//મધુર મિલન//
આપણા ભારત દેશની જો વાત કરવામાં આવે તો પૂર્વ તેમજ પશ્ચિમમાં એવા ઘણા રાજ્યો છે જેમનો વિસ્તાર પ્રમાણમાં ટૂંકો છે પરંતુ એવા ગીચ જંગલીયાત વિસ્તાર પણ છે જ્યાં વસ્તીનું પ્રમાણ ઓછું અને જંગલ વિસ્તારમાં રહેતા મકાનો છુટા છવાયા હોય છે. એવા હિમાચલ પ્રદેશના અંતરિયાળ ગામમાં મનસુખ-મણી નામના પતિ-પત્ની રહેતા હતા. બંને એકલા હતા તેઓ માટે એકબીજા સિવાય કોઈ નહોતું. લગ્નના ઘણા વર્ષો પછી પણ તેમને ત્યાં કોઈ સંતાન નહોતું. સમય પણ એ રીતે પસાર થઈ રહ્યો હતો કે અચાનક એક દિવસ મહિલાને તેના ગર્ભમાં બાળક હોવાનો અહેસાસ થાય છે અને પ્રેગ્નન્સી દરમિયાન ગામના વૈદું કરતાં કહે છે કે તેણીને ચમકુલી નામની જડીબુટ્ટી વનમાંથી લાવીને ખાવી જોઈશે.પરંતુ આ ઔષધી આજુબાજુ ક્યાંય ઉપલબ્ધ ન હતી. પતિ-પત્ની જ્યાં રહેતા હતા તેમની બાજુમાં એક જાદુગરનો બગીચો હતો અને કે બગીચામાં ચમકુલીનો રેપ હતો જે જાણીને કામ આવે તેમ હતો. મનસુખ પતિએ પત્નીના મનની આ વાત સાંભળી ત્યારે પતિએ તેને વચન આપ્યું કે તે તેના માટે ચમકુલી નામની જડીબુટ્ટી તેને કોઇપણ રીતે લાવી આપશે. મનસુખ બગીચામાં ચોરી કરીને, તેણે તેની પત્ની માટે તે જડીબુટ્ટી તોડી લાવતો અને આ પ્રક્રિયા ઘણા દિવસો સુધી ચાલતી રહી.
એક દિવસ બગીચાની માલકીન સુંદરી બગીચામાંથી ચોરી કરતી મનસુખ-મણીને જોઈ જાય છે, આ જોઇજાદુગરી સુંદરી મનસુખને તેની માયાવી શક્તિથી બંધક બનાવે છે. મનસુખ જાદુગરીની સામે ઘણી આજીજી કરી અને અંતે જાદુગરી એક શરતે તે જડીબુટ્ટી અને મનસુખને છોડવા તૈયાર થઈ જાય છે. પણ એ શરત મુકે છે તે એ હતી કે જે બાળક જન્મ થાય તે બાળકને જાદુગરીને સોંપવો. આવી ગંભીર શરત મુકે છે પરંતુ, મનસુખ છુટે તે માટે મંણી તેની વાત સ્વીકારી લે છે. આમ બાળકનો જન્મ થતાંની સાથે જ તેની પુત્રીને જાદુગરીને સોંપી દીધી. જાદુગરીએ તેની પુત્રીને ખૂબ કાળજીથી ઉછેર કરે છે અને તે જ ઔષધિના નામ પરથી તેનું નામ ચમેલી રાખે છે. ચમેલી ધીમે ધીમે એક ખૂબ જ સુંદર છોકરી બને છે. તેના સોનેરી વાળ અને અનોખા દેખાવની ચર્ચા ધીમે ધીમે આસપાસના વિસ્તારમાં ફેલાય છે.
ચમેલી બાર વર્ષની થાય છે કે તરત જ, જાદુગરી સુંદરી તેના ડુંગર ઉપરના ઉંચા મકાનના છેલ્લા રૂમમાં કેદ કરે છેકેદ કરવામાં રૂમમાં ન તો દરવાજો હતો કે ન તો ચઢવા માટે સીડી. એક ઊંચી જગ્યા પર એક ઓરડો હતો, જેમાં એક જ બારી હતી. જાદુગરી તેની જાદુઈ શક્તિઓ દ્વારા નાની છોકરી સુધી પહોંચતી અને દિવસના સમયે દરરોજ તેની મુલાકાત લેતી. આ રીતે, દિવસો પસાર થયા, છોકરી મોટી થઈ અને એક ખૂબ જ સુંદર સ્ત્રી બની. તેના લાંબા જાડા સોનેરી વાળ એટલા લાંબા થઈ ગયા કે પાછળથી જાદુગરી તેમની મદદથી તેણીની પર ચઢી અને રૂમમાં આવવા-જવા લાગી. આ કરતી વખતે, તે ચમેલીને બોલાવતી અને કહેતી ‘‘ચમેલી, તમારા વાળ નીચે કરો જેથી હું તમારા સોનેરી વાળ પર ચઢીરૂમમાં આવી શકું."
