ધ સ્કોર્પિયન - પ્રકરણ -42 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન - પ્રકરણ -42

દેવ અને દુબેન્દુ હોટલ પર પહોંચ્યા. દેવે દુબેન્દુને કહ્યું “દુબે તારે ફ્રેશ થઈને આરામ કરવો હોય તો એવું કર અથવા મારાં રૂમમાં આવ પાપા સાથે વાત કરી લઉં મને આજે પહેલીવાર એવું થાય છે કે આપણી ટુરની વાત ટુરીસ્ટ અંગે પાપાને શેર કરવું જરૂરી છે. સિદ્ધાર્થ સરની પણ એવી સલાહ હતી.”

દુબેન્દુએ કહ્યું “દેવ તારી વાત સાચી છે હું તારી સાથે તારાં રૂમમાંજ આવું છું ચાલ અંકલ સાથે વાત કરી લઈએ આપણને સાચું ગાઈડન્સ મળશે શું કરવું કારણકે જે રીતે બધું થઇ રહ્યું છે એ આગળ જતાં આપણને હેરાન ના કરી નાંખે.”

દેવ અને દુબેન્દુ દેવનાં રૂમમાં આવ્યાં. દેવે કહ્યું “હું ફ્રેશ થઈને આવું છું બેસ પછી પાપા સાથે વીડીયો કોલ પરજ વાત કરીએ.”

દુબેન્દુ રાહ જોતો બેઠો અને દેવ બાથરૂમમાં જઈ ફ્રેશ થઈને આવ્યો એ હવે તાજો માજો લાગી રહેલો દેવે કહ્યું “પાપાની સામે વાત કરવા બેસવાનું હતું અને આપણે ડ્રીંક લીધેલું મને મારોજ ચહેરો નશીલો અને વાસી લાગી રહેલો એટલે ફ્રેશ થઈ આવ્યો. ચાલ પાપાને ફોન લગાવું.”

દેવે એનાં મોબાઈલથી સીધો વીડીયોકોલ લગાવ્યો અને તરતજ સામે રીસ્પોન્સ આપ્યો અને પાપાએ હસતાં હસતાં કહ્યું “વાહ વન્ડરબોય રાત્રે 12:00 વાગે પાપા સાથે વાત કરવાનું મન થયું હું થોડીવાર પહેલાંજ તારી મંમીને કહેતો હતો દેવ તો સાવ વ્યસ્ત થઇ ગયો છે અને તારો કોલ આવ્યો...”

દેવે કહ્યું “હાં પાપા હમણાંથી વ્યસ્તજ હતો પણ ઓલ વેલ પાપા તમે કેમ છો ? માં કેમ છે ? હમણાંથી મારે વાત નથી થઇ શકી...આકુ સાથે બે દિવસ પહેલાં વાત થઇ હતી.”

રાયબહાદુરે કહ્યું “દેવ આકુ સાથે હમણાં થોડીવાર પહેલાંજ વાત થઇ હતી એ હમણાંજ ઉઠી હતી હવે કોલેજ જવાની તૈયારી કરી રહી હતી એણે કહ્યું કે દેવભાઈ સાથે વાત થયેલી. દેવ શું સમાચાર છે કહે...તેં આટલી રાત્રે વાત કરવા ફોન કર્યો એટલે લાગ્યું કે ચોક્કસ કોઈ ખાસ વાત છે.”

દેવે કહ્યું “હાં પાપા ખાસ વાત છે તમે શાંતિથી સાંભળજો આગળ મારે શું કરવું અંગે મને ગાઈડ કરજો...પહેલાં સારી વાત શેર કરું પેલો ફીલ્મ સાઈટ શોધવાનો પ્રોજેક્ટ મળી ગયો અને એનું પાર્ટ પેયમેન્ટ પણ આવી ગયું...બીજું કે આ ટુર...એમ કહી રસ્તામાં વાન બગડી...સોફીયા ઝેબા ઉતરી ગયાં...સોફીયા રસ્તામાં પાછી બેભાન અવસ્થામાં મળી -હોસ્પીટલાઈઝ કરી...એના સ્કોર્પીયનનાં ડંખ...સોફીયા -ઝેબા વગેરેની એમનાં ફોનથી મળેલ ડીટેઈલ્સ...આજની પાર્ટી અહીંની રાજકીય મુલાકાતો અને પરિસ્થિતિ...સિદ્ધાર્થની કામગીરી -સહકાર અહીંના રાજકીય ઠેકેદારો -શૌમીક બાસુ, રુદ્ર રસેલ...બધાં સાથે થયેલી મીટીંગ...અને અત્યારની સ્થતિ જ્હોન ને માર્લો નું લોકઅપમાં બંધ થવું -સોફીયા, ડેનીસ,ઝેબા, મૉરીન નું ગૂમ થવું હજુ હોટેલ ના પહોંચવું -સવિસ્તાર સતત એ રિપોર્ટ કરી રહ્યો પછી શ્વાસ ખાવા રોકાયો.

રાયબહાદુર રોય શાંતિથી બધું સાંભળી રહ્યાં...પછી થોડો વિચાર કર્યા પછી બોલ્યાં “દેવ તારાં બધાં ટુરીસ્ટ...સાચાં ટુરીસ્ટજ નથી બધાં ડ્રગ પેડલર અથવા ડ્રગ ડીલર સાથે સંકળાયેલાં અને ડ્રગ બંધાણી છે હું સિદ્ધાર્થ સાથે હમણાં વાત કરી લઉં છું મારી સલાહ પ્રમાણે તું એ બધાનો ચાર્જ એમનો હવાલો સિદ્ધાર્થને આપી દે...અમારી અહીંની ઓફીસમાં પણ બે ત્રણ નામ ખુબ ગવાય છે ત્યાંનાં એનાં પુરાવા હાથ લાગે એની રાહ જોવાય છે એલોકો પણ બે ત્રણ દિવસમાં ત્યાં એરેસ્ટ થઇ જશે ભલે ત્યાંનાં એ રાજકારણી અને સરકારી ઓફીસર કેમ ના હોય?”

“તું કાલે સવારે સિદ્ધાર્થ સાથે વાત કરી લેજે બીજું કે તારાં ટુરીસ્ટને જ્યાં ઉતારો આપ્યો હોય ત્યાં એમનો સામાન બધુંજ જપ્ત કરાવી લે...હું કરું છું બધી વાત સિદ્ધાર્થ સાથે...તું નિશ્ચિંન્ત થઇ જા તેં મને જણાવ્યું પણ થોડું મોડું...આટલો સમય બગાડવાનો નહોતો તો વધું સારું થાત એની વે...”

દેવે કહ્યું “પાપા સામાન્ય નશો બધાં કરતાં હોય છે પણ આ આખી ટોળકીજ નશાબાજ અને દ્રગનાં સપ્લાયર્સ સાથે સંકળાયેલા હશે એ ખબર નહોતી અને એલોકોને મારુ આખું બેકગ્રાઉન્ડ ખબર છે પહેલેથીજ મને લાગે ખાસ પ્લાનીંગ થી મારી જોડે આ ટ્રીપ કરી છે. એની વે પાપા હું તમે કહો છો એમ કરીશ અને સવારે સિદ્ધાર્થ સરને મળી લઈશ.”

રાયબહાદુર રોયે કહ્યું “દેવ તું પેલાં લોકેશનનું કામ છે એમાં ધ્યાન આપજે એમાં તને રસ પણ પડશે અને સેફ પણ છે પૈસા પણ સારાં મળશે. એની વે ટેઈક કેર... બી ઈન ટચ.”

ત્યાં દેવે કહ્યું “પાપા દુબેન્દુ પણ અહીંજ છે એમ કરી દુબેન્દુ તરફ ફોન કર્યો પછી કહ્યું મોમ સાથે વાત કરી લઉં પછી વ્યસ્ત થઇ જવાશે...ક્યાં છે મોમ ? પાપાએ કહ્યું અહીંજ છે લે કર વાત વીડીયો ચાલુજ છે. દેવે એની મોમ સાથે વાત કરી લીધી...પછી એનાં પાપાએ કહ્યું હું સિદ્ધાર્થ સાથે વાત કરી લઉં છું હમણાં તું આરામ કરી લે સવારે એની સાથે વાત કરી લેજે. દુબેન્દુને મારી યાદ આપજે...બેઉ જણ સાચવજો...બાય...” કહી ફોન મુકાયો.

દેવે કહ્યું “દુબેન્દુ પાપા સાથે વાત કર્યા પછી એટલું સારું લાગે છે કે જાણે ભાર ઉતરી ગયો. પાપા કહે છે ટુરીસ્ટ તરીકે બધાં ક્રીમીનલજ આવ્યાં છે ડ્રગ એડીક્ટ અને પેડલરજ છે પછી એ છોકરો હોય કે છોકરી...”

દુબેન્દુ કહે “મને તો શક પડીજ ગયો હતો કે આ બધાંમાં કંઈક ગરબડ છેજ સારું થયું અંકલ સાથે તારે વાત થઇ ગઈ હવે સિદ્ધાર્થ સર સાથે સવારે વાત કરી લઈશું...સાચું કહું દેવ મને જબરજસ્ત ઊંઘ આવી રહી છે હું રૂમમાં જઈને સુઈ જઉં...”

દેવે કહ્યું “ભલે જા તું સુઈ જા સવારે સિદ્ધાર્થ સર સાથે વાત કર્યાં પછી બધું નક્કી કરીએ...” અને દુબેન્દુ એનાં રૂમમાં જવા નીકળી ગયો.

દેવે બેડ પર એમજ લંબાવ્યું અને સિદ્ધાર્થ સરનો ફોન આવ્યો...દેવે ફોન તરતજ ઉપાડ્યો. ઉપાડ્યો એવો સિદ્ધાર્થ કહે એ દેવ સાંભળી રહેલો...એ સાંભળતાં ઉભો થઇ ગયો...બોલી ઉઠ્યો શું સોફીયા ડેનીસ...?સિદ્ધાર્થે કહ્યું હમણાં પૂરતી માહિતી આવે પછી ખબર પડે...પવન એલોકો સુધી પહોંચી ગયો છે વરસાદ ભારી છે ઝાડ પડી ગયાં છે રસ્તો બંધ થઇ ગયો છે...હમણાં થોડીવાર રાહ જોવી પડશે પછી જે અપડેટ આવે હું કહું...”

“દેવ હું પછી વાત કરું કદાચ તારાં પાપાનોજ ફોન આવી રહ્યો છે બાય...ત્યાં દેવનો ફોન કપાયો.દેવ વિચાર કરવા માંડ્યો...આ આખા ગ્રુપમાં સોફીયા જુદી તરી આવે છે એ ડ્રગ લે છે બધું કરે છે છતાં એનાં માટે લાગણી કેમ થઇ આવે છે ? શું કારણ છે ? જીવ કેમ ખેંચાય છે એનાં માટે ? એ પરદેશી છે આ બધાં સાથે સંકળાયેલી છે છતાં મને કેમ આકર્ષણ થયું હતું ? દેવે જબરજસ્તીથી વિચાર એનાં હાંકી કાઢ્યાં...


વધુ અવયતા અંકે -પ્રકરણ -43