રાઘવને અરીસા માંથી કોઈ બોલાવતું હોઈ તેવું લાગતા તે અરીસામાં ચાલ્યો ગયો,અહી તેને અરીસાની આભાસી દુનિયાના અવનવા અનુભવ થાય છે.હવે આગળ....
રાઘવ અચાનક જાણે સપના માંથી જાગ્યો,તેને આસપાસ જોયું કોઈ જ નહતું, એ વિશાળ જગ્યા માં પોતાને એકલા જોઈ રાઘવ એકવાર ઉદાસ થઈ ગયો,અને પછી મનમાં કઇક નક્કી કરી ફરી હવેલીની અંદર ગયો.
આ વખતે રાઘવના મનમાં પોતાનાઓને મળવાની જીજ્ઞાશા હતી,એક નિર્ણય કરીને તે આવ્યો હતો કે હું નિયત સમય માં મારા સાથીઓ અને નાયરા ને છોડાવીને જ જઈશ.
હવે પોતાની પાસે કેટલો સમય છે, એ જોવા જેવું રાધવે ઘડિયાળ તરફ નજર કરી,ફરી એક બીજો ઝટકો તેને લાગ્યો.અહીંનો સમય અને બહારની દુનિયાનો સમય અલગ હતો,અને એ મુજબ હજી રાઘવ પાસે આઠ કલાક હતા!!રાઘવ ને સુખદ આશ્ચર્ય થયું,હવે તેને મનમાં ઉત્સાહ વધ્યો.હવે તેને ઝડપથી હવેલી તરફ પગ ઉપાડ્યા.
રાઘવ સિફતપૂર્વક હવેલી માં ગયો,હવે તેને સૌથી પેહલા સીડી પર જવાનું નક્કી કર્યું,તે સમજી ગયો હતો કે આ અરીસા ની આભાસી દુનિયા છે,જે દેખાય છે એ સાચું નથી,એટલે તે સીડી ઉતરવા લાગ્યો,અને પેલા સાત રૂમ પાસે પહોંચી ગયો,અહી તેને એક બીજું આશ્ચર્ય જોયું અહી દરેક રૂમ ની કડી દીધેલી હતી, રાઘવે તે ખોલવાની કોશિશ કરી પણ તે સફળ ન થયો.
હવે રાઘવ ત્યાંથી અગાશી ના ભાગ માં ગયો અહીંથી ચોતરફ નજર કરતા બધું ખુબ જ સુંદર દેખાતું હતું,રાઘવ સામેની તરફ જવાનો વિચાર કરતો હતો,પણ અહી તો ત્યાં જવાનો રસ્તો સળંગ જ હતો.
રાઘવે જેવો તે દરવાજો ખોલ્યો તો તેના આશ્ચર્ય વચ્ચે અહી પણ એકદમ વ્યવસ્થિત અને ચોખ્ખી સીડી હતી, રાઘવ તે સીડી ઉતરવા લાગ્યો,અસલી સીડી કરતા આ સીડી પણ અન્ય વસ્તુ અને જગ્યાની જેમ અલગ હતી. એટલે કે જે વસ્તુ અરીસાની પેલી તરફ જૂની અને ગંદી હતી એ બધી આ તરફ નવી અને સ્વચ્છ હતી.આટલો બધો ફરક!!કેમ?રાઘવ મનોમન વિચાર કરતો આગળ વધતો હતો.
જેવો રાઘવ પેલા શસ્ત્ર વાળા રૂમમાં આવ્યો,તેની ધારણા મુજબ અહી ઘણા બધા શસ્ત્રો હતા,અને એ પણ નવા જ.રાઘવ બધું જોઇને ફરી ત્યાંથી આગળ જવાનો વિચાર કરતો જ હતો,પણ તેના આશ્ચર્ય વચ્ચે ત્યાં આગળ હવે કોઈ રસ્તો નહતો!અરે અમે જે ગુપ્તમાર્ગે આવ્યા હતા એ ક્યાં?મતલબ એ માર્ગ પેહલેથી તૈયાર કરેલો નહિ હોઈ!!કે પછી સમય જતા એવો રસ્તો બની ગયો હશે!પણ તો એ રસ્તો અહીંથી જતો જ કેમ બન્યો હશે??રાઘવ ના મનમાં એકસાથે ઘણા પ્રશ્નો ઉદભવ્યા.
રાઘવે ફરી ત્યાંથી બહાર જવા પગ ઉપાડ્યા કે તેનું ધ્યાન તે રૂમના બીજી તરફના દરવાજા તરફ ગયું,રાઘવ ત્યાં ગયો અને જેવું તેને સહેજ જોર લગાવ્યું એ દરવાજો ખુલી ગયો.
દરવાજો ખુલવાના અવાજથી રાઘવ થોડો ડરી ગયો,તેને જોયું એ દરવાજાની બીજી તરફથી આંખ આંજી નાખે તેવો પ્રકાશ આવતો હતો, રાઘવે ધડકતા હદયે અને ધ્રુજતા હાથે તે દરવાજો વધુ ખોલ્યો.
ધીમે ધીમે રાઘવે તે રૂમમાં પગ મૂક્યો,અંદર ખૂબ જ તેજ લાગતું હોય,રાઘવની આંખો મીચાઈ જતી હતી,તે કંઈ સરખું જોઈ શકતો નહતો.તેને પરાણે આંખ ખુલી રાખી ને જોવાની કોશિશ કરી,તે રૂમની અંદરનો નજારો જોતા જ તેની આંખોમાં ડર અને આશ્ચર્ય મિશ્રિત ભાવ દેખાવા લાગ્યા,તેને જોયું એ રૂમમાં તેના મિત્રો નીચે સૂતેલા હતા!
નીલ...નીલ રાઘવને ત્યાં નીલ જમીન પર પડેલો દેખાયો.
બીજી તરફ રોન દેખાયો, રાઘવે તેને પણ જગાડવાની કોશિશ કરી,કોઈ પ્રતિભાવ ન મળતાં રાઘવ તેમની પાસે રહેલી પાણીની બોટલ માંથી બંને પર પાણી છાંટે છે. એ સાથે જ તે બંને જાણે ભાનમાં આવ્યા હોઈ એ રીતે સફાળા બેઠા થાય છે.અને રાઘવને જોઇને બંને આશ્ચર્ય પામે છે.
રાઘવ તું અહી?કેમ!કેવીરીતે?અને બાકી બધા?તેમનું શું?નીલે રાઘવ પર પ્રશ્નો નો મારો ચલાવ્યો.
શાંત....શાંત..થાવ તમે!અને તમે અહી આ રીતે કેમ પડ્યા હતા એ મને જણાવો.
નીલ અને રોન થોડા ચિંતામાં જણાયા,બંને એકબીજા સામે જોવા લાગ્યા.
રાઘવ તેમની આ દશા જોઇને વધુ મૂંઝાયો,અને નીલ ના બંને ખભા પકડી તેને હચમચાવી નાખ્યો,અને લગભગ રાડ પાડતા બોલ્યો,અરે બોલો... તમે કેમ અહીંયા શું થયું હતું તમને??
અહી આવ્યા પછી એવું થયું કે ,નીલ જાણે કોઈ વિચિત્ર અનુભવ કર્યો હોઈ તેમ બોલ્યો,તેની આંખો જાણે કશું શોધતી હોઈ તેવું લાગતું હતું.
અહી આવ્યા બાદ અમે પેહલા તો જાનવી અને બાકીનાને શોધવા બધે ફર્યા પણ આ બધું થોડું આભાસી અને ઊંધું છે,એટલે અમે વારેવારે એક જ જગ્યા પર ફરતા હોઈ તેવું લાગ્યું,એટલે પછી અમે બંને હું અને રોન આ ગુપ્ત રસ્તા તરફ આવ્યા અને વાહિદ અને લીઝા બીજી તરફ ગયા.
અમે અહી આવ્યા ત્યારે અહી એકદમ ઉજાશ હતો,કોઈ તેજ હતું,પછી મને કંઈ ખબર નાં પડી કે ક્યારે હું બેભાન થઈ ગયો.
હા મને પણ ખબર ના રહી!કેમ અને ક્યારે શું થયું??રોન પણ આંખો ફેરવતા બોલ્યો.
સારું ચાલો તમે ઊભા થાવ અને આપડે હવે બીજા બધાને શોધીએ.આટલું બોલી રાઘવ ઊભો થઈ ને ચાલવા લાગ્યો,નીલ અને રોન તેને અનુસરતા તેની પાછળ પાછળ ગયા.
તે ત્રણેય ત્યાંથી બહાર નીકળી અને હવેલીના મુખ્યદ્વાર પર આવ્યા,અહીંથી તેઓ એ પહેલા હવેલી ના પાછળ ના ભાગ માં જવાનું નક્કી કર્યું.
નીલ અને રોન આ રીતે બેભાન કેમ થઈ ગયા હશે?શું થયું હશે વાહીદ,લીઝા અને બીજા બધાનું?શું રાઘવ નીલ અને રોન એ બધાને શોધીને નિયત સમયે અરીસા માંથી બહાર નીકળી શકશે?ક્યાંક બીજા બધા અરીસાની આભાસી દુનિયામાં ખોવાઈ તો નથી ગયા?કેવી રીતે રાઘવ બધા ને પાછા લાવશે?શું હશે આ જગ્યા નું રહસ્ય?જાણવા માટે વાંચતા રહો...
✍️ આરતી ગેરિયા...