પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૩ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પૂર્ણ સંતોષ - ભાગ ૨૩

રાજલ અને કોમલે પોતાનો સામાન પેક કરીને સવારે આબુ જવા બસ પકડી. આમ તો અમદાવાદ થી આબુ બહુ દૂર નથી પણ પાંચ, છ કલાક નો રસ્તો ખરો.
બસ પકડી ને બન્ને આબુ જવા રવાના થયા રસ્તામાં ફરી રાજલે કોમલ ને કહ્યું.

આપણો પ્રવાસ સફળ રહશે પણ આવ્યા પછી શું થશે.? ફરી રાજ મને હેરાન કરશે તો..?

રાજલ નો હાથ પકડીને કોમલ બોલી.
રાજલ તું એ ચિંતા છોડી દે. અત્યારે આપણે એન્જોય કરવાનો છે. જ્યારે આપણે પાછા ફરીશું ત્યારે રાજ દુનિયા ને અલવિદા કરી શુક્યો હશે.

"આજ મારે મસ્ત ગગનમાં વિસરવું છે,
આઝાદ પક્ષી ની માફક મારે ઉડવું છે..
દુઃખો નાં આ વાયરા ને ભૂલવા છે,
મારે મસ્ત મગન બનીને ઝુમવું છે..!"

કોમલે વાતોમાં રાજલ ને એટલી મશગુલ બનાવી દીધી કે તે બધું ભૂલીને કિલકિલાટ કરવા લાગી. આવો કિલકિલાટ કરતો હસતો ચહેરો કોમલે પહેલી વાર રાજલ નાં ચહેરા પર જોયો હતો.

ઘણા સમય પછી આજે રાજલ બહાર ફરવા નીકળી હતી. આવી પ્રાકૃતિક સૌંદર્ય જોઈને તેનું મન પ્રફુલ્લિત થયું હતું જેના કારણે તેના પર તણાવ હતો તે દૂર થઈ ગયો હતો. કોમલ નો આભાર રાજલ માની રહી હતી. તેને કલ્પના પણ હતી નહિ કે કોમલ મને આબુ હિલ સ્ટેશન બતાવશે અને ત્યાં થોડા દિવસ રહેવાનો મોકો પણ મળશે.

આબુ પહોંચતા ની સાથે બંનેએ એક સારી અને સસ્તી હોટેલ પાંચ દિવસ માટે બુક કરી. જે સમયે તેઓ ગયા હતા તે સમયે હોટેલ અને આબુ પર પ્રવાસીઓ ની સંખ્યા પાંખી હતી. એટલે તેમને ફરવા અને તેમના બજેટમાં આબુ નો આનંદ લેવાશે તેઓ આનંદ બંનેના ચહેરા પર હતો.

રાજલ અને કોમલ આબુ ની પ્રાકૃતિક સૌંદર્ય મા ખોવાઈ જ ગયા. ક્યારેક હિલ સ્ટેશન પર તો ક્યારેક લખી તળાવ પર બેસીને ત્યાંની શાંતિ અને કુદરત ના ખોળાનો આનંદ ઉઠાવવા લાગ્યા.

સોમવારે કોલેજમાં બધા આવી ચૂક્યા હતાં. ત્યારે કમલ કોલેજ ના ગેટ પાસે ઊભો રહીને કોમલ ની રાહ જોઈ રહ્યો હતો તો વિરલ ફરી રાજલ ને મળવા બેચેન બનીને કોલેજ ના પટરાગણમાં એક બેન્ચ પર બેસીને કોલેજના ગેટ પર નજર રાખીને બેઠો હતો. અને કયારે રાજલ આવે તેની રાહ જોવા લાગ્યો.

કમલ અને વિરલ બન્ને પોતાના મનપસંદ પાત્ર ને મળવા આખો દિવસ રાહ જોઈ ને થાક્યા પણ તેઓએ પોતાના પ્રિય પાત્ર ને જોઈ શક્યા નહિ.

મંગળવાર નો દિવસ પણ બન્ને માટે સરખો રહ્યો. અને બુધવારે પણ તેઓ તેઓની રાહ જોઈને થાક્યા એટલે વિરલ તો રાજલ ને ભૂલી ને પોતાના કામના લાગી ગયો પણ કમલ નું મન બેચેન બન્યું. ક્યાંક કોમલ ને કઈક થઈ તો ગયું નહિ હોય ને.? કેમ કોમલ કોલેજ નથી આવી રહી.? આ ચિંતામાં કમલે કોમલ નાં ઘરે જઈને કોમલ વિશે તેની પૂછપરછ કરવાનું વિચાર્યું.

કોલેજ પૂરી થતાં ની સાથે પોતાનું સ્કૂટર લઈને કમલ કોમલ ના ઘરે પહોચ્યો.

કમલ જાણતો હતો કે આ ઘર કોમલ નું નહિ પણ રાજલ નું છે એટલે એમ કોમલ નાં ફ્રેન્ડ થઈ ને ઘરે જવું યોગ્ય નહિ. ક્યાંક સવાલો થશે એમ માનીને તે રાજલ નો મિત્ર બનીને કમલ ઘરની અંદર દાખલ થયો.

રાજલ નાં મમ્મી રસોઈ બનાવી રહી હતી. કોઈ આવ્યું છે એમ સમજીને તે દરવાજા પાસે પહોંચ્યા જોયું તો એક યુવાન ઊભો હતો.

કોનું કામ છે દીકરા.? અજાણ્યો યુવાન જોઇને જાણવાની જિજ્ઞાસા પૂર્વક રાજલ નાં મમ્મીએ પૂછ્યું.

