અગાઉ આપડે જોયું કે,નીલ રાઘવ અને વાહિદ અલગ અલગ ટીમ બનાવી હવેલી માં અલગ અલગ જગ્યાએ ફરે છે,જ્યાં તેમને અમુક શંકાસ્પદ વસ્તુ મળે છે.હવે આગળ...
બધાની નજર જૂની બેગ માંથી મળેલ નકશા પર હતી,જ્યારે લીઝા નું ધ્યાન પેલી બુક્સ માં હતું,કેમ કે એ ગ્રીક ભાષા માં હતું,લીઝા પોતે ખ્રિસ્તી હોઈ,અને ગ્રીક ભાષા ની જાણકાર હોઈ,એટલે તેને તે બુક વાંચવાની કોશિશ કરી.
તે બુક માં થોડા ચિત્રો અને થોડું લખાણ એવું હતું,અને જોતા જોતા લીઝા ના ચેહરા પર આશ્ચર્ય અને ડર મિશ્રિત ભાવ આવવા લાગ્યા,લીઝા ના ચેહરા ના બદલતા ભાવ જોઈ ને વાહીદ મૂંઝાઈ ગયો,
શું થયું લીઝા?શું છે એ બુક માં? તારા ચેહરા પર કેમ ડર લાગે છે?
લીઝા એ તે બુક બધાની વચ્ચે રાખી,તેમાં જ્યાં તેઓ પેહલી વાર ગયા હતા તે ઝરણાં વાળી જગ્યા નું ચિત્ર હતું, લીઝા એ બીજા થોડા પન્ના ફેરવ્યા તો વાહીદ જે જગ્યાએ ગયો હતો તે જગ્યા હતી,અને ફરી થોડું આગળ જોયું તો રાઘવ જે જગ્યાએ ગયો હતો તે ટેકરી અને ગુફા હતી, લીઝા એ વધુ આગળ જોયું તો કોઈ અલગ જ જગ્યા હતી,અગાઉ જોયેલા ત્રણેય ચિત્રો બ્લેક એન્ડ વ્હાઈટ હતા જ્યારે આ ચિત્ર ખૂબ જ કલરફૂલ હતું.
લીઝા ના ગયા ને ચોવીસ કલાક થી વધુ થઈ ગયું,હવે મિસિસ જોર્જ ને ચિંતા થવા લાગી હતી,બાળકો પણ હવે લીઝા વિશે વારંવાર પૂછતા હતા.
મિસિસ જોર્જ તમે કેમ બોલતા નથી?લીઝા ક્યાં છે?ક્યાંક એને કઈ થયું તો નથી ને?કે પછી તમારા બંને વચ્ચે કોઈ અણબનાવ તો નથી થયો ને?પ્લીઝ ટેલ અસ!! ઓલ્ડ એજ ગ્રુપ ના જ્યોર્જ એ લગભગ તેને ધમકાવતા પૂછ્યું.
શું વાત કરો છો તમે?હું અને લીઝા?અરે મે કહ્યું ને કે એ આવી જશે!!મિસિસ જોર્જ ચિંતા અને ગુસ્સા માં બરાડી ઊઠી.
મને લાગે છે નક્કી તે જ લીઝા ને કઈ કર્યું છે,એટલે જ તારી ચોરી પકડાતા તું આટલો ગુસ્સો કરે છે.
મિસ્ટર જ્યોર્જ....
લીઝા મેમ એકદમ બરાબર છે...પાછળ થી જૉન નો અવાજ સંભળાયો..
જૉન અને તેની સાથે ક્રૂઝ ના બીજા સભ્યો ને જોઈ બધા ના જીવ માં જીવ આવ્યો.
લીઝા ક્યાં છે?તમે બધા ક્યાં હતા?અને બાકી બધા ક્યાં છે?તે બધા બરાબર તો છે?બધા એકસાથે જૉન ને પૂછવા લાગ્યા.
જૉને જોયું કે ત્યાં બાળકો પણ છે,એટલે તેને ખૂબ જ સંભાળી ને બધા ના સુખરૂપ હોવાનો સંદેશો આપ્યો,અને સાથે જ તેઓ જલ્દી અહીંથી નીકળવાનો રસ્તો શોધી કાઢશે એ પણ કહ્યું.
મિસ્ટર જોર્જ પણ અહી સાથે આવેલા હોઈ તેમને પોતાની પત્ની ને સંભાળી ,તેમના આવવાથી બાળકો પણ ખુશ થઈ ગયા,અને તેઓ તેમને પોતાની સાથે ટેન્ટ માં રમવા લઈ ગયા ત્યારબાદ જોને ત્યાં ઘટેલી બધી જ બિના કહી.આ સાંભળી બધા ચિંતા માં આવી ગયા,અને હવે તો અહીંથી કેમ નીકળી શકીશું એ વાત કરવા લાગ્યા.
