જીવંત રહેવા એક મ્હોર - 9 Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવંત રહેવા એક મ્હોર - 9

પ્રકરણ નવમું/૯

આ સાંભળી આલોક જરા ગુસ્સાના ભાવ સાથે બોલ્યા 'તું મારું પણ હવે નહીં માને?'
'મારો મતલબ છે કે પેલા અમે મમ્મી પાસે જઈશું' રિયાને કહ્યું
આ સાંભળી મોંના એકદમ ગુસ્સે થઈ બોલી નહીં હું તો ઘરે જઈશ.

હવે આગળ

મોનાને હોસ્પિટલમાં નહીં પણ ઘરે જવું હતું. તેને ઘરે જઈને લગ્નમાં થતી એક એક વિધિઓ રસમ માણીને મહેસુસ કરવી હતી. એને હોસ્પિટલ નહોતું જવું એનો એવો ઈરાદો બિલકુલ નથી કે કોઈના દિલને ઠેસ પહોંચે.
ત્રણેય છુટાં પડ્યાં રિયાન હોસ્પિટલ, આલોક પારેખ એમની ઓફિસ અને મોનાને ઘરે જવા રવાના કરી.
રિયાન લાંબા સમય પછી પોતાની બિમાર મા અને બહેનોને મળીયો, સારિકાને પુછ્યું. રૂપાલી ક્યાં છે? ખબર નથી ભાઈ અત્યાર સુધી તો અહીં જ હતી. હમણાં એક અગત્યનું કામ પતાવીને આવું, એમ કહીને થોડીવાર પહેલાં જ તે ગઈ.
રિયાને રૂપાલીને કોલ જોડાયો, યાર ક્યાં છે તું, હું આવી ગયો આપણા રાજકોટમાં. એકદમ ખુશી જતાવતા બોલ્યો. કોઈ પોતાનું અંગત દિલની વાત શેર કરે એમ રિયાને રૂપાલીને કહ્યું.
રૂપાલીનો કોઈ પ્રત્યુત્તર ન મળતાં તે કોલ કટ્ટ કરી. સીધો બાઈક લઈને રૂપાલી ને લેવા રૂપાલીનાં ઘરે પહોંચી ગયો.
રૂપાલી જોર જોરથી બૂમ પાડીને તેની કામવાળી બાઈને કહી રહી હતી. તમારાથી સરખું એક કામ નથી થતું.
રૂપાલીને આટલો ગુસ્સો કેમ આવે છે. પહેલીવાર રૂપાલીને ગુસ્સામાં જોઈ રિયાનથી ન રહેવાયું. અને બોલ્યો. ઓય રૂપાલી કેમ આટલો ગુસ્સો આવે છે. તારું આ રૂપ પહેલીવાર જોયું.
રિયાને જોઈ રૂપાલીને વધુ ગુસ્સો આવ્યો પણ પોતાની જાતને કાબુમાં કરીને બોલી. 'તું ક્યારે આવ્યો'. ફક્ત ફિક્કું હસીને પુછ્યું. રિયાન પણ રૂપાલીના મૂડને ઓળખી ગયો અને બોલ્યો. 'તારાં ચહેરા સાથે આ સ્માઈલ સુટ નથી કરતી' હવે તારે એ નથી જોવાનું. અમે થોડા ઈન્પોટન્ટ છીએ. 'હવે તો તને અહીંયા ફાવશે પણ નહીં', હેં ને ! ટોન્ટ મારી રૂપાલી બોલી. બંને મીઠો ઝગડો કરી હૈયા વરાળ કાઢી રહ્યા હતા.
રિયાને રૂપાલીને કહ્યું હું તને લેવા આવ્યો છું ચાલ ઘરે બધાં તારી વાટ જુએ છે. તારે જ મોનાની ગૃહપ્રવેશની તૈયારી કરવાની છે. આ સાંભળતા તો રૂપાલીના અંતરમા ગરમ તેલ રેડાયું હોય એમ શબ્દોમાં અગ્નિ વરસાવતી આંખો લાલઘૂમ કરી માત્ર એટલું જ બોલી ગૃહપ્રવેશ?
હાં..... હાં ગૃહપ્રવેશ
રિયાન પણ એટલું જ બોલ્યો
એટલામાં તો આલોક અંકલનો પાછળથી અવાજ સાંભળાય છે. રૂપાલી ક્યાંય નહીં આવે.
અંકલ પણ કેમ ?
કહ્યુંને નહીં આવે.
અંકલ કહો તો ખરા કેમ નહીં આવે?
તારી વાઈફનુ કંઈ નક્કી નહીં ક્યારે મારી નાજુક પરીનું દિલ તોડી નાખે,
