પ્રેમનો અહેસાસ - 8 Bhavna Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો અહેસાસ - 8

આપણે અગાઉ જોયું કે શરદ હવે ઠીક થઈ ગયો છે.અને હજી સુધી એને કાવ્યાને પોતાનાં દિલની વાત કહી નથી.હવે આગળ...

શરદ તો જાણતો હતો કે કાવ્યા તેને પસંદ કરે છે. હવે વારો એનો હતો.સ્કુલે જતાં પહેલાં માનસીબેનનાં આશીર્વાદ લેવા એમની પાસે ગયો.હજી માનસીબેન એ વાતથી અજાણ હતાં કે કાવ્યા પણ શરદને પસંદ કરે છે. શરદે પાછળથી માનસીબેનને ગળે લાગી ગયો અને બોલ્યો,

"મમ્મી,આજે એ કામ પૂરું કરવાં જઉં છું જે તે દિવસે અધુરું રહી ગયું હતું. બસ મને આશીર્વાદ આપો કે આજે તો હું કામ પુરું કરીને જ આવું. "

"મારાં આશીર્વાદ તો તારી સાથે જ છે દીકરા.અને મારો કાનો હવે ખુદ તારી રક્ષા કરશે.જા અને કાવ્યાને તારાં દિલની વાત કરી દે બેટા. પછી જો એ માની જશે તો તારાં લગ્ન કરાવી આપવાની જવાબદારી મારી. "

"મારી વહાલી મમ્મી."

"હા..હા હવે મોડું ના કર જા."

શરદ અને કરણે ભેગાં થઈને સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું. આજે શરદ હવામાં જાણે ઉડતો હતો.કાવ્યા આવી એટલે સીધો શરદ એની પાસે દોડી ગયો.

"કાવ્યા થોડી વાર મારી સાથે ચાલને થોડું કામ છે. "

"ઓકે હું આવું છું એક સેકન્ડ,પ્રિયાને કહીને આવું(કાવ્યાની ફ્રેન્ડ)"

"ઓકે"

શરદે સરપ્રાઈઝ પ્લાન સ્કુલની બાજુમાં આવેલ કેન્ટિનમાં કરી હતી.પહેલાં તો કેન્ટીનવાળાએ ના પાડી હતી પ્રિન્સીપાલની બીકે પણ પછી માની ગયો.શરદ અને કાવ્યા ત્યાં ગયા.

ત્યાં લાસ્ટ ટેબલ પર કાવ્યાની પસંદનો રેડ રોઝનો ગુલદસ્તો હતો.એની બાજુમાં હાર્ટ સેઈપનું એક કાર્ડ મૂકેલું હતું. એની બાજુમાં એક ગિફ્ટ બોકસ મૂકેલું હતું. ત્યાં બાજુમાં સાઉન્ડ સીસ્ટમમાંથી એક સોન્ગ પ્લે થઈ રહયું હતું જે શરદનાં જ અવાજમાં રેકોર્ડ કરેલું હતું.

"મેં રહું યા ના રહું,
તુમ મુજમેં કહી બાકી રહેના.
મુજે નીંદ આયે જો આખિરી,
તુમ ખ્વાબોમેં આતે રહના.
બસ ઈતના હૈ તુમસે કહેના
બસ ઈતના હૈ તુમસે કહેના....

હવાઓમેં લિપટા હુઆ મેં
ગુજર જાઉંગા તુમકો છૂ કે
અગર મન હો તો રોક લેના
ઠહર જાઉંગા મેં ઈન લબો પે
મેં દિખુ યા ના દિખુ
તુમ મુજકો મહેસુસ કરના

બસ ઈતના તુમસે કહેના..
બસ ઈતના હૈ તુમસે કહેના..
બસ ઈતના હૈ તુમસે કહેના..
બસ ઈતના હૈ તુમસે કહેના.

કાવ્યા તરત જ શરદનો અવાજ ઓળખી ગઈ.પણ કંઈ બોલી નહી.શરદ એને ટેબલ આગળ લઈ ગયો. ટેબલની સામ સામે બે ખુરશી મૂકેલી હતી. બંને રેડ વેલ્વેટનાં કપડાંથી શણગારેલી હતી.શરદે કાવ્યાને બેસવા કહ્યું. કાવ્યા તો પુરેપુરી સરપ્રાઈઝ થઈ ગઈ હતી..કાવ્યા બેસી ગઈ.શરદ પણ સામેની ખુરશી પર બેસી ગયો.

