Jivant Raheva ek Mhor book and story is written by Krishvi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jivant Raheva ek Mhor is also popular in પ્રેરક કથા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જીવંત રહેવા એક મ્હોર - નવલકથા
Krishvi
દ્વારા
ગુજરાતી પ્રેરક કથા
આખો હોલ ખચોખચ ભરેલો, માનવમહેરામણ અંદરોઅંદર ગણગણાટ કરી રહ્યા હતા. સંગીત તો જોરદાર હતું પણ લાગી રહ્યું હતું કે કોઈને સાંભળવાની ઈચ્છા ન હતી. થોડું ઉંચા સ્વરે બોલીએ ત્યારે માંડ માંડ સંભળાય. નાનું એવું ગેટટુગેધર હતું પણ શોરબકોર એટલો બધો હતો કે લાગતું હતું પાંચસો માણસો મધ પૂડાની માખીઓ માફક અંદરોઅંદર બણબણતા હતા.
રૂપાલીની નજર બસ મને જ શોધતી હોય એમ છકળવકળ જોઈ મારું ધ્યાન ન હોય તેમ મારી સામે જોઈ લેતી. મારી નજર પણ ન ચાહવા છતાં ત્યાં જ અટકી જતી. રૂપાલી ઘડીક આંખોથી ઓઝલ થાય તો મારું મન પણ વ્યાકુળ થઈ ઊઠતું અને મારી નજર એમને શોધતી એમને જોવા તલપાપડ બની જાતી હતી. હૈયું એમને જોવા અધીરું જ રહે. જમવાની થાળીમાં ધ્યાન ઓછું, મારી સામે જોવામાં વધારે રસ હતો આજ રૂપાલીને, લાલ કલરનુ ટ્યુનિક, નીચે બ્લેક કલરનું જીન્સ પેન્ટ, હાથમાં ઘૂઘરી વાળું ગોલ્ડન બ્રિસ્લેટ શોભા વધારી રહ્યું હતું. પગમાં ફ્લેટ હીલ વાળી ગોલ્ડન મોજડીથી તેની ઉંચાઈ આજ મારી કાતીલ આંખો તેના પરથી આઘી ખસવાનું નામ જ નહોતી લેતી.
પ્રકરણ પ્રથમ/૧લું આખો હોલ ખચોખચ ભરેલો, માનવમહેરામણ અંદરોઅંદર ગણગણાટ કરી રહ્યા હતા. સંગીત તો જોરદાર હતું પણ લાગી રહ્યું હતું કે કોઈને સાંભળવાની ઈચ્છા ન હતી. થોડું ઉંચા સ્વરે બોલીએ ત્યારે માંડ માંડ સંભળાય. નાનું એવું ગેટટુગેધર હતું પણ ...વધુ વાંચોએટલો બધો હતો કે લાગતું હતું પાંચસો માણસો મધ પૂડાની માખીઓ માફક અંદરોઅંદર બણબણતા હતા. રૂપાલીની નજર બસ મને જ શોધતી હોય એમ છકળવકળ જોઈ મારું ધ્યાન ન હોય તેમ મારી સામે જોઈ લેતી. મારી નજર પણ ન ચાહવા છતાં ત્યાં જ અટકી જતી. રૂપાલી ઘડીક આંખોથી ઓઝલ થાય તો મારું મન પણ વ્યાકુળ થઈ ઊઠતું અને મારી નજર એમને
પ્રકરણ બીજું/૨જું આલોક પારેખ અચાનક ઓફિસમાં એન્ટર થયા. બધાં એમ્પ્લોઇઝ વાતોમાં મશગુલ હતા. કોઈને ખ્યાલ જ ન રહ્યો કે ક્યારે આલોક સાહેબ અંદર આવ્યા. આ જોઈ આલોક સાહેબે તો બધા જ એમ્પ્લોઇઝ પર ગુસ્સે થયા. એમનાં વિશ્વાસને ધક્કો લાગ્યો ...વધુ વાંચોરૂપાલી આર્વી સાથે કોલ પર વાત કરી રહી હતી. આર્વી તને ખબર છે કાલ રિયાન મને કૉફી પીવા બહાર લઈ જવાનો હતો બટ મેં જ તેને રોક્યો અને કહ્યું કે નહીં આપડે તો સાઈકલ રેસ કરીશું અને અમે સાઈકલ રેસ કરી અને દરવખતની જેમ આજે પણ હું જ જીતી ગઈ. 'તું સાવ પાગલ છે કૉફી માટે કહ્યું અને તે ના
પ્રકરણ ૩જુ / ત્રીજું લોકલ ટ્રેનમાં ચિક્કાર મેદની. સપનાંઓ સાકાર કરવા ઉમટી પડયા હોય જાણે, મુંબઈ યંત્રવત્ માનવ જેવું ચાવી ભરેલું રમકડું લાગ્યું. કોકની આંખો તૂટતા તારા જેવી ચળકતીતો કોકની આંખો દૂકાળ જેવી સાવ સુક્કી ભટ.જાણે કે તેના સઘળા ...વધુ વાંચોકોઈ સુનામીમાં ઢસરડાઈ ગયાં હોય. ગગન ચુંબી ઈમારતોની હારમાળા, ચોતરફ જથ્થાબંધ, બસ જુદા જુદા માથા, કોઈ જુસ્સામાં,કોઈ ગુસ્સામાં, કોઈ ઝૂમે, કોઈ ઝઝૂમે, તો કોઈ ઝૂરે છે. રઘવાયા જેવા યાત્રીઓની ભરચ્ચક ભીડ વચ્ચે લોકલમાં એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધી ખભા પર એક વજનદાર થેલો ભરાવી, એક ઉંમરલાયક મહિલા, મેક્સી પહેરીને રબ્બર બેન્ડ અને હેઈર બેન્ડ વહેંચતી જોઈ. પેટની ભૂખ એ સંસારની
પ્રકરણ ૪થું /ચોથું તમે.. તમે.... હું તો તને તું જ કહીશ. પણ તું પણ મને તું જ કહીશ. ઓકે. આજની સાંજ, આ વ્યસ્ત લાઈફ માંથી સમય કાઢી મારી સાથે કૉફી પીવા આવીશ? આગળ વાહ.....તે તો કસમયે કમૌસમી વરસાદની જેમ ...વધુ વાંચોધડાકો કર્યો.હાં મને પણ આ મુંબઈની હવા લાગી ગઈ.એકજ દિવસમાં આટલી હવા, જો..જે ફુગ્ગો ફૂટી ના જાય......બંને ખીલખીલાટ હસી પડ્યા.મોના દેખાઈ રહી છે એટલી સીધી નથી, હોં મિસ્ટર રિયાનતો, જલેબી જેવી છે એમ ?નાં....હું તો જીવંત કેબલના ગુંચળા જેવી છું ભૂલથી હાથ અડાડીને તો જુઓ ! ઓહહએ સાચું કહી રહી હતી અને હું રમત સમજી રહ્યો હતો.આશરે રિયાનને પાંચ માસ
પ્રકરણ ૫મું / પાંચમું રિયાન મોનાની રૂમમાં દાખલ થયો. રજવાડી ઠાઠ સાથે બેડ, બેડ પાસે ત્રણ હાથી વાળી આકૃતિઓથી સજ્જ ટિપોય હાથ અડાડો ત્યાં છાપ પડે એટલું ચોખ્ખું. તેના પર વ્હીસ્કીની બોટલ બાજુમાં બે ગ્લાસ બરફ ક્યુબની પેટી નાસ્તાની ...વધુ વાંચોસરસ રીતે ગોઠવાયેલી પડી હતી. આવ મોનાએ આવકાર્યો. એનાં મોં માંથી વ્હીસ્કીની ગંધ આવી રહી હતી. રિયાન તો આ જોઈ હક્કોબકો રહી ગયો. યાર મોના શું છે આ બઘું? મને આ ટાઈમે અહીં શા માટે બોલાવ્યો છે? લથડિયાં લેતી લેતી માંડ માંડ ચાલી એ રિયાન તરફ આવી પડવા જાય એ પહેલાં રિયાને બંને હાથથી પકડી લીધી. મોનાનાં મોં પાસે એકદમ