જીવંત રહેવા એક મ્હોર - 8 Krishvi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવંત રહેવા એક મ્હોર - 8

પ્રકરણ ૮મું / આઠમું

મોના, હેલ્લો, હેલ્લો હેલ્લો બોલતી રહી. સામે થી કોઈ પ્રતિક્રિયા ન આવતા મોબાઈલ આલોક અંકલને આપ્યો. આલોક અંકલે ઘણી ટ્રાય કરી પણ કોલ લાગ્યો જ નહીં

હવે આગળ
' સારિકા કહી રહી હતી કે પ્લીઝ રૂપાલી જલ્દી આવ મમ્મીની તબિયત બહુ ખરાબ છે. એમની કિમો થેરેપી ટ્રીટમેન્ટ આપ્યા પછી ડૉક્ટરે કહ્યું છે કે'...... આટલું બોલતા બોલતા સારિકાથી રડાઈ ગયું. રૂપાલીને કોલ પર કહેતી હતી.
તું રાધામાસીનું ધ્યાન રાખ હું હમણાં જ ત્યાં પહોંચું છું. પપ્પાનો કોલ શરૂ હતો. હમણાં વાત કરું છું. તું માસીનું ધ્યાન રાખ. રૂપાલી ફટાફટ હોસ્પિટલ પહોંચી ગઈ. ત્યાં જઈને જુવે છે. રિયાનનાં મમ્મી પથારીમાં માંડ માંડ શ્વાસ લઈ રહ્યા હતા. જાણે ધડીના છઠ્ઠા ભાગમાં પ્રાણપંખેરું ઉડી જશે. એવું લાગી રહ્યું હતું. ડૉક્ટરો રાધામાસીને જરૂરી ટ્રીટમેન્ટ આપી રહ્યા હતા.
નર્સ વોર્ડમાંથી બધાં સાથે આવેલ સગાંઓને બહાર જવાનો ઓર્ડર આપી રહી હતી. સારિકાની આંખોમાં સતત ગંગા જમનાનો અવિરત પ્રવાહ ચાલુ હતો. રૂપાલી સારિકાની પીઠ પ્રસરાવી શાંત્વના રહી આપી રહી હતી. 'તું આ સમયે રડવાનું બંધ કર તું રડીશ તો આ હિના, દિવ્યા બધીનુ શું થશે? એમની હિંમત તારે બનવાનું છે. તારે તેને પ્રેશર નહીં પ્રોત્સાહન આપવાનું છે. હું હમણાં જ પપ્પાને ઈન્ફોર્મ કરી બધી વાત કરું છું ત્યાં સુધી તું અહીં જ રહેજે.
હેલ્લો પપ્પા, રાધામાસીની તબિયત બહુ જ નાજુક છે. તમે રિયાન અને મોનાને સાથે લઈને જ આવજો કદાચ રાધામાસી...... આટલું બોલી અટકી ગઈ.
બીજી તરફ આલોક અંકલ જમી રહ્યા હતા. મોં માં કોળિયો હોવાથી તેને અહત્રે ગયું અને ખાંસી શરૂ થઈ ગઈ. રિયાને પાણી આપી પુછ્યું શું થયું અંકલ આમ અચાનક કોનો કોલ છે? એમ કહી મોબાઈલ અંકલના હાથમાંથી લઈ લેતા પુછ્યું. ગોપીદીદી ફટાફટ પાણી લાવજો.
રૂપાલીને હવે એમ થયું કે હવે વધારે રિયાનથી કંઈ છુપાવી શકાશે નહીં તેથી રૂપાલીએ રિયાનને વિગતવાર વાત કરી.
આ તરફ રાધામાસીએ આંખો ખોલી. હાથના ઈશારા થી કહ્યું કે મારે વાત કરવી છે. માત્ર થોડી ક્ષણિક રાહત થઇ હોય તેમ ડૉક્ટરે કોઈ એક વ્યક્તિને મળવાની પરવાનગી આપી. તેથી સારિકા તેની મમ્મી સાથે વાત કરી રહી હતી. કંઈક સમજાવી રહી હોય એવું પ્રતીત થઈ રહ્યું હતું. એ બહાર ઉભેલી રૂપાલી જોઈ રહી હતી. ત્યાં જ નર્સ આવી અને સારિકાને ત્યાંથી બહાર બેસવા વિનંતી કરી.