હું રાજલ નો મિત્ર કમલ છું. ત્રણ દિવસ થી રાજલ કોલેજ આવી રહી નથી એટલે તે પૂછવા હું અહી આવ્યો છું.
રાજલ તો ઠીક છે ને આંટી...?

રાજલ સાવ સારી છે અને તે કોમલ સાથે ફરવા ગઈ છે. ચાર પાંચ દિવસ નું કહીને બન્ને નીકળ્યા છે.

રાજલ નાં સમાચાર સાંભળીને કમલ ને શાંતિ થઈ અને ત્યાંથી તે ઘરે જવા નીકળ્યો.

ચાર પાંચ દિવસ આબુ રહ્યા પછી કોમલ અને રાજલ ઘરે પાછા ફરે છે. ચાર પાંચ દિવસ જાણે સ્વર્ગમાં વિતાવ્યા હોય તેવું બન્ને ને લાગ્યું હતું. તે પાછા ફરતી વેળાએ એટલે ખુશ હતા કે જે ઘટનાઓ બની હતી તેને સાવ ભૂલી ગયા હતા.

કોમલ ઘરે પાછી ફરતી વખતે વિચારી હતી. આ પાંચ દિવસમાં નાથુભાઈ એ પોતાનું કામ કરી ચૂક્યા હશે તે એક ખુશીની વાત હશે પણ નાથુભાઈ ને હું કેવી રીતે તેના કામના પૈસા આપીશ તે એક ચિંતા નો વિષય બનીને સતાવી રહ્યો હતો. જે થવું હોય તે જોઈ લઈશ એમ વિચારીને કોમલ ઘરે પહોંચી.

બીજા દિવસે કોમલ કોલેજ જવા તૈયાર થઇ પણ રાજલ ને આજે કોલેજ આવવાની નાં કહી. કોમલ પહેલા જાણવા માંગતી હતી કે શું સાચે રસ્તા નો કાંટો રાજ દૂર થઈ ગયો છે કે નહિ.

કોમલ જ્યારે કોલેજ પહોચી ત્યારે કમલ તેની રાહ જોઈને બેઠી હતો. કોમલ ને જોઈને કમલ ખુશ તો થતો થતો તેની પાસે આવ્યો ને કેવો રહ્યો પ્રવાસ એવું કહ્યું.

કમલ ને હું પ્રવાસ પર નીકળી છું તે કેવી રીતે ખબર પડી તે વાત જાણવા કરતા રાજ નું શું થયુ તે જાણવાની જિજ્ઞાસા વધુ હતી એટલે કમલ ને નજઅંદાજ કરીને કોમલ રાજ ની પૂછપરછ કરવા લાગી.

રાજ નાં મિત્રો પાસે ઊભી થઈને કોમલ તો રાજ વિશે જાણવા ત્યાં ચૂપી રીતે ઊભી રહી ગઈ. તે મિત્રો એકબીજા વાતો કરતા હતા તે કોમલ સાંભળી ગઈ.

યાર રાજ તો બે દિવસ થી દેખાઈ રહ્યો નથી. લાગે છે ક્યાંક દૂર નીકળી ગયો હોય.
ત્યાં બીજો બોલ્યો.
સાચી વાત છે તેનો ફોન પણ બંધ આવી થયો છે અને આપણ ને જ્યાં સુધી રાજ નાં સમાચાર ન મળે ત્યાં સુધી આપણે તેના બંગલે પણ જઈ નહિ શકીએ.

ત્યાં ત્રીજો બોલ્યો.
રાજ ક્યાં ને આપણે ક્યાં.!
એમ કઈ તેના ઘરે જવાતું હશે.

રાજ ના મિત્રો ની વાત સાંભળીને કોમલ ખુશ થઈ ગઈ અને ક્લાસરૂમમાં દાખલ થઈ. તે એમ સમજી કે નાથુભાઈ એ કામ પૂરું કર્યું લાગે છે. હવે તેના જવાબ માટે મારે તૈયારી કરવી રહી. કા તો હાથ ઊંચા કરીને તેની સામે ક્ષમા માંગવી થઈ અને કા તો પૈસા ની સગવડ ન થઈ શકે તો ગામડે નીકળી જવું.

કઈક સારું કાર્ય કરવા માટે આજે કોમલ ખુદ મુસીબતમાં મુકાઇ ગઈ એવું લાગવા લાગ્યું.

કોલેજના ક્લાસ પૂરા કરીને કોમલ જ્યારે ઘરે પહોંચી ત્યારે રાજલ ને ખુશ ખબર આપી.

તને નડતરરૂપ થતો કાંટો હમેશા માટે દૂર થઈ ગયો છે હવે તેને કોઈ હેરાન કરવા વાળું નથી. તું બિન્દાસ કોલેજ જઈ શકે છે અને તારી જીદગી જીવી શકે છે.

કોમલ ની વાત સાંભળીને ને રાજલ ખુશ થતી કોમલ ને ગળે વળગી ગઈ. રાજલ ને ખબર હતી કોમલ મારા માટે કઈ પણ કરી શકે તેમ છે. બસ તેણે કઈ કર્યું તો નથી ને તે જાણવા રાજલે પૂછ્યું.
કોમલ તે રાજ ને તો દૂર કર્યો નથી ને..?

હસીને કોમલ જવાબ આપે છે.
"ના" કોમલ મે એવું કોઈ કામ કર્યું નથી પણ એટલું કહીશ મારા થકી રાજ દૂર થયો છે.

શું ખરેખર રાજ નું ખૂન થયું છે.? શું રાજ નું ખૂબ નાથુભાઈ એ કર્યું છે.? શું નાથુભાઈ પોતાના પૈસા કોમલ પાસે માંગશે કે ભૂલી જશે.?શું હવે રાજલ પહેલા ની જેમ ખુશ રહેશે.? આ બધું જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ .