રાજકુમારી DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજકુમારી

આપણા ભારત દેશ અગાઉ ગુલામોના બંધનમાં અંગ્રેજોના કારણે કચડાયેલ ગયો. આ દેશ પર અનેક રાજાઓ પણ રાજ ખરી ગયેલ છે. ભારત દેશને આઝાદી પ્રાપ્ત થઇ તે દરમિયાન અનેક રજવાડાઓ રાઝ કરતાં હતાં. ગુજરાત પર પણ અને રાજાઓએ રાજ કરેલ છે. પરંતુ કે સમયની પેઢીના હાલમાં જીવંત વ્યક્તિઓ હાલનું આઝાદી પછીના લોકશાહીા શાસન કરતાં રાજાઓના રાજકીય શાસનના આજે પણ મોંપાઠ વખાણ કરીને તેમના પૌત્રોને અનેક વાતો સંભળાવતાં થાકતા નથી. રાજાના શાસનમાં અમીર થી માંડી નાનામાં નાનો ગરીબ પણ તેની ફરિયાદ રાજદરબારમાં જઇને કરતાં ખચકાતો તો નહીં પણ, રાજા પણ પ્રજા માટે ખૂબ વફાદારી બતાવતાં હતાં. ટુંકમાં જો કહેવામાં આવે તો રાજા સમક્ષ નાનામાં નાની વ્યક્તિની ફરિયાદને પણ પુરું સ્થાન આપવામાં આવતું હતું.

આવાજ એક આઝાદી પહેલાંના ગુજરાતના નાનકડા રાજ્યમાં એક રાજા રાજ્ય કરતો હતો. તેમની એક નાની દીકરી હતી. તે દરરોજ રાત્રે તેના ઓરડાની બારી ખોલીને આકાશમાં નિકળતા ચાંદને જોતી હતી. એક દિવસ તેણે તેના પિતા અને રાજાને કહ્યું, કહ્યું કે મારે ચાંદ જોઈએ. મને ચાંદ લઈ આપો. હુ તેની સાથે રમવા માંગુ છું.

રાજકુમારીની આ વાત સાંભળીને રાજા આશ્ચર્યચકિત થયા અને તેને સમજાવવાના પ્રયત્ન કર્યો કે બેટા આ તો શક્ય નથી, પરંતુ રાજકુમારી એટલે તો રાજાની દીકરી તેણે તો તેના પિતા અને રાજા સમક્ષ ચાંદ મેળવવાની જીદ પકડી લીધી હતી. ચાંદ ન મળવાથી તે કાંઈ ખાતી નથી અને પીતી પણ નથી. બસ, આખી રાત બારીમાંથી ચાંદ તરફ જ જોતી રહેતી. આ કારણે ધીમે-ધીમે રાજકુમારીની તબીયત કથળી અને તે ખૂબ બીમાર થઈ ગઈ.
રાજકુમારીના સ્થિતિ રાજાથી ન જોવાઈ અને તેણે તેમના મંત્રીઓ અને દરબારીઓને રાજકુમારી માટે ચાંદ લાવવાનો આદેશ આપ્યો. રાજાનો આ આદેશ સાંભળી મંત્રી અને દરબારી અચરજમાં પડી ગયા. તેઓએ રાજાને કહ્યું "મહારાજ ચાંદ લાવવો શક્ય નથી આ બાબત અમે પણ જાણીએ છે અને આપ પણ. ત્યારે અમે રાજકુમારી માટે ચાંદ કેવી રીતે લાવી શકીએ"

મંત્રીઓ અને દરબારીઓની આ વાત સાંભળીને રાજા તેમના રાજ્યમાં ઢંઢેરો પીટીને જાહેરાત કે રાજકુમારી માટે જે પણ ચાંદ લાવશે તેને ખૂબ ધન-દોલત ઈનામ તરીકે આપવામાં આવશે. જ્યારે રાજાના આ જાહેરાતના વિશે એક વ્યાપારીઓ તેમજ અન્પય પ્ડીરજાજનોને ખબર પડી તો તેમનાથી રાજાનો દુખ જોવાયા નહી. કારણ કે સમયમાં પ્રજા રાજાના સુખમાં સુખી અને દુ:ખમાં દુ:ખી એમ હતું. આથી કેટલાંક પ્રજાજનો રાજાને મળવા પહોંચ્યા.

