જન્મદિવસ ના ' ફની ' સવાલ જવાબ Jatin Bhatt... NIJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જન્મદિવસ ના ' ફની ' સવાલ જવાબ

જતીન ભટ્ટ રચિત એક અનોખી રચના

જન્મદિવસ ના ' ફની ' સવાલ જવાબ

આજરોજ મારી વર્ષગાંઠ નિમિત્તે એક પ્રખ્યાત મેગેઝિન
' લમણાતોડ ' ના પત્રકારો એ મારા ફની ઇન્ટરવ્યૂ માટે ફોન કર્યો, મેં કહ્યું કે આવી જાઓ, પણ આવો તો કોલ્ડ્ડ્રિંક કે આઇસક્રીમ લઈ ને આવજો, કારણકે મારે અહી તો ઊંધો રિવાજ છે, જે વિશ કરવા આવે તે આવું બધું લઈને જ આવે,
મારુ માન રાખીને એ લોકો લઈને આવ્યા, આઇસક્રીમ ખાધું અને પછી શરૂ થયા એમના અજબ સવાલો અને મારા ગજબ જવાબો...

તો પ્રસ્તુત છે અજબ સવાલો ના ગજબ જવાબો :

જન્મદિવસ એટલે શું? :
જે દિવસે હું આ ધરતી પર આવ્યો અને પૃથ્વી નું વજન 3 કિલો વધાર્યું તે....

માબાપ ને કેમ યાદ કરવાના? :
તો જ તો હું આ ધરતી પર છું ...

વહાલા સગાઓ અને વહાલા મિત્રો ને કેમ યાદ કરવાના? :
બસ, આ લોકોના પ્યાર થકી અત્યાર સુધી ની લાઇફ જોરદાર ચાલી રહી છે, હવેથી પણ આવીજ ચાલે એવી ભગવાન પાસે થી આશાઓ ,..

વોટ્સએપ પર સ્ટેટસ મૂકવાનું કે નઈ? :
મૂકવાનું, કેમ કે મૂકવાથી આખી દુનિયા ને ખબર પડે કે હજી હું આ ધરતી પર જ છું અને મારી તબિયત ટનાટન છે '...

મિત્રો સામેથી પાર્ટી માંગે તો શું કહીને મનાઈ કરવાની? :
એજ કે મારા જીવન માંથી એક વરસ ઓછું થઈ ગયું ને તમને પાર્ટી જોઈએ છે?

પત્ની તમારા જન્મદિવસ વિશે શું માને છે? :
એજ કે સારું થયું આજેજ તમારો જનમ થયો અને તમે મને મળ્યા બાકી મારા નસીબ માં તમારા કરતાં કોણ જાણે કેવો હસબન્ડ લખાયો હોત (કૌંસ માં શું બોલે એ ખબર નઈ, કૌંસ પૂરો)...

સરકાર શ્રી ને કશુંક કહેવું હોય તો તમે શું કહેશો? :
એજ કે સરકાર માઈબાપ, મિડલ ક્લાસ માં જનમ લીધો છે અને હજુ પણ એ જ ક્લાસ માં છું, તો જરા ઇન્કમટેક્સ માં રાહત આપે, રોડ સરખા કરાવે, રસ્તા પર રખડતા ઢોર, કૂતરાઓ માટે કંઇક કડક વ્યવસ્થા કરે જેથી ખુલ્લા રસ્તા ઓ પર વિધાઉટ અડચણ ચાલી શકીએ, અમારે મનોરંજન લેવા માટે કેબલ, સિનેમા જેવાજ ઓપ્શન છે તો એના ભાવ રીજનેબલ કરાવે , હજુ ઘણું બધું કહેવું છે પણ આટલેથી ખમું છું...

તમારો બૉસ તમારા વિશે શું માનતા હશે?:
એજ કે આ હિરો મફત નો પગાર ખાય છે...

તમારા મિત્રો તમારા વિશે શું માનતા હશે એનો કાંઈ અંદાજ ખરો તમને? :
અંદાજ! અરે ખાતરી પૂર્વક કહું છું કે મારા વિશે શું વિચારતા હશે,
એજ કે' બહુ ખોટા દિવસે આનો જનમ થયો, સાલાને કરવું કશું નઈ અને જોર લગાકે હઈશા, એને તો કોઈ વસ્તુ ની સલાહ પણ ના અપાય, સાલો ઊંધો ચોંટે, મારો હાળો , કોઈ દિવસ સામેથી પાર્ટી ના કરાવે, આપણે જ માંગવી પડે, વગેરે વગેરે '

જન્મદિવસે રક્તદાન કેમ કરવું જોઇએ? :
આપણા 350 ml blood થકી, દર્દી પણ ફ્યુચર માં એમનો જન્મદિવસ સરસ રીતે મનાવી શકશે...

આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને તમારી વચ્ચે નો શું સંબંધ છે? :
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને હું કેલેન્ડર માં પાડોશીઓ છીએ , એમની 17 સપ્ટેમ્બર અને મારી 16 સપ્ટેમ્બરે વર્ષગાંઠ આવે છે...

જન્મદિવસે ભગવાન ને શું પ્રાર્થના કરવાની? :
બસ એજ કે , હે ભગવાન તમારા પ્રત્યેની આસ્થા,
મિત્રો,સંબંધો ,તબિયત, દરેક વર્ષગાંઠે મિત્રોની શુભેચ્છાઓ , સોશિયલ મીડિયા માં સંદેશાઓ, પહેરવાના કપડા, પગે પહેરવાના જૂતા (ખબર છે ભાઈ, જૂતા પગેજ પહેરવામાં હોય),માથા ના વાળ અને ખિસ્સા માં રૂપિયા સારી અને ટનાટન રીતે વધતા રહે...
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
94268 61995