કલર્સ - 31 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કલર્સ - 31

જ્યારે ચંદ્રગ્રહણ થાય છે, ત્યારે અચાનક જ દરિયો એના રૌદ્ર સ્વરૂપ માં આવે છે,ઊંચા ઊંચા મોજા કોઈને પણ ડરાવવા સક્ષમ છે,એવા સમયે રાઘવ તેને એકદમ નજીકથી નિહાળી રહ્યો હોઈ છે.બીજી તરફ હવેલી ના પ્રાંગણ માં કોઈ પડછાયા દેખાઈ રહ્યા છે.કોણ છે એ?જોઈએ આગળ...

રાઘવ હવેલી ના ઉંબરે ઊભો ઊભો પ્રકૃતિ નું રૌદ્ર રૂપ જોઈને થથરી ગયો હતો,અને ત્યાં જ તેના આંગણ માં કોઈ પડછાયા જોઈને તે ડરી ગયો,તે હજી કંઈ આગળ વિચારે ત્યાં તો...

રાઘવ વોટ હેપ્પેન?

સામે મિસ્ટર જોર્જ અને બીજા સાથીઓ હતા,રાઘવ ના જીવ માં જીવ આવ્યો.

રાઘવ અમે દૂરથી જોયું તો અહીંનું વાતાવરણ ખૂબ જ ખતરનાક દેખાતું હતું!શું થયું હતું?જોર્જ ઉતાવળા થઈ રહ્યા હતા.

મિસ્ટર જોર્જ હું પણ એ જ અસમંજસ માં છું!અચાનક જ શાંત પાણી માં જેમ કોઈ પત્થર નાખી તેને ડહોળી નાખે,તેમ જ ક્ષણભરમાં અહીનું વાતાવરણ બદલી ગયું હતું.પણ અત્યારે કોઈ વાંધો નથી ચાલો અંદર..

પણ બીજા બધા ક્યાં ગયા?મિસ્ટર જોર્જ હજી આગળ વધતા પેહલા જાણે બધું જ જાણવા ઈચ્છતા હતા.

રાઘવે તેમના ટેન્ટ પર ગયા પછી ની બધી જ વાત માંડી ને કરી,કે કેવીરીતે તેમના ગયા પછી બધાએ ગુપ્ત રસ્તા ની શોધ કરી,અને પછી હવેલીમાંથી જૂની બુક અને નકશો સાથે બીજી થોડી વસ્તુઓ મળી,અને ત્યારબાદ લીઝા નું ગ્રીક ભાષા નું જ્ઞાન,અને નીલ નું આકાશી જ્ઞાન,બંને દ્વારા આજે અરીસા માં તેઓ કેવીરીતે ગયા,અને ક્યાં સુધી એ તેમાં રહેશે!!

અને અત્યારે ચંદ્રગ્રહણ તેની પૂર્ણ સ્થિતિ માં હોઈ તો કદાચ આવી ઘટના બની હોઈ!એવો પોતાનો વિચાર પણ જણાવ્યો.

પરંતુ,ચંદ્રગ્રહણ ની અસર ખાલી આટલા જ ભાગ માં??આવું શક્ય છે??જોર્જ ની સાથે આવેલો જૉન બોલ્યો..

હા હું પણ એ જ વિચારતો હતો!રાઘવ આર યુ સ્યોર?કે અહી થોડીવાર પેહલા બનેલી ઘટના માટે ફક્ત ચંદ્રગ્રહણ જ જવાબદાર છે!બીજું કંઈ નહીં??જોર્જ શંકાસ્પદ પ્રશ્ન પૂછ્યો..

હા મને પણ આ પ્રશ્ન તો થયો જ!!

બધા ના ચેહરા પર ભય અને ચિંતા વર્તાવા લાગી,રાઘવ આ પરિસ્થતિ સમજી ગયો,અને અત્યારે તો આપડે અંદર જઈએ એવું કહી બધાને ત્યાંથી અંદર લઇ ગયો.

બીજા બધા હજી સૂતા હતા, રાધવે આવેલા બધા ને પણ ઇશારાથી સુઈ જવાનું કહ્યું,અને પોતે સીડી માં સૌથી ઉપરના ભાગ માં કે જ્યાં પેલો અરીસો નજીક હતો ત્યાં ફરી બેસી ગયો.

બહાર હવે એકદમ શાંતિ હતી,હવેલી માં અંદર પણ બધા સુઈ ગયા હતા,એકમાત્ર રાઘવ અરીસા માં રહેલા તેજ ના એ ચક્ર ને જોયા કરતો હતો,તો વળી ક્યારેક સામેની દીવાલ પર લાગેલા બીજા અરીસા તરફ જોઈ રહેતો.

