સ્કોર્પીયન
પ્રકરણ : 47
DGP રાયબહાદુર એકદમ ગંભીર થઇ ગયાં...એમણે ફોન પર વાત પુરી કરી અને એક જીપ બીજી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં આવી...સિદ્ધાર્થની ટુકડીનો ખાસ માણસ પવન અરોડા હતો...એ જીપમાંથી ઉતર્યો અને જીપની પાછળથી બીજા કર્મીઓની દેખરેખમાં તૌશીક લામા, સોફીયા અને ડેનીશ ઉતર્યા. સિદ્ધાર્થ આ બધાંને જોઈને ખુશ થઇ ગયો.
પવને તૌશીકને લોકઅપમાં નાખવા એનાં સિપાહીને હુકમ કર્યો અને સોફીયા તથા ડેનીશને એનાં ગ્રુપનાં માણસો સાથે લોકાપમાંજ બીજા રૂમમાં નાંખવાં ઓર્ડર કર્યો. સિદ્ધાર્થ બધું જોઈ રહેલો. સોફીયાએ બુમ પાડીને સિદ્ધાર્થને કહ્યું ‘સર...સર...મને શા માટે લોકઅપમાં? મેં શું કર્યું છે ? અમને તો જબરજસ્તી લઇ જવામાં આવેલાં. સર...સર...દેવ ક્યાં છે ? પ્લીઝ મને મુલાકાત કરાવો.”
સિદ્ધાર્થે કહ્યું “હમણાં લોકઅપમાંજ રહેવાનું છે તમારાં ઉપર અત્યારે રીસ્ક છે એજ સલામત જગ્યા છે બધી તપાસ થયાં પછી આગળ વાત અને દેવ હમણાં બીઝી છે.” અને એમનાં સિપાહીને લઇ જવાં ઈશારો કર્યો.
સોફીયા રડતી રડતી પેલાની સાથે ગઈ અને દેવ અને દુબેન્દુ બહાર આવ્યાં. દેવને સોફીયાનો અવાજ સંભળાયેલો એણે કહ્યું “સર સોફીયા આવી ગઈ ?”
સિદ્ધાર્થે કહ્યું “હાં હવે એ પોલીસનાં કબજામાં છે બધાં પુરાવા એકઠાં થઇ રહ્યાં છે હવે એ બધાં તારાં ટુરીસ્ટ નથી રહ્યાં પોલીસનાં મહેમાન છે અને હવે તારે આમાં ક્યાંય વચમાં નથી આવવાનું તારાં ફાધરની સ્ટ્રીક્ટ ઇન્સ્ટ્રક્શન છે...અત્યારે કંઈક મોટું થવાનું છે એની તૈયારી ચાલી રહી છે તું અંદર જા અને બી રીલેક્ષ...”
દેવ અને દુબેન્દુ પરિસ્થિતિ સમજી ગયાં અને ત્યાં સિદ્ધાર્થે કહ્યું “તારાં હોટેલ ના મેનેજરે જે કવર આપેલું એની તાપાસ ચાલુ છે એમાં પુરાવા સાથે ડ્રગ પણ છે એનાં ઉપર કામ ચાલી રહ્યું છે તને ફસાવવાનો વધુ એક પ્રયત્ન હતો પણ તેં આવીને અહીંજ કવર આપી દીધું અને બધીજ વાત કહી દીધી એ સારું કર્યું.” દેવ અને દુબેન્દુ એક બીજા સામે જોઈ રહ્યાં.
******
દેવ અને દુબેન્દુ એકબીજા સામે જોઈ રહેલાં. દુબેન્દુએ કહ્યું “આ ટુરીસ્ટ ટોળકી આપણને ફસાવી દેતાં આપણે સહજમાં બચી ગયાં છીએ. દેવ ત્યાં ખુરશી પર બેસી પડ્યો એને થયું આ બધું રિસ્કી ગેમ થઇ ગઈ પણ સાચાં હતાં બચી ગયાં. દુબેન્દુ કહે “ સાચા હતાં અને નસીબ સારાં હતાં એટલે બચી ગયાં નહીંતર આપણાં જેવાં સાચાએ કેટલાયે આમ ફસાતા હોય. ત્યાં એમને સમાચાર મળ્યાં કે પેલો તૌશીક લામા જંગલમાંથી પકડાઈ ગયો એની સાથેજ સોફીયા અને ડેનીશ હતાં દેવે કહ્યું આ બધું શું ચાલી રહ્યું છે “?...
થોડીવારમાં પવન આવ્યો એણે દેવને કહ્યું “તમારે કંઈ જોઈએ છે ? ચા કોફી કંઈ ? અથવા તમારે હોટલ પર જવું હોય તો જઈ શકો છો હમણાં થોડો સમય તમને કોઈ મળી નહીં શકે...”
