અણમોલ પ્રેમ - 7 DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અણમોલ પ્રેમ - 7

//અણમોલ પ્રેમ-૭//

 જ્યારે સંબંધ આટલા અણમોલ છે તો આવા અણમોલ સંબંધમાં પૈસાનો હિસાબ કરવો કેટલી હદે યોગ્ય આ વાત મને બહુ  મોડી સમજાતી નથી. મને આજે વાતનીખુશી પણ છે. વાત છે મારા એક ગાઢ મિત્ર સાથેના સંબંધનીહોય કે આપની સાથેના કે સ્નેહા સાથેના સંબંધની હોય કોઇની સાથે મેં પૈસાનો હિસાબકે પૈસાના આધાર કરીકે બનાવેલ નથી. જો આપ પણઅમારા બંનેના અજોડ દિલના સંબંધમાં આવી ભૂલ કરી રહયાં હતા તે સુધરવા જઇ રહી છે. તોઆ અમારો અને આપણો સંબંધ અણમોલ સંબંધનું નામ ધારણ કરશે જેને રૂપિયા પૈસાથી કયારેય ન તોલી શકાય

 

ના, બેટા અમારી તે જ ભૂલ હતી. જો કે લગ્ન હજી કરેલ ન હોય તો અમે સ્નેહાનો હાથ તારા હાથમાં આપવા માંગીએ છીએ. પણ હાલ અમારી પરિસ્થિતિ પહેલાં જેવી નથી. અમારો ધંધો કારોબાર કોવીડ-૧૯ની બીમારીએ શૂન્ય થઇ ગયો. તેના કારણે મારી અને તારી કીકીની તબીયત પણ હવે નરમ ગરમ રહ્યા કરે છે. સ્નેહાએ પણ તારી સાથે અમે લગ્ન કરવાની ના પાડ્યા પછી અનેક છોકરાઓ બતાવ્યા પણ કોઇને તેણે હા ના પાડી. આજે પણ તે કહેતી હતી, પપ્પા હવે સંદીપ બહુ મોટો માણસ થઇ ગયેલ છે આપણા કુટુંબની નાંણાકીય પરિસ્થિતિ જોઇ તે હા કહેશે કે કેમ તે સવાલ છે ?

ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા
જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા

અંકલ લગ્ન એ કોઇ અમારા થયાં નથી પણ બે વ્યક્તિના પરિણયમાં પરિભૂત કરવાની વાત છે. પ્રેમ કરવો કે લગ્નકરવા  એ કાંઇ નાણાંના ત્રાજવે તોલવાની વાત નથી. મેં જીવનમાં નક્કી કરેલ હતું કે લગ્ન જ્યારે કરીશ ત્યારે કરીશ પણ મારી જીંદગીમાં મારી પત્ની, મારી અર્ધાંગિનીનું સ્થાન સ્નેહા સિવાય કોઇ ક્યારે લઇ જ ન શકે.

સંદીપની વાત સાંભળી લાલચંદભાઇ ઉભા થઇ તેને પગે લાગવા જ્યાં હતાં તે બાજુ ખસી ગયો. અંકલ તમે આ શું કરો છો ? તમે મારા માટે વડીલતુલ્ય છો મારે તમારા પગે લાગવાનું હોય તમે આમ કરી મને પાપમાં ન પાડો. ના બેટા આ તો તારી મોટાઇ છે જેને અમે અમારી બે વર્ષ અગાઉની જાહોજલાલી ભરી જીંદગીમાં ન ઓળખી શક્યા.

પરંતુ બે વર્ષ અગાઉના સંદીપમાં અને હાલના સંદીપમાં કોઇ પ્રકારનો ફરક નથી. અંકલ ધન-દોલત જીવનમાં હંમેશા ગૌણ હોય છે. તેને જીવનના મૂલ્યો સાથે કયારેય ન સરખાવાય. આપે અમને લગ્ન કરવાની ના પાડી તે સમયે પણ અમે બંને પુખ્ત વયના હતાં અમે અમારી રીતે લગ્ન કરી શકતાં હતાં પણ મને સ્નેહાએ કહેલ કે મારા માતા-પિતાની મરજીવિરુદ્ધ કયારેય લગ્ન નહીં કરું. મારા માટે સ્નેહાની વાતને અનુમોદન આપ્યા વગર બીજો કોઇ રસ્તો ન હતો. પરંતુ મનથી અમે બંને અડગ હતા કે જો તમે મંજૂરી નહીં આપો સ્વમરજીથી લગ્ન નહીં કરીએ એકબીજાને કારણે બંને આજીવન કુંવારા રહેવાનું પસંદ કરશું.

સંદીપની આ બધી વાતો સાંભળીને લાલચંદ ભાઇ સ્નેહાના પિયા અને માતા બંને અવાક થઇ સંદીપની સામે જોઇ રહ્યા હતાં.

અંકલ હશે આ બધી વાતો જૂની થઇ તેનો હવે પાંચ કરીને અફસોસ કરવાથી કોઇ ફાયદો નથી. તમે આજે મને ફક્ત એ કહો કે આજે તમે એકાએક મારે ત્યાં કેમ આવ્યા ? આવવાનું પ્રયોજન જણાવો આપનું કંઇપણ કામ મારે લાયક હશે અને મારાથી થાય એમ હશે ચોકકસપણે કરીશ. આપ કંઇપણ જાતની ફીકર રાખ્યા વગર જણાવશો તો મને આનંદ થશે. મારે માટે તો તમે સ્નેહાના માતા-પિતા છો કે જ બહું છે.

(ક્રમશઃ)

DIPAK CHITNIS dchitnis3@gmail.com

(DMC)