respect books and stories free download online pdf in Gujarati

માન-સન્માન

//સાચુ સન્માન//

અત્યાર સુધી આપણે ખુશી મેળવવા માટે બધું જ કરી રહ્યા હતા પરંતુ આપણને એ જ ખબર ન હતી કે ખુશી પહેલેથી જ આપણી અંદર છે. ખુશી, શાંતિ, સુખ, પ્રેમ, પવિત્રતા એ આત્માનો કુદરતી સ્વભાવ છે. કુદરતી અર્થાત તેના માટે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. હવે આપણે આખા દિવસ દરમિયાન એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ અસ્વાભાવિક કાર્ય ના કરી દઈએ. આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે ગુસ્સો કરવાથી જ આપણે બીજા પાસેથી કામ કરાવી શકીશું. બાળકોને પણ આપણે ધમકાવીને વાંચવા માટે બેસાડીએ છીએ. હવે સામાન્ય સમજની વાત છે કે બાળકને ધમકાવ્યા પછી જો તે ડરના માર્યા વાંચવા બેસસે તો શું ચાલતું હશે? શું ભણવામાં તે એકાગ્ર રહી શકશે? આપણે પોતાનું જ ઉદાહરણ લઈએ કે આપણા વડીલો આપણને ધમકાવે અને ત્યાર બાદ હું વાંચવા બેસું. તો શું મારું મન ભણવામાં લાગશે? માતા-પિતાએ એવી માન્યતા બનાવી લીધી છે કે ગુસ્સો કર્યા વગર બાળકો ભણવા બેસે તે શક્ય નથી.

તેઓ કોઈ બીજી વિધિનો પ્રયોગ પણ કરતા નથી. તેઓ એમ માને છે કે એકવાર પ્યારથી કહ્યું, બીજી વાર પ્યાર થી કહ્યું છતાં તેણે ગણકાર્યું નહીં. હવે કેટલી વાર પ્યાર થી કહું! હવે તો મારા માટે બાળકને ભણાવવું ખૂબ મુશ્કેલ છે, કારણકે મારે તેને રોજ ભણાવવાનો છે. જે કામ આપણે રોજ કરવાનું છે તેને જો આપણે નિરાશા વાળી ઉર્જા સાથે આપણા જીવનમાં ફીટ કરી દીધી છે તો આપણે ગુસ્સો કરવો જ પડશે. વારંવાર ગુસ્સો કરવાથી તે આપણો સંસ્કાર બની જશે.

માનવી જ્યાં પોતે કાર્ય કરતો હોય તે કાર્યાલયમાં પણ સૌ કોઇ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ પોતાની મર્યાદા અનુસાર કાર્ય કરી રહેલ છે. પરંતુ આપણી એ માન્યતા છે કે ગુસ્સો કર્યા વગર કર્મચારીઓ કામ નહીં કરે. આ દ્વારા આપણે પોતાને એ સંદેશ આપીએ છીએ કે સામેવાળી વ્યક્તિ મારું કહ્યું ત્યારે જ માનસે કે જ્યારે હું ગુસ્સો કરીશ. શું આ યોગ્ય છે?

જો આપણે એકબીજા સાથે સારો સંબંધ રાખવો હશે તો આપણે બીજા ઉપર વિશ્વાસ રાખવો જ પડશે, તેમને સન્માન આપવું જ પડશે. જેવો આપણે બીજી વ્યક્તિ ઉપર ગુસ્સો કરીએ છીએ કે તરત જ તે વ્યક્તિ પ્રત્યે આપણું સન્માન સમાપ્ત થઈ જાય છે. આપણા હાથ નીચેની વ્યક્તિ ઉપર ગુસ્સો કરવાથી ડરના કારણે તેઓ કામ કરે છે તથા આપણને સન્માન આપે છે. પરંતુ ગુસ્સો કરવાથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે તે મને પોતાને પણ ખાલી કરે છે તથા સાથી વ્યક્તિને પણ ખાલી કરી દે છે. આપણે કોઈ પણ ઓફિસમાં જઈશું કે જ્યાં ઉપરી અધિકારીને ગુસ્સો કરવાની આદત છે, તો નીચેના કર્મચારીઓ તેમની સામે તો ‘જી સાહેબ’ કહેશે પરંતુ તેમની પાછળ તેમની ટીકા કરશે. સાચું સન્માન તેને જ કહેવાય કે આપણી ગેરહાજરીમાં પણ બધા આપણા વિશે સારો અભિપ્રાય આપે.

श्रद्धां प्रातर्हवामहे श्रद्धां माध्यंदिनं परि ।

श्रद्धां सूर्यस्य निम्रुचि श्रद्धे श्रद्धापयेह नः ।।

શ્રદ્ધા વિશ્વાસ એટલે શું ? શ્રદ્ધા શબ્દમાં 'શ્રત્‌' અને 'ધા' એમ બે શબ્દો રહ્યા છે. શ્રત્‌ એટલે માનવું, વિશ્વાસ રાખવો અને 'ધા' ધાતુનો અર્થ 'ધારણ કરવું' એવો છે. તેથી 'શ્રદ્ધા' શબ્દનું તાત્પર્ય છે : 'ધારણ કરનાર શક્તિ. પછી એ ભગવાન હોય, ધર્મ હોય કે અન્ય કંઈપણ, એમાં માનવું, ટૂંકમાં શ્રદ્ધા એટલે 'કોઈક' માં યા 'કશાક'માં વિશ્વાસ, ભરોસો, યકિન યા તો તેના પ્રામાણિકપણાનો કે સત્યપણાનો દૃઢતાપૂર્વકનો નિશ્ચય. શ્રદ્ધાનો સંબંધ માત્ર સત્ય (શ્રત્) સાથે છે. શ્રદ્ધાને માનવીની પ્રબળ શક્તિ કહી છે. તે સુખ આપનારી, સંદેહનો નાશ કરનારી, બધા ભયને દૂર કરનારી, શાંતિ અને સિદ્ધિ આપનારી છે. બધી આફતો અને ભવરોગને દૂર કરનારું દિવ્ય ઔષધ છે. તે બધી કામના પૂર્ણ કરનાર છે. માનવ જીવન જ એવું છે કે જે, સુખ અને દુ:ખની લાગણીઓથી ભરપુર છે. જીવનમાં કયારે કઇ લાગણી વ્યકત કરવાની આવે તે નકકી નથી હોતુ. ઘણી આ૫ણામાં પ્રેમની લાગણી હોવા છતાં આ૫ણે તેને શબ્દોમાં વ્યકત નથી કરી શકતા એવા સમયે આ૫ણને મૌન મારફત પણ શક્તિ મળે છે.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED