ચોરોનો ખજાનો - 12 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોરોનો ખજાનો - 12

धौलपुर

સિરત અને તેના સાથીઓ ગાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે જ સિરતને ખ્યાલ આવ્યો કે આ ભરતપુર સ્ટેશન નહિ પરંતુ ધોલપૂર સ્ટેશન હતું. તેણે પ્રશ્નાર્થ ભરી નજરે દીવાન સામે જોયું. ત્યારે દીવાનને બદલે સુમંત જ બોલ્યો.

सुमंत: दरअसल बेटा, मैने ही उसे ये करने केलिए कहा था। अगर कोई आपका पीछा करते हुए आ रहा हो तो वो कन्फ्यूज हो सके इसीलिए। आपका पीछा करने वाले व्यक्ति को यही लगे की हम धौलपुर में रहते है। जबकी हमारा ठिकाना यहां से बहुत दूर है। जहा जाने केलिए हम में से कोई अगर साथ न हो तो कोई नही पहुंच सकता। वैसे, कही कोई आपका पीछा तो नही कर रहा था ना?

सीरत: वैसे हमने इस बात का कोई खास खयाल नही रखा था। हो भी सकता है और नही भी हो सकता। (થોડીવાર વિચારીને) पता नही।

सुमंत: कोई बात नही। अगर कोई आयेगा भी तो हम उसे सम्हाल लेंगे। चिंता मत कीजिए। चलिए।

એક ગાડીમાં સિરત સાથે પેલી ત્રણેય સ્ત્રીઓ અને એક ડ્રાઈવર એમ કુલ પાંચ જણ બેઠા હતા. તેમની પાછળ જ આવી રહેલી બીજી ગાડીમાં ડ્રાઈવર ની બાજુની સીટ પર ડેની અને પાછળની સીટ પર મંજિત, દીવાન અને સુમંત બેઠા હતા. તે એક ખુલ્લી જીપ હતી. બાકીના સાથીઓ પાછળની ગાડીઓમાં એવી રીતે કુલ છ ગાડીઓ લઈને તેઓ નકશાના બીજા ભાગને શોધવા માટે જઈ રહ્યા હતા.

ધોલપુર ઘણુંબધું સમૃદ્ધ અને વિશાળ શહેર હતું. તેઓ જ્યારે જઈ રહ્યા હતા ત્યારે સિરતની ગાડી સૌથી આગળ હતી. લગભગ અડધા કલાક જેટલા સમય પછી તેઓ શહેરની ભીડમાંથી બહાર નીકળી શક્યા અને હવે તેઓ શહેરની બહાર નીકળવાની તૈયારી કરી રહ્યા હતા. સિરત ગાડીમાં ડ્રાઈવર સીટની બાજુની સીટ પર આગળ બેઠી હતી. ગાડીનો બારીનો કાચ ખુલ્લો હતો. હજી રોડ પર અમુક લોકો વાહન લઈને જઈ રહ્યા હતા એટલે ગાડીની સ્પીડ બહુ વધારે નહોતી.

અચાનક જ એક ગાંડો લાગતો માણસ દોડીને આવ્યો અને ચાલતી ગાડીએ સિરતનો બારી તરફનો હાથ પકડી ને રોકવા લાગ્યો. સિરત અચાનક થયેલા આ હુમલા થી એકદમ ગભરાઈ ગઈ. તેણે જડપથી પોતાનો હાથ છોડાવી લીધો. હવે ગાડી આગળ નીકળી ગઈ અને પેલો માણસ પાછળ રહી ગયો. ત્યારે સિરતે સાઈડ મીરર માં જોયું. પેલો ગાંડો લાગતો માણસ તેમને ત્યાં ન જવા માટે કહી રહ્યો હતો અને પાછા વળવા માટે ઈશારા કરી રહ્યો હતો. સિરતને કંઈ સમજાઈ ન્હોતું રહ્યું. પણ તેની બાજુમાં બેઠેલો ડ્રાઈવર કદાચ બધું સમજી રહ્યો હતો. તેમછતાં તેણે સિરતના કહેવા મુજબ કોઈ પણ સવાલ કર્યા વિના ગાડી ચલાવ્યે રાખી.

ખુલ્લી જીપમાં બેઠેલો ડેની ઘણીવાર થી પોતાની આસપાસ બેઠેલા દરેક વ્યકિતને વારાફરતી જોઈ રહ્યો હતો. તેણે પેલી ડાયરી વાંચી હતી એટલે તેને બધું જ સમજાઈ રહ્યું હતું. પણ કોઈ પણ વ્યક્તિ અત્યારે એક શબ્દ પણ બોલી રહ્યું ન્હોતું. ડેની ચૂપ રહીને ખૂબ અકળાઈ ગયેલો એટલે તેણે જ બોલવાની શરૂઆત કરી.

डेनी: अंकलजी, आप तो यही पर पले बड़े हुए है न तो आप ही कुछ जानकारी दे दीजिए आसपास की इन जगहों की।

સુમંત ને પણ હવે વાત કરવાની ઈચ્છા હતી કેમ કે અત્યારે તેના માટે આ બધા જ સાવ અજાણ્યા હતા. વાત કરવાથી જ તેઓ એકબીજાને જાણી શકશે અને આમેય આ જગ્યા વિશે જેટલું તે લોકો વધારે જાણશે એટલા જ સજાગ રહેશે એમ વિચારીને તેણે આ ધોલપૂર જિલ્લા અને તેની આસપાસના વિસ્તાર અને વાતાવરણ વિશે કહેવાનું ચાલુ કર્યું.

सुमंत: ठीक है। राजस्थान की पूर्व सरहद पर बसा ये शहर एक जिला है और जिले का मुख्य शहर भी। बहुत पहले तक यह शहर भरतपुर जिले का ही एक हिस्सा हुआ करता था लेकिन शहर का विकास देख सरकार ने शायद 1980 या 1982 में इसे अलग जिला ही घोषित कर दिया।

शहर की इस और ( દક્ષિણે, નૈઋત્ય થી ઈશાન તરફ ઈશારો કરીને જે તરફ એ લોકો જઈ રહ્યા હતા.) चंबल नदी बहती है। चंबल नदी मध्यप्रदेश की सरहद बनाती है। इस और (વાયવ્ય દિશા તરફ ઈશારો કરીને) भरतपुर जिला है। उत्तर में आगरा जिला और इस तरफ (અગ્નિ ખૂણે ઈશારો કરીને) मध्यप्रदेश का मुरैना और ग्वालियर जिला बसा है। और पश्चिम की ओर करौली जिला है।

धौलपुर की जमीन में रेतखड़क और शिष्टखड़क से बनी जमीन है। इस जिलेके दक्षिणी हिस्से में दाग (Daug) के नाम से प्रचलित कुछ पहाड़ भी है। यहां (નૈઋત્ય તરફ ઈશારો કરીને) रेत खड़को से बनी कुछ पर्वत शृंखला भी है जिसकी ऊंचाई साढ़े तीनसो मीटर तक है। ऐसी ही पर्वत श्रृंखलाएं चंबल नदी के पास भी पश्चिम की ओर 5-6 km तक फैली हुई है।

चंबल नदी में बने बीहड़ (કોતર) यहाँ की विशेषताएं है। जरने और दूसरी छोटी नदियों के तेज जलप्रवाह से यहाँ बहुत सारे बीहड़ बने हुए है। कुछ बीहड़ों की गहराई तो तीस मीटर तक होती है। यहाँ की प्रमुख नदी चंबल है जो की यमुना से जा कर मिलती है। दूसरी भी कई नदिया है। यहाँ गर्मियों के मौसम में 40-45 डिग्री तक गर्मी पड़ती है। सर्दियों के मौसम में वही गर्मी 20डिग्री तक पहुंच जाती है। बारिश भी यहॉ 600 से 750 mm तक होती है।