દેવ તો આશ્ચર્યથી પવનની સામે જોઈ રહ્યો એણે કહ્યું “પાપા આવ્યાં છે તેઓ અહીંજ છે સિદ્ધાર્થ સર..”.ત્યાં પવને એને વચ્ચે અટકાવી કહ્યું “સર અહીં પાપા નથી એ DGP છે ડ્યુટી પર છે એન્ડ સોરી ટુ સે બટ યુ કેન ગો નાઉ.” દુબેન્દુને વધારે આશ્ચર્ય થયું એણે દેવ સામે જોયું દેવ પરિસ્થિતિ પામી ગયો હોય એમ ઉભો થઇ ગયો અને કહ્યું “ઓકે ઓફીસર અમે જઈએ છીએ કંઈ પણ કામ પડે ફોન કરજો આવી જઈશું. પાપાને કામ હશે તેઓ મને ફોન કરશે.”
પવન શાંતિથી સાંભળી રહ્યો એણે કંઈ જવાબ ના આપ્યો. વાતાવરણ ગંભીર થઇ ગયું હતું બધાનું વર્તન બદલાઈ ગયું હતું...
દેવ અને દુબેન્દુ થેન્ક્સ કહીને પોલીસ સ્ટેશનથી બહાર નીકળ્યાં પવન ત્યાંથી જતો રહ્યો. જતાં જતાં દેવે ગંદી ચીસ સાંભળી એક ક્ષણ માટે એ ઉભો રહી ગયો પણ પછી ગણકાર્યા વિનાં જ ચાલવા માંડ્યું...એણે કહ્યું “દુબે ચાલ ક્યાંક હોટલમાં જઈને બેસીએ. પોલીસ સ્ટેશનની નજીકની રેસ્ટોરાં અથવા બારમાં જઈને બેસીએ ઠંડી પણ ખુબ છે સમય ખુબ ઝડપથી જઈ રહ્યો છે બપોર તો આમજ થઇ ગઈ સાંજ ક્યારે પડશે ખબર નહીં પડે એમ પણ અહીં અંધારું વહેલું થઇ જાય છે. એટલેજ અહીં સાંજથી બધાં સક્રીય થઇ જાય છે.”
દેવ અને દુબેન્દુ એમની વેનમાં બેઠાં અને દેવે દ્રાઇવ કરવા માંડ્યું દૂર બીલ્ડીંગની બારીમાંથી બે આંખો એમને જતી જોઈ રહી હતી...
******
દેવે કહ્યું “દુબે અહીં બેઠાં બેઠાં ત્રણ પેગ પીવાઈ ગયાં છતાં શરીરમાં ગરમાવો નથી આવી રહ્યો ઋતુ એટલી ઠંડી છે કે કંઈ અસર જ નથી થતી.” ત્યાં બારરૂમમાં મૂકેલાં મોટાં ટીવીમાં મેનેજરે ચેનલ ચેન્જ કરીને એકદમ લોકલ સમાચાર ચાલુ કર્યા એમાં બ્રેકીંગ ન્યુઝ ચાલી રહેલાં એ જોઈને દેવ અને દુબેન્દુ એકદમ ગરમ થઇ ગયાં એમની નજર ટીવી પરજ ચોંટી ગઈ.
ટીવીમાં લાઈવ પ્રસારણ થઇ રહેલું કુખ્યાત સ્કોર્પીયનને રંગેહાથ પકડ્યો છે સાથે સાથે એનાં ટોળકીનાં માણસો પકડાયાં છે સ્કોર્પીયનનાં કોઈ છુપા અડ્ડા પર રેડ પાડીને પકડ્યો છે જયારે પકડાયો ત્યારે એ અર્ધનગ્ન અવસ્થામાં અને ખુબ નશાની અવસ્થામાં હતો..
સ્કોર્પીયનનાં અડ્ડેથી બે વિદેશી કન્યાઓ મળી આવી છે એમાં એક સાવ નગ્ન અને નશીલી હાલતમાં અને બીજી ગભરાયેલી મળી આવી છે અર્ધલશ્કરી દળો અને સિદ્ધાર્થની ટીમે ખુબ બહાદુરીથી આ મીશન પાર પાડ્યું છે...
વર્ષોથી કલીંમપોંન્ગની પ્રજા ત્રાહિમામ હતી આ સ્કોર્પીયને શહેર અને જંગલમાં એની નશાની બધી એક્ટીવીટી એટલી વધારી હતી કે એમાં નિર્દોષ સહેલાલીઓ આવતાં ડરતાં હતાં. ત્યાંજ બીજા બ્રેકીંગ ન્યુઝ ચાલુ થયાં.
ટીવી એન્કરે કહ્યું હમણાં પ્રજાની સમક્ષ DGP રાયબહાદુર રોય આવશે અને એક મોટું સસ્પેન્સ ખોલશે અને એનાંથી કલીંમપોંન્ગની અને જંગલવિસ્તાર તથા દાર્જીલીંગનાં રહીશોને મોટી હાંશ થશે.
ત્યાં રાયબહાદુર રોય ટીવી પર લાઈવ આવ્યાં એમની બાજુમાં સ્કોર્પીયન ઉભો હતો બે ચાર પોલીસમેને પકડી રાખેલો એનાં ચહેરાં પર માસ્ક હતો અને DGP એ માસ્ક...
વધુ આવતા અંકે પ્રકરણ -48