જીવન સાથી - 57 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન સાથી - 57

અશ્વલ બોલી રહ્યો હતો અને આન્યા સાંભળી રહી હતી, "પ્રેમ એ તો એક નશો છે નશો.."
આન્યા: હા એ વાત સાચી હોં, હું તો એમ જ માનતી હતી કે, મારે તો કદી કોઈની સાથે પ્રેમ થશે જ નહીં પણ તારી સાથે કઈરીતે અને ક્યારે પ્રેમ થઈ ગયો તેની તો મને ખબર જ ન પડી. બસ એટલી ખબર પડી કે, તું મને ખૂબ ગમવા લાગ્યો, તારી સાથે વધારેમાં વધારે સમય પસાર કરવાનું મન થવા લાગ્યું. તું આમ દૂર જાય તો જરાપણ ગમે નહીં બસ એમ જ થાય કે હર ક્ષણ હું તારી સાથે જ રહું.. ખબર નહીં યાર આ શું થઈ ગયું!! અને આન્યાના દિલોદિમાગમાં વિસ્મયતા છવાયેલી હતી.. હજુ પણ તે સમજી શકતી નહોતી કે, તેને અશ્વલ સાથે પ્રેમ કઈરીતે થઈ ગયો?? બસ તેનું મન આમ વિસ્મયતાથી ભરેલું હતું અને અશ્વલે તેનાં નાજુક કોમળ હાથ ઉપર પ્રેમથી પોતાનો ઉષ્માભર્યો હાથ મૂક્યો અને...‌. તે એકદમ ચમકી.. હજી તો તે કંઈ બોલે કે અશ્વલની બોડી લેંગ્વેજનો કંઈ જવાબ આપે તે પહેલાં અશ્વલે તેના ખુશહાલ ચહેરાના હાવભાવ વાંચવાની કોશિશ કરી અને તુરંત જ તે બોલ્યો કે, "અનુ એક પ્રશ્ન પૂછું તને..?"
આન્યા: હા બોલ ને..
અને અશ્વલ એકદમ મૂડમાં આવીને બોલ્યો કે, "તારે મને એક કીસ તો કરવા જ દેવી પડશે?"
આન્યા: કીસ અને તે પણ અત્યારે!!
અશ્વલ: ના ના અત્યારે એવું નહીં તને જ્યારે ઈચ્છા થાય ત્યારે હું તને કોઈજ ફોર્સ નહીં કરું, તું જ્યારે કહીશ ત્યારે.. તારી જ્યારે ઈચ્છા હોય ત્યારે...
આન્યા: ઓકે. હું તો ડરી ગઈ હતી યાર.
અશ્વલ: ના એવી બધી બાબતમાં હું તને બિલકુલ ફોર્સ નહીં કરું.
આન્યા: અશ્વલ, હું તને એક વાત પૂછું?
અશ્વલ: હા પૂછને..
આન્યા: સાચું બોલજે હં જૂઠ્ઠું નહીં બોલતો..
અશ્વલ: હા બાબા સાચું જ બોલીશ જૂઠ્ઠું નહીં બોલું બસ.
આન્યા: મારા પહેલાં તને કોઈ છોકરી સાથે લવ થયો હતો કે કોઈ છોકરી તને ખૂબજ ગમતી હોય તેવું હતું?
અશ્વલ: હા, હું તારી સાથે લવ રીલેશન બાંધતા પહેલાં તને બધું સાચું જ કહી દેવા ઈચ્છું છું કોઈપણ વાત તારાથી છૂપાવવા માંગતો નથી...અને પછી અશ્વલની નજર સામે એક ખૂબસુરત માસુમ હંમેશા ખુશખુશાલ રહેતી એક છોકરી તરી આવી જેનું નામ ડીમ્પી હતું..અને વાત કરતાં કરતાં તે જરા અટકી ગયો એટલે તરત જ આન્યા વચ્ચે બોલી કે, "એને યાદ કરતાં જ તને દુઃખ થતું હોય તો રહેવા દે મારે નથી સાંભળવી એની વાત..
અશ્વલ: ના ના એવું નથી બસ એ તો જરા એ યાદ આવી ગઈ પણ આ પહેલી અને છેલ્લી વખત..અને અશ્વલે ફરીથી આન્યાનો હાથ પકડ્યો અને જરા પંપાળ્યો અને તે આગળ બોલ્યો કે, "હવે તું છેને મારી સાથે સદાને માટે.. હવે તે યાદ નહીં આવે મને..અને તે ડીમ્પીની વાત કરતાં ફરી બોલ્યો કે, "હું ત્યારે ટેન્થ સ્ટાન્ડર્ડમાં ભણતો હતો..
આન્યા: એટલે તું ટેન્થ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારથી તારે લવ હતો?