મળવા ગયેલ પ્વ્યારજાજનોમાં એક વ્યાપારી હતા તેમણે કહ્યું, ‘‘મહારાજ હું રાજકુમારીને ચાંદ તો હું લાવી આપીશ પણ એ અગાઉ પહેલા એ જાણવુ પડશે કે રાજકુમારીને કેટલો મોટો ચાંદ જોઈએ"
આમ કહીને વ્યાપારીએ ચાંદ લાવી આપવા બાબતમાં રાજકુમારીને મળવાની ઈચ્છા જણાવી. રાજા પણ વ્યાપારીની વાત માનીને તેને રાજકુમારી પાસે લઈ જાય છે. રાજકુમારી પાસે પહોચીને વ્યાપારી રાજકુમારીથી પૂછે છે ચાંદ કેટલો મોટો છે.
વ્યાપારીના સવાલનો જવાબ આપતા રાજકુમારી કહે છે "ચાંદ મારા અંગૂઠાના નખના આકારનો છે" કારણ કે જ્યારે પણ હુ ચાંદની સામે મારો અંગૂઠો રાખુ છુ તે મને જોવાતા નથી. ત્યારબાદ વ્યાપારી પૂછે છે કે ચાંદ કેટલો ઉંચો છે તો રાજકુમારી કહે છે " આ ઝાડથી થોડો ઉંચો છે કારણકે તે હમેશા મહલની બહાર લાગેલ ઝાડની ઉપર જ નજર આવે છે."
અંતમાં વ્યાપારી પૂછે છે સારું રાજકુમારી ચાંદ દેખાવમાં કેવો લાગે છે. ત્યારે રાજકુમારી જવાબ આપે છે ચાંદતો ચમકીલો છે અને ચાંદીની રીતે સફેદ જોવાય છે.
રાજકુમારીની આ બધી વાત સાંભળી વ્યાપારી હસતાં હસતાં ત્યાંથી ઉભા થાય છે અને રાજકુમારીથી કહે છે કે કાલે હું ઝાડ પર ચઢીને તમારા માટે ચાંદને તોડી લાવીશ.
આટલું કહીને વ્યાપારી રાજાની પાસે જાય છે અને તેમની યોજના તેઓ રાજાને જણાવે છે. રાજાને વ્યાપારીની યોજના પસંદ આવે છે. આવતા દિવસે વ્યાપારી એક ચાંદીનો નાનો ચાંદ બનાવીને રાજકુમારી માટે લઈ આવે છે. રાજકુમારી તે ચાંદીના ચાંદને જોઈ ખૂબ ખુશ હોય છે અને તેની સાથે રમવા લાગે છે.
રાજકુમારીને ખુશ જોઈ રાજા પણ પ્રસન્ન હોય છે પણ હવે તેને આ વાતની ચિંતા હોય છે કે રાત્રે જ્યારે રાજકુમારી આકાશમાં ચાંદને જોશે તો તેને સમજ આવશે કે આ તે ચાંદ નથી. આ વાતને રાજા વ્યાપારીને જણાવે છે.
રાજાની વાત સાંભળી વ્યાપારી કહે છે કે હુ તમારી આ પરેશાનીને પણ દૂર કરી નાખુ છું. વ્યાપારી રાજકુમારી પાસે જાય છે અને તેનાથી ખૂબ પ્યારથી પૂછે છે રાજકુમારી તમે આ જણાવો કે જ્યારે કોઈનો દાંત તૂટી જાય છે તો શું થાય છે?
વ્યાપારીના આ સવાલનો રાજકુમારી જવાબ આપે છે કે તેનો નવો દાંત નિકળી આવે છે. ત્યારે હંસીને વ્યાપારી પૂછે છે તો સારું આ જણાવો કે શું તમને ખબર છે જ્યારે કોઈ ચાંદ તોડી લાવે છે તો શું થાય છે ? તેના પર રાજકુમારી જવાબ આપે છે "હા ત્યાં બીજો ચાંદ ઉગી આવે છે."
રાજકુમારીનો આ જવાબ સાંભળીને વ્યાપારી કહે છે અરે વાહ ! રાજકુમારીને તો બધી ખબર છે. આટલુ કહીને વ્યાપારી મહેલની બારીઓ ખોલી નાખે છે અને કહે છે કે આવો આજે અમે નવા ઉગેલા ચાંદને જુઓ.
આકાશમાં ચાંદને જોઈ રાજકુમારી કહે છે કે મારી પાસે જે ચાંદ છે તે નવા ચાંદથી વધારે સુંદર છે અને તેમના ચાંદની સાથે રમવા લાગે છે. આ બધુ જોઈ રાજા ખૂબ ખુશ હોય છે અને વ્યાપારીને ખૂબ ધન ઈનામમાં આપે છે.
આમ નાની રાજકુમારી અને ચંદ્રના વાર્તાથી શીખ મળે છે કે ક્યારે ક્યારે મોટી મુશ્કેલીને ઉકેલ કરવા માટે નાનકડો ઉપાય પણ ઘણુ હોય છે.