લીઝામેમે એ બુક માં ચોથું કલરફૂલ ચિત્ર બતાવ્યું,પણ હવે એ ચિત્ર ને શોધવા આગળ શું પ્લાન કરવો?રોને અધીરાઈ થી પૂછ્યું.
રોન એ ચિત્ર ક્યાંનું છે?ક્યાં આવેલું છે?અને જો તે અહી છે તો ક્યાં છે અને એ પણ આટલું કલરફૂલ??વાહીદે કહ્યું.
આમ તો આપડે આ હવેલી આખી જોઈ લીધી છે,અહી નો ખૂણેખૂણો ફરી વળ્યા છીએ,પણ આવી જગ્યા આપડા ધ્યાન માં નથી આવી!
એ... જ એ... જ વાત છે દોસ્ત!કે આપડે અહી બધું જ ફરી વળ્યા છીએ,અને આવી જગ્યા ધ્યાન માં ના આવે એવું પણ ના બને!તો આ જગ્યા છે ક્યાં? રાઘવે નીલ ના ખભા હચમચાવી ને પૂછ્યું.
કદાચ પેલા અરીસા ની પાછળ??લીઝા એ અરીસા તરફ ઈશારો કર્યો,અને બધા ચોંક્યા.
હા..હા..હા કદાચ હોઈ શકે,અને કદાચ ત્યાંથી જ આ ટાપુ પરથી નીકળવાનો કોઈ રસ્તો પણ!!નીલ એકદમ ઉત્સાહ માં આવી ગયો.
પણ એ અરીસા પાછળ જવું કંઈ રીતે?રોને પૂછ્યું.
બધા ફરી એકવાર ઉદાસ થઈ ગયા,અને ત્યાં જ લીઝા બોલી,પેલો...પેલો નકશો ક્યાં?
જીમ તરત જ તે નકશો લઇ આવ્યો,લીઝા ક્યારેક તે નકશા માં અને ક્યારેક પેલી બુક માં જોવા લાગી.
લીઝા શું છે તે નકશા માં?શું એવો કોઈ રસ્તો?નીલ અધીરો થઈ ગયો.
છે તો...પણ...સમજાતું નથી!!
અરે પણ છે શું? એ તો તું કે!રાઘવ બોલ્યો.
આમાં એવું લખ્યું છે કે...બધા એક સ્વાસે સાંભળી રહ્યા.
જ્યારે આકાશ માં ત્રણ તારા એક લાઈન માં આવશે ત્યારે આ અરીસા માં જવાનો રસ્તો ખુલશે,અને સમય ના એક ચક્ર માં તે બંધ થઈ જશે!અને પછી બીજી વાર આવી ઘટના ઘટે ત્યારે ફરી ખુલી શકે...
ત્રણ તારા ક્યાં?આકાશ માં તો અસંખ્ય તારા છે?અને સમય નું ક્યું ચક્ર?વિલી માથું ખંજવાળતા બોલ્યો.
રાઘવ આજે કંઈ તારીખ છે?
આજે...આજે...ટ્વેન્ટી ઓગસ્ટ!!પણ કેમ એવું પૂછે છે!!
વી આર સો લકી...આટલું બોલતા જ નીલ ના ચેહરા પર ખુશી છલકાઈ આવી.
બધા નીલ સામે અને પછી એકબીજા સામે જોવા લાગ્યા.
નીલ બધા ના ચેહરા ના ભાવ જોઈને તેમની મનોદશા સમજી ગયો હોઈ તેમ બોલ્યો,. ફ્રેન્ડસ આજે ટ્વેન્ટી ઓગસ્ટ અને કાલે ટ્વેન્ટી ફ્સ્ટ,કાલે બપોરે પાંચ ને પિસ્તાલીસ મિનિટે આકાશ માં ત્રણ તારા એક સાથે આવશે!!
એટલે??
કાલે આ વર્ષ નું સૌથી મોટું લુનાર..એટલે કે ચંદ્ર ગ્રહણ છે.જે લગભગ પાંચ કલાક ચાલશે.અને એ સમયે જ આ અરીસા નું રહસ્ય ખુલશે!!નીલે ખુશી મિશ્રિત અવાજ માં કહ્યું.
એવું શું છે એ નકશા અને એ બુક માં?શું ખરેખર નીલ જે મતલબ સમજ્યો છે તે સાચો હશે?અને જો સાચે જ એ અરીસા માં જવાનો કોઈ રસ્તો મળશે તો તેઓ ત્યાંથી પાછા આવી શકશે?જોઈશું આવતા અંક માં...
✍️ આરતી ગેરીયા...