જીવંત રહેવા એક મ્હોર - 1 Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવંત રહેવા એક મ્હોર - 1

પ્રકરણ પ્રથમ/૧લું

આખો હોલ ખચોખચ ભરેલો, માનવમહેરામણ અંદરોઅંદર ગણગણાટ કરી રહ્યા હતા. સંગીત તો જોરદાર હતું પણ લાગી રહ્યું હતું કે કોઈને સાંભળવાની ઈચ્છા ન હતી. થોડું ઉંચા સ્વરે બોલીએ ત્યારે માંડ માંડ સંભળાય. નાનું એવું ગેટટુગેધર હતું પણ શોરબકોર એટલો બધો હતો કે લાગતું હતું પાંચસો માણસો મધ પૂડાની માખીઓ માફક અંદરોઅંદર બણબણતા હતા.
રૂપાલીની નજર બસ મને જ શોધતી હોય એમ છકળવકળ જોઈ મારું ધ્યાન ન હોય તેમ મારી સામે જોઈ લેતી. મારી નજર પણ ન ચાહવા છતાં ત્યાં જ અટકી જતી. રૂપાલી ઘડીક આંખોથી ઓઝલ થાય તો મારું મન પણ વ્યાકુળ થઈ ઊઠતું અને મારી નજર એમને શોધતી એમને જોવા તલપાપડ બની જાતી હતી. હૈયું એમને જોવા અધીરું જ રહે. જમવાની થાળીમાં ધ્યાન ઓછું, મારી સામે જોવામાં વધારે રસ હતો આજ રૂપાલીને, લાલ કલરનુ ટ્યુનિક, નીચે બ્લેક કલરનું જીન્સ પેન્ટ, હાથમાં ઘૂઘરી વાળું ગોલ્ડન બ્રિસ્લેટ શોભા વધારી રહ્યું હતું. પગમાં ફ્લેટ હીલ વાળી ગોલ્ડન મોજડીથી તેની ઉંચાઈ આજ મારી કાતીલ આંખો તેના પરથી આઘી ખસવાનું નામ જ નહોતી લેતી.
રૂપાલી અને હું ચાર દિવસ પહેલા જ ઓફિસની લિફ્ટમાં મળ્યા હતા. વાતો વાતોમાં એમણે મને કહ્યું કે હું રૂપાલી પારેખ, આલોક પારેખની એકની એક દીકરી. 'ઓહહહ માય ગોડ તમે જ રૂપાલી પારેખ એમને' મેં પણ જાણતા છતાં અજાણ્યા બની પુછ્યું. હવે પારેખ સાહેબની ખુરશી તમે જ સંભાળશો એમને. મોબાઈલ જોવામાં વ્યસ્તા સાથે હકારાત્મક માથું ધુણાવી જવાબ આપ્યો. મેં પણ મારો ઈન્ટ્રો આપતા કહ્યું આઈ એમ મિસ્ટર રિયાન મહેતા, રિટાઈડ પ્રિન્સિપાલ ગોવર્ધન મહેતાનો એકનો એક દીકરો. એન અમે બંને એક સાથે હસી પડ્યા. ઓફિસમાં તેમના કેબિનની સામે જ મારી બેઠક. દિવસમાં જેટલી સેકન્ડ એ નવરી પડે એટલી મને જોવામાં કાઢે એવું મને લાગતું હતું કે એવું જ ખરેખર હતું તે વાતનો ખુલાસો તો કરવો જ રહ્યો.
આજ તો હિંમત એકઠી કરી રૂપાલીને પૂછી જ લેવું છે કે કૉફી પીવા માટે મારી સાથે આવીશ? હું ઓફિસના સ્ટાફની નજર બચાવી એક સેલ્ફી કોર્નર તરફ ગયો. ત્યાં પહોંચી જોયું તો રૂપાલી આકુળવ્યાકુળ થઇ મને શોધતી હતી. મેં કોલ જોડ્યો. રીંગ વાગી, સ્ક્રીન પર મારો નંબર જોતા જ જાણે કાળઝાળ ગરમીમાં કોઈ ઠંડું પાણી પીવડાવે ને હૈયે ટાઢક વળે એમ એની આંખને ટાઢક વળી પણ હૈયે આગ લાગી હોવાનું સાફ દેખાઈ રહ્યું હતું. મે પણ એક ઝાટકે ગભરાયા વગર પૂછી લીધું, કોલમાં તો ના પાડી પણ નજરો નીચી ઢાળીને શરમાઈને હાં કરી ગઈ, હું ઉભો હતો તે તરફ આવી.
આલોક પારેખ શહેરના રહીશોના લિસ્ટમાં મોટા માણસ તરીકે મોટું નામ ઘરાવનાર વ્યક્તિ. પણ લેશ માત્ર અભિમાનનો ભાર નહીં. એક સીધાસાદા વ્યક્તિત્વમાં નામાંકિત વ્યક્તિ જ એમની ઓળખ. નાની ઉંમરે જ દિકરીને માથે ભાર આવે તો સમજદારી આવે એવું એમનું માનવું હતું. ઓફિશયલ વર્ક રૂપાલી સંભાળી લેતાં તે કોઈ કોઈ વખત જ ઓફિસ પર આવતા. એક જમાનામાં ગોવર્ધન મહેતાના ખાસ મિત્ર પણ હતા તેથી જ મને મારી લાયકાત કરતાં મોટો દરરજો આપ્યો હતો. મેં પણ એમના બિઝનેસને આગળ વધારવા મારો મહત્તમ ફાળો એમનાં નામે કરી દિધો હતો.
મારાં પપ્પા એમના જમાનામાં એક ઈમાનદાર સર્વ શ્રેષ્ઠ શિક્ષકની યોગ્યતા મેળવનાર વ્યક્તિ તરીકે ઓળખાતા હતા. આલોક પારેખ સામે અમે બધી રીતે ખૂબ નાના હતા, મારા પિતાના અવસાન પછી ઘરની જવાબદારી મારા શિરે હતી એ હું ખૂબ સારી રીતે જાણતો હતો. આલોક અંકલે મને ડિગ્રી કરવા કહ્યું હતું પરંતુ સમયને આધિન થઈ મેં ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર એન્જિનિયર કોર્ષ કરી સમય સાચવી લીધો.
હોલની બહાર નીકળતા જ મેં કારમાં બેઠા બેઠા જ દરવાજો ઓપન કરી કહ્યું રૂપાલી હું ઘરે ડ્રોપ કરી દઉં તો ચાલશે??
નેકી ઔર પૂછ પૂછ?
કારમાં બેસી દરવાજો બંધ કર્યો
અમે નાનપણથી સાથે ભણેલા, એમનો રાખડી બાંધવાનો અસ્વીકાર પણ મેં કરેલો આજ પણ એ વાતો યાદ કરીને અમે ખૂબ હસ્તા.
ઘર ક્યારે આવી ગયું એ ખબર ન પડી. વાતો વાતોમાં કૉફીની વાતતો ભૂલી ગયા. ગાડી માંથી ઉતરી વિન્ડો સીટનો કાચ નીચે કરતી રૂપાલી બોલી, કાલે કૉફી પીવાશે કે નહીં ખબર નહીં. પણ સવારે વહેલા ઊઠીને તૈયાર રહેજે આપડે આપડી જૂની યાદો તાજી કરીશું
આપડે આપડી જૂની સાયકલ રેસ કરીશું
જતાં જતાં મોટેથી બૂમ પાડી કહેતી ગઈ.

અલાર્મ સેટ કરીને બંને સાથે સૂતા, પોતપોતાનાં ઘરે પોતપોતાનાં બેડ પર. હજુ સૂરજદાદાની સવાર ન થાય તો તે પહેલાં તો બંનેના અલાર્મ રણકી ઉઠ્યા. બીડાયેલા કમળો ખીલવા થનગની રહ્યા હોય અને નદીનું શાંત પાણી સમાધી માંથી ઉઠી પથ્થરોને ગળે વળગવા અધિરા હોય એમ બંને સુંદર આલ્હાદાયક સવારના એકબીજાનો સાથ માણવા હૈયે હામ લઈ સાઈકલની રેસ માટે તૈયાર થયાં.
હેયયયયય....
રિયાન ચલ કમોન..... મને હરાવીને બતાવ
આજ પણ તું મને નહીં જ હરાવી શકે.
પણ અંહીયા જીતવું કોને છે
હું તો તારી સાથે હારીને પણ જીતી જાવ છું'
અચ્છા એવું તું શું જીત્યો.
તારાં ચહેરા પરની આ સ્માઈલ તારી આ જીતીની ખુશી અને તને......
ઓહહહ મિસ્ટર હું રેસમાં નથી જોડાઈ, મારી અને તારી સાઈકલ રેસમાં જોડાયા છે યાદ રાખ.
તે તો મને અને મારા મનને ક્યારે જીતી લીધાં એ યાદ જ નથી.


ક્રમશઃ