કાવ્યાની અણિયારી કાજલ આંજેલી આંખોથી એક અજીબ અહેસાસ છલકતો નજર આવી રહયો હતો. શરદને મળતાં જ જે કાવ્યા ચૂપ થવાનું ભુલી જતી એ આજે બોલવાનું જ જાણે ભુલી ગઈ હતી.

આજે એ યૌવનના ઉંબરે આવીને ઉભી હતી.રોજ શરદને મળતી અને આજે મળી રહી હતી એમાં જાણે આભ જમીનનો ફર્ક હતો.એનાં ગાલ પર આજે એજ લાલીમાં તરી આવી હતી જે નવરાત્રિમાં આવી હતી.

શરદ પણ કોઈ રાજકુમારથી કમ નહતો.એનો હસમુખો ચહેરો મનભાવન દેખાતો.સુંદર નકશીદાર નાક અને રતુંબડા હોંઠ ઓર સુંદર દેખાતા.એની હેરસ્ટાઈલ તો બધાથી અલગ જ.એ પણ યુવાની તરફ ડગ ભરી રહ્યો હતો. અને એવાં ટાઈમે આ યુવાન હૈયાં અત્યારે વગર બોલે જાણે મૌનથી એકબીજા સાથે વાત કરી રહ્યા હતા.

શરદે કાવ્યાની મનપસંદ ચોકલેટ એની આગળ ધરી.

"ઓહ...થેન્કસ શરદ."

કાવ્યાને બોલવું તો ઘણું હતું પણ બોલી શકી નહિ. શરદની હાલત પણ એવી જ હતી.એને પણ નહતું સમજાતું કે શરૂઆત કેવી રીતે કરે?બંનેનાં ધબકારા અત્યારૈ ફુલ સ્પીડમાં ચાલી રહ્યા હતા. શરદ હિંમત કરી ને બોલ્યો,

"કાવ્યા."

"હા શરદ."

"કાવ્યા મને કંઈક કહેવું છે પણ સમજાતું નથી તને કેવી રીતે કહું?"

"અરે!બોલને આમ ગોળ ગોળ વાતો ના કર."

શરદે કાવ્યાનો હાથ એનાં હાથમાં લઈ એનાં આંગળામા એના આંગળા પરોવી બોલ્યો,

"કાવ્યા..નવરાત્રિ વખત મેં તને જોઈ અને તું મને ગમી ગઈ. હું તને પસંદ કરવાં લાગ્યો.મેં મારી મમ્મી ને પણ કહયું. હું આખી રાત સવાર પડવાની રાહ જોઈ રહ્યો અને સવાર થતાં જ હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. તને મળીને મારાં દિલની વાત કરવાં પણ....."

"પણ શું શરદ?"

"ચાલું બાઈકે પણ મને તારાં જ વિચાર આવતાં હતાં. એમાને એમાં મારાથી સ્પીડ કયારે વધી ગઈ મને પણ ખબર ન પડી અને હું અથડાઈ ગયો.અને મારી વાત તું જાણે એ પહેલાં મારો અવાજ જ ચાલી ગયો.તે તો તારાં મનની વાત કરી દીધી પણ હું ના કરી શકયો."

"પાગલ છે તું?આટલાં દિવસ થયાં તો પણ તે મને વાત ના કરી?"

"કેવી રીતે કરતો?મેં એવું વિચાર્યું હતું કે હું કમ્પલેટ સાજો થઈશ તો તને કહીશ.નહિ તો નહિ."

"પણ આજે હું કહું છું તને મારાં દિલની વાત સાંભળ."


શું હશે ગિફટબોકસમાં અને કાર્ડમાં?કેવી રીતે કરાવશે શરદ એના પ્રેમનો અહેસાસ કાવ્યાને?

જાણવાં માટે બન્યાં રહો મારી સાથે...આ શાનદાર સફરમાં ...વાંચતા રહો અને મારો ઉત્સાહ આમ જ વધારતાં રહો...