Featured Books
શ્રેણી
શેયર કરો

જીવંત રહેવા એક મ્હોર - 10 - છેલ્લો ભાગ

પ્રકરણ ૧૦મું /અંતિમ

એટલામાં પૂર જોશમાં બીજી એક ગાડી આવી ફટાફટ ગાડીના બારણાં ઉઘડ્યાં બધાની નજર એ તરફ ગઈ. રિયાન તો ચોંકી ગયો. આવકાર આપવો કે હડધૂત કરવું કંઈ સમજાતું ન હતું.
બધાં જ રિયાન સામે તાકી રહ્યાં રિયાન શું રિયેકટ કરશે?

હવે આગળ
ગાડીનાં બારણાં ઉઘડ્યાં આલોક એને રૂપાલી બંને તેના ઘરે આવેલ પ્રસંગને વધાવવા.
રિયાને વિચાર્યું કે આલોક અંકલ ન હોતતો હું આટલી મોટી પોસ્ટ પર ન હોત. મુંબઈની આટલી મોટી કંપનીમાં હું સી ઈ ઓ ફક્ત આલોક અંકલના કારણે જ છું.
રિયાન એક શબ્દ ન બોલી શક્યો. ઉલ્ટાનું તેણે આલોક અંકલને વધારે સન્માનથી બોલાવ્યા અને કહ્યું આવો મારા ઘરનો આ પ્રસંગ તમારા વગર અધુરો છે.
હાં, રિયાન મારાં ઘરે જે થયું તેની માફી માગું છું. આલોક અંકલ બે હાથ જોડીને બોલ્યા.
અ...રે, અરે, અંકલ પ્લીઝ તમે આમ ન કહો. તમે આમ કહી મને પાપનો ભાગીદાર ન બનાવો.
થોડા દિવસોમાં તો મોના દૂધમાં સાકર ભળે તેમ ભળી ગઈ. એકલી ઉછરેલી મોનાને જાણે સ્વર્ગ મળી ગયું હોય તેવી ખુશી મળી. રિયાનની મમ્મી પણ મોનાની સાદગીથી પ્રભાવિત થઈ ધીમે ધીમે રિકવરીના એંધાણ વર્તાઇ રહ્યા હતા.
આશરે છ મહિના વિત્યા હશે. મોનાને એકદમ સખત તાવ આવ્યો. મોના અને રિયાન વાતો કરી રહ્યા હતા. હવે મારે ઘરે હવે બધાને વાત કરવી જ પડશે પ્લીઝ મોના માની જાને.
નહીં, રિયાન પ્લીઝ ઘરે કોઈને કાનો કાન કંઈ ખબર ન પડવી જોઈએ.
સારિક અચાનક આવી રિયાન અને મોનાની વાતો બહાર ઊભી ઊભી સાંભળી રહી હતી. એ તો સાંભળીને ખુશ ખુશ થઈ ગઈ.
તેણે તો બધાને કહી દીધું કે રિયાન અને મોના આવી વાતો કરી રહ્યા હતા.
બે દિવસ ત્રણ દિવસ થયા પણ મોનાને રિકવરીના એંધાણ આવી રહ્યા ન હતા.
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. બધાં રીપોર્ટ કરાવ્યા. ડૉક્ટરે રિયાનને કેબિનમાં બોલાવી કહ્યું મોનાને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે. થોડાં દિવસોની મહેમાન છે. રિયાન ડૉક્ટરની વાત સાંભળી શાંત રહ્યો. આ જોઈને ડૉક્ટર અંચભિત થઈ ગયા કે રિયાનને આવા સમાચાર આપ્યા પછી પણ.... રિયાન તને આટલી સિરિયસ વાત કરી છતાં તું કેમ આટલો શાંત રહી શકે? ડૉક્ટરે પુછ્યું. કેમકે મને છેલ્લા છ મહિનાથી આ વાત કોરી ખાય છે.
રૂપાલી બહાર ઊભી આ સાંભળીને એક ક્ષણ માટે તો પોતાનો કાબૂ ગુમાવી બેઠી.
રૂપાલીને એક એક વાત યાદ આવી ગઈ. મેં રિયાન અને મોના રાજકોટ આવ્યા, ત્યારે કેટલો ગુસ્સો કર્યો હતો. છતાં રિયાન આટલો જ શાંત રહી એકલો એકલો આટલી મોટી વાત દિલમાં રાખીને એકલો જ એ અગનજ્વાળામાં તપતો રહ્યો. એક વખત ન કહ્યું, અને કોઈને જ ન કહ્યું, મારી સાથે દરેક ખુશી ક્ષણો શેર કરનાર રિયાન એકલાએ આ દર્દ સહન કર્યે રાખ્યું.
રૂપાલીએ સારિકાને કોલ કર્યો. સારિકા તો લગભગ ખુશીની મારી જોરથી ચીંસ પાડી બોલી, હું તને જ કોલ કરી ખુશખબરી આપવાની હતી ત્યાં જ તારો કોલ આવ્યો. તને ખબર છે આજ રિયાન અને મોના વાતો કરી રહ્યા હતા. અને હું સાંભળી ગઈ. રિયાન તો કહેવા તૈયાર જ હતો પણ મોના ભાઈને ના પાડી રહી હતી કે કાનો કાન કોઈને કંઈ જ ખબર ન પડવી જોઈએ. મને લાગે છે. નવુ મહેમાન ઘરમાં આવવાનું છે. રૂપાલી વિચારમાં પડી આને કેમ સમજાવું કે મોના શેની ના પાડી રહી હતી. રૂપાલીની આંખો માંથી સતત અશ્રું પ્રવાહ વહી રહ્યો હતો.
એટલામાં નર્સે ડૉક્ટરને બોલાવ્યા, કહ્યું ડૉક્ટર સાહેબ મોનાની હાલત ખૂબ ગંભીર થતી જાય છે.
ડૉક્ટરે રિયાનને કહ્યું. મોનાએ કહ્યું છે, એમની છેલ્લી ઈચ્છા છે કે ઘરનાં તમામ સભ્યો તેની નજર સામે રહે. રિયાનનો હવે અશ્રુંબાંધ ટૂટી પડ્યો. કેટલા દિવસથી પોતે ખુશ છું એવો પહેરેલ નકલી મૌખટો હવે નહીં પહેરી શકું એવું પોતાના મનને સમજાવતા તેણે રૂપાલીને કોલ જોડાયો. રૂપાલી...... રિયાન એક શબ્દ બોલી ન શક્યો. રૂપાલી સમજી ગઇ. તેણે કહ્યું બોલ હું અહીં હોસ્પિટલમાં જ છું. મેં ડૉક્ટર સાહેબ અને તારી વાતો સાંભળી લીધી છે. હું અંદર આવું છું.
અંદર આવતાની સાથે રિયાન બેકાબૂ થઈ રૂપાલીને ભેટી પડ્યો. બંને થોડી ક્ષણો ચુપ રહી મૌન તોડવા પ્રયત્ન કરતાં હતાં ત્યાં જ રિયાનની બધી બહેનો આવી ગઈ.
સચ્ચાઈનો સામનો કરવો ખૂબ કઠીન હતો.
મોનાએ બધાને પાસે બેસવા કહ્યું. રિયાનને આંખના ઈશારા થી વાત કરવા કહ્યું. રિયાને વાત શરૂ કરી.
કેનેડા ફરવા જાવ છું એમ કહીને એ કેનેડા કેન્સરની સારવાર માટે ગઈ હતી. ત્યાં થી આવીને મને વાત કરી કે પોતે લાસ્ટ સ્ટેજના કેન્સરથી પીડાય છે. મોનાએ મને વાત કરી. હવે મારી પાસે કેટલો સમય છે, તે મને પણ નથી ખબર. મેં તને પહેલી વખત જોયો ત્યારથી તું મારા મનમાં વસી ગયો હતો. તારો એ લુક મને તારા તરફ ખેંચી રહ્યો હતો.
ફસ્ટ ટાઈમ એ બ્લ્યુ કલરનુ બોડી ટાઈટ ટીશર્ટ, પર ચેક્સ વાળો ગુલાબી શર્ટ નીચે બ્લ્યુ જીન્સ એક્ટ્રકટિવ લાગી રહ્યું હતું. ત્યારે જ તે મારા મન પર સવાર થઈ ગયો હતો. પણ વિધિની વક્રતાને કોણ ટાળી શકે.
મોનાએ મને કોન્ટ્રાક્ટ મેરેજ કરવાનું કહ્યું હતું. મેં બહુ વિચાર કર્યો પછી હાં પાડી હતી. તેમને ખુશ રાખવા વાળું મારા સિવાય કોઈ ન હતું. મોંનાને ફક્ત થોડી ખુશીઓ જોતી હતી. મોનાએ કહ્યું હતું. મને નથી ખબર હું કેટલું જીવવાની છું પણ જેટલું જીવું ખુશી ખુશી જીવું. એટલે મેં અને મોના બંનેએ લગ્ન કરી લીધા.
મોનાએ રૂપાલીનો હાથ હાથમાં લઈ રિયાનનો હાથ પણ હાથમાં લીધો, બંનેના હાથ પોતાના હાથમાં ભેગા લઈ બોલી કે અંનત કાળથી આ વિધિ ચાલી આવે છે કે અગ્નિની સાક્ષીએ લગ્ન થાય. કદાચ એટલે જ આ કોન્ટ્રાક્ટ મેરેજની કોઈ વેલ્યુ નથી હોતી.
જેમ અઢી અક્ષરનાં પ્રેમ શબ્દનું કોઈ સ્વરૂપ નથી હોતું
તેમજ અઢી અક્ષરનાં લગ્નનું પણ કોઈ રૂપ નથી હોતું છતાં લોકો આખું જીવન સાથે જીવે છે.
તમારો પ્રેમ સાચો અને પવિત્ર છે. એમાં હું કદાચ વચ્ચે આવી ગઈ......

સમાપ્ત....઼