રાત ના બે પહોર પૂરા થઈ ગયા હતા,પણ રાઘવ ની આંખ માં ઊંઘ નહતી,તે આખી હવેલી માં સૂતા તેના સાથીઓ ને જોતો હતો,અચાનક તેના કાન ચમક્યા,તેને લાગ્યું કોઈ તેને બોલાવી રહ્યું છે.

રાઘવ.....રાઘવ...મને તારી જરૂર છે,પ્લીઝ અહી આવ.


રાઘવે આસપાસ જોયું ,તેને ઊભા થઈ ચોતરફ નજર ફેરવી પણ ત્યાં કોઇ નહતું!!નક્કી મારા મન નો વહેમ હશે,એમ સમજી તે ફરી પોતાની જગ્યા એ બેસી ગયો.

રાઘવ વી નીડ યું.....

રાઘવ ને આ વખતે આ અવાજ ખૂબ નજીકથી આવ્યો હોઈ તેવું લાગ્યું,રાઘવ સફાળો બેઠો થયો,પણ કોઈ જ દેખાતું નહતું.અચાનક તેનું ધ્યાન અરીસા તરફ ગયું, અરીસા માં રહેલું તેજપુંજ નું ચક્ર જાણે મોટું થવા લાગ્યું, અને રાઘવ ના નામ નો અવાજ વધુ સંભળાવા લાગ્યો,અને તે ચક્ર એટલું મોટું થઈ ગયું કે રાઘવ ના ઈચ્છતો હોવા છતાં તે અરીસા માં પ્રવેશ કરી ગયો...

ધીમે ધીમે પરોઢ થવા આવ્યું,મિસ્ટર જોર્જ,જીમ અને વિલી જાગી ગયા,આસપાસ જોયું તો બધા હજી સૂતા છે, તેમને જોયું કે રાઘવ ક્યાંય દેખાતો નથી એટલે તેઓ રાઘવ ને શોધવા આસપાસ નજર દોડાવે છે,પણ રાઘવ ક્યાંય દેખાતો નથી,હવે મિસ્ટર જોર્જ નર્વસ થઈ અને રાઘવ ના નામની બૂમ પાડવા લાગે છે,ત્યાં રહેલા બધા તેમના અવાજથી જાગી જાય છે,અને રાઘવ ને ના જોતા બધા ચિંતા માં મુકાઈ જાય છે.

રાઘવ સર આમ અચાનક ક્યાં જતા રહ્યા?વિલી e પૂછ્યું

મને લાગે છે તેઓ નજીક માં કોઈ બીજા રસ્તા ની શોધ માં ગયા હશે!!

ના...અહીંથી નાયરા મેમ ને લીધા વગર તેઓ ક્યાંય ના જઈ શકે,અને અરીસો એક માત્ર રસ્તો છે તેમને કાઢવાનો,
નક્કી કઇક અલગ કઇક અજુગતું બન્યું છે?

પ..ણ શું?ક્યાં ગયો રાઘવ?શું થયું એની સાથે?મિસ્ટર જોર્જ બેબાકળા બની ગયા.

બધા અલગ અલગ જગ્યા એ તેને ગોતવા લાગ્યા, આખી હવેલી રાઘવ રાઘવ નામથી ગુંજી ઊઠી,પણ રાઘવ મળ્યો નહિ.

રાઘવ ને ક્યાંય ના જોતા હવે બધાની હિંમત તૂટવા લાગી હતી,

હવે ...હવે આપડે શું કરીશું?એક એક કરતાં પેહલા નાયરા અને જાનવી,પછી પીટર અને રોઝ,ત્યારબાદ નીલ,વાહીદ,લીઝા અને રોન બધા તે અરીસા માં ચલ્યા ગયા,અને હવે...હવે રાઘવ કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગયો?મિસ્ટર જોર્જ લગભગ રડવા લાગ્ય હતા.

પ્લીઝ મિસ્ટર જોર્જ તમે આમ હિંમત ન હારો,કેમ કે હજી આપડે ટેન્ટ પર રહેલા બીજા મેમ્બર ને સાંભળવાના છે.એમાં પણ બાળકો.જીમ નો અવાજ બોલતા બોલતા ભારે થઈ ગયો,મિસ્ટર જોર્જ બાળકો ને કેવી રીતે સંભાડશું!!

અરે બાળકો ને અને સાથે ઓલ્ડ એજ ગ્રુપ ને!તેઓ તો ખૂબ જ ઘબરાયેલા છે.

વિલી ની આ વાત સાંભળીને તો બધાના ચેહરા ના રંગ ઊડી ગયા..

અચાનક રાઘવ કેમ એ અરીસા માં ચાલ્યો ગયો?રાઘવ ને કોણ બોલાવતું હશે?ટેન્ટ પર રહેલા બાળકો અને બીજા ટીમ મેમ્બર પર આ વાત ની શી અસર થશે??શું અરીસા માં રહેલા બધા પાછા આવી શકસે??જાણવા માટે વાંચતા રહો...


✍️ આરતી ગેરીયા....