મૃગતૃષ્ણા - ભાગ 15 Hiral Zala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગતૃષ્ણા - ભાગ 15

[ RECAP ]
( પાયલ ના ઘરે બધાં સાથે મળી ને જમે છે.બધાં ફ્રેન્ડસ રિસોર્ટ જવાનું નક્કી કરે છે. આદિત્ય અને દિવ્યા ની વાત થાય છે અને આદિત્ય દિવ્યા ના ડર ને દુર કરે છે.અને એને રીલીફ આપે છે.અને બંને બીજા દિવસે મળવા નું નક્કી કરે છે. )

_____________________________
NOW NEXT
_____________________________


( બીજા દિવસે સવારે પાયલ ઓફિસ માં એના ટેબલ પર કોમ્પુટર પર કામ કરી રહી હોય છે.અને પાયલ થી સંજય સર આવી એને જોવે છે. )


સંજય સર : અરે....વાહ...આવું કામ કરે ને આપડી પાયલ..તોહ અનંત સાહેબ એક દમ ખુશ ખુશ થઈ જાય.


પાયલ : એમનું નામ તો જરા પણ નઈ લો તમે...મારો દિવસ ખરાબ થઈ જશે.


સંજય : હવે શું કર્યું મારા અનંતે...


પાયલ : ઓહ...તમારા અનંત.. તોહ એમને એવું કર્યું ને કે મને એમની ઓફિસ માંથી ગેટ આઉટ કરી દીધું...


સંજય :🤣કેમ હવે કઈ વાત પર અકડાયો એ...


પાયલ : એક મિનિટ એક મિનિટ તમારી જાણકારી માટે કહી દવ...એવી એક વાત નથી જેના પર એ અકળાતા હોઈ... એકચ્યુલી એ બધી વાત પર અકડાઈ છે.અને ફેક્ટ એ છે કે એ છે જ અકડું...એમના કરતા કાળી બિલાડી મારો રસ્તો કાપે ને એ ચાલે...પણ અનંત સર એ પાયલ ને જોઈ એટલે દુનિયા નો બધો ગુસ્સો પાયલ પર...🤣


રાજ : સર... રેહવાં દો...આને સાંભળશો તો પાયલ થઈ જશો...


સંજય સર : પાયલ.... એ વાત બરાબર.પણ આજે આટલું જલ્દી કામ કેમ થઈ રહ્યું છે.કોઈ કારણ છે શું?? આજે બધાં કેન્ટીન ની જગ્યા પર પોતાના વર્ક પ્લેસ પર 🤣


રાધિકા : હા...એક દમ બરાબર...


દેવ : સર....અમે બધાં આજે સાંજે રિસોર્ટ જઇ રહ્યા છે એન્ડ સોમવારે પાછા આવીશું.


સંજય : સોમવારે આવસો તો ઓફિસ કોણ આવશે...


પાયલ : અરે તમે છો ને...અનંત સર તમારી વાત તો માનશે જ ને.તમે એમને સમજાવી દેજો કે બધા બાર છે.


સંજય : એ સમજાવી દેજો વાળી...પથારી ફેરવશે એ....અને એ બધું તો ઠીક આવા પ્લાન બનાવતા પહેલા પૂછો તો ખરી...આવી રીતે વગર કોઈ પરમિશન નીકળી પડો છો.અને આ બધાં નું ઠીક પણ પાયલ તારે મને નઈ કેહવુ જોઈએ કે જાવ છો તમે લોકો...


પાયલ : શાંત...શાંત...પિતા શ્રી શાંત...ઊંડો શ્વાસ લો. અમે બધાં સોમવારે આવા ના જ છે. ડોન્ટ વરી 🤣🤣


સંજય : તો પેલા નઈ બોલાતું...હાલત ખરાબ થઈ ગઈ મારી.અનંત આવે અને અહીંયા થી અડધો સ્ટાફ ગાયબ હોઈ તો મારી નાખે મને એ ટોન્ટ મારી મારી ને.


પાયલ : i know....i know.... હું સમજુ છું તમારી વ્યથા.. પર્સનલ અનુભવ છે મારો🤣પણ એકચ્યુલી તમે એમને બોલવા નો મોકો જ નઈ આપ્યો સર..