અશ્વલ: ના ના યાર એવું નથી તું મારી આખી વાત સાંભળને યાર.. હું ટેન્થ સ્ટાન્ડર્ડમાં હતો અને તે એઈટ્થ સ્ટાન્ડર્ડમાં ભણતી હતી ત્યારે મારી સોસાયટીમાં મારી બાજુના બંગલામાં જ એ લોકો ભાડે રહેવા માટે આવ્યા હતા અને તેને મારી સ્કુલમાં જ ભણવા માટે મૂકી હતી.. ત્યારે તો અમે બંને ખૂબ નાના હતા પણ છતાં બંનેને એકબીજા માટે જાણે કોઈ અલગ જ પ્રકારનું આકર્ષણ હતું જેને કારણે અમે બંને એકબીજાનાથી ખેંચાયેલા રહેતા.. અને અમારી વચ્ચે ફ્રેન્ડશીપ થઈ પછી તો અમે સોસાયટીમાં સાથે જ રમતાં અને કદીક ઝઘડતા તો કદીક ભેગા થતાં અને વળી કલાકો સુધી આમ રોડ ઉપર જ વાતો કરવા માટે ઉભા રહેતા હતા..બે વર્ષ તો જાણે ક્યાંય પૂરા થઈ ગયા તેની ખબર જ ન પડી અને હું ટ્વેલ્થમાં આવી ગયો અને એ ટેન્થમાં આવી ગઈ અને હું થોડો મેચ્યોર્ડ થયો અને ત્યારે એક વખત એવું બન્યું કે, વેકેશનમાં એ થોડા દિવસ માટે વડોદરા તેના મામાના ઘરે રહેવા માટે ગઈ હતી ત્યારે મને તેના વગર બિલકુલ ગમતું નહોતું અને ત્યારે તે મને ખૂબજ યાદ આવવા લાગી ત્યારે મને ખબર પડી કે, હું ડીમ્પીને લવ કરવા લાગ્યો છું અને બસ પછી તો હું તેના પાછા આવવાની બેસબ્રીથી રાહ જોવા લાગ્યો કે ક્યારે ડીમ્પી આવે અને હું તેને મારા મનની વાત જણાવું... અને બરાબર પંદર દિવસ પછી મારા ઈન્તજારનો અંત આવ્યો અને મને મારી ડીમ્પી જોવા મળી.. હવે એ મને એકલી ક્યારે મળે તેની હું રાહ જોવા લાગ્યો અને તે રાત્રે ફુલરેકેટ રમવાના બહાને મેં તેને તેના ઘરમાંથી બહાર બોલાવી અને પછી મેં તેને પૂછ્યું કે, હું તને એક વાત કહું તો તને ખોટું તો નહીં લાગે ને..? ત્યારે તે બોલી કે, "ના જરાપણ ખોટું નહીં લાગે બોલને.. અને ત્યારે મેં તેને કહ્યું કે, "આઈ લવ યુ યાર, હું તને ચાહવા લાગ્યો છું ‌તું આટલા દિવસ નહોતી તો તારા વગર મને જરાપણ ગમતું નહોતું અને ત્યારે જ મને અહેસાસ થયો કે હું તને ચાહવા લાગ્યો છું...
અને ત્યારે તે મારી વાત સાંભળીને ખડખડાટ હસવા લાગી મને થયું કે, ડીમ્પીએ મારી વાતને ઉડાડી દીધી અને માટે જ તે આમ ખડખડાટ હસી રહી છે પરંતુ તે વખતે તેની આંખોમાં કંઈક અનેરી જ ચમક હતી અને તેનો ચહેરો એકદમ લાલ ગુલાબી થઈ ગયો હતો અને એટલીજ વારમાં તે શરમાઈને બોલી કે, તું મને છેક અત્યારે કહે છે કે, તું મને પ્રેમ કરે છે..!! હું તો તને ક્યારનીયે ચાહું છું અને એટલું કહીને તે તેના ઘરમાં ચાલી ગઈ.. મને તો શું કરવું તે જ ખબર ન પડી..??

અને ત્યારે જીવનમાં પહેલીજવાર મને એવો અહેસાસ થયો કે છોકરીઓ કદાચ છોકરાઓ કરતાં વધુ મેચ્યોર્ડ હોય છે...અને આન્યાએ પણ અશ્લની તે વાતમાં ટાપસી પુરાવી અને કહ્યું કે, "હા તે વાત તારી સાચી છે હં.. બોલ પછી આગળ શું થયું?"
અશ્વલ: હા ભાઈ હા કહું છું, જરા શ્વાસ તો લેવા દે...અને આન્યા અશ્વલની વાત આગળ સાંભળવા માટે ઈંતજાર કરી રહી હતી...અને આપણે પણ અશ્વલની વાત સાંભળવા માટે થોડો ઈંતજાર કરવો પડશે... વધુ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
27/9/22