પણ અંકલ વચ્ચે જ વાત કટ્ટ કરતા રિયાન પુછે છે.
અંકલ મારી વાતતો સાંભળો, પ્લીઝ મને એક મોકો તો આપો સફાઈ આપવાનો.
અંકલ ખુબ જ ગુસ્સે હતા, તેમણે રિયાનને આંગળી સીંધી દરવાજો બતાવતા કહ્યું આ તરફ દરવાજો છે.
રિયાનને તો કાપો પાડોને તો લોહી ન નીકળે એવી હાલત થઈ ગઈ. પગ અને અવાજ બંને ઉપડતા બંધ થઈ ગયા. એક ક્ષણ માટે તો વિજળીના તારનો ઝટકો લાગે એવો આંચકો લાગ્યો. ગળે ડૂમો ભરાઈ ગયો. માનાં સમાચાર સાંભળ્યા ત્યારે પણ આ ઝટકો નથી લાગ્યો એવો લાગ્યો.
પરિસ્થિતિ નો ખ્યાલ આવતાં આલોક પોતાની જાત પર અને ગુસ્સા પર કાબૂ કર્યો અને ઘરની હાલત જોઈ પુછ્યું બેટા તેં આ શામાટે કર્યું છે? મને જણાવીશ.
રાધામાસી સારિકાને કહી રહ્યા હતા કે તેમનું ખાનદાની હાથનું પાટલું છે તે મોનાને પહેરાવે જ્યારે ગૃહપ્રવેશ કરે ત્યારે તો મને મમ્મીની બહું યાદ આવી ગઈ અને હું ફટાફટ ઘરે આવી, જોયું તો કબાટમાં ફક્ત એકજ પાટલું હતું. અને મોનાએ પણ મારો હક છીનવી લીધો એવો ખ્યાલ આવતાં થોડો વધારે ગુસ્સો આવ્યો.
હું તને કહેવાનું ભૂલી ગયો કે હું મુંબઈ કયાં કામથી ગયો હતો. હું પારસની સગાઈ નક્કી કરવા ગયો હતો. શું વાત છે પપ્પા તમે તો કમાલ કરી નાખી હોં. શું કહ્યું છોકરીવાળાએ હાં પાડી. તાળી પાડતા પાડતા પુછ્યું. નક્કી જેવું જ સમજને દિકરા.
શું નક્કી જેવું? પહેલાં પારસને પુછ્યું?
'એમાં પારસને શું પુછવાનું હોય' આલોક બોલ્યા
વાહ વાહ પપ્પા કઈ દુનિયામાં જીવો છો? આજકાલ પેલું લિવ ઈન રિલેશન શીપ જેવું કંઈ ખબર છે?
હાં પણ એવું મારો પારસ ન કરે હોં.
અચ્છા માની લો ન કરે, પણ છોકરી કોણ છે એ તો કહો.
મનમાં મરક મલકાતા બોલ્યા સારિકા.
હેં સારિકા!? પપ્પા, સારિકા ? રિયાનની બેન સારિકા?
હાં... હાં... હાં એજ આપડી સારિકા.
પપ્પા તો મારી મમ્મીનું પાટલું તમે લઈને ગયા હતા એમ ને ?
હાં બેટા.
બીજી તરફ રિયાનના ઘરે આશોપાલવના તોરણ બંધાયા છે. થાળીમાં કંકુ પગલાં પાડવાં કંકુ ઘોળાયા છે. ગૃહપ્રવેશ માટે એક લોટીમાં ચોખાકુંકુંમ ભરાયાં છે. મમ્મીની ગેરહાજરી ન રહે તે માટે રિયાને વિડિયો કોલ ટેબલ પર ગોઠવણી કરી છે. તો મોનાએ લાઈફમાં પહેલીવાર આ બધું જોઈ અલગ જ ફીલ કરી રહી હતી. દિલમાં જીવી લેવાની જીજીવિષા વધી ગઈ હતી.
ગેટ તરફથી ગાડી અંદર પ્રવેશી મોના દુલ્હનના કપડાંમાં સજ્જ ખૂબ અતિ સુંદર લાગી રહી હતી.
એટલામાં પૂર જોશમાં બીજી એક ગાડી આવી ફટાફટ ગાડીના બારણાં ઉઘડ્યાં બધાની નજર એ તરફ ગઈ. રિયાન તો ચોંકી ગયો. આવકાર આપવો કે હડધૂત કરવું કંઈ સમજાતું ન હતું.
બધાં જ રિયાન સામે તાકી રહ્યાં રિયાન શું રિયેકટ કરશે?

ક્રમશઃ....