આકાશ : સર...ટેન્શન નઈ લો...અમે બધાં સોમવારે 8 વાગે ઓફિસ માં પોહચી જશું...હા પાયલ ની ગેરંટી હું ના લવ🤣🤣


પાયલ : તું છે ને આજ કાલ બોવ બોલવા લાગ્યો છે હા.....

( પાયલ પોતાની પેન આકાશ ને મારવા માટે જ ફેંકે છે અને આકાશ નીચે નમી જાય છે.અનંત ઓફિસ માં એન્ટર થતાં હોય છે અને પેન સીધી અનંત ના પગ પાસે આવી ને પડે છે. બધાં પાયલ સામે આંખો કાઢવા લાગે છે. )


સંજય : અનંત સર... એ મારી પેન છે..જરા આપશો મને...
( અનંત પેન ઉઠાવી સંજય પાસે આવી એમને આપે છે.)


અનંત : ઉપર આવો...કામ છે મારે..

સંજય : હા...હમણાં આવ્યો..તમારી પાછળ પાછળ..
( અનંત જતા રહે છે ઉપર ઓફિસ માં )


સંજય : પાયલ......


પાયલ : સોરી સોરી સોરી....પણ તમે જોયું ને...મારા નસીબ જ ખરાબ છે. મને તો ખબર પણ નતી કે એ આવી જશે.


સંજય : ખબર નતી...પણ આ પેન મારવા ની જગ્યા છે.એના મોઢા પર વાગી હોત ને ત્યારે ખબર પડતી નથી.


પાયલ : સોરી 🤣તમે કહેતા હોવ તો કહી આવું સોરી એમને...


સંજય : પાયલ તું છે ને...રેવા દે...કંઈ નઈ થઈ તારું..ખબર નઈ હવે મને કયું લેક્ચર સંભળાવ સે...
( સંજય સર ઉપર જતાં રહે છે. અને આકાશ ,દેવ અને રાધિકા હસવા લાગે છે. પાયલ ફરી આકાશ ને પેન મારે છે અને આકાશ ને વાગે છે. )


પાયલ : બધું તારા લીધે થયું ....હવે જો તું તને છોડુ નઈ રિસોર્ટ પર...બદલો લઈશ મે


આકાશ : હા..હા...બિલકુલ આઈ એમ વેટિંગ..🤣


પાયલ : 🤣🤣🤣

____
_________________________


( સંજય અનંત ના રૂમ નો દરવાજો ખોલી કમિંગ સર બોલે છે અને અનંત એમની સામે જોઈ આંખો કાઢે છે. )


સંજય : ચાલો આવી જ જવ 🤣એમ પણ તું તો ક્યારે પણ સામે થી એન્ટ્રી આપે નઈ..


અનંત : પેલા મેહતા ના પ્રોજેક્ટ નું શું થયું????


સંજય : મેહતા કોણ પાયલ મેહતા?


અનંત :( આંખો કાઢી ને કહે છે. ) હું હાર્દિક મેહતા ની વાત કરું છું સાહેબ...કહેતા હોવ તો કાન માં નાખવા ની દવા મંગાવું.


સંજય : અરે...બિલકુલ નઈ... કાન એક દમ ટીપટોપ છે.હા...હાર્દિક મેહતા.. જો ડીલ ફાઇનલ થઈ ગઈ છે.બાકી નું આગળ નું કામ હું ચાલુ કરવી દઈશ.


અનંત : સારું...વાંધો નઈ.


સંજય : હા...અનંત.જો હું જલ્દી જલ્દી માં માટે પૂછવા નું રહી ગયું...વૈદેહી દી ના શું સમાચાર છે.


અનંત : કંઈ નઈ...આવ્યા તા...રહ્યા સાથે...વાતો કરી.


સંજય : તું જ્યારે કેનેડા હતો ને ત્યારે જ્યારે પણ મળે ત્યારે મારી પાસે થી એમને પેલા એક જ સવાલ નો જવાબ જોઈએ...કે અનંત ક્યારે આવશે..અને હંમેશા ની જેમ મારી પાસે કોઈ જ જવાબ નથી હોતો.


અનંત : થઈ મારી આ વાત એમના સાથે...સમજાવ્યું એમને...એક જગ્યા એ રેહવાનો કોઈ મતલબ નથી.જીવન માં કંઇક પામવા માટે વ્યક્તિ એ બધે ફરતું રહેવું પડે છે.


સંજય : પણ અનંત ક્યારેક તો આ સફર નો અંત આવે...અંત નહિ તો બ્રેક તો આવે....11 વર્ષ થયાં અહીંયા....હવે ક્યાંક તો થોડો સમય પોતાના માટે એક જગ્યા પર સ્થિર થઈ જા.હંમેશા માટે નઈ પણ થોડો સમય પોતાના જીવન ને આપ.


અનંત : મારું જીવન મારી કંપની છે..હું એના થી અલગ નથી...અને મને કોઈ જ શિકાયત નથી કે હું મારા પોતાના જીવન ને સમય નથી આપતો...હું મારા જીવન ની એક એક સેકંડ આ મારી ઓફિસ માં મેહનત કરવા માંગુ છું. અનંત જે દિવસે મરસે ત્યારે જ એનું કામ અટકશે...બાકી તો ક્યારે પણ નઈ અટકે.


( સંજય સર થોડી વાર અનંત ની સામે જ જોઈ રહ્યા હોય છે અને એમની આંખો માં એક ગર્વ હોઈ છે.અનંત માટે...પોતાના મિત્ર માટે...એના વિચાર માટે...)


સંજય : ભવિષ્ય કોઈ એ નથી જોયું અનંત...ક્યારે કઈ ઘટના ઘટી જાય કોઈ ને નથી ખબર.હું માનું છું અનંત માટે એનું બધું જ એનો પરિવાર છે.એનું કામ છે.પણ જરૂરી તો એ પરિવાર માટે આ અનંત પણ છે ને.ધનરાજ ઓબરોય જે જીવન માં ક્યારે પણ કોઈ પણ જગ્યા એ નથી હાર્યા....પણ ખબર છે એમની કમજોરી પેલા તું છે પછી એમના દીકરા ઓ...તારા માં એ એની આગળ ની બધી પેઢી જોવે છે.એમની પાસે કંઇજ નઈ હોઈ ને તો એ ચલવી લેશે...પણ એમની પાસે આ અનંત તો હોવો જ જોશે.


અનંત : એમના એક અવાજ પર હાજર થયો છું...અને હંમેશા થઈશ...ભલે હું એમની કમજોરી હોવ...પણ એ મારી તાકાત છે.અને મારી તાકાત હંમેશા મારી સાથે છે અને હું એમની સાથે...પણ એક જગ્યા પર સ્થિર થવું મારા વિચારો માં દૂર દૂર સુધી નથી...હું આગળ ચાલતો જ રહીશ...જ્યાં સુધી મારું જીવન છે.ત્યાં સુધી હું મારા સિદ્ધાંત નઈ મુકું.આજે આ સિદ્ધાંત જ છે જેના લીધે આ અનંત એ અનંત ઓબરોય કેહવાય છે.


સંજય : તને કોણ વાત માં પોહચી શકે છે ભાઈ🤣....અનંત ગર્વ છે મને આવા વ્યક્તિ પર...મારા મિત્ર પર....જીવન માં લોકો પોતાના સેલ્ફ માટે પોતાના પરિવાર ને ભૂલી જાય છે...અને આજે તું તારા પરિવાર માટે તારી આખું જીવન આપવા તૈયાર છે.અનંત આ જ સંસ્કાર છે. બાકી તો લોકો ખાલી મોટી મોટી વાત કર્યા રાખે છે. પણ ખરેખર તે તારું સપનું પૂરું કરી ને બતાવ્યું ....મારા અનંત થી તું મારો અનંત સર બન્યો ખરા🤣🤣


અનંત :🤣હા... એ છે
( અનંત ના ફોન પર ધનરાજ નો કોલ આવે છે. અને નાની સ્માઇલ આપી ફોન ઉઠાવે છે. )

અનંત : હલ્લો...


ધનરાજ : ક્યાં છે તું?


