//‘‘મા‘‘ ની લાગણી//
એક તો યુવાની હોય, સાથે સરખેસરખા મિત્રો, અને એમાં પણ યુવાનોની સાથે યુવતીઓનો સંગ હોય, પછી પુછવાનું જ ન હોય ! શહેરની નામાંકિત કૉલેજ તરફથી દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન થયું હોય, પછી શું બાકી રહે ? યુવાની હેલે ચડે, જોબન મસ્તીમાં મહાલે, હસી-મજાકની રંગત જામે.તેમાં તો નવાઈ જેવું કંઇ હોય જ નહીં ને.
ગુજરાત રાજ્શયનું નામાંકીત અને જેને ગુજરાતભરમાં સંસ્હેકારી નગરી તરીકે ગણના કરવામાં આવે છે તેવા સંસ્રકારી નગરી વડોદરા શહેર જેની સુવિખ્નીયાત યુનિવર્સિટી એટલે (એમ.એસ.યુનિવસિઁટી) જેની સ્આથાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવેલ હતી. આ પ્રથમ રાજા એવા હતા જેઓએ મહીલાઓ માટે ફરજીયાત શિક્ષણ કાયદો અમલમાં મૂકેલ હતો. આવી કોલેજનો જ એક પ્રવાસ હતો.
યુવાવસ્થામાં પ્રવેશ કરેલ યુવક – યુવતીઓ હતાં. સાથે એક નિવૃત્ત આચાર્ય બેઠા હતા ,
તેમની બાજુમાં કોઈ માજી (પૂર્વ) સૈનિક તેમની પત્ની સાથે બેઠા હતા.
સૈનિકનો ચહેરો તેમના જીવતરના આઘાતો અને યુદ્ધના ઘાવ સહી સહીને કરડો બની ગયો હતો. સૈનિકની મરોડદાર મૂછો તેમની મર્દાનગીનિશાની સૂચવતી હતી. તેમની આંખોમાં કંઇક અલગ પ્રકારની ખુમારી ન હતી, પણ સાથે ઊંડી વેદનાનો પણ અણસાર આવ્યા વગર રહેતો નહોતો. તેમની પત્ની વૃદ્ધ હતા, અશક્ત હતી.
એ આંખો બંધ કરી બેઠી હતી. સૂતી છે કે જાગે છે એ નક્કી નહોતું થતું. સાવ નંખાઈ ગયેલું શરીર, ચહેરા પર અંકાયેલી દુઃખની અનેક પ્રકારનીરેખાઓ વૃદ્ધાની લાચાર અવસ્થાની સાક્ષી પૂરતાં હતાં.
યુવક–યુવતીઓ મજાકમસ્તીમાં મશગૂલ હતાં. આચાર્યજી ‘પુસ્તક’ વાંચી રહ્યા હતા સૈનિક ભાવવિહીન આંખોથી બહારનાં દશ્યો જોઈ રહેલહતા. ત્યાં જ એકાએક વૃદ્ધાના મુખમાંથી ઉદગારો નીકળ્યા એક, દો, તીન . . .
ફરી એ જ ઉદ્દગારો : એક…. દો…. તીન . . .
યુવક – યુવતીઓને તો જાણે આ એક મજાક-મસ્તીનું સાધન મળ્યું.
વૃદ્ધા પહેલાં તેઓ બોલતાં એક , દો , તીન .
યુવતીઓ પણ મજાકમાં સાથે હતી. બસ , એક , દો , તીન . . . એક રમત બની ગઈ.
નિવૃત્ત આચાર્યથી આ સહન થયું નહીં.
તેમણે સૈનિકને કહ્યું , “બહનજી બીમાર હૈં ? ”
સૈનિકે કહ્યું , “ હાં , માસ્ટરસાહબ , ઇસકા કોઈ ઠિકાના નહીં હૈ. સિર્ફ પાગલ કી તરહ રટતી હૈ : એક , દો , તીન . “
આચાર્યે કહ્યું , ” મગર કોઈ વજહ તો હોગી હી . ”
સૈનિકે કહ્યું , હા, માસ્ટરજી, “વજહ તો ક્યા , સાહબ ! હમારે દેશકા જો આઝાદી કા જંગ શરૂ હુઆ હૈ ઉસમેં મેરે તીનોં બેટે સુભાષબાબુકી આઝાદ હિંદ ફૌજ મેં ભર્તી હો ગયે . ફિર હમેં સમાચાર મિલે કિ હમારે તીનોં બેટે એક કે બાદ એક શહીદ હો ગયે. ઉન્હોંને શહાદત કા લાલ સહેરા પહન લિયા હૈ. મેં ખુદ સિપાહી હૂં , જાનતા હૂં જંગમેં મરના–મારના હોતા રહતા હૈ ,
મગર યહ બૂઢિયાકા ‘માં’ કા દિલ હૈ ન, ઇસલિયે સહ ન કર સકી . વહ પાગલ હો ગઈ હૈ. કભી કભી ઈસ તરહ ખ્વાબ મેં અપને આપકો ખો દેતી હૈ . પાગલ હો ગઈ હૈ , સાહબ ! પાગલ … ”
સૈનિકની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. આ સાંભળી યુવક–યુવતીઓનો સમૂહ આઘાત અને શરમથી સ્તબ્ધ બની ગયો. આખા કમ્પાર્ટમેન્ટમાં અનેરો સન્નાટો છવાઈ ગયો .
આચાર્યશ્રી તેમની જગ્યાએથી ઊભા થયા. તેમણે વૃદ્ધાનો ચરણસ્પર્શ કર્યો અને અદબથી પ્રણામ કર્યા .
સૈનિકે તેમને પગે લાગવા ન દીધા, પણ લાગણીવશ ભેટી પડ્યો અને આચાર્યને ખભે માથું મૂકી ચોધાર આંસુએ ૨ડી પડ્યો. ત્યાં દેહરાદૂન આવ્યું. સૌ ભારે હૈયે ટ્રેનમાંથી નીચે ઊતર્યા….
DIPAKCHITNIS
dchitnis3@gmail.com (DMC)