો છું.”
ઓકે, સારું એક મિનિટ રાહ જો, કહી શીલાએ જયનો ફોન કટ કર્યો. મધુની તરફ નજર શીલાના નયનોથી ઇશારો હતો કે તેની રૂમમાંથી નીકળી જતી રહે. શીલા કંઇ કહે તે પહેલાં જ મધુ ઉઠીને રૂમનો દરવાજો ખોલી બહાર નીકળી ગઇ. બહાર નીકળતાં જ નજર પડી તો સામે જય ઉભો હતો. શીલા પણ રૂમના દરવાજા આગળ આવી ઉભી હતી. અરે શીલા, ‘‘આ કોણ હતી, ‘‘કોઇ નહીં જય…મંદ મંદ સ્મિત કરતાં કહ્યું નવી ગુલામ…”A NEW SLAVE….

 
 
DIPAKCHITNIS (dchitnis3@gmail.com) DMC