અનંત : ઓફિસ માં છું , હમણાં જ આવ્યો..


ધનરાજ : સાંજે જલ્દી આવી જજે આજે.... મારે કામ છે તારું...

અનંત : કોઈ કામ હોઈ તો હમણાં આવું બોલો ને


ધનરાજ : અરે ના...ખાલી 7 વાગા જેવું ઘરે આવી જજે...બીજું કોઈ કામ નથી મારે...હું પણ 6 વાગે ઘરે જતો રહીશ


અનંત : ઓફિસ માં છો હમણાં??


ધનરાજ : હા...ચાલો , સાંજે મળો.

અનંત : હા....
( અનંત કોલ મૂકે છે. )


સંજય : શું કેઈ છે??

અનંત : કંઈ નઈ, કંઇક કામ છે રાત્રે...એટલે વેહલો આવી જજે.

સંજય : કેમ આવું અચાનક વેલા?


અનંત : એ તો ખબર નઈ....અરે તમે વાત માં ક્યાં લાગી ગયા...પેલું પ્રેઝન્ટેશન રેડી કરી ને આપો મને જલ્દી.


સંજય : હા...જો🤣🤣હું વાત વાત માં ભૂલી ગયો.ખાલી 5 મિનિટ માં આપુ.


અનંત : હા..વાંધો નઈ.છે થોડી વાર...આરામ થી કરો.


__________________________________


( દિવ્યા આદિત્ય નો કેફે માં વેટ કરતાં હોય છે. આદિત્ય કેફે માં એન્ટર થાય છે. અને દિવ્યા પાસે આવી ને કહે છે. )


આદિત્ય : શું હું અહીંયા બેસી શકું મેડમ...
( દિવ્યા આદિત્ય સામે જોવે છે. આદિત્ય એ રેડ શર્ટ અને ઉપર બ્લેઝર પેહર્યું હોય છે. )


દિવ્યા : આદિ...બેસો ને.

આદિત્ય : શું લેશો બોલો ??કૉફી , બ્લેક કોફી , ટી , ગ્રીન ટી,બ્લેક ટી ,જ્યૂસ.....કુછ ભી


દિવ્યા : પાણી જોઈએ છે...મળશે..
( આદિત્ય ટેબલ પર જગ હોઈ છે એમાં થી પાણી ગ્લાસ માં લઇ દિવ્યા ને આપે છે. દિવ્યા પાણી પીવે છે.)


આદિત્ય : બીજું કંઈ??


દિવ્યા : આદિ...શું નવું ચાલુ કર્યું આજે તમે. મને કંઈ જોશે તો હું માંગી લઈશ. તમારી સામે માંગવા માટે હું સરમાઈશ નઈ.

આદિત્ય : દિવ્યા....તો પછી શું કરવા ટેન્શન લઈ ને મને ટેન્શન આપો છો. જે વાત દિલ માં હોઈ એ કહો ને મને.


દિવ્યા : તમે સાંભળશો મારી વાત


આદિત્ય : કેમ નઈ સાંભળું...બિલકુલ સાંભળીશ...તમે ચિંતા નઈ કરો. બોલો જે કહેશો એ માનીશ.


દિવ્યા : આદિત્ય મારે સાચી વાત જાણવી છે....જે વાત છે જે પ્રોબ્લેમ છે એ સાંભળવો છે.તમે જે છુપાવો છો એ જાણવું છે.કહી શકશો મને તમારા મન ની વાત


( આદિત્ય બસ વિચારતા રહી જાય છે. બંને ની આંખો એક બીજા ને જોઈ રહી હોય છે. અને એક પોતાના સવાલ થી દુઃખી છે અને બીજું પોતાના જવાબ ને લઈ ને દુઃખી છે. )


__________________________________

[ NEXT DAY ]


( બધાં ફ્રેન્ડ્સ રિસોર્ટ જવા નીકળે છે અને દિવ્યા પણ પાયલ સાથે રિસોર્ટ જાઈ છે. ધનરાજ અનંત સાથે પોતાની વાત શેર કરે છે. ધનરાજ અને દેવાંગી વચ્ચે ખૂબ મોટો જગડો થાય છે. )

BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️