हमे जहा जाना है वो जगह वीराने मैं है जहा कोई इंसान आता जाता नही। वो जगह चंबल नदी से शायद दस या बारा किलोमीटर दूर पहाड़ों जैसी जगह पर है। मैं वहा कभी नही गया। लोग भी कहते है की वो वीरान प्रदेश जानलेवा है जहा जाने की कोई हिम्मत नही करता। उधर जानेवाले कई लोग कभी वापिस नही आए। अब देखते है आगे क्या होता है।

બધાં એકદમ મંત્રમુગ્ધ થઈને સુમંત ને સાંભળી રહ્યા હતા. તે માત્ર બધાને ડરાવવા આ જગ્યા વિષે કહી રહ્યો હતો કે પછી સાચે જ તે જગ્યા એટલી ખતરનાક હતી તે કોઈને સમજાઈ ન્હોતું રહ્યું. કદાચ ડેની જાણતો હતો કે આ જગ્યા કેવી હશે..? પણ તે કોઈ પ્રતિભાવ નહોતો આપી રહ્યો. માત્ર કોઈ અજાણી મસ્તી સાથે હસી રહ્યો હતો.

તેઓ બધા વાતો કરતા કરતા આગળ જઈ રહ્યા હતા. તે દિવસની સાંજ થવા આવી હતી. ધોલપુર પછીનું એક શહેર રાજખેરા આવવાની તૈયારી હતી. તેમણે રાજખેરામાં જ રાત રોકાઈને બીજા દિવસે સવારે આગળની સફર પર નીકળવાનું હતું. તેઓ એક હોટેલમાં રાત રોકવાના હતા. ત્યાં તેમણે એક રૂમમાં બધી સ્ત્રીઓ અને બાકીના બીજા પાંચ રૂમમાં બીજા લોકો રહેશે એવું નક્કી થયું.

રાજખેરાં થી ચંબલ નદી કઈક પંદર કિલોમીટર જેટલી દૂર હતી. સવારે તેઓએ વહેલા ઊઠીને નીકળવાનું હતું. એટલે તેઓ સાંજનું ડિનર કરીને તરત જ સુવા માટે પોતપોતાના રૂમમાં ગયા. સિરત પોતાના દાદાની ડાયરીની ચિંતામાં અને ડેની પર નજર રાખવાની ચિંતામાં ઘણા સમયથી ચેનથી સૂતી નહોતી. આજે તેને કોઈ પણ પ્રકારની ચિંતા ન્હોતી એટલે તે એકદમ આરામથી સૂતી. આજે તેને ખૂબ સારી ઊંઘ આવવાની હતી.

જે હોટેલમાં સિરત અને તેના સાથીઓ રાતવાસો માટે રોકાણા હતા તેની સામેની હોટેલમાં જ પેલો માસ્કધારી માણસ પોતાના રૂમની બારી માંથી ટેલિસ્કોપ વડે સિરતના રૂમમાં શું હલચલ થઈ રહી છે તે જોઈ રહ્યો હતો. તેના રૂમની અંદર બેડ પર ખુલ્લો એક થેલો પડેલો હતો. તે થેલામાંથી અમુક વસ્તુઓ બહાર કાઢેલી હતી. થેલાની બાજુમાં એક બંદૂક પડી હતી. બારીની બાજુમાં ઉભેલો પેલો માસ્કધારી માણસ ખંધુ હાસ્ય આપી રહ્યો હતો.

શું તેઓને નકશાના બધા ટુકડાઓ મળશે?
પેલા ચોરો ખજાનો લઈને ક્યાં ગાયબ થઈ ગયા?
પેલા બીજ શેના હતા?

આવા પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'