સમય આમ જ પસાર થતો ગયો અને એક દિવસ એક રાજ્યનો રાજકુમાર ફરતો ફરતો તે જ વિસ્તારમાં આવ્યો જ્યાં તે ઉંચા મકાનમાં ચમેલીને ખેદ ધરેલ હતી. દિવસે દિવસે ચમેલીના અવાજમાં એક અપ્રતિમ મધુરતા ઉત્પન્ન થઇ હતી, કારણ કે તેણીએ ગાતી ત્યારે સમય પણ સ્થિર થયો. એક દિવસ રાજકુમારે ચાલતી વખતે એક મધુર અવાજ સાંભળ્યો. અવાજ ક્યાંથી આવી રહ્યો છે તે જાણવા માટે, જ્યારે રાજકુમાર ઉપર નજર કરી, ત્યારે તેણે એક ઉંચા ડુંગરનીટોચ પરના ઓરડામાં એક સુંદર સ્ત્રીને રહેતી જોઈ. તેણીનો આ મધુર અવાજ સાંભળીને, રાજકુમાર તેના તરફ ખૂબ જ આકર્ષિત થયો અને તે તેની ઉત્સુકતાને કાબૂમાં રાખી શક્યો નહીં. તેણે મનમાં નક્કી કર્યું કે તે આ બંધ ઓરડામાં રહેતી સ્ત્રી વિશે કે કોઇપણ હિસાબે જાણશે, કે જેનો અવાજ ખૂબ જ મધુર છે. એક દિવસ, જ્યારે જાદુગરી દિવસના સમયે ચમેલીને મળવા આવી, ત્યારે તેણે જાદુગરીને તે શબ્દો ઉચ્ચારતી અને તેના વાળમાંથી ઉપર ચઢતી જોઈ. એ જ રીતે, જ્યારે રાજકુમારે રાત્રે જાદુગરની ની જેમ શબ્દો ઉચ્ચારીને બોલાવી, ત્યારે તેણે તેણીને આવવા માટે ઉપર જવા તેના વાળ લટકાવી દીધા. રાજકુમાર ઉપરના માળે ગયો અને ચમેલીને મળ્યો.
ચમેલી અને રાજકુમાર કાયમ અવાર-નવાર મલતાં એકબીજાના પ્રેમમાં પડ્યા. બંને મળ્યા કે તરત જ એકબીજાને પસંદ કરી લીધા અને તેઓ એકબીજા માટે ઘનિષ્ઠ સાથી બની ગયા. તેથી રાજકુમારે ચમેલીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ચમેલી પણ આ માટે સંમત થઇ અને ધીમે ધીમે બંનેનું મિલન વધતું ગયું. જાદુગરી સુંદરીતો દરરોજ દિવસ દરમિયાન ચમેલીની મુલાકાત લેતી હતી. રાજકુમાર અને ચમેલી એક યોજના સાથે આવે છે કે રાજકુમાર દ્વારા આપવામાં આવેલા રેશમમાંથી ચમેલી એક સીડી બનાવે છે, જેની મદદથી તેઓ બંને ત્યાંથી ભાગી શકે. ચમેલીની આવી મૂર્ખતાને કારણે, જાદુગરીની રાજકુમાર ચમેલી મુલાકાત વિશે ખબર પડે છે અને તે વખતે જય ચમેલી ગર્ભવતી હોય છે. જાદુગરી ચમેલીના રૂમમાંથી બહાર કાઢે છે અને તેને જંગલી પ્રાણીઓ વચ્ચે એકલી છોડી દે છે અને તે પોતે ડુંગરના મકાનનારૂમમાં છુપાઈ ગઈ હતી. રાજકુમાર ચઢી ન શકે તે માટે, તેણે ચમેલીના વાળ કાપી નાખ્યા અને તેમને બહાર લટકાવી દીધા જેથી રાજકુમાર કોઈપણ શંકા વિના ઉપર ચઢી શકે. તે રાત્રે જ્યારે રાજકુમાર ચમેલીને મળવા આવ્યો, ત્યારે તે જાદુગરીને ચમેલીની જગ્યાએ જોઈને ગભરાઈ જાય છે. અને ઉપરથી કૂદી ગયો જાય છે જેથી નીચે પડેલા કાંટામાંથીતેમજ પથ્થર ને કારણે તે તેની બંને દૃષ્ટિ ગુમાવી દીધી. જ્યારે રાજકુમાર નીચે પડવા લાગ્યો, ત્યારે ચમેલી કપાયેલા વાળ તેના હાથમાં આવે છે. રાજકુમારની સાથે ચમેલીના લાંબા વાળ પણ નીચે પડ્યા. નીચે ઉતરવાનો બીજો કોઈ રસ્તો ન હોવાથી, જાદુગરીની ઉપર ફસાઈ ગઈ અને આખરે તેનું ઉપર જ મૃત્યુ થાય છે.
રાજકુમાર તેની આંખો અને તેની પ્રિયજનને ગુમાવ્યા પછી, રાજકુમાર નિરાશામાં એક સ્થાનેથી બીજા સ્થાને ભટકતો રહ્યો. ઘણા મહિનાઓ સુધી આ રીતે ભટક્યા પછી, તે એવા વિસ્તારમાં પહોંચ્યો કે જ્યાં ચમેલી સ્થાયી થયેલહતી. બીજી બાજુ, ચમેલીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હોય છે. જેમાં એક પુત્રી અને એક પુત્ર હતો. એ જ રીતે, થોડો સમય અલગ-અલગ રહ્યા પછી, બંને આખરે એક જ રાજ્યમાં એક જગ્યાએ મળે છે, અને ચમત્કારિક રીતે રાજકુમારની દ્રષ્ટિ પાછી આવી અને ચમેલીના લાંબા સોનેરી વાળ તેની પાસે પાછા આવ્યા અને બંને ખુશીથી એકબીજાસાથે સહજીવન જીવવાનું શરૂ કરે છે. આમ બંનેનું મધુર મિલન થાય છે.