સારિકાએ તેની મમ્મી સાથે વાત થઈ તે બધી વાત રૂપાલીને કરી. રૂપાલીને કંઈક યાદ આવ્યું હોય તેમ ઉભી થઇ બોલી સારિકા તું અહીં તારી મમ્મી સાથે છો ને હું હમણાં એક અગત્યનું કામ યાદ આવ્યું છે તે પતાવી તુરંત જ આવું છું. અને હાં સાંભળ મેં રિયાનને પણ તારા મમ્મીની તબિયત વિષે વાત કરી છે તો એ બંને પણ મારા પપ્પા સાથે રાજકોટ આવે છે. મોનાને શું ઉપમા આપવી કંઈ સમજાયું નહીં તેથી રૂપાલીએ તેનું નામ ન લીધું.
રૂપાલી પોતાના ઘરે જઈ પોતાનો કબાટ ફંફોળવાં માંડી પણ ન મળતાં ખબર નહીં આજ બધું ગુસ્સો કરી પોતાના કબાટને પછાડી રહી હતી. બધાં કપડાં અસ્તવ્યસ્ત કરી આખાં ઓરડામાં કરી મૂક્યુ હતું. ટેબલ પરનો ફ્લાવર પોટ જોરથી ફૂંક્યો હોવાથી પોર્ટના ફૂલો આખી રૂમમાં ફેલાયેલા હતા. પોતાનો મેકઅપનો સમાન, સામાનમાંની લિપસ્ટિક રેલાયેલ પડી હતી. પોતાના બંને હાથ પોતાના નમણે રાખી બેડ પર બેઠી હતી.
'હું નહીં આવું કહ્યુંને તને એક વખત બંને જતાં રહીશું તો ઓફિસ વર્કરો, વર્ક બધું જ અટવાઈ જશે' રૂપાલી રિયાન પર ગુસ્સો કરી મોટેથી કહી રહી હતી. પરંતુ છતાં રિયાન એકદમ શાંતિથી વાત કરતો હતો. આ બધું આલોક અંકલ સાંભળી રહ્યા હતા. તેને ખુબ જ અસંભિત અને આંચકો લાગ્યો કે મોના રિયાન સાથે આવું વર્તન કરે છે છતાં રિયાન કેમ શાંત છે. પ્રત્યુતર કેમ શાંતિ થી આપતો હશે? એવી શું મજબુરી હશે? કોઈ કારણસર જ રિયાને મોના સાથે આમ અચાનક લગ્ન કર્યા હશે. આલોક અંકલ વિચારતા વિચારતા સોફા તરફ જઈ સોફા પર બેસી ગયા.
' મુંબઈથી રાજકોટની તાત્કાલિક બુકિંગ કેમ નહીં થાય' રિયાન ફોન પર પુંછી રહ્યો હતો.
'મે ફ્લાઈટમાં બુકિંગ કરાવી દીધી છે. હમણાં જ નીકળવું પડશે તું પેકિંગ કરી તૈયાર થઈ જા. તું મેનેજરને મેનેજમેન્ટ સમજાવી દે. હું ગોપીદીદીને ઘરકામ સમજાવી પછી તુરંત ત્રણેય નીકળ્યે' મોનાએ રિયાનને વિગત સમજાવતા કહ્યું.
આ સાંભળી ફરીથી આલોક અંકલ ચોંકી ગયા કે હમણાં રિયાન પર ગુસ્સો કરતી હતી તે જ મોના છે કે કોઈ બીજી !
ત્રણેય રાજકોટ એરપોર્ટ પર ઉતરી નક્કી કર્યું કે હાલ મમ્મીની તબિયત વધુ લથડતા હોસ્પિટલ પહોંચી જવું જોઈએ.
'તું પ્રભુતામાં પગલાં પડી પહેલીવાર આવ્યો છે તો તારે ઘરે જવું જોઈએ' આલોક અંકલ બોલ્યા.
'ના હું ઘરે નહીં જાવ' રિયાન બોલ્યો
આ સાંભળી આલોક જરા ગુસ્સાના ભાવ સાથે બોલ્યા 'તું મારું પણ હવે નહીં માને?'
મારો મતલબ છે કે પેલા અમે મમ્મી પાસે જઈશું.
આ સાંભળી મોંના એકદમ ગુસ્સે થઈ બોલી નહીં હું તો ઘરે જઈશ.


ક્રમશઃ......

મોના રાધાબેનને મળવાની શામાટે ના પડતી હશે?
મોના રિયાન સાથે હોસ્પિટલ જશે??
આ વર્તન જોઈને આલોકનો અભિપ્રાય શું હશે??

જાણવા વાંચતા રહો
જીવંત રહેવા એક મ્હોર


આને હાં વાચક મિત્રો તમે પણ જો ઈચ્છાતા હોય ને કે મારી પોસ્ટમાં તમે આવો તો મસ્તનો પ્રતિભાવ આપો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ હોં હોં....ને

ક